﻿
unknown
03-08-17
Gujarati
+ 
30ફાઈલનું નામ - CR00S006 . GAL 
30પુસ્તકનું નામ - ગુજરાતીમાં હાસ્ય અને કટાક્ષ 
30લેખક - મધુસુદન પારેખ 
30પ્રથમ આવૃત્તિ : - 0 01988 
30પ્રકાશક - નટવરસિહ પરમાર 
30મળવાનું ઠેકાણું - D . O . E . 
30વિભાગ - AESTHETICS ( LITERATURE ) 
30ઉપવિભાગ - CRITICISM 
30કિંમત - રૂ . 17 . 00 
30શબ્દ - 
33 
0 
306ગુજરાતીમાં હાસ્૟ અને કટાક્ષ 
3પાન નં 46 
3		પ્રકરણ - 4 
3	 અર્વાચીન સાહિત્યમાં હાસ્યકટાક્ષનો પ્રવાહ 
0કવિતામાં હાસ્યકટાક્ષ : 
ઈ . સ . 1818 માં ગુજરાતમાં અંગ્રેજી રાજ્યઅમલ સ્થપાયો અને 
ધીમે ધીમે દૃઢ થયો . મધ્યકાળમાં અશાંતિ , અંધાધૂંધી તેમજ બિનસલામતીથી 
કંટાળેલી પ્રજાને અંગ્રેજી રાજ્યઅમલ આશીર્વાદરૂપ લાગ્યો . અંગ્રેજોએ નિશાળો 
સ્થાપી . મુદ્રણકળા , અંગ્રેજી ભાષા , અંગ્રેજી શિક્ષણ વગેરેનો પ્રસાર થવા માંડ્યો . 
1857 માં મુંબઈ યુનિવર્સિટીના સ્થાપના થઈ . એ દ્વારા અંગ્રેજી સાહિત્યનો અને 
અંગ્રેજી સંસ્કૃતિનો સંપર્ક વધવા માંડ્યો . પ્રજાજીવનમાં નવી જાગૃતિ આવી . 
સામાજિક તેમજ ધાર્મિક અનિષ્ટો સામે કેટલાક શિક્ષિત સમાજસુધારકોએ પોકાર 
પાડ્યો અને દેશમાં સમાજસુધારાનું મોજું ફરી વળ્યું . 
અંગ્રેજી સાહિત્યના સંપર્કને કારણે ગુજરાતી ભાષામાં પણ નવલકથા , એકાંકી , 
ટૂંકી વાર્તા , નિબંધ વગેરે ગદ્યસાહિત્ય સ્વરૂપોનો ઉદ્ભવ થયો . કવિતામાં પણ 
નવા નવા પ્રકારો ખેડાવા માંડ્યાં . મધ્યકાળમાં સાહિત્ય મોટેભાગે ધર્મલક્ષી હતું 
તે 19 મા સૈકામાં સમાજસુધારાલક્ષી બન્યું . સમાજમાં અનિષ્ટ રિવાજો સામે 
લોકોને જાગૃત કરવા માટે એક તરફ ગંભીર , સામાજિક અને બોધલક્ષી સાહિત્ય 
રચાવા માંડ્યું . તે સાથે કેટલાક સાહિત્યકારોએ હાસ્ય - કટાક્ષનો આશ્રય લઈને 
સામાજિક તેમ જ ધાર્મિક અનિષ્ટોની મજાક - મશ્કરી ઉડાવીને પ્રજાને અજ્ઞાન અને 
માનસિક જડતામાંથી બહાર આણવાનો પ્રયત્ન કર્યો . અંગ્રેજી સાહિત્યમાં કટાક્ષ 
( Satire ) , હાસ્ય ( Humour ) નું સાહિત્ય વિવિધ પ્રકારે અને વિપુલપણે ખેડાયું હતું . 
હાસ્યકટાક્ષયુક્્ત નવલકથા , વિનોદી ટૂંકી વાર્તાઓ , પેરડીના પ્રયોગો , કટાક્ષમય 
કવિતા , પ્રહસનો , નિબંધિકાઓ , વગેરેના સારા એવા નમૂના અંગ્રેજી સાહિત્યના 
ગાઢ સંપર્કને કારણે આપણા લેખકોને સુલભ થયા હતા . હાસ્યનાં અને કટાક્ષનાં 
એ વિવિધ સ્વરૂપોની પ્રેરણા અને સહાય લઈને ગુજરાતી ભાષામાં પણ હાસ્ય 
કટાક્ષનું સાહિત્ય વિશિષ્ટ રીતે અને વિપુલપણે ખેડાવા માંડ્યું . મધ્યકાળમાં 
હાસ્ય અથવા વિનોદ , કૃતિમાં નાના કે મોટાં અંશ રૂપે આવતો . હાસ્ય - 
3પાન નં 47 
વિનોદની કોઈ સળંગ કૃતિ ભાગ્યે જ રચાઈ હતી . તદઉપરાંત મધ્યકાળમાં ખેડાયેલું 
હાસ્યસાહિત્ય બહુધા સ્થૂલ અને સપાટી પરનું હતું . અલબત્ત , અખા અને પ્રેમાનંદ 
દ્વારા ઉચ્ચ કોટિના હાસ્યકટાક્ષ ખેડાયાં હતાં , તેમ છતાં સૂક્ષ્મ અને વૈવિધ્યપૂર્ણ હાસ્ય 
તો અર્વાચીન યુગમાં જ નોંધપાત્ર રીતે ખેડાવું શરૂ થયું . હાસ્યરસની અથવા તો 
કટાક્ષની સળંગ કૃતિઓ પણ અર્વાચીન યુગમાં પ્રકાશિત થવા માંડી . હાસ્ય અને 
કટાક્ષ આલેખનમાં વધુ તીવ્રતા અને કલાનું ઊંડાણ આવ્યાં . હાસ્યરસ ઉચ્ચ 
કોટી ના કટાક્ષથી માંડીને ઠેઠ " નોનસેન્સ " ( અર્થહીન ) કવિતા સુધીની રચનાઓમાં 
રસમો , ફેશનો , વૃત્તિઓ , વલણો શાસક પક્ષની વિકૃત નીતિ - રીતિઓ , રાષ્ટ્રીય 
દૂષણો , તેમજ વૈયક્્તિક વિચિત્રતાઓ , ધૂન , રોજિંદા વ્યવહારમાં પ્રગટ થતી વિલક્ષણ 
પરિસ્થિતઓ વગેરે હાસ્ય અને કટાક્ષનાં નિશાન બનવા લાગ્યાં અને હાસ્ય 
કટાક્ષની કવિતાનો વિપુલ પ્રવાહ વહેતો થયો . 
આ તબક્કે હાસ્યરસનું વિલક્ષણ રીતે ખેડાણ કરનારી પારસી કોમના સાહિત્યનો 
પણ નિર્દેશ કરવો ઘટે . પારસીઓ જાનામાલની તેમજ ધર્મની રક્ષા ખાતર વખાના 
માર્યા પોતાનું મૂળ વતન ત્યજીને ગુજરાતમાં આવીને વસ્યા અને ઠરીઠામ થયા હતા . 
તેમણે ગુજરાતી ભાષાને અને કેટલીક રીતરસમોને અપનાવી લીધી . અંગ્રેજ રાજ્ય 
અમલના પ્રભાવે , અને પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવે ગુજરાતની હિંદુ તેમજ અન્ય 
કોમોને જેમ આંજી દીધી તે જ રીતે પારસી કોમને પણ આંજી દીધી . અંગ્રેજી 
શિક્ષણ અને સાહિત્યનો પ્રસાર પામી કેટલાક પારસી લેખકો અને સમાજસુધારકો - 
એ પોતાની કોમની આનંદી - રમૂજી પ્રકૃતિ ધરાવનારી હતી . ગુજરાતી એ તેમની 
દત્તક લીધેલી ભાષા હતી . શુદ્ધ , શિષ્ટ , ગુજરાતી ભાષા બોલવા લખવાનું તેમને 
માટે મુશ્કેલ હતું . તેમની ભાષાઉચ્ચારણની મુશ્કેલીમાંથી અને પારસી , ઉર્દૂ , 
અંગ્રેજી વગેરે ભાષા સાહિત્યના અભ્યાસથી - સંપર્કથી તેમની એક નવી લાક્ષણિક 
પારસી ભાષા ઉદ્ભવી . આ પારસી બોલીમાં શિષ્ટ ગુજરાતી શબ્દોની ઠરડમરડ0 
અન્ય ભાષાઓના શબ્દનું વિચિત્ર મિશ્રણ , કેટલાક લાક્ષણિક શબ્દપ્રયોગો એ બધી 
તેની વિશેષતાઓ હતી . અલબત્ત કેટલાક પારસી સાહિત્યકારોએ સતત પરિશ્રમ - 
પૂર્વક , શિષ્ટ ગુજરાતીમાં બોલવા , લખવાનો મહાવરો પાડીને ગુજરાતી સાહિત્યના 
પ્રવાહમાં એમની પારસી કોમના સાહિત્યનો પ્રવાહ પણ ભેળવ્યો . તેમ છતાં 19 માં 
સૈકાના અંત સુધી મોટે ભાગે પારસી લેખકોએમની લાક્ષણિક પારસી બોલીમાં 
કવિતા , નવલકથા નાટ્ય આદિનું સર્જન કર્યું . 
* 
﻿
unknown
03-08-17
Gujarati
+ 
0ફાઈલનું નામ - 	CL000006 . GAL 
0પુસ્તકનું નામ - સદાચારનો પ્રભાવ 
0લેખક - મુકુલ કલાર્થી 
0પ્રથમ આવૃત્તિ : - 0 0ડિસેમ્બર 1990 
0પ્રકાશક - આર . આર . શેઠની કંપની 
0મળવાનું ઠેકાણું - D . O . E . 
0વિભાગ - 
0ઉપવિભાગ - CHILDRENS LITERATURE 
0કિંમત - 8 . 00 રૂપિયા . 
0શબ્દ - 
0 
0 3 સદાચારનો પ્રભાવ 
3પાન નં 5 
એક હતો છોકરો . 
તેનું નામ હતું અબદુલ કાદર જિલાની . 
તે ઈરાનના દેશમાં આવેલા જિલાન નામે 
સ્થળમાં રહેતો હતો . 
અબદુલ ખૂબ હોંશથી ભણતો હતો . 
એક દિવસ અબદુલે તેની બાને કહ્યું : 
` અમ્મા , મને બગદાદ ભણવા જવાની રજા 
આપો . ' 
માતાએ તેના માથા પર હાથ ફેરવતાં ફેરવતાં 
હેતથી કહ્યું : 
` બેટા , શી રીતે રજા આપું ? 
` તારા બાપુજી ગુજરી ગયા પછી તારા મોં 
સામું જોઈને હું આટલા દિવસ જીવી છું . 
` તું દૂર ચાલ્યો જાય , પછી હું એક દિવસ 
પણ શી રીતે જીવું ? 
` આ ગામમાં જેટલું ભણી શકાય તેટલું તું 
3પાન નં 6 
ભણ્યો . 
` એટલાથી બેટા , સંતોષ માન . ' 
અબદુલને એટલા ભણતરથી શાનો સંતોષ 
થાય ? 
તેણે બાને કહ્યું : 
` અમ્મા , એ વાત સાચી . 
` પણ અહીંનું ભણતર પૂરતું નથી . 
` દેશ દેશથી ઘણા વિદ્યાર્થીઓ આગ઴ ભણવા 
બગદાદ જાય છે . 
` મને પણ તું જવા દે . ' 
માતાએ તેને સમજાવતાં કહ્યું : 
` તું તો ઘણો નાનો છે અને બગદાદ જવાની 
વાત કરે છે ! 
` મને તો એ વાત સાંભળતાં પણ ખૂબ દુઃખ 
થાય છે . 
` ના , બેટા , ના . હું તને બગદાદ નહિ જવા દઉં . 
` એટલે બધે દૂર તું એકલો શી રીતે જાય ? 
` ત્યાં કેટલાં બધાં વરસ તારે રહેવું પડે ! 
` ત્યાં તારી સંભાળ કોણ રાખે ? 
` અહીં જેટલું ભણાય તેટલું તું ભણ્યો . 
` હવે વધારે ભણીને શું કરવું છે ? 
3પાન નં 7 
` બેટા , મારું માની જા . ' 
અબદુલને આગળ ભણવાનો ઉત્સાહ ભારે હતો . 
તેણે અમ્માને કહ્યું : 
` મા , હજી તો ઘણું ભણવાનું બાકી છે . 
` બગદાદ ગયા વિના એ બધું શી રીતે શિખાય ? 
` માટે મા , મને રજા આપો . 
` ભણીને હું વહેલો વહેલો પાછો આવીશ . ' 
માતા અબદુલની ભણવાની હોંશ જોઈને મનમાં 
રાજી થઈ . 
તેણે હેતથી કહ્યું : 
` બેટા , ઘણા છોકરાઓને તો નિશાળે જવામાં 
કંટાળો આવે છે . 
` તેને બદલે તું તો મારી પાસે વધારે ભણવા 
જવાની રજા માગે છે . 
` હું તને ના શી રીતે પાડું ? 
` ઠીક બેટા , ખુદા તારી સંભાળ લેશે . 
` હું કેટલા દિવસ જીવવાની છું ? 
` છેવટે તો તને ખુદાને જ સોંપવો પડશે . 
` તો પછી તને જવાની ના પાડીને શા માટે 
દુઃખી કરું ? ' 
માતાની વહાલભરી વાત સાંભળીને નાનકડા 
3પાન નં 8 
અબદુલની આંખમાં આંસુ આવી ગયાં . 
તે આંસુ લૂછતાં સૂછતાં બોલ્યો : 
` અમ્મા તું કેટલી બધી સારી છે ! 
` મને પણ તારી પાસેથી દૂર જવાનું જરાયે 
ગમતું નથી . 
` પણ મને ભણવાનું બહુ મન છે . 
` તેથી જ હું જવાની રજા માગું છું . ' 
માતાએ તેને ગોદમાં લઈને વહાલથી કહ્યું : 
` ઠીક બેટા , જરૂર જજે . 
` વેપારી સોદાગરના ઘણા કાફલાઓ બગદાદ 
જાય છે . 
` તેમની સંગાથે તું જજે . 
` મારી પાસે બચાવેલી ચાળીસ સોનામહોરો છે . 
` તે હું તારી ડગલીમાં સીવી આપીશ . 
` જરૂર પડે ત્યારે તેમાંથી ખરચ કરજે . 
` બગદાદનો રસ્તો ઘણો લાંબો છે . 
` વનવગડામાં બધી જાતનો ડર છે . 
` લૂંટારુ પણ મળી જાય ! 
` બેટા , તું સંભાળીને જજે . 
માતાએ મુસાફરીની બધી તૈયારી કરી નાખી . 
એક સોદાગરનો કાફલો બગદાદ જવાનો હતો . 
3પાન નં 9 
માતાએ તેની સાથે બધો બંદોબસ્ત કર્યો . 
અબદુલ માતાને પગે પડ્યો . 
માતાએ આંખમાં આંસુ સાથે અબદુલને હેતથી 
ભેટીને કહ્યું : 
` બેટા , તારી માની આટલી વાત હમેશાં ધ્યાનમાં 
રાખજે - 
` હમેશાં સાચું બોલજે . 
` ખુદાથી ડરીને ચાલજે . 
` ખુદા જરૂર તારું ભલું કરશે . ' 
અબદુલ સોદાગરના કાફલા સાથે બગદાદ જવા 
નીકળી પડ્યો . 
વનવગડામાં લૂંટારુઓએ એ સોદાગરના કાફલા 
પર હુમલો કર્યો . 
બધા લોકો જીવ બચાવવા નાસભાગ કરવા 
લાગી ગયા . 
અબદુલ પણ ઝાડીમાં સંતાઈ ગયો . 
સાંજની વેળાએ અબદુલ ખુદાની બંદગી કરવા 
બેઠો . 
એવામાં બે લૂંટારાઓ એ ઝાડી ભણી આવ્યા . 
તેઓ સોદાગરના માણસોની શોધમાં નીકળ્યા 
હતા . 
3પાન નં 10 
એક જણની નજર અબદુલ પર પડી . 
એટલે તે બોલી ઊઠ્યો : 
` અરે જો , આ કોઈ અહીં ઝાડીમાં સંતાઈને 
બેઠું છે . ' 
બીજો લૂંટારો એ તરફ જોઈને બોલ્યો : 
` આ તો કોઈ નાનો છોકરો દેખાય છે . ' 
તેણે અબદુલને હાક મારીને પૂછ્યું : 
` અલ્યા છોકરા , અહીં તું એકલો બેસીને શું 
કરે છે ? 
` અહીં તું ક્યાંથી આવ્યો ? ' 
અબદુલે જવાબ આપ્યો . 
` ભાઈ , હું ખુદાની બંદગી કરું છું . 
` હું સોદાગરના કાફલા સાથે આવ્યો છું . 
` હું બગદાદ ભણવા જાઉં છું . ' 
લૂંટારાએ મોટે અવાજે પૂછ્યું : 
` અલ્યા , તારી પાસે કંઈ પૈસા - બૈસા છે કે ? ' 
અબદુલ જરાયે અચકાયા વિના બોલ્યો : 
` હા , ભાઈ , મારી ડગલીમાં ચાળીસ સોના - 
મહોરો છે . ' 
લૂંટારાઓ એ સાંભળીને હસી પડ્યા . 
તેમને થયું કે , છોકરો પાગલ લાગે છે ! 
3પાન નં 11 
આવા ગરીબ છોકરા પાસે ચાળીશ સોનામહોરો 
શાની હોય ? 
તેઓ અબદુલને પકડીને પોતાના સરદાર પાસે 
લઈ ગયા . 
લૂંટારાએ સરદારને બધી વાત કરી . 
સરદારે કડક અવાજે પૂછ્યું : 
` કેમ અલ્યા , ખરી વાત છે કે ? ' 
અબદુલ સહેજ ભાવે બોલ્યો : 
` હા જી . મારી ડગલીમાં મારી અમ્માએ 
ચાળીશ સોનામહોરો સીવી દીધેલી છે . 
` હું બગદાદ ભણવા જાઉં છું . 
` એટલે મારી અમ્માએ આપી છે . ' 
સરદારે એક લૂંટારાને હુકમ કર્યો : 
` એની ડગલી કાઢીને જો . 
` એમાં ચાળીસ સોનામહોરો સીવેલી ન નીકળે 
તો પછી એની વાત છે ! ' 
લૂંટારો ડગલી ફાડીને જુએ છે તો , 
બરાબર ચાળીસ સોનામહોરો ! 
સરદાર એ જોઈને ખૂબ નવાઈ પામ્યો ! 
તેણે હળવે અવાજે અબદુલને કહ્યું : 
` વાહ ! છોકરા , વાહ ! તારી વાત સાચી ! 
3પાન નં 12 
` પણ તું જૂઠું બોલ્યો હોત તો ? 
` તારી સોનામહોરો બચી જાત ને ! 
` અમે કશું જાણત નહિ અને તને જવા દીધો 
હોત . ' 
અબદુલ બોલ્યો : 
` સાહેબ , મારી અમ્માએ મને કહ્યું છે કે , 
` હમેશાં સાચું બોલજે . 
` એટલે હું સાચું જ બોલું ને ? ' 
સરદારે કહ્યું : 
` પણ તું જોતો નથી કે , અમે લૂંટારા છીએ ? 
` અમે તારી મહોરો લૂંટી લઈશું એનો તને 
ડર ન લાગ્યો ? ' 
અબદુલે જવાબ આપ્યો : 
` મારી અમ્માએ મને ખુદાનો જ ડર રાખવાનું 
કહ્યું છે . 
` ખોટું બોલવાથી ખુદા નારાજ થાય . 
` એટલે હું સાચું જ બોલ્યો છું . ' 
સરદાર એ સાંભળીને વિચારમાં પડી ગયો . 
તે ગંભીર બની જઈ બોલ્યો : 
` અલ્યા છોકરા , ખુદા નારાજ થાય એ માટે 
સહેજ જૂઠું બોલતાં પણ તું ડરે છે . 
3પાન નં 13 
` પણ અમે તો ચોરી - લૂંટ જેવાં કેટલાં બધાં 
ખોટાં કામ કરીએ છીએ ! 
` તેથી ખુદા અમારી ઉપર કેટલો બધો નારાજ 
થતો હશે ? ' 
સરદાર અબદુલને એની સોનામહોરો પાછી 
આપતાં બોલ્યો : 
` છોકરા , લે આ તારી સોનામહોરો પાછી . 
` તું નિરાંતે બગદાદને રસ્તે જા . 
` તારા જેવાં ખુદાના બંદાને લૂંટીએ તો ખુદા 
અમારા ઉપર કેટલો બધો નારાજ થાય ! ' 
અબદુલ સોનામહોરો લઈને બગદાદ ભણી 
જવા નીકળી પડ્યો . 
મોટાપણે તે મહાન સંત તરીકે જાણીતા થયા . 
3 ( શબ્દ = 757 ) 
0 
3		છેતરનારો શરમાઈ ગયો ! 
3 પાન નં 250 
અરબસ્તાન દેશના એક ગામમાં એક માણસ 
રહેતો હતો . 
તેનું નામ હતું નાવેર . 
તે ભલો માણસ હતો . 
તેની પાસે એક ઉમદા ઘોડો હતો . 
ગામના બધા જ લોકો તેના ઘોડાને જોઈને 
રાજી રાજી થઈ જતા . 
સૌને મનમાં થતું હતું : 
` નાવેરના જેવો સુંદર ઘોડો આપણી પાસે હોય 
તો કેવું સારું ! ' 
એ જ ગામમાં દાહર નામનો એક માણસ રહેતો 
હતો . 
તેને પણ નાવેરનો ઘોડો ખૂબ જ ગમી ગયો 
હતો . 
તે એક દિવસ નાવેરની પાસે જઈને બોલ્યો : 
` ભાઈસાહેબ , તમે મને તમારો ઘોડો આપો . 
3પાન નં 26 
` એના બદલામા તમને જેટલાં ઊંટ જોઈએ , 
એટલાં આપવા હું તૈયાર છું . 
` બોલો , છો કબૂલ ? ' 
પરંતુ નાવેરને પોતાના પ્યારા ઘોડાને વેચવાનું 
ક્યાંથી મન થાય ? 
તેણે દિલગીરી સાથે કહ્યું : 
` ભાઈ , માફ કરજો . 
` હું કોઈ પણ હિસાબે મારા એ ઘોડાને વેચાતો 
નહિ આપું . 
` એ મને ખૂબ જ પ્યારો છે . 
` એના વિના મને જરાયે ન ગમે . ' 
દાહર હતાશ થઈને ઘેર ગયો . 
પણ તેણે મનમાં ગાંઠ વાળી કે - 
` કોઈ પણ હિસાબે એ ઘોડાને ન મેળવું તો 
મારું નામ દાહર નહિ . ' 
એક દિવસ નાવેર કોઈ કામ અંગે પરગામ 
જવા નીકળ્યો . 
તે પોતાના પ્યારા ઘોડા પર બેસીને ધીમે ધીમે 
આગ઴ જતો હતો . 
એવામાં રસ્તાની બાજુએ એક ઘરડા માણસને 
ઝાડ નીચે બેઠેલો તેણે જોયો . 
3પાન નં 27 
તે બાપડો ચીંથરેહાલ દશામાં હતો . 
તેને ભારે દમ ચડ્યો હતો . 
તે જોર જોરથી હાંફતો હતો . 
તેને ખાંસી પણ ખૂબ આવતી હતી . 
નાવેરને આ જોઈને દયા આવી . 
તે પેલા દુઃખી ઘરડા માણસ પાસે ગયો . 
તેણે પ્રેમથી કહ્યું : 
` બાબા , તમે બીમાર લાગો છો . 
` થાકી પણ ખૂબ ગયા છો . 
` આવી હાલતમાં તમે એકલા આ તરફ ક્યાં 
જાઓ છો ? ' 
પેલા ઘરડા માણસે હાંફતાં હાંફતાં ધીમે અવાજે 
કહ્યું : 
` બેટા , હું ગરીબ માણસ છું . 
` ઘણા દિવસથી બીમાર છું . 
` મારે બાજુના ગામમાં જવું છે . 
` પણ રસ્તામાં મને દમ ચડી ગયો . 
` એટલે મારાથી આગ઴ એક ડગલું પણ ભરી 
શકાય એમ નથી . 
` હું સાવ લાચાર થઈ ગયો છું . 
` રાતે મારું શું થશે ? 
3પાન નં 28 
` સખત ઠંડીમાં હું ઠરી જઈશ ! ' 
આ સાંભળીને નાવેરનું હૈયું ભરાઈ આવ્યું . 
તે ગ઴ગ઴ો થઈ જઈ બોલ્યો : 
` બાબા , ફિકર ન કરો . 
` તમે મારા ઘોડા ઉપર બેસી જાઓ . 
` મારે પણ બાજુના ગામમાં જ જવું છે . 
` હું તમારી સાથે ચાલતો ચાલતો આવીશ . 
` દુઃખી અને ગરીબ માણસની સેવા કરવી એ 
માણસનો ધર્મ છે . ' 
એમ કહીને નાવેરે પેલા ઘરડા બીમાર વ઼ટે - 
માર્ગુને ધીમેથી ઉઠાડ્યો . 
તેણે ડોસાને ધીમેથી ઘોડા પર બેસાડ્યો . 
પણ આ શું ? 
તરત જ પેલા ઘરડા અને બીમાર દેખાતા 
માણસે ઘોડાને જોરથી ચાબુક મારી ! 
ઘોડો વેગથી દોડવા લાગ્યો . 
નાવેર આ જોઈને વિમાસણમાં પડી ગયો ! 
ઘોડા પર બેઠેલો માણસ જોરથી ખડખડાટ 
હસતો હસતો બોલ્યો : 
` અલ્યા નાવેર , તેં મને ઓળખ્યો નહિ ? 
` હું દાહર છું ! 
3પાન નં 29 
` તેં મને તારો ઘોડો સીધી રીતે ન આપ્યો . 
` એટલે મેં તરકીબ કરીને તારી પાસેથી ઘોડો 
પડાવી લીધો . 
` હવે એ ઘોડો પાછો મેળવવાની તું કદી આશા 
રાખતો નહિ . ' 
નાવેર દુઃખી અવાજે બોલી ઊઠ્યો : 
` ભલે , ભાઈ , ભલે ! 
` તને મારો પ્યારો ઘોડો જોઈતો જ હોય , 
` તો ભલે એ લઈ જા અને ખુશ થા . 
` પણ આટલું યાદ રાખજે કે - 
` તેં આવી દગલબાજી કરીને , 
` મારી પાસેથી ઘોડો પડાવી લીધો છે ; 
` એ વાત તું કોઈને મહેરબાની કરીને 
કહેતો નહિ . 
` કારણ કે એ વાત સાંભળીને પછી કોઈ માણસ 
ખરા દુઃખી આદમીને મદદ કરવા કદી તૈયાર થશે 
નહિ ! ' 0 
આ સાંભળી દાહરને પોતાની ભૂલ સમજાઈ . 
તે ખૂબ શરમાઈ ગયો . 
તેણે પાછા ફરી નાવેરને એનો ઘોડો પાછો 
સોંપી દીધો . 
3 ( શબ્દ = 400 ) 
3સંતનો ક્ષમાભાવ 
3 પાન નં 39 
સંત તુકારામ મહારાષ્ટ્રના એક મહાન સંત 
પુરુષ થઈ ગયા . 
તે પૂના શહેરથી થોડે દૂર આવેલા દેહુ ગામમાં 
રહેતા હતા . 
સંત તુકારામ શ્રી વિઠ્ઠલના - વિઠોબાના પરમ 
ભક્્ત હતા . 
તેમણે ભક્્તિનાં ઘણાં પદો રચેલાં છે . 
એ પદો અભંગ નામે જાણીતાં થયાં છે . 
ગુજરાતમાં નરસિંહ મહેતાનાં પ્રભાતિયાં . 
મહારાષ્ટ્રમાં સંત તુકારામનાં અભંગ . 
દેહુ ગામમાં વિઠોબાનું મંદિર આવેલું છે . 
તે વખતમાં મંદિરને અડીને જ મંબાજી નામના 
ગોસાંઈનું ઘર હતું . 
ગોસાંઈ સંત તુકારામની વધતી જતી ખ્યાતિ 
જોઈને મનમાં ખૂબ જ ધૂંધવાતો હતો . 
ગામલોકોને ઓછું ન લાગે , 
3પાન નં 40 
અને પોતાનું બૂરું ન દેખાય , 
એ માટે કમને પણ તુકારામનું કીર્તન સાંભળવા 
તે મંદિરે જતો હતો . 
સંત તુકારામને એના મનની વાત સમજાઈ 
ગઈ હતી . 
તોયે તે તો મંબાજી પર પ્રેમભાવ રાખતા . 
કોઈ વાર મંબાજીને આવતાં મોડું થતું . 
તો તુકારામ મહારાજ તેની રાહ જોતા . 
તે આવે પછી જ કીર્તન શરૂ કરતા . 
કોઈ વાર મંબાજીને બોલાવવા માણસને મોકલતા . 
પરંતુ એની અસર મંબાજી પર જરાય પડતી 
ન હતી . 
તે તો તુકારામ પર વધારે ને વધારે બળ્યા 
કરતો હતો . 
ક્યારે લાગ મળે અને એ ભગતડાને સીધોદોર 
કરી મૂકું ! 
એની જ પેરવીમાં તે રહેતો હતો . 
એક વાર વિઠોબાના મંદિરની પરિક્રમા કરવાનો 
પર્વ હતો . 
મંબાજીએ પોતાના મકાન અને મંદિરની વચ્ચેના 
ભાગમાં ફૂલછોડ રોપ્યા હતા . 
3પાન નં 41 
એ ફૂલછોડનું જતન કરવા તેણે કાંટાની ફરતી 
વાડ બનાવી હતી . 
સંત તુકારામને મનમાં થયું : 
` લોકો પરિક્રમા આ રસ્તે થઈને કરશે . 
` અહીં આસપાસ પડેલા કાંટા તેમને પગમાં 
ભોંકાશે ! ' 
તેથી તુકારામ એ કાંટાને વીણીને એક બાજુએ 
એકઠા કરવા લાગ્યા . 
આ જોઈને મંબાજીને લાગ્યું : 
` વઢવાડ કરવાનો આ મજાનો લાગ છે ! ' 
એટલે તે તુકારામ પાસે દોડી ગયો . 
તેણે બરાડા પાડતાં કહ્યું : 
` એય તુક્યા , તું મારી વાડને શા માટે ઉખેડવા 
લાગ્યો છે ? 
` વાડ બનાવતાં મારે નાકે દમ આવ્યો છે . 
` તું મારી જમીનમાં શા માટે દાખલ થયો ? 
` આજકાલ તું બહુ ફાટ્યો છે ! ' 
એમ કહીને તે તુકારામને કાંટાળી વાડનાં ઝાંખરાં 
વડે જોરથી ફટકારવા લાગ્યો ! 
એલફેલ પણ બોલવા લાગ્યો ! 
સંત તુકારામે આ બધું ખૂબ શાંતિથી સહન 
3પાન નં 42 
કર્યું . 
તેમણે મુખેથી એક શબ્દ પણ ન ઉચ્ચાર્યો . 
તે મૌન સેવીને પોતાને ઘેર ગયા . 
એ દિવસે સાંજે મંદિરમાં કીર્તન હતું . 
સંત તુકારામ કીર્તન સમયે ત્યાં વખતસર 
પહોંચી ગયા . 
પરંતુ મંબાજી હજી આવ્યો ન હતો . 
એટલે તુકારામ બુવા પોતે તેને તેડવા માટે તેને 
ઘેર ગયા . 
જુએ તો , મંબાજી પથારીમાં પડ્યો હતો . 
તેની તબિયત એકાએક બગડી ગઈ હતી . 
તુકારામ તેના પગ આગળ બેસી ગયા . 
તેના પગ દબાવતાં દબાવતાં સંત તુકારામ દુઃખ - 
ભર્યા અવાજે બોલ્યા : 
` ગોસાંઈજી , મને માફ કરજો . 
` દોષ તો મારો જ છે . 
` મેં તમારી વાડને નુકસાન થાય એવું કર્યું 
ન હોત , તો તમને પણ ગુસ્સો ન આવત . 
` મને બહુ દુઃખ થાય છે કે , 
` તમારા હાથ અને મોંને મારે લીધે તકલીફ 
પડી ! ' 
3પાન નં 43 
આમ કહેતાં કહેતાં સંત તુકારામની આંખમાંથી 
આંસુ વહેવા લાગ્યાં . 
સંત તુકારામનું આવું સૌજન્ય જોઈને મંબા - 
જીનું હૃદય પીગળ્યું . 
તેને પોતાના દુષ્કૃત્યનો પસ્તાવો થવા લાગ્યો . 
તે સંત તુકારામના પગ પકડીને ગદ્ગદ કંઠે 
બોલી ઊઠ્યો : 
` અરે , તુકારામ બુવા , તમારે માફી માગવાની 
ન હોય . 
` મારો જ મોટો દોષ છે . 
` તમારા જેવા ઉચ્ચ સંત મહાત્માને હું 
ઓળખી શક્યો નહિ ! 
` મેં તમને બહુ મોટો અન્યાય કર્યો છે . 
` મને માફ કરજો . 
` મારાથી જે દૃષ્કૃત્ય થઈ ગયું છે , એ ભૂલી 
જજો . ' 
એમ કહીને મંબાજી ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યો . 
સંત તુકારામ તેને પ્રેમથી ભેટી પડ્યા . 
મંબાજીની બધી પીડા શાંત થઈ ગઈ . 
તે સંત તુકારામ સાથે મંદિરે જવા નીકળ્યો . 
3 ( શબ્દ = 428 ) 
3 * 
﻿
unknown
03-08-17
Gujarati
+ 
0ફાઈલનું નામ - 	CL000006 . GAL 
0પુસ્તકનું નામ - સદાચારનો પ્રભાવ 
0લેખક - મુકુલ કલાર્થી 
0પ્રથમ આવૃત્તિ : - 0 0ડિસેમ્બર 1990 
0પ્રકાશક - આર . આર . શેઠની કંપની 
0મળવાનું ઠેકાણું - D . O . E . 
0વિભાગ - 
0ઉપવિભાગ - CHILDRENS LITERATURE 
0કિંમત - 8 . 00 રૂપિયા . 
0શબ્દ - 
0 
0 3 સદાચારનો પ્રભાવ 
3પાન નં 5 
એક હતો છોકરો . 
તેનું નામ હતું અબદુલ કાદર જિલાની . 
તે ઈરાનના દેશમાં આવેલા જિલાન નામે 
સ્થળમાં રહેતો હતો . 
અબદુલ ખૂબ હોંશથી ભણતો હતો . 
એક દિવસ અબદુલે તેની બાને કહ્યું : 
` અમ્મા , મને બગદાદ ભણવા જવાની રજા 
આપો . ' 
માતાએ તેના માથા પર હાથ ફેરવતાં ફેરવતાં 
હેતથી કહ્યું : 
` બેટા , શી રીતે રજા આપું ? 
` તારા બાપુજી ગુજરી ગયા પછી તારા મોં 
સામું જોઈને હું આટલા દિવસ જીવી છું . 
` તું દૂર ચાલ્યો જાય , પછી હું એક દિવસ 
પણ શી રીતે જીવું ? 
` આ ગામમાં જેટલું ભણી શકાય તેટલું તું 
3પાન નં 6 
ભણ્યો . 
` એટલાથી બેટા , સંતોષ માન . ' 
અબદુલને એટલા ભણતરથી શાનો સંતોષ 
થાય ? 
તેણે બાને કહ્યું : 
` અમ્મા , એ વાત સાચી . 
` પણ અહીંનું ભણતર પૂરતું નથી . 
` દેશ દેશથી ઘણા વિદ્યાર્થીઓ આગ઴ ભણવા 
બગદાદ જાય છે . 
` મને પણ તું જવા દે . ' 
માતાએ તેને સમજાવતાં કહ્યું : 
` તું તો ઘણો નાનો છે અને બગદાદ જવાની 
વાત કરે છે ! 
` મને તો એ વાત સાંભળતાં પણ ખૂબ દુઃખ 
થાય છે . 
` ના , બેટા , ના . હું તને બગદાદ નહિ જવા દઉં . 
` એટલે બધે દૂર તું એકલો શી રીતે જાય ? 
` ત્યાં કેટલાં બધાં વરસ તારે રહેવું પડે ! 
` ત્યાં તારી સંભાળ કોણ રાખે ? 
` અહીં જેટલું ભણાય તેટલું તું ભણ્યો . 
` હવે વધારે ભણીને શું કરવું છે ? 
3પાન નં 7 
` બેટા , મારું માની જા . ' 
અબદુલને આગળ ભણવાનો ઉત્સાહ ભારે હતો . 
તેણે અમ્માને કહ્યું : 
` મા , હજી તો ઘણું ભણવાનું બાકી છે . 
` બગદાદ ગયા વિના એ બધું શી રીતે શિખાય ? 
` માટે મા , મને રજા આપો . 
` ભણીને હું વહેલો વહેલો પાછો આવીશ . ' 
માતા અબદુલની ભણવાની હોંશ જોઈને મનમાં 
રાજી થઈ . 
તેણે હેતથી કહ્યું : 
` બેટા , ઘણા છોકરાઓને તો નિશાળે જવામાં 
કંટાળો આવે છે . 
` તેને બદલે તું તો મારી પાસે વધારે ભણવા 
જવાની રજા માગે છે . 
` હું તને ના શી રીતે પાડું ? 
` ઠીક બેટા , ખુદા તારી સંભાળ લેશે . 
` હું કેટલા દિવસ જીવવાની છું ? 
` છેવટે તો તને ખુદાને જ સોંપવો પડશે . 
` તો પછી તને જવાની ના પાડીને શા માટે 
દુઃખી કરું ? ' 
માતાની વહાલભરી વાત સાંભળીને નાનકડા 
3પાન નં 8 
અબદુલની આંખમાં આંસુ આવી ગયાં . 
તે આંસુ લૂછતાં સૂછતાં બોલ્યો : 
` અમ્મા તું કેટલી બધી સારી છે ! 
` મને પણ તારી પાસેથી દૂર જવાનું જરાયે 
ગમતું નથી . 
` પણ મને ભણવાનું બહુ મન છે . 
` તેથી જ હું જવાની રજા માગું છું . ' 
માતાએ તેને ગોદમાં લઈને વહાલથી કહ્યું : 
` ઠીક બેટા , જરૂર જજે . 
` વેપારી સોદાગરના ઘણા કાફલાઓ બગદાદ 
જાય છે . 
` તેમની સંગાથે તું જજે . 
` મારી પાસે બચાવેલી ચાળીસ સોનામહોરો છે . 
` તે હું તારી ડગલીમાં સીવી આપીશ . 
` જરૂર પડે ત્યારે તેમાંથી ખરચ કરજે . 
` બગદાદનો રસ્તો ઘણો લાંબો છે . 
` વનવગડામાં બધી જાતનો ડર છે . 
` લૂંટારુ પણ મળી જાય ! 
` બેટા , તું સંભાળીને જજે . 
માતાએ મુસાફરીની બધી તૈયારી કરી નાખી . 
એક સોદાગરનો કાફલો બગદાદ જવાનો હતો . 
3પાન નં 9 
માતાએ તેની સાથે બધો બંદોબસ્ત કર્યો . 
અબદુલ માતાને પગે પડ્યો . 
માતાએ આંખમાં આંસુ સાથે અબદુલને હેતથી 
ભેટીને કહ્યું : 
` બેટા , તારી માની આટલી વાત હમેશાં ધ્યાનમાં 
રાખજે - 
` હમેશાં સાચું બોલજે . 
` ખુદાથી ડરીને ચાલજે . 
` ખુદા જરૂર તારું ભલું કરશે . ' 
અબદુલ સોદાગરના કાફલા સાથે બગદાદ જવા 
નીકળી પડ્યો . 
વનવગડામાં લૂંટારુઓએ એ સોદાગરના કાફલા 
પર હુમલો કર્યો . 
બધા લોકો જીવ બચાવવા નાસભાગ કરવા 
લાગી ગયા . 
અબદુલ પણ ઝાડીમાં સંતાઈ ગયો . 
સાંજની વેળાએ અબદુલ ખુદાની બંદગી કરવા 
બેઠો . 
એવામાં બે લૂંટારાઓ એ ઝાડી ભણી આવ્યા . 
તેઓ સોદાગરના માણસોની શોધમાં નીકળ્યા 
હતા . 
3પાન નં 10 
એક જણની નજર અબદુલ પર પડી . 
એટલે તે બોલી ઊઠ્યો : 
` અરે જો , આ કોઈ અહીં ઝાડીમાં સંતાઈને 
બેઠું છે . ' 
બીજો લૂંટારો એ તરફ જોઈને બોલ્યો : 
` આ તો કોઈ નાનો છોકરો દેખાય છે . ' 
તેણે અબદુલને હાક મારીને પૂછ્યું : 
` અલ્યા છોકરા , અહીં તું એકલો બેસીને શું 
કરે છે ? 
` અહીં તું ક્યાંથી આવ્યો ? ' 
અબદુલે જવાબ આપ્યો . 
` ભાઈ , હું ખુદાની બંદગી કરું છું . 
` હું સોદાગરના કાફલા સાથે આવ્યો છું . 
` હું બગદાદ ભણવા જાઉં છું . ' 
લૂંટારાએ મોટે અવાજે પૂછ્યું : 
` અલ્યા , તારી પાસે કંઈ પૈસા - બૈસા છે કે ? ' 
અબદુલ જરાયે અચકાયા વિના બોલ્યો : 
` હા , ભાઈ , મારી ડગલીમાં ચાળીસ સોના - 
મહોરો છે . ' 
લૂંટારાઓ એ સાંભળીને હસી પડ્યા . 
તેમને થયું કે , છોકરો પાગલ લાગે છે ! 
3પાન નં 11 
આવા ગરીબ છોકરા પાસે ચાળીશ સોનામહોરો 
શાની હોય ? 
તેઓ અબદુલને પકડીને પોતાના સરદાર પાસે 
લઈ ગયા . 
લૂંટારાએ સરદારને બધી વાત કરી . 
સરદારે કડક અવાજે પૂછ્યું : 
` કેમ અલ્યા , ખરી વાત છે કે ? ' 
અબદુલ સહેજ ભાવે બોલ્યો : 
` હા જી . મારી ડગલીમાં મારી અમ્માએ 
ચાળીશ સોનામહોરો સીવી દીધેલી છે . 
` હું બગદાદ ભણવા જાઉં છું . 
` એટલે મારી અમ્માએ આપી છે . ' 
સરદારે એક લૂંટારાને હુકમ કર્યો : 
` એની ડગલી કાઢીને જો . 
` એમાં ચાળીસ સોનામહોરો સીવેલી ન નીકળે 
તો પછી એની વાત છે ! ' 
લૂંટારો ડગલી ફાડીને જુએ છે તો , 
બરાબર ચાળીસ સોનામહોરો ! 
સરદાર એ જોઈને ખૂબ નવાઈ પામ્યો ! 
તેણે હળવે અવાજે અબદુલને કહ્યું : 
` વાહ ! છોકરા , વાહ ! તારી વાત સાચી ! 
3પાન નં 12 
` પણ તું જૂઠું બોલ્યો હોત તો ? 
` તારી સોનામહોરો બચી જાત ને ! 
` અમે કશું જાણત નહિ અને તને જવા દીધો 
હોત . ' 
અબદુલ બોલ્યો : 
` સાહેબ , મારી અમ્માએ મને કહ્યું છે કે , 
` હમેશાં સાચું બોલજે . 
` એટલે હું સાચું જ બોલું ને ? ' 
સરદારે કહ્યું : 
` પણ તું જોતો નથી કે , અમે લૂંટારા છીએ ? 
` અમે તારી મહોરો લૂંટી લઈશું એનો તને 
ડર ન લાગ્યો ? ' 
અબદુલે જવાબ આપ્યો : 
` મારી અમ્માએ મને ખુદાનો જ ડર રાખવાનું 
કહ્યું છે . 
` ખોટું બોલવાથી ખુદા નારાજ થાય . 
` એટલે હું સાચું જ બોલ્યો છું . ' 
સરદાર એ સાંભળીને વિચારમાં પડી ગયો . 
તે ગંભીર બની જઈ બોલ્યો : 
` અલ્યા છોકરા , ખુદા નારાજ થાય એ માટે 
સહેજ જૂઠું બોલતાં પણ તું ડરે છે . 
3પાન નં 13 
` પણ અમે તો ચોરી - લૂંટ જેવાં કેટલાં બધાં 
ખોટાં કામ કરીએ છીએ ! 
` તેથી ખુદા અમારી ઉપર કેટલો બધો નારાજ 
થતો હશે ? ' 
સરદાર અબદુલને એની સોનામહોરો પાછી 
આપતાં બોલ્યો : 
` છોકરા , લે આ તારી સોનામહોરો પાછી . 
` તું નિરાંતે બગદાદને રસ્તે જા . 
` તારા જેવાં ખુદાના બંદાને લૂંટીએ તો ખુદા 
અમારા ઉપર કેટલો બધો નારાજ થાય ! ' 
અબદુલ સોનામહોરો લઈને બગદાદ ભણી 
જવા નીકળી પડ્યો . 
મોટાપણે તે મહાન સંત તરીકે જાણીતા થયા . 
3 ( શબ્દ = 757 ) 
0 
3		છેતરનારો શરમાઈ ગયો ! 
3 પાન નં 250 
અરબસ્તાન દેશના એક ગામમાં એક માણસ 
રહેતો હતો . 
તેનું નામ હતું નાવેર . 
તે ભલો માણસ હતો . 
તેની પાસે એક ઉમદા ઘોડો હતો . 
ગામના બધા જ લોકો તેના ઘોડાને જોઈને 
રાજી રાજી થઈ જતા . 
સૌને મનમાં થતું હતું : 
` નાવેરના જેવો સુંદર ઘોડો આપણી પાસે હોય 
તો કેવું સારું ! ' 
એ જ ગામમાં દાહર નામનો એક માણસ રહેતો 
હતો . 
તેને પણ નાવેરનો ઘોડો ખૂબ જ ગમી ગયો 
હતો . 
તે એક દિવસ નાવેરની પાસે જઈને બોલ્યો : 
` ભાઈસાહેબ , તમે મને તમારો ઘોડો આપો . 
3પાન નં 26 
` એના બદલામા તમને જેટલાં ઊંટ જોઈએ , 
એટલાં આપવા હું તૈયાર છું . 
` બોલો , છો કબૂલ ? ' 
પરંતુ નાવેરને પોતાના પ્યારા ઘોડાને વેચવાનું 
ક્યાંથી મન થાય ? 
તેણે દિલગીરી સાથે કહ્યું : 
` ભાઈ , માફ કરજો . 
` હું કોઈ પણ હિસાબે મારા એ ઘોડાને વેચાતો 
નહિ આપું . 
` એ મને ખૂબ જ પ્યારો છે . 
` એના વિના મને જરાયે ન ગમે . ' 
દાહર હતાશ થઈને ઘેર ગયો . 
પણ તેણે મનમાં ગાંઠ વાળી કે - 
` કોઈ પણ હિસાબે એ ઘોડાને ન મેળવું તો 
મારું નામ દાહર નહિ . ' 
એક દિવસ નાવેર કોઈ કામ અંગે પરગામ 
જવા નીકળ્યો . 
તે પોતાના પ્યારા ઘોડા પર બેસીને ધીમે ધીમે 
આગ઴ જતો હતો . 
એવામાં રસ્તાની બાજુએ એક ઘરડા માણસને 
ઝાડ નીચે બેઠેલો તેણે જોયો . 
3પાન નં 27 
તે બાપડો ચીંથરેહાલ દશામાં હતો . 
તેને ભારે દમ ચડ્યો હતો . 
તે જોર જોરથી હાંફતો હતો . 
તેને ખાંસી પણ ખૂબ આવતી હતી . 
નાવેરને આ જોઈને દયા આવી . 
તે પેલા દુઃખી ઘરડા માણસ પાસે ગયો . 
તેણે પ્રેમથી કહ્યું : 
` બાબા , તમે બીમાર લાગો છો . 
` થાકી પણ ખૂબ ગયા છો . 
` આવી હાલતમાં તમે એકલા આ તરફ ક્યાં 
જાઓ છો ? ' 
પેલા ઘરડા માણસે હાંફતાં હાંફતાં ધીમે અવાજે 
કહ્યું : 
` બેટા , હું ગરીબ માણસ છું . 
` ઘણા દિવસથી બીમાર છું . 
` મારે બાજુના ગામમાં જવું છે . 
` પણ રસ્તામાં મને દમ ચડી ગયો . 
` એટલે મારાથી આગ઴ એક ડગલું પણ ભરી 
શકાય એમ નથી . 
` હું સાવ લાચાર થઈ ગયો છું . 
` રાતે મારું શું થશે ? 
3પાન નં 28 
` સખત ઠંડીમાં હું ઠરી જઈશ ! ' 
આ સાંભળીને નાવેરનું હૈયું ભરાઈ આવ્યું . 
તે ગ઴ગ઴ો થઈ જઈ બોલ્યો : 
` બાબા , ફિકર ન કરો . 
` તમે મારા ઘોડા ઉપર બેસી જાઓ . 
` મારે પણ બાજુના ગામમાં જ જવું છે . 
` હું તમારી સાથે ચાલતો ચાલતો આવીશ . 
` દુઃખી અને ગરીબ માણસની સેવા કરવી એ 
માણસનો ધર્મ છે . ' 
એમ કહીને નાવેરે પેલા ઘરડા બીમાર વ઼ટે - 
માર્ગુને ધીમેથી ઉઠાડ્યો . 
તેણે ડોસાને ધીમેથી ઘોડા પર બેસાડ્યો . 
પણ આ શું ? 
તરત જ પેલા ઘરડા અને બીમાર દેખાતા 
માણસે ઘોડાને જોરથી ચાબુક મારી ! 
ઘોડો વેગથી દોડવા લાગ્યો . 
નાવેર આ જોઈને વિમાસણમાં પડી ગયો ! 
ઘોડા પર બેઠેલો માણસ જોરથી ખડખડાટ 
હસતો હસતો બોલ્યો : 
` અલ્યા નાવેર , તેં મને ઓળખ્યો નહિ ? 
` હું દાહર છું ! 
3પાન નં 29 
` તેં મને તારો ઘોડો સીધી રીતે ન આપ્યો . 
` એટલે મેં તરકીબ કરીને તારી પાસેથી ઘોડો 
પડાવી લીધો . 
` હવે એ ઘોડો પાછો મેળવવાની તું કદી આશા 
રાખતો નહિ . ' 
નાવેર દુઃખી અવાજે બોલી ઊઠ્યો : 
` ભલે , ભાઈ , ભલે ! 
` તને મારો પ્યારો ઘોડો જોઈતો જ હોય , 
` તો ભલે એ લઈ જા અને ખુશ થા . 
` પણ આટલું યાદ રાખજે કે - 
` તેં આવી દગલબાજી કરીને , 
` મારી પાસેથી ઘોડો પડાવી લીધો છે ; 
` એ વાત તું કોઈને મહેરબાની કરીને 
કહેતો નહિ . 
` કારણ કે એ વાત સાંભળીને પછી કોઈ માણસ 
ખરા દુઃખી આદમીને મદદ કરવા કદી તૈયાર થશે 
નહિ ! ' 0 
આ સાંભળી દાહરને પોતાની ભૂલ સમજાઈ . 
તે ખૂબ શરમાઈ ગયો . 
તેણે પાછા ફરી નાવેરને એનો ઘોડો પાછો 
સોંપી દીધો . 
3 ( શબ્દ = 400 ) 
3સંતનો ક્ષમાભાવ 
3 પાન નં 39 
સંત તુકારામ મહારાષ્ટ્રના એક મહાન સંત 
પુરુષ થઈ ગયા . 
તે પૂના શહેરથી થોડે દૂર આવેલા દેહુ ગામમાં 
રહેતા હતા . 
સંત તુકારામ શ્-
﻿
unknown
03-08-17
Gujarati
+ 
0ફાઈલનું નામ - No000002 . gal 
0પુસ્તકનું નામ - પહાડનાં પુષ્પો 
0લેખક - રમણલાલ વ . દેસાઈ 
0આવૃત્તિ - 1987 
0પ્રકાશક - આર . આર . શેઠની કંપની 
0 મુંબઈ - 400002 
0મળવાનું ઠેકાણું - ડી . ઓ . ઈ . 
0વિભાગ - Aesthetics Literature 
0ઉપવિભાગ - Novel 
0કિંમત - રૂપિયા 61 = 00 
0શબ્દ - 
પાન નં 3 
પ્રકરણ - 1 
0પથ્થરિયા ક્યારા 
ભાગ - 1 
મેવાડના હૃદય સમા ચીતોડગઢમાં આજે જ્વાળામુખી પ્રગટ્યો 
હોય એમ વાતાવરણ હાલી ગયું હતું . 
મેવાડનો મહારાણો એટલે મેવાડી પ્રજાના વીરત્વનો અર્ક - 
મેવાડની જનતાનો જીવંત આદર્શ - મેવાડી પૂર્વજોનું કીર્તિબિંબ - 
લોક - અભિલાષાનો સુરેખ આયનો ! 
મહારાણા સંગ પછી એના બંને પુત્રોએ મહારાણાપદને શોભાવ્યું 
નહિ . વિક્રમાજીતે તો રાજ્યના સ્થંભ સરખા પટાવતોનાં અપમાન 
શરૂ કર્યા . એક અસહ્ય અપમાને સિસોદિયા સામંતો પાસે એવો 
નિશ્ચય કરાવ્યો કે અપાત્ર મહારાણાને ગાદીએથી ખસેડી મહારાણાના 
પિત્રાઈ વનવીરને ગાદીએ બેસાડવો ! 
મેવાડનું રક્ષણ કરી , ઝાંખી પડતી દિલ્હીની સલ્તનતને હોલવી 
નાખવામાં રાતદિવસ મચ્યા રહેવાને બદલે કુપાત્ર સોબતીઓની 
શિખવણી અનુસાર વંશપરંપરાના સામંતોને અપમાનતો રાણો 
મેવાડનો હોય તો ય તે અસ્થિર છે એની ખાતરી એક સવારે સામંતોએ 
કરાવી . વિક્રમાજીતને ગાદીએથી પ્રભાતે ઉઠાડી મૂક્યો અને સાંજે 
વનવીરને ગાદીએ બેસાડવાનો સમારંભ રચ્યો . 
મહામહેનતે વનવીરે ગાદીએ બેસવાની હા પાડી હતી . મેવાડને 
માટે અત્યંત લાગણી ધરાવનાર એ સિસોદિયો ગાદી લેવામાં સંકોચ 
સેવતો હતો . અંતે એણે એક શરત કરી : 
પાન નં 4 
` ગાદીએ બેસું ક્યારે કે તમે સહુ મને મારા પ્રત્યેક કાર્યમાં 
સહાય અને સંમતિ આપો ત્યારે . ' 
` એ સિવાય અમે આપને વિનંતી કરતા હોઈશું ? ' સરદારોએ કહ્યું . 
` મારાં કાર્ય તમને અણમતાં લાગે તો ય ? ' 
` આપનાં કાર્ય મેવાડની ઉન્નતિ માટેનાં જ હોય , પછી અમને 
એ અણગમતાં કેમ લાગે ? ' 
` તમને અત્યારે નહિ સમજાય ; કદાચ તે વખતે પણ નહિ 
સમજાય . માટે હું પહેલેથી તમારું વચન મેળવું કે મારી આજ્ઞાનું 
ઉલ્લંઘન કોઈ કરે નહિ . ' 
` સિસોદિયાને શોભતી એકે આજ્ઞાનું ઉલ્લંઘન અમે કરીએ તો 
અમને ગાદીના શપથ ! ' 
` હું જોઉં છું કે તમે તે કેમ પાળો છો . ' કહી વનવીરે 
મેવાડની ગાદી સ્વીકારી અને ચીતોડના દરબારગઢમાં પ્રવેશ કરી 
સંધ્યાકાળને મુહૂર્તે સામંતોથી ઊભરાતી સભામાં સિંહાસન પાસે 
આવી ઊભા રહી ચારે પાસ દૃષ્ટિ ફેંકી . દીવાઓ , ઝુમ્મરો અને 
શમેદાનીઓના ઝગઝગાટ સભાના ગૌરવને રંગીન અને પ્રકાશિત 
બનાવતો હતો . 
` મહારાણા વનવીરનો જય ! ' છડીદારે નેકી પોકારી . 
વનવીરે સિંહાસનને પગથિયે પગ મૂક્યો , અને તે ખમચ્યો . 
` હું સિંહાસનને પગથિયે પગ મૂકીને ઊભો છું . મારો સ્વીકાર 
કરતાં પહેલાં મારો એક નિશ્ચય સમજી લો . ' 
વનવીરે ચીતોડના રાજસિંહાસન પાસે ઊભા રહી ગંભીર 
બનતાં ચીતોડના સરદારોને કહ્યું . 
` આપને વિનંતી કરી અમે જ બોલાવી લાવ્યા છીએ . ચીતોડના 
ઉદ્ધાર અર્થે આપ કહેશો અને કરશો એ અમારે માન્ય જ હોય . 
એક સરદારે અદબપૂર્વક જવાબ વાળ્યો . 
પાન નં 5 
વનવીરે સ્પષ્ટતાથી કહ્યું : 
` હું એ જ માગું છું . ગાદીનો મને મોહ નથી , એ તમે જાણો 
છો ; પરંતુ ગાદી સ્વીકાર્યા પછી એનો મહિમા વધારવા હું જે કરું 
તેમાં હું તલપૂર પણ વિરોધ નહિ સાંખું . ' 
` આપને પાછા મોકલવા અહીં અમે લાવ્યા નથી . આપને 
મુગટ ધરાવી મેવાડનો મહિમા વધારવા અમે આપને લાવ્યા છીએ . ' 
બીજા મેવાડી સરદારે કહ્યું . 
` મને ચિતોડનો યશસ્વી મુગટ પહેરાવો તે પહેલાં હજી વિચાર 
કરો . મુગટ ધારણ કરતાં પહેલાં હું તમારો આજ્ઞાધારી . કહેશો તો 
પાછો મારા કિલ્લામાં ચાલ્યો જઈશ . ' વનવીરે સ્પષ્ટતા કરી . 
` મહારાવળ મહારાણાશ્રી વનવીરનો જય ! ' અન્ય સામંતે 
પોકાર કર્યો અને એ પોકાર મોટા ભાગના સામંતોએ ઝીલી લીધો . 
એક સામંતે ધીર ગંભીર ગતિથી આગળ આવી રત્નજડિત મુગટ 
વનવીરને માથે મૂકી દીધો અને સેવકોએ વનવીરને માથે ચમ્મર 
ઢોળવાની શરૂઆત કરી . 
છડીદારે ફરી નેકી પોકારી ; શરણાઈ અને નોબત વાગી રહ્યાં : 
સભાગૃહની બહાર ડંકા બજી રહ્યા . 
વનવીરે અટકીને સંકોચપૂર્વક સિંહાસનને નમી સિંહાસન ઉપર 
સ્થાન લીધું . એક કાળા , જબરજસ્ત , મર્દાનગીના અવતાર સમા ભીલ 
સામંતે આગળ આવી , નમન કરી કમ્મરેથી નાગફણા સરખો જમૈયો 
કાઢી જરા ય સંકોચ વગર પોતાની આંગળીમાં ભોંકી દીધો . 
કાળી આંગળીમાંથી શુદ્ધ લાલ રંગનો ઝરો ફૂટ્યો . આગળ વધી 
ભીલ સામંતે પોતાની આંગળીમાંથી વહેતા રુધિર વડે વનવીરને કપાળે 
રુધિરનો ચાંલ્લો કર્યો . 
મહારાણા વનવીરનો ફરી જય પોકરાયો . આંગળી લૂછતો ભીલ 
સામંત હસતે મુખે પોતાને સ્થાને પાછો જઈ ઊભો . 
સામંતોએ એક પછી એક સિંહાસન નજીક જઈ વનવીરને 
પાન નં 6 
નમન કરી , ભેટ તેને ચરણે ધરી . 
વનવીરનો સંકોચ એકાએક અદ્રશ્ય થઈ ગયો . અત્યાર સુધી 
અસ્થિર , શંકાશીલ , ડગમગતી લાગતી વનવીરની મુખમુદ્રા ઉપર 
એકાએક દઢ સ્થિરતાએ સ્થાન લીધું . મેવાડની યશસ્વી ગાદીનો તે 
અધિકારી બન્યો હતો . સૂર્૟વંશી સિસોદિયાનો આજ અગ્રણી 
બન્યો હતો . અરે , આખા રજપૂત કુળનો એ મુગટમણિ બન્યો હતો ! 
એના મુખ ઉપરની દઢતા સખત બની ગઈ હતી . સુંવાળો સામંત 
મટી એ આજ આજ્ઞા આપતો નરપતિ બની ગયો હતો . એના મુખ 
ઉપરની રેખાઓમાં તરી આવતી દઢતા લગભગ ક્રૂરતાનું ભાન 
કરાવતી હતી . 
સામંતો હરખાયા . એમને મેવાડની ગાદી ઉપર દઢતાભર્યો , 
ક્રૂરતાને આવકાર આપનારો , ટેકીલો રાણો જોઈતો હતો . સંગ્રામ - 
સિંહના પછી એવો જ યોદ્ધો ચીતોડની ગાદી ઉપર આજ સામંતો 
બેસાડી શક્યા એનો એમને આનંદ થયો . વનવીર આજ સુધી સલાહ 
આપવા યોગ્ય મુત્સદ્દી - સાથીદાર હતો . આજ હવે એ આપી શકે , 
આપેલી આજ્ઞાનું પાલન કરાવી શકે , અને પાલનભંગ કરનારને ક્રૂરતા - 
ભરી આંખે નિહાળી , પ્રજાળી શકે એવો રાજવી બની ગયો હતો . 
મોગલ બાદશાહ બાબરનો ભવ્ય સામનો કરનાર મહારાણા સંગ - 
સંગ્રામસિંહે હિંદુ સુલતાન બની હિંદુપદ - પદશાહીનો વર્ષોથી વીસરા - 
યેલું સ્વપ્ન સત્ય કરવા મંથન કર્યું હતું . દેહ ઉપર ઐંશી ઐંશી 
ઘા ઝીલી જીવનાર એ પ્રબળ યોદ્ધાના મૃત્યુ પછી એને મનગમતો 
પિંડ મૂકનાર કોઈ પુત્ર રહ્યો નહિ . પુત્રો તો હતા ; ગાદીએ પણ 
બેઠા હતા ; આરંભમાં બાપનું નામ રાખે એવા દેખાતા હતા ; પરંતુ 
મહારાણા વિક્રમાજીતે પિતાની કીર્તિને ઝાંખી પાડે એવાં ક્રૂરતાભર્યા 
કર્મો કરી મેવાડની સ્થિરતાને ડગમગાવી દીધી હતી . 
સામંતોની વફાદારીને પણ મર્યાદા હોય છે . તેમની આંખ 
બદલાઈ . રાણાજી સામંતોના શિરછત્ર , મુગુટમણિ , માલિક ! 
પાન નં 7 
પરંતુ તે ક્યાં સુધી ? મેવાડની કીર્તિને ઉજળી રાખે ત્યાં 
સુધી કારણ , મેવાડની ભૂમિ સહુની માતા ! 
તેમ ન થાય તો ? 
સામંતોએ કંઈક નિર્માલ્ય રાણાઓના હાથ પકડી ગાદીએથી 
ઉઠાડી મૂક્યા હતા ! મેવાડ સામંતોનું ! મેવાડ ગુમાવી નાખે એવાને 
મેવાડની ગાદી ઘટે જ નહિ ! મેવાડને જોઈએ રાવળ બપ્પા , જેણે 
પરદેશીઓને બહાર કાઢી ઇરાન સુધી જઈ યુદ્ધો કર્યાં હતાં ! મેવાડ - 
ને જોઈએ સમરસિંહ , જેણે પાણીપતની ભૂમિ ઉપર દેશને કાજે 
પ્રાણત્યાગ કર્યો ! મેવાડને જોઈએ હમ્મીર , કુંભો અને સંગ ! એમનું 
નામ લાજવનાર મેવાડની ગાદીએ બેસી શકે નહિ . પછી ભલે ને 
એ રાજપુત્ર હોય ! 
વિક્રમાજીત સંગનો પુત્ર પણ તેથી શું ? એનાથી દુશ્મનોના 
હુમલા ખાળી શકાતા નથી , અને એની રીસ એ આજ્ઞાધારક સેવકો 
ઉપર કાઢે છે ! એ ગાદી ઉપરથી ખસવો જોઈએ . પિતાનો અપાત્ર 
પુત્ર ગાદીને ભ્રષ્ટ કરે તો તેને ગાદીએથી ઉછાળી નાખવો પડે ! 
સંગનો ભત્રીજો વનવીર ભલે ગાદીએ આવે . ડહાપણ , નિર્લોભ - 
પણું , દેશદાઝ અને શોર્ય એનામાં પ્રગટેલાં સામંતોએ જોયાં હતાં . 
સહુએ મળી એને વીનવ્યો કે મેવાડનું રાજતંત્ર એણે હાથમાં લેવું . 
વનવીરે ના પાડી . એના ગાદીધારી તરીકેના ખ્યાલો બહુ જ 
જુદા હતા . મેવાડને ખાતર મેવાડપતિએ શું શું કરવું જોઈએ 
એ સંબંધમાં રાજકુટુંબીઓને રુચે નહિ એવી યોજનાઓ એના 
મનમાં ઘોળાયા કરતી હતી . વનવીરે મેવાડની ગાદીએ આવવાની 
ચોખ્ખી ના પાડી . 
પરંતુ સામંતોની નજર બીજે ઠરતી ન હતી અંતે સામંતોના 
આગ્રહને વશ થઈ વનવીરે મેવાડનો કંટકમય તાજ પહેરવાની હા 
પાડી . સામંતોએ સંગના પુત્ર વિક્રમને સવારમાં પદભ્રષ્ટ કર્યો અને 
સંગના ભત્રીજા વનવીરે એ જ સાંજે મેવાડના સિંહાસન ઉપર 
પાન નં 8 
સામંતોની સભામાં વનવીરે મુગટ પહેર્૟ો અને મુખ ઉપર 
અવનવો પલટો આવી ગયો . સામંતોએ રાજી થઈ એ પલટાને લોખંડી 
નિશ્ચય તરીકે વધાવી લીધો . 
સભા બરખાસ્ત થઈ . સામંતો થોડા રહ્યા અને ઘણા વીખ - 
રાયા . મહારાણા વનવીરે સભાગૃહમાંથી ચાલી રાજમહેલમાં પગ મૂક્યો . 
પગ મૂકતાં બરોબર વનવીરે કમ્મરેથી તલવાર બહાર કાઢી . મહારાણાના 
અંગરક્ષકોએ પણ સહજ ચકિત બની પોતાનાં હથિયાર રાણાજીના 
રક્ષણ અર્થે તૈયાર કર્યાં . 
મેવાડી સામંતોએ માન્ય કરેલા મહારાણાને તલવાર કાઢવાની 
કેમ જરૂર પડી એ અંગરક્ષકોને પહેલાં સમજયું જ નહિ . મેવાડને 
દિલ્હી સુધી લંબાવવાના નિશ્ચય તરીકે તો મહારાણાએ પોતાની 
તલવાર બહાર કાઢી નહિ હોય ? કેટલાક સિસોદિયા મહારાણાઓની 
તલવાર કદી મ્યાન થઈ જ ન હતી ; વનવીર પણ એ જ માર્ગે જતો 
હતો શું ? 
વનવીર હવે ચીતોડના રાજમહેલનો માલિક બની ગયો હતો . 
એને ખૂણે ખૂણે જવાની છૂટ હોય જ . રાજમહેલના પથ્થરે પથ્થરને 
એ ઓળખતો હતો ; પરંતુ એણે તલવાર શા માટે ખુલ્લી કરી ? 
( શબ્દ = 1980 ) 
પાન નં 9 
ભાગ - 2 
રાજમહેલમાં દાસદાસીઓનાં નમન ઝીલ્યા વગર સહુના 
આશ્ચર્ય વચ્ચે એ વનવીર ખુલ્લી તલવારે રાજમહેલના એક ભાગમાં 
આવ્યો અને એ ભાગમાં આવેલા એક આછા શણગારેલા ઓરડાની 
બહાર ક્ષણભર ઊભો રહ્યો . 
અંગરક્ષકો સહજ ચમક્યા . આસપાસના નોકરો પણ ચમક્યા . 
` આ ઓરડામાં કોણ છે ? ' વનવીરે પૂછ્યું . 
` મહારાણા વિક્રમાજીત . . . ' એક અંગરક્ષકે કહ્યું . 
` હજી વિક્રમાજીત તમારે મન મહારાણો છે , નહિ ? ' વનવીરે 
તિરસ્કારથી પૂછ્યું અને લાત મારી ઓરડાનું બારણું ઉઘાડી નાખ્યું . 
એક ઊંચી ગાદી ઉપર પદભ્રષ્ટ મહારાણો વિક્રમાજીત હાથ 
ઉપર મસ્તક ટેકવી બેઠો હતો . એને કયે સ્થળે પૂરી રાખવામાં 
આવશે તેનો પણ વિચાર કરવા જેવી સ્થિરતા તેના મનની ન હતી . 
નિરાશા , વ્યાકુળતા , નિષ્ફળ ક્રોધ જેવી લાગણીઓનું રમતસ્થાન 
એના મુખ ઉપર દેખાતું હતું . 
વનવીરને ખુલ્લી તલવાર સાથે વિક્રમાજીતે ઓરડામાં ધસી 
આવતો નિહાળ્યો . વિક્રમાજીત પાસે તલવાર પડી હતી ; પરંતુ તે 
લેવા તરફ તેનું ધ્યાન ગયું જ નહિ . શૂન્યતાપૂર્વક એ વનવીરને 
નિહાળી રહ્યો . 
વનવીરે વિક્રમ પાસે આવી તલવાર ઊંચકી - અને એક 
અંગરક્ષકે મોટેથી કહ્યું : 
પાન નં 10 
` હાં હાં , મહારાજ ! પદભ્રષ્ટ તો ય એ રાજદેહ છે . એના 
ઉપર હાથ ન થાય . ' 
` તું દરબારમાં હતો , ખરું ને ? ' સહજ અટકી વનવીરે પૂછ્યું . 
` જી . ' રક્ષકે કહ્યું . 
` મારો વિરોધ હું નહિ સાંખું એમ મેં કહ્યું હતું એ યાદ છે ? ' 
` જી . ' 
` ઠીક . આ ક્ષણથી જ તું મારો અંગરક્ષક મટી ગયો માનજે . 
પાછો ફર . ' વનવીરે કહ્યું અને વિક્રમાજીતની વધારે પાસે આવી 
એણે તલવાર ઊંચકી . અંગરક્ષક ત્યાં સહજ ઊભો રહ્યો અને એનાથી 
બોલાઈ ગયું : 
` અંગરક્ષક ભલે મટી ગયો ; હું સામંત મટ્યો નથી . ' 
` તું અહીંથી ચાલ્યો જા , મારી આજ્ઞા છે . નહિ તો તલવારનો 
તું જ ભોગ થઈ પડીશ . ' વનવીરે કહ્યું અને કોણ જાણે કેમ , એ 
અંગરક્ષક બનેલો ભીલ સામંત રત્નસિંહ એકાએક ઓરડાની બહાર 
નીકળ્યો . મહેલના એક ભીલ નોકરને તેણે સાન કરી બીજે દરવાજે 
તત્કાળ આવવા જણાવી એ અદૃશ્ય થયો . વનવીરે ફરી તલવાર 
ઊંચકી . 
` પણ મહારાજ ! શસ્ત્રહીનનો વધ ? ' બીજા અંગરક્ષકે કહ્યું . 
સહુને તિરસ્કારભરી દષ્ટિથી ડારી અંગરક્ષકના પ્રશ્નનો જવાબ 
આપ્યા વગર વનવીરે ઊછાળી તલવાર ફેરવી . શૂન્ય બની ગયેલો 
વિક્રમાજીત શૂન્યમાં ભળી ગયો . ધડથી માથું જુદું પડવા મંથન 
કરતું હોય એમ વિક્રમાજીતનો દેહ ગાદી ઉપર ઢળી પડ્યો અને 
રુધિરના છાંટા ચારે પાસ છંટાયા ! 
દાસદાસીઓનાં રુદન શરૂ થઈ ગયાં . એક વિભાગમાંથી બીજા 
વિભાગમાં રુદન ફેલાયું . પદભ્રષ્ટ મહારાણા વિક્રમનો વનવીરે વધ 
કર્યો ! ભયભરી વાત બધે વધવા માંડી . મહેલને બીજે છેડે આવેલા 
ઓરડાનું બારણું ખૂલ્યું અને એક યુવતીએ ત્યાંથી દોડી જતા 
પાન નં 11 
સેવકને પૂછ્યું : 
` શું છે ? શાનો કોલાહલ થાય છે ? ' 
` વાત કરવા જેવી નથી , પન્ના ! નવા મહારાણાએ વિક્રમા - 
જીતનો વધ કર્૟ો . ' 
` કારણ ? ' 
` સંગનો પુત્ર જીવતો રહે તો વનવીરને કોઈ દહાડે પણ ભય તો 
ખરો ને ? પણ મને ભાગવા દે . ' - કહી અનુચર ભાગી ગયો . 
પન્નાએ બારણું બંધ કર્યું . તેના મુખ ઉપર વિકળતા છવાઈ . 
સંગ્રામસિંહના જ બાળક પુત્ર ઉદયસિંહની તે ધાત્રી હતી . એનો 
પોતાનો પુત્ર તથા ઉદયસિંહ બંને સાથે જ અત્યારે સૂઈ રહ્યા હતા . 
નવા રાજ્યાભિષેકની બેમાંથી કોઈને પરવા ન હતી અને વિક્રમા - 
જીતના ખૂનની તેમને ચિંતા ન હતી . રાજરમત , રાજખટપટ , રાજ - 
ક્રૂરતાથી પર રહેલાં બંને બાળકો નિશ્ચિંત નિદ્રા લઈ રહ્યાં હતાં . 
પરંતુ સંગ્રામસિંહને નિર્વશ કરવાના નિશ્ચયથી ખૂને ચઢેલો 
વનવીર ઉદયસિંહને શોધતો શોધતો આ ઓરડામાં આવી પહોંચશે 
ત્યારે ? 
વિક્રમાજીતને પદભ્રષ્ટ કર્યાની વાત સવારે જાણી ત્યારથી પન્ના 
વિકળ બની ગઈ હતી , ગમગીન વાતાવરણ બાળકોને પણ અસર 
કરી રહ્યું હતું . ઉદયનો - સંગના છેલ્લા પુત્રનો અધિકાર કોઈ કેમ 
જોતું ન હતું ? બાળકોને માથે કાંઈ ભય છે એમ માની નશાની 
ગોળી આપી પન્નાએ એમને વહેલા સુવાડ્યાં હતાં . 
બહાર રુદન અટક્યું ન હતું . એના ઓરડાની પાસે અવર - 
જવર અખંડ વધતી જતી લાગી . સમય રહ્યો ન હતો . બાળકોને 
લઈ નાસી જવાનું અશક્ય હતું ; પરંતુ ઉદય તો બચવો જ જોઈએ . 
પન્નાના હૃદયમાં ઉદયસિંહ પ્રત્યે માતૃત્વ અને સ્વમીનિષ્ઠાની ભરતી 
ઊભરાઈ આવી . 
પાસે જ ફળની એક મોટી ડાલી પડી હતી . ફળ બહાર કાઢી 
પાન નં 12 
ડાલીમાં પન્નાએ ગોદડી પાથરી અને સૂતેલો ઉદય જાગ્રત ન થાય 
એમ સંભાળપૂર્વક એણે એને ડાલીમાં સુવાડી દીધો . અલબત , નશો 
ભરેલી ગોળી પૂરી અસરકારક નીવડી હતી ; છતાં ઉદય જાગી જાય 
એ ભય તો રહેતો જ હતો . ભયભીત હૃદયે એણે બારણું પાછું ખોલ્યું . 
` મારું એક કામ ન કરે ? ' ત્યાંથી દોડતા પસાર થતા ભીલ - 
રક્ષક રૂપાને પન્નાએ અત્યંત આર્જવપૂર્વક વિનંતી કરી . 
` પણ હું તો મારા રત્ના નાયક પાસે ચાલ્યો જાઉં છું . ' 
રૂપાએ જવાબ આપ્યો . 
` વધારે સારું . આટલી ડાલી ઉપાડતો જા . નદીની પાળે બે 
ઘડી બેસી મારી રાહ જોજે . ' પન્નાએ કહ્યું . 
` પણ એમાં છે શું ? ' 
` મારો ભાઈ નહિ ? પૂછપરછ કરીશ નહિ . જીવ સાટે એ 
ડાલી સાચવજે . બેન આશિષ આપશે . ' પન્નાની વિનવણીમાં એટલી 
સચ્ચાઈ હતી કે ભીલનું હૃદય પીગળ્યું . બેન બનતી યુવતી માટે 
મર્દાનગીનો અંશ પણ ધરાવનાર પુરુષ શું ન કરે ? પન્નાએ ડાલી 
એના હાથમાં ઝડપથી મૂકી અને રૂપાએ તે ખાંધે મૂકી આગળ 
ચાલવા માંડ્યું . 
તત્કાળ શોરબકોર પન્નાના ઓરડા ભણી ઊડી આવતો લાગ્યો . 
પાછળ નજર કરતાં બરોબર ખુલ્લી લોહિયાળ તલવાર સાથે વન - 
વીરને આગળ આવતો નિહાળી પન્નાએ પોતાના દેહને ઓરડામાં 
લીધો અને બારણું બંધ કર્યું . ઓરડાને સાંકળ વસાય તે પહેલાં 
તો બારણાં ઉપર એક મોટો પ્રહાર પડ્યો . બારણું ઊઘડી ગયું , 
અને પન્નાની સામે જ વિકરાળ વનવીર ઊભો . બંનેની નજર 
ભેગી થઈ . પન્ના ક્ષણભર થરથરી ઊઠી . એણે વનવીરને હાથ જોડ્યા . 
` પન્ના ! ' વનવીરે સંબોધન કર્યું . 
` જી . ' 
` ઉદય ક્યાં છે ? ' 
પાન નં 13 
` શું કામ છે ? ' 
` કામની તને ઝડપથી સમજણ પડશે , પણ એ છે ક્યાં એ 
પહેલું કહે . ' 
` પેલી પલંગડીમાં પોઢ્યા છે . ' 
` એ હવે સદાય ત્યાં જ પોઢ્યા રહેશે . ' - કહી વનવીર 
આગળ વધ્યો . 
` પન્ના વનવીરના માર્ગમાં આવી ઊભી રહી . વનવીરનો અંગ - 
રક્ષક ઓરડામાં આવ્યો . 
` મહારાજ ! ઉદયને મારવો છે ? ' પન્નાએ કહ્યું . 
` હા . ' વનવીરે કહ્યું . 
` એક રાજહત્યા કરી ; હવે બીજી બાળહત્યા કરીને ગાદીએ 
બેસવું છે ? ' 
` ગાદીએ તો બેસી ચૂક્યો છું . આ હત્યા કરવાની છે ગાદીના 
રક્ષણ માટે . ' 
` ગાદીનું રક્ષણ કુટુંબીઓને મારીને કરવાનું છે ? ' 
` પન્ના ! વચ્ચેથી ખસી જા , નહિ તો સ્ત્રીહત્યા કરતાં પણ 
મને વાંધો નહિ આવે . ' 
` મેવાડના રાણાએ હજી સુધી તો સ્ત્રીહત્યા કરી જાણી નથી . ' 
` મેવાડની ગાદી આપણા સહુ કરતાં વધારે મૂલ્યવાન છે . એ 
ગાદીની પ્રતિષ્ઠા અર્થે રાજકુટુંબ તો શું પણ રાજરાણાને મરવું 
પડે તો ય હરકત નથી . વિક્રમને વનવીરે નથી માર્યો ; વિક્રમને 
મેવાડની કુળદેવતાએ માર્યો છે . ઉદયને મારવા વનવીર નથી આવ્યો ; 
મેવાડની કીર્તિદેવી એને મારવા આવી છે . ' 
` મેવાડની કુળદેવતા કે કીર્તિદેવી બાળકો ખાતી ડાકણ નથી ! ' 
` જ્યાં સુધી સંગ્રામસિંહનું એક પણ સંતાન જીવતું રહેશે ત્યાં 
સુધી મેવાડની ગાદી ડગમગતી રહેશે . ડગમગતી ગાદીને કીર્તિ મળે 
નહિ . હું ગાદીને કીર્તિ અપાવવા ગાદીએ બેઠો છું . વચમાંથી ખસી જા ! ' 
પાન નં 14 
` કદી નહિ ખસું . . . ' કહેતી પન્નાને બળથી દૂર કરી વનવીર 
પલંગડી પાસે પહોંચી ગયો . પલંગમાં સૂતેલા બાળકને ઓઢાડેલું 
વસ્ત્ર દૂર કર્યું અને જાગૃત થઈ આંખો ઉઘાડી હસવાની જાણે તૈયારી 
કરતું હોય એવા કુમળા બાળકની છાતીમાં તલવાર ભોંકી વનવીરે 
એ બાળકને પ્રાણરહિત બનાવી દીધું 
પન્નાએ આંખે હાથ દઈ દીધા ; એનાથી ચીસ પડાઈ ગઈ . 
એ જમીન ઉપર બેસી ગઈ . આંખો ઉઘાડી જોયું તો વનવીરને 
ઓરડા બહાર જતો જોયો . ઉદયને માર્યાનો વનવીરના મનમાં સંતોષ 
હતો ! પરંતુ ઉદયને બચાવવા પન્નાએ પોતાના જ સગા પુત્રની 
આહુતિ આપી દીધી હતી ! 
( શબ્દ = 2068 ) 
પાન નં 15 
ભાગ - 3 
પલંગ રુધિરભીનો બની ગયો હતો . બાળક નિશ્ચેષ્ટ પડ્યું હતું . 
નિશ્ચેષ્ટ કેમ ? એના મુખ ઉપર આવી અટકેલું સ્મિત હજી જીવંત 
હતું ! માતાએ મૃત બાળકને નિહાળ્યું . એની પાસે આવી તે ઊભી . 
એના હૃદયે એક જબરજસ્ત હિલોળો લીધો . એની આંખ પાછળ 
અશ્રુની ભરતીએ ઉછાળો માર્યો . શોકસાગરમાં ડૂબકી મારી ભાન 
ભૂલતી પન્નાના હાથમાં એક વિચારદોર આવી ગયો . 
` હુ રડીશ . . . પણ પછી . હું મરીશ . . . પણ જરા રહીને . દીકરા - 
નો ભોગ આપ્યો એ સમસ્ત મેવાડના દીકરાને જીવતો રાખવા માટે 
. . . . એને જીવતો રાખવા હું યે થોડું જીવું , પુત્રને મારવા દઈને - મરેલો 
છોડીને . . . એનો અગ્નિસંસ્કાર કર્યા વગર . . . ' પન્નાના હૃદયસાગરે શાંત 
પડવાને બદલે ગગનસ્પર્શી મોજું ઉછાળ્યું . રોકી રાખેલાં આંસુ 
પન્નાની આંખમાંથી ચોધાર વહી રહ્યાં . છતાં મેવાડની ગાદીના વાર - 
સને સાચવવાનું તેનું કર્તવ્ય હતું એ વિચાર તો પન્નાના અકથ્ય 
શોકમાં પણ ઝબકી રહ્યો હતો . મૃત પુત્રને તે ક્ષણભર જોઈ રહી . 
પુત્રના લલાટ પર આવી રહેલી લટ અત્યંત નાજુકથી એણે ખસેડી . 
લલાટ ઉપર એણે એકાએક વાત્સલ્યભર્યું ચુંબન કર્યું અને એક 
ઘેલછાભર્૟ા બળથી પોતાના દેહને ખેંચી એ ઓરડા બહાર નીકળી . 
આંખમાં ન સમાતાં અશ્રુને પાલવમાં ઝીલતી પન્ના મહેલની બહાર 
ચાલી ગઈ . 
પાન નં 16 
સહુ દાસદાસીઓ રોતાં હતાં . સહુ કરતાં વધારે રુદનનો અધિ - 
કાર પન્નાને હતો એમ બધાં જ માને એમાં નવાઈ નહિ . ગુજરાતના 
સુલતાન બહાદુરશાહે ચીતોડને ભસ્મીભૂત કર્યું ત્યારે હુમાયુનને 
રાખડી મોકલી ચૂકેલી મહારાણા સંગ્રામસિંહની રાણી કર્ણાવતીએ 
પણ અગ્નિસ્નાન કરી આત્મવિસર્જન કર્યું હતું . તે પહેલાં બાળક 
ઉદયને રાણીએ પન્નાના હાથમાં મૂકી એને ચિતોડ બહાર લઈ જઈ 
સાચવી રાખવા વિનંતી કરી હતી . પુત્ર ગણી સાચવતી પન્ના ઉદ૟ના 
મૃત્યુને સહી શકતી ન હતી , એમ રાજમહેલના માણસોને લાગે એમાં 
આશ્ચર્ય ન હતું , કારણ વનવીરે તો ઉદયસિંહને જ માર્યો એમ 
સહુની માન્યતા હતી . 
પરંતુ પુત્રનો ભોગ આપી ઉદયને જીવતો રાખનાર ધાત્રી પન્ના 
રાજમહેલમાંથી નીકળી ઉદયની પાછળ જતી હતી એની ખબર કોને 
હોય ? નદી બે ગાઉ દૂર હતી . નદીની પાળે પોતાની રાહ જોવા 
પન્નાએ રૂપા ભીલને કાલાવાલા કર્યા હતા , અને ફળની ડાલીમાં 
મેવાડના આખા ભાવિને પન્નાએ સંગ્રહી છુપાવ્યું હતું . એ છુપા - 
વેલા ભાવિ મેવાડપતિને કોઈ ઓળખી ન જાય એની ચિંતામાં 
પન્નાએ રાજમહેલની બહાર નીકળી આગળ ચાલવા માંડ્યું . 
રાત્રિ પડી ચૂકી . રજપૂતોને રાત્રિનો ભય તો હોય જ નહિ . 
પન્ના ધાત્રી હતી ; પણ તે રજપૂતાણી હતી . રજપૂત ધાત્રી વગર 
રાજકુંવરનો ઉછેર બીજાને સોંપાય જ નહિ . પન્નાને પણ રાત્રિનો 
ભય ન હતો ; એને ભય એક જ હતો કે રખેને પોતે આપેલું 
બલિદાન નિષ્ફળ જાય ! પન્નાના પગમાં વેગ હતો . એ રજપૂતાણીને 
પહેરગીરો પણ ઓળખતા હતા . ઉદયનું મૃત્યુ સહી શકેલી ધાત્રી 
પ્રત્યે અનુકમ્પા સહુને થાય અને એ એકલ સ્ત્રીને જ્યાં જવું હોય 
ત્યાં જવા દેવા જેટલી સહાનુભૂતિ સહુ કોઈ દર્શાવે , એ સ્વાભાવિક 
હતું . પન્નાને રોકનાર કોઈ હતું નહિ . અગ્નિશિખા સરખી એ 
નારી ` ઉદય ' ` ઉદય ' ઝઁખતી આગળ વધી . એની ઝંખનામાં 
પાન નં 17 
એનો જ બાળપુત્ર ઘડી ઘડી આંખ આગળ તરી આવતો હતો . 
એની નિદ્રા , એનું સ્મિત અને એનું લોહિયાળ શબ પન્નાની 
દષ્ટિસૃષ્ટિમાં ભાગ પડાવતાં હતાં ; પરંતુ તેમને ખસેડી , તેમને છુપાવી 
પન્ના ઝડપથી આગળ વધી અને એણે નિશ્ચિત કરેલી નદી બેરીસ 
એની નજરે પડી . અંધકારમાં પણ બેરીસનાં પાણી તારાનાં પ્રતિ - 
બિંબ પાડી આકાશખંડ રચતાં હતાં . 
` કોણ ? ' નદીને કિનારે આવેલા એક નાના શિવાલયને 
ઓટલેથી પ્રશ્ન આવ્યો . 
` હું , પન્ના . રૂપા નાયક . . . ? ' 
` હા . અંદર ચાલી આવ . ' રૂપાએ કહ્યું . 
` કોઈ છે તો નહિ ? મારી ડાલી . . . ' 
` સલામત છે , અને સલામત રહેશે . ' શિવાલયમાંથી જવાબ 
આવ્યો . 
પન્ના ચમકી . બીજું ત્યાં કોણ હશે ? પન્નાનો ભેદ એ પામી 
ગયો હશે તો ? પાંચ - છ વર્ષનું બાળક ડાલીમાં જાગ્યા વગર રહે 
ખરું ? મહેલમાં રહે તો રક્ષક રૂપો ઉદયને ન ઓળખે એમ કદી 
બને ? અને એણે વનવીરના કોઈ સહાયકને એ બાળક સોંપી 
દેવાની યુકિત રચી હશે તો ? ' 
કમ્મરે છૂપી બાંધેલી કટાર ઉપર પન્નાએ હાથ ફેરવ્યો . બેને 
બદલે બાર માણસો હશે તો ય હરકત નહિ ! ઉદયને બચાવી પોતે 
જરૂર લઈ જશે એવી શ્રદ્ધા પન્નાના હૃદયમાં કટારીએ જાગ્રત કરી . 
શિવાલયને પગથિયે હિંમતભેર પન્નાએ પગ મૂક્યો અને એ ઓટલે 
ચઢી ગઈ . 
ગોદડી ઉપર એક બાળક નિદ્રા લેતું પન્નાએ નિહાળ્યું અને 
એના હૃદયનો ધડકાર વધી ગયો . ઉદય મોટો થાય ત્યાં સુધી એને 
કેમ સચવાશે ? ક્યાં સચવાશે ? સૂતેલા ઉદય પાસે એ બેસી ગઈ . 
` પન્ના ! મેવાડમાં તારી પ્રતિમા પૂજાશે ' કોઈ વણઓળખ્યો 
પાન નં 18 
સાદ પન્નાએ સાંભળ્યો , અને ઓળખાય નહિ એવી એક ભવ્ય 
આકૃતિને પાસે ઊભેલી પન્નાએ નિહાળી . એણે બીજી પાસ જોયું ; 
રૂપા઩ે એણે અંધકારમાં પણ ઓળખી કાઢ્યો . 
` કોણ હશે ? ' 
` રત્નો નાયક . ' 
` તલવારને ઝટકે હાથીનું ગળું કાપે એ રત્નસિંહ હોય ત્યાં 
સંગ રાણાના પુત્રનો વધ કેમ થયો એ કળાતું નથી . ' પન્નાએ કહ્યું . 
` પુત્રોનો વધ ? હા . એક વિક્રમાજીત ગયા . વનવીરને ગાદીએ 
બેસાડનાર અમે ; પણ એમ કોઈએ ધારેલું નહિ કે ગાદીએ બેસી 
વનવીર ગાદીવારસોને જ ઝબે કરશે . અને . . . ઉદયસિંહ તો આ અહીં 
છે જ . જો , પન્ના ! જે લોહી વડે મેં વનવીરને તિલક કર્યું એ જ 
લોહી વડે મેં ઉદયસિંહને પણ તિલક કર્યું છે . ' રત્નસિંહે કહ્યું . 
` આ ઉદયસિંહ છે એમ કેમ ધાર્યું ? ' પન્ના ઉદયના ભાવિ 
માટે હજી અસ્વસ્થ હતી ; જો કે રત્નસિંહે કરેલું રુધિરતિલક પન્નાએ 
જોયું છતાં વનવીરને ગાદી અપાવનાર એક ભીલ સામંત ઉપર 
પન્નાને પૂરો વિશ્વાસ હજી બેઠો ન હતો . 
` પન્ના ! વિક્રમાજીતને માર્યા સાંભળ્યા કે મારો પહેલો જ 
પ્રયત્ન ઉદયસિંહને બચાવવાનો હતો . રૂપાને મેં બોલાવ્યો હતો . 
એની સાથે જ ડાલી આવી જાણી ત્યારથી નિશ્ચિત થયો અને રૂપો 
તો ઉદયસિંહને ઓળખે ને ? પણ પન્ના ! પછી થયું શું ? મેં તો 
રસ્તામાં સાંભળ્યું કે ઉદયસિંહને વનવીરે માર્યો ? કોનું બાળક તેં 
આગળ ધર્યું ? ' રૂપાએ પૂછ્યું . 
` મારું . . . પોતાનું . ' પન્નાએ જવાબ આપ્યો . 
` શું ? ' રૂપો અને રત્નો બન્ને ચમકી બોલી ઊઠ્યા . 
` મારા પુત્રને એ માટે જ મેં ત્યાં સુવાડી રાખ્યો હતો . 
વનવીરે પૂછ્યું કે ઉદય ક્યાં ? એટલે મેં મારા પુત્રને બતાવ્યો . 
વનવીરે એને . . . ' પન્નાના સાદા અપૂર્ણ કથનમાં રહેલું વીરત્વ અને 
પાન નં 19 
કરુણતાએ બંને ભીલવીરોને આશ્ચર્યમુગ્ધ કર્યા . પન્નાથી ન ઉચ્ચ - 
રાયલા શબ્દોનો ભાવાર્થ એ બંનેએ સમજી લીધો . બંનેએ આ 
વીર રજપૂતાણીને માનસિક પ્રણામ કર્યા . 
પન્નાએ પાલવ વડે પોતાની આંખમાં ઊભરાયેલા અશ્રુસાગરને 
અટકાવી દીધો . 
મંદિરમાં શાંતિ છવાઈ . પન્નાનું આછું ડૂસકું વચ્ચે વચ્ચે 
શાંતિને હલાવતું હતું . સ્વામીભકિતની પરાકાષ્ઠાનાં ગુણગાન શાંતિથી 
જ થાય . સૃષ્ટિ પણ અત્યંત શાંતિથી માનવીનાં પાપપુણ્યને નિહાળતી 
હતી . રાજગાદીની સ્થિરતા સાચવવા અપાયેલા ભોગ પણ સૃષ્ટિએ 
નીરખ્યા . એક ભોગમાં અંગત સ્વાર્થ હતો - જો કે વનવીરને ભાગ્યે 
તેમ લાગ્યું હતું ; વનવીર તો ગાદીવારસોને લુપ્ત કરી ગાદી માટેની 
ખટપટોને લુપ્ત કરવા ધારતો હતો . બીજા ભોગમાં સ્વામીભકિતનો 
જ્વલંત પ્રકાર હતો . મેવાડને સમર્થ બનાવવા એક રજપૂત વારસોને 
કાપતો હતો ; એ કાર્ય અર્થે એક રજપૂતાણી પોતાના પુત્રનો 
બલિ આપી વારસને જીવ સાટે સાચવતી હતી . જીવ સાટે ? અરે 
પન્નાને એનો પોતાનો પુત્ર પોતાના જીવ કરતાં પણ વધારે પ્રિય 
હતો ! એ પુત્રને સ્થાને એ સહજ મરી શકત ; પરંતુ મરવાથી એ 
ઉદયને બચાવી કેમ શકત ? મરવું સહેલું હતું , જીવવું મુશ્કેલ હતું . 
છતાં જીવવું એ ધર્મ બનતો હતો . ધર્મ બજાવી રહેલી ધાત્રીના 
માનસની ઉચ્ચ કક્ષાએ બંને ભીલવીરોની સ્વામીભકિતને પણ ઝાંખી 
પાડી દીધી . 
` પન્ના ! ઉદયને જિવાડી તેં મેવાડને જિવાડ્યું . આ બની શકે 
પણ મેવાડમાં જ ! ' રત્નસિંહે કહ્યું . 
` પણ હવે ? ' પન્નાએ અશ્રુ લૂછતાં કહ્યું . ઉદયને જિવાડવો જ 
માત્ર ન હતો ; એને મેવાડનો અધિપતિ બનાવવા જિવાડવો હતો . ' 
` મારો ઘોડો અહીં જ છે . શિવાલયની પાછળ બીજા બે ઘોડા 
ચીતોડના ભીલવાસમાંથી મેં મગાવ્યા છે . આપણે રાતોરાત પચીસ 
પાન નં 20 
ગાઉ કાપી નાખી દેવલના સિંહરાવ પાસે જઈશું . એ જરૂર ઉદય - 
સિંહને સંતાડી રાખશે . ' 
રાત્રિ વધતી જતી હતી ; પરંતુ ભીલવાસમાંથી રત્નસિંહે મંગાવેલા 
ઘોડા આવ્યા નહિ . છુપાતા લપાતા એક ગુપ્તચરે આવી ખબર આપ્યા 
કે ચિતોડગઢમાંથી રાત્રે બહાર નીકળવાની સહુને મનાઈ પહોંચી ગઈ છે . 
` કારણ ? ' રત્નસિંહે પૂછ્યું . 
રાજાજ્ઞા છે . રાણા વનવીર આવતી કાલે દરબાર ભરવાના છે , 
અને તેમાં સામંતો અને સઘળા પ્રજાજનોને હાજર રહેવા આજ્ઞા 
આપી છે . ' ગુપ્તચરે કહ્યું . 
` પન્ના ! તું અને રૂપા નાયક આગળ થાઓ . હું મહારાણાની 
રજા લઈ પછી આવું . હવે જે કરવાનું એ બધું , છાનું - પકડાઈએ 
નહિ એમ જ થવા દેવું . ' રત્નસિંહે સલાહ આપી . 
` પણ સિંહરાવ ના પાડશે તો ? ' પન્નાએ પૂછ્યું . 
` મેવાડના ડુંગરા તો જીવતા જાગતા છે ને ? હરકત નહિ . ' 
રત્નસિંહે કહ્યું અને ઊંધતા બાળક ઉદયસિંહને લઈ પન્ના ઘોડે 
બેઠી અને આગળ ચાલી . સાથે રૂપો નાયક પણ ઘોડાની ચાલ સાથે 
શરત રમતો આગળ વધ્યો . 
( શબ્દ = 1922 ) 
પાન નં 21 
ભાગ - 4 
રાત વીતી . પ્રભાત થયું . સૂર્યનાં કિરણોએ તીવ્રતા ધારણ 
કરવા માંડી . પહાડના સાંકડા રસ્તાઓમાંથી આવતી પન્નાએ એક 
ટેકરા નીચે દેવલગામ જોયું 
` રૂપા ! ગામ પાસે જ છે . ' 
` હા ; હજી બાલમહારાણા જાગ્યા નથી . ' 
` હજી જાગવાને વાર છે . મેં આપેલું ઔષધ કામ લાગ્યું . ' 
` સીધા રાજગઢમાં જઈશું , નહિ ? ' 
` ના , તું ઉદયને લઈને અહીં જ બેસ . હું રાણા સિંહરાવ 
પાસે જઈ આવું ' 
` વારું , હું પેલી છાટ નીચે બેસી રહીશ . ' 
ઘોડાને છૂટો મૂક્યો અને પન્ના પગે ચાલી ગામ તરફ ગઈ 
રૂપાએ એના તરફ જોયા કર્યું . પન્ના અદૃશ્ય થઈ અને પાછી દેખાઈ 
એ વચ્ચે લાંબી ઘડીઓ વીતી ગઈ . ઉદયે બેત્રણ વાર આળસ 
મરડ્યું અને આંખ ઉઘાડવાનો પ્રયત્ન કર્યો ; પરંતુ પન્ના પાછી ફરી 
ત્યાં સુધી ઉદય જાગ્યો નહિ એથી રૂપાને નિરાંત રહી . 
` શું કહ્યું ? ' ડુંગરના એક ચઢાવ ઉપરથી પાસે આવતી 
પન્નાને રૂપાએ સાદ કરી પૂછ્યું . 
પન્નાના મુખ ઉપર ઉત્સાહ ન હતો . પાસે આવી એણે કહ્યું : 
` સિંહરાવ બાલારાણાને રાખવાની ના પાડે છે . ' 
` કેમ ? ' 
પાન નં 22 
` એને વનવીરનો ભય છે . સિંહરાવ રાજ્યાભિષેક દરબારમાં 
ગયા નથી એટલે વનવીર આમે ગુસ્સે તો છે જ . વળી એ પહેલાંના 
કંઈક રૂસણાં ચાલે છે . વિક્રમાજીતને મારનારો સિંહરાવના આખા 
કુટુંબને ઉજાડી નાખે , જો એને ખબર પડી કે ઉદયને એણે આશ્રય 
આપ્યો છે તો ! ' 
` એનું નામ સિંહરાવ એ બદલી નાખે . ' 
` તેથી આપણને શું ? આપણે હવે ક્યાં જવું ? ' 
` રત્નસિંહની રાહ જોઈએ . ' 
` અંહ . મને લાગે છે કે થોડે દૂર જઈ ડુંગરપુરના યશકર્ણનો 
આશરો લઈએ . ' 
` એ પણ સિંહરાવ નીવડ્યો તો ? ' 
` બનતાં સુધી એમ નહિ કરે . રાણા સંગ્રામસિંહે જ યશ - 
કર્ણને ઠકરાત અપાવી . એ ગુણ ભૂલશે ? ' 
` મહેનત કરી જો . ' 
પન્નાએ અને રૂપાએ પાછી મુસાફરી શરૂ કરી . ગામડાં અને 
કસ્બાની વસ્તીમાં એ જાણી જોઈને જતાં નહિ . તેમની ખબર 
વનવીરને પહોંચાડવા તત્પર રહેતા કંઈક વફાદાર નાગરિકોનો તેમને 
ભય લાગ્યા જ કરતો . 
મધરાતે ડુંગરા વટાવતાં વટાવતાં રૂપો અને પન્ના ડુંગરપુર 
પાસે આવી પહોંચ્યાં . 
` હવે ? ' રૂપાએ પૂછ્યું . 
` ધર્મશાળામાં રાત કહાડીએ . એટલામાં યશકર્ણ ચીતોડથી 
પાછા ફરી ચૂક્યા હશે . ' 
` મંદિર , ધર્મશાળા , વાડી , કૂવો , તળાવ , ચોતરા અને વિસામા 
એ આર્યગ્રામનાં સાર્વજનિક ધામ . જે ગામે એટલું ન હો એ 
કુગ્રામ ગણાય . ડુંગરપુર કુગ્રામ ન હતું . ધર્મશાળામાં જૈન સાધુઓ 
એક સૈનિક અને બેચાર વટેમાર્ગુઓ પડ્યા હતા . પન્નાએ 
પાન નં 23 
ધર્મશાળામાં પ્રવેશ કર્યો . જાગી ઊઠેલા ઉદયને ગોદડી પાથરી સુવાડ્યો 
અને ચટાઈ ઉપર એ પાસે જ સૂતી . સૈનિક અને ખાખીઓ સાથે 
વાતો કરતો રૂપો નાયક જાગતો બેઠો . પન્ના કોણ ? ઉદય કોણ ? 
રૂપાને ક્યાં જવું છે ? એ બધા પ્રશ્નોના ખરાખોટા ઉત્તરો આપી 
રૂપાએ કોઈને વહેમ ન જાય એવી સ્વાભાવિક વાતો જોડી કહાડી . 
વનવીરે રાજગાદીએ આવતા બરોબર વિક્રમાજીત અને ઉદય બંનેને 
મારી નાખવાની હકીકત બધે ફેલાઈ ગઈ હતી . સાધુઓ અને 
સૈનિક પણ એ વાત જાણતા હતા . 
` રાજરમતમાં આપણે બોલવું જ નહિ એ સારું . ' રૂપાએ 
સલાહ આપી . 
` એ રાજખટપટમાં જ અમે સાધુ બની નીકળી ગયા . રાજ 
અને પાટ . . . ! અમને હવે લાગે છે કે સાચા ચક્રવર્તી અમે જ 
છીએ . ' એક ખાખીએ કહ્યું . 
` પણ ધન્ય છે મેવાડી રજપૂતોને ! જ્યારે જોઈએ ત્યારે 
કેસરિયાં અને જૌહરની જ વાત ! પણ એકેય રજપૂત બચ્ચો એવો 
ન નીકળ્યો જે રાજદેહનો વધ કરતા વનવીરનો હાથ પકડી શકે ? ' 
સૈનિકે કહ્યું . 
` કદાચ રજપૂતોની એમાં સંમતિ પણ હોય . પણ આપણે એ 
વાત જવા દો ને . તમે ક્યાંથી આવ્યા ? ' રૂપાએ કહ્યું . 
` હું ગુજરાતથી આવું છું . ' 
` ક્યાં જશો ? ' 
` દિલ્હી , બીજે ક્યાં ? આજકાલ શૂરાતનની કદર બીજે ક્યાં 
થાય એમ છે ? ' સૈનિકે કહ્યું . 
` ગુજરાતથી દિલ્હી સુધીમાં તમારી કદર કરનાર કોઈ મળ્યું જ 
નહિ , શું ? ' રૂપાએ પૂછ્યું . 
` ચિતોડ ગયો ત્યારે વિક્રમ અને ઉદયને માર્યાની વાત સાંભળી 
એ ઉથલપાથલમાં હું મારી કઈ કદર કરાવું ? ' સૈનિકે કહ્યું . 
પાન નં 24 
ઉદયસિંહ ક્યારનો જાગી ગયો હતો . વિચિત્ર સ્થળ , વિચિત્ર 
વાતચીત અને વિચિત્ર વાતાવરણ એને વધારે વાર શાંત રાખી 
શક્યાં નહિ . પાસે સૂતેલી ધાત્રીને ઉદયે ધીમેથી પૂછ્યું : ` પન્ના ! 
આપણે ક્યાં છીએ ? ' 
` હમણાં બોલીશ નહિ , સૂઈ જા . સવારે કહીશ . ' પન્નાએ 
ધીમેથી પરંતુ આગ્રહ સાથે જવાબ આપ્યો . 
` પણ આ બધાં શું કહે છે ? મને મારી નાખ્યાની શી વાત છે ? ' 
` કાંઈ નહિ બધું ખોટું : પણ બોલીશ તો કોઈ આપણને 
મારે પણ ખરું ! ' 
` શા માટે ? ' 
` હા . . . હાલા . . . ભાઈ ! સૂઈ જા . ગભરાઈએ નહિ . . . બોલીએ 
નહિ . . . . હા . . . લો . . . મારફાડની તમે બધા વાત કરો છો અને આ મારો 
છોકરો ઝબકીને જાગે છે . . . . હાલ . . . . ' પન્નાએ બેસી ઉદયની ધીમી 
વાતને ઢાંકી મોટેથી બોલવા માંડ્યું . 
` ખરી વાત છે . આપણે વાતમાં પણ કોઈનું મન દુઃખાય 
એમ ન કરવું . ' એક જૈન સાધુએ કહ્યું . 
` સાચો ધર્મ જ શાંતિનો ! ઓમ શાંતિ : શાંતિ : શાંતિ : ' 
બીજા સાધુએ શાંતિની સ્થાપના કરી . 
` તમારા એ મંત્ર વડે તમે લડાઈઓ લઢશો કે ? ' હસીને 
સૈનિકે પૂછ્યું . 
` અમારે લડાઈ શી , અને વળી લડવું શું ? અમારે શત્રુ હોય 
તો લડવાનું ને ? ' એક સાધુએ કહ્યું . 
` મિલકત , સત્તા અને સંસાર , એ ત્રણે ત્યાગીને અમે બેઠા 
છીએ . અમારો શત્રુ પણ કોણ થાય ? શા માટે થાય ? ' બીજા 
સાધુએ કહ્યું . 
` ક્યાં જવાના , ગોરજી ? ' રૂપાએ વાત બદલી . 
` કોમલમેર . ' સાધુએ કહ્યું . 
* 
﻿
unknown
03-08-17
Gujarati
+ 
પાન નં 25 
` કોમલમેર ? કોને ત્યાં ? ' સૈનિકે પૂછ્યું . 
` અવિનાશસેનને ત્યાં . નવો ઉપાશ્રય ખુલ્લો મુકાય છે . ' 
` પેલો રજપૂત મટી શ્રાવક બન્યો એ ને ? ' રૂપાએ પૂછ્યું . 
` શ્રાવક બનવાથી રજપૂત કેમ મટી જાય ? ' સાધુએ પૂછ્યું . 
` અરે , અમારા મેવાડમાં એને કોઈ અવિનાશસેન કહેતું નથી . 
એને સહુ કોઈ " આશાશાહ " કહીને બોલાવે છે , અને હસે છે . ' 
રૂપાએ કહું . 
` ગમે તે કહેતા હો . એ અવિનાશ પાસે ગયેલો યાચક કદી 
ખાલી હાથ પાછો ફરતો નથી . ' બીજા સાધુએ કહ્યું . 
` હું જઈને એનો જીવ માગું તો ? ' સૈનિકે હસીને પૂછ્યું . 
` તમે પાત્ર હશો તો જરૂર એ જીવ આપશે . . . ' 
વાત કરતે કરતે સૈનિક અને સાધુઓ નિદૃાધીન થયા . ઉદય 
પણ સૂવાનો દેખાવ કરી રહ્યો હતો . નહોતાં સૂતાં માત્ર બે જણ : 
રૂપો અને પન્ના . 
વહેલી સવારે તેમણે એ રસ્તે થઈને કેટલાક ઘોડેસ્વારો 
જતા જોયા . 
` યશકર્ણ આવ્યા લાગે છે . ' રૂપાએ કહ્યું . 
` ગામ જાગે તે પહેલાં હું મળી આવું . એ ના નહિ કહે ! ' 
પન્નાએ કહ્યું , અને સૂર્યોદય થતા પહેલાં એ ડુંગરપુરના રાજમહેલમાં 
જઈ ઊભી . 
ઉદય જાગૃત થતાં એના પ્રશ્નોની પરંપરાના સાચા જવાબ 
આપવામાં રહેલો ભયનો વિચાર કરી રૂપો નાયક એને ધર્મશાળાની 
બહાર લઈ ગયો , અને ગલોલ શીખવવાના દેખાવ નીચે એની 
સ્મૃતિને વર્તમાનમાં જ સ્થિર કરવા લાગ્યો . 
` પણ ચિતોડગઢમાં તો તું મને આમ શીખવતો નહિ . ' ઉદયે 
ચિતોડને યાદ કર્યું . 
` બાપુ ! હું ત્યાં આપની પાસે ન હતો . હમણાં ચીતોડગઢની 
પાન નં 26 
વાત કરવાની મૂકી દેજો . ' રૂપાએ કહ્યું . 
` કેમ ? ' 
` આપણી પાછળ વનવીરે મારા મૂક્યાં છે . ' 
` મારા કોણ ? કેમ મૂક્યા ? ' 
` એ પછી કહીશું . હમણાં હું કહું એટલું જ કરો . ' 
` અને તેમ નહિ તો ? ' ઉદયને ગઈ રાતથી મૂંઝવણ થયા 
કરતી હતી . એના બાલહૃદયને આ સ્થળાંતરમાં કશી જ સમજ પડી 
નહિ . પોતાનું નામઠામ છુપાવવાની સલાહ ગૂંચવણ વધાર્યે જતી હતી 
હતી . જગતનાં જીવનનાં અસત્યોને ચીલે હજી એનું હૃદય ચઢ્યું ન 
હતું ; જૂઠાણાની એને જરૂર સમજાતી નહિ . 
મહા મુશ્કેલીએ લોકોના સંસર્ગથી ઉદયને દૂર રાખતા રૂપાએ 
છેવટે પન્નાને પાછી આવતી જોઈ . પન્નાની ઝડપમાં રૂપાએ આશા 
નીરખી ; પરંતુ પન્નાની ઝડપમાં જુદું જ સૂચન હતું . આવતાં 
બરોબર પન્નાએ કહ્યું : ` રૂપા નાયક ! અહીં ઘડી પણ ઊભાં નહિ 
રહેવાય . ' 
` કેમ ? ' 
` ઉદયનું નામ દેતાં યશકર્ણને કમ્પ થયો . એક ક્ષણ પણ એની 
હદમાં ન રહેવું એવી એની આજ્ઞા છે . ' 
` અને એ આજ્ઞા ન પળાઈ તો ? ' 
` આપણ ત્રણેને પકડી એ વનવીર પાસે મોકલી દેશે . ' 
` વફાદારીનો એકાદ પણ અંશ કોઈમાં રહ્યો હોય હશે ખરો ? ' 
` વફાદારી કરતાં વનવીરનો ભય વધી જાય છે . આપણે ચાલવા 
જ માંડીએ . આપણે ગયાં એની ખાતરી માટે યશકર્ણ પાછળ 
આવે છે ' 
ઉદયના પ્રશ્નોને ઉત્તર મળ્યો જ નહિ અને ન સમજાય એવી 
ચૂપકીથી પન્ના , રૂપા અને ઉદયે પાછી પહાડ અને જંગલની મુસા - 
ફરી શરૂ કરી દીધી . 
( શબ્દ = 1683 ) 
પાન નં 27 
ભાગ - 5 
કોલમેરનો જાગીરદાર અવિનાશ જૈન મંદિરમાં દર્શન કરી 
આવી જાગીરનો વહીવટ કરવા ગાદીએ બેસી ગયો . રજપૂતની 
કડક લાલ આંખને બદલે અવિનાશની આંખમાં સૌમ્યતા , સમભાવ 
અને શાંતિ દેખાતાં હતાં . દીવાનખાનામાં ઢાલ , તલવાર , બખ્તર અને 
ભાલા જેવાં શસ્ત્રો હતાં ખરાં ; પરંતુ એ જાણે શરમાતી વસ્તુઓ 
હોય એમ તેમનામાં ખાસ ભભક દેખાતી ન હતી . આદિનાથ , નેમી - 
નાથ અને પાર્શ્વનાથની છબીઓ ભીંત પર વધારે ઓપી ઊઠતી 
હતી અને ઓમકારના તક્્તા પણ સ્થળે સ્થળે લટકતા દેખાતા હતા . 
રજપૂત જાગીરદારની કડક મિસલને બદલે વધારે છૂટછાટભર્યું વાતા - 
વરણ ત્યાં ઊઘડી આવતું હતું . સૈનિકની શિસ્તને બદલે એક ધનિક 
ગૃહસ્થની ઉદાર અવ્યવસ્થા અહીં આંખે ઊડીને વળગતી . મરવું - 
મારવું , કાપવું - કપાવું , એવા એવા ભાવને સ્થાને જીવવું - જિવાડવું , 
પોષવું - ખીલવવું , એવા એવા ભાવનો પ્રવાહ ત્યાં વહેતો હોય એમ 
આપોઆપ લાગતું . 
અલબત્ત , કોમલમેર એક જબરદસ્ત કિલ્લો હતો . મેવાડનો એ 
દુર્ગ અજેય ગણાતો હતો . એને રક્ષવા માટે સૈનિકો ખડે પગે તૈયાર 
હતા , અને અવિનાશની સરદારી સ્વીકારતા હતા ; પરંતુ દુર્ગનો દ્વાર - 
દેવ હનુમાન મટી ગણેશ બન્યો હોય . દ્વારદેવી ભવાની મટી લક્ષ્મી 
બની ગઈ હોય અને રક્ષપા઴ કાળભૈરવ કંદર્પનું અનુકરણ કરવા 
પાન નં 28 
મથતો હોય એમ અહીં દેખાતું . ધોળાં અને ભગવાં વસ્ત્રોમાં દેહ 
ઢાંકી ચમરીઓ લડકાવતા સાધુઓ મુખ ઉપર મૂમતી બાંધી અવર - 
જવર કરતા ગામની રંગીનતાને વધારી દેતા હતા અને કાળા કોરાકટ 
પહાડને બદલે લીલોતરી ફેલાવતા ગિરિરાજો પોતાની સમૃદ્ધિનું 
પ્રદર્શન કરવા એકએકથી ઊંચા આવતા હતા . 
` મહારાણા વનવીરની નાખુશીનો રુક્કો આવ્યો છે . ' કારભારી - 
એ જાગીરદાર અવિનાશને કહ્યું . 
` મને લાગતું જ હતું કે મહારાણા નાખુશ થશે . ' અવિનાશે કહ્યું . 
` શા માટે આપે એવું કર્યું ? ' 
` ગાદીએ અમે બેસાડીએ અને ગાદીએ બેસીને એ રાજદેહનાં 
ખૂન કરે ? મારાથી ન રહેવાયું . મેં કહ્યું પણ ખરું . અને બીજો 
દરબાર કરવા હું થોભ્યો નહિ . ' 
` હવે ? ' 
` રુક્કો માથે ચઢાવી લો . વિક્રમાજીત અને ઉદયસિંહ બંનેને 
માર્યા છતાં અમને તત્કાળ ખબર કેમ ન પડી એ સમજાતું નથી . 
ગાદીએ બેસી રાજલોહી એમણે છાંટવું નહોતું જોઈતું . ' 
` પરંતુ આપની જાગીરદારીમાં વાંધો આવે તો ? ' 
` અહં ! મારા ઉપર હાથ કરવો એ બહુ સહેલું લાગે છે ? ' 
` માલિક છે ; ચહાય તે કરે . જે બે ભત્રીજાઓને મારે તે મને 
અને આપને શું નહિ કરે ? ' 
` મને અડકતાં વાર લાગશે . મારું ધન ચીતોડના સૈનિક સરખું 
જ મક્કમ માનાય છે . ' અવિનાશે કહ્યું , અને એક દ્વારપાળે આવી 
ખબર આપ્યા કે કોઈ સ્ત્રી આશ્રય માગતી બારણે આવી છે . 
` એને જે જોઈએ તે આપો . સદાવ્રતમાં ન ફાવે તો . . . . . ' 
જાગીરદારે કહ્યું . અવિનાશના આશાશાહ બનેલા જાગીરદારે કિલ્લામાં 
અન્નક્ષેત્રો પણ કાઢ્યાં હતાં . 
` એ તો આપને મળવા માગે છે . ' દ્વારપાળે કહ્યું . 
પાન નં 29 
` અત્યારે હું કામમાં છું . ' 
` એ મેં કહ્યું ; પરંતુ એ તો કહે છે કે બધાં કામ પડતાં 
મૂકી એને બોલાવો . જીવનમરણનો પ્રસંગ છે . ' 
` બારણે મૃત્યુ ન જોઈએ . બોલાવી લાવો . ' જૈન બનેલા 
રજપૂત અવિનાશે કહ્યું . 
અવિનાશે મદ્યમાંસ છોડ્યાં હતાં ; શિકાર બંધ કર્યો હતો . 
જાગીરદાર તરીકે એને સૈન્ય રાખવું પડતું હતું અને મહારાણાના 
દરબારમાં હાજર રહી હુકમ ઉઠાવવો પડતો હતો . વીર યોદ્ધા તરીકે 
અનેક વાર એણે નામના પણ મેળવી હતી અને હજી પણ શસ્ત્ર બાંધી 
ચીતોડ જવું પડતું હતું ; પરંતુ છેલ્લા દસેક વર્ષોથી એને શસ્ત્રો 
અણગમતાં થઈ પડ્યાં હતાં અને હિંસા પ્રત્યે ઘૃણા આવી ગઈ 
હતી . જૈન આચાર - વિચાર તરફ એને ભારે શ્રદ્ધા ઉત્પન્ન થઈ 
હતી , એટલે ઉપવાસ , દર્શન , પૂજા , જીવદયા અને દાન તરફ જ 
એનું લક્ષ રહેતું . 
રજપૂત મટી અવિનાશ વણિક બની ગયો ! જાગીરદાર મટી 
અવિનાશ શેઠ બની ગયો ! યોદ્ધો મટી કીડીઓનાં દર ઉપર લોટ 
ભભરાવતો બકાલ બની ગયો ! શસ્ત્રકસજ્જ સુભટ મટી મંદિરો 
બંધાવતો ભગતડો બની ગયો ! રજપૂતોમાં - સૈનિકોમાં અવિનાશ 
માટે આવા અભિપ્રાયો અપાતા . અને અવિનાશને બદલે એ 
આશાશાહને નામે ઓળખાવા લાગ્યો . 
ધર્મ તરફ ઢળવા માંડેલા અવિનાશને એથી દુઃખ ન થયું . 
લોકોએ આપેલા નવા નામની તેને ચીઢ કદી ચઢી નહિ . ધીમે ધીમે 
એણે પોતે જ પોતાને આશાશાહ તરીકે ઓળખાવવા માંડ્યો . જો કે 
અવિનાશનું પૂર્વકાલીન યુદ્ધપરાક્રમ અને તેના નીડરપણાની છાપ હજી 
સુધી એને મેવાડના પટાવતોમાં અગ્રસ્થાન અપાવી રહ્યાં હતાં . 
વિક્રમાજીતને પદભ્રષ્ટ કરી વનવીરને ગાદીએ બેસાડવાની યોજના 
એની સંમતિથી જ થઈ હતી . 
પાન નં 30 
જીવનમરણનો પ્રસંગ લેઈ આવેલી યુવતીને દ્વારપાળે અવિ - 
નાશ આગળ ઊભી કરી . યુવતીએ અવિનાશને નમન કર્યું . અવિનાશે 
એને જોઈ એનું નમન ઝીલી આંખ નીચી કરી લીધી . રૂપાળી 
સ્ત્રીઓ તરફ ખેંચાતી આંખને અટકાવી આઘીપાછી કરવી જોઈએ 
એમ માનતા આ ગૃહસ્થ બ્રહ્મચારીને લાગ્યું કે આવનાર યુવતીને 
કદી એણે જોઈ હશે ખરી . 
` કહો બહેન ! ક્યાંથી આવો છો ? ' 
` ચીતોડગઢથી . ' 
` મેં તમને કદી જોયાં હશે , નહિ ? ' 
` હા જી . રાજમહેલમાં જ . ' 
` કેમ આવવું થયું ? ' 
` કારણ કહેવા જ આવી છું ; પણ કશું ય કહું તે પહેલાં 
આ દ્વારપાળ અહીંથી ખસી જાય . ' 
` ભલે . ' દ્વારપાળને આંખને ઇશારે અવિનાશે ખસેડી દીધો . 
` અને આપના મંત્રી પણ જરા મને અને આપને એકલાં 
જ રહેવા દે . ' 
` મારી કશી ય બાબત મંત્રીથી અજાણ નથી ; એ મારું હૃદય 
છે એમ કહું તો ચાલે . ' 
` હૃદયને પણ મારી વાતમાં વેગળું મૂકવું પડે એમ છે . ' 
` પણ હું પરનારીને એકાંતમાં કે એકલો મળતો જ નથી . ' 
` આપ રાજપૂત પણ છો ને જૈન પણ છો , નહિ ? ' 
` હા , હું બંને છું . ' 
` રજપૂત પરનારીને બહેન ગણે છે . ભાઈ - બહેન ભેગાં રહી 
શકે છે . ' 
` પણ . . . . . . ' 
` અને જૈન થયો એ જિતેન્દૃિય જ હોય . સ્ત્રી સાથેના એકાંતમાં 
એને ભય ન હોય - જો એ સાચો જૈન હોય તો . ' 
પાન નં 31 
` કારભારીજી ! આપ જરા બહાર ન બેસો ? ' અવિનાશે કાર - 
ભારીને ખોટું ન લાગે એ ઢબે કહ્યું , અને જરા વિસ્મય પામેલા 
મંત્રી બહાર નીકળ્યા . ઓરડો છોડતે છોડતે તેમણે બે - ત્રણ વાર એ 
યુવતી તરફ તીક્ષ્ણ નજર નાખી . ચીતોડ બાજુએથી આફતો જ કેમ 
આવ્યા કરતી હશે એવો પ્રશ્ન એમની તીક્ષ્ણ નજરમાં છુપાયેલો હતો . 
` કહો હવે , ચિતોડગઢથી આટલે દૂર મને ખોળતાં તમારે કેમ 
આવવું પડ્યું ? ' અવિનાશે પૂછયું . 
` હું કાંઈ પણ કહું તે પહેલાં એક વચન માગી લઉં . ' 
` શું ? ' 
` કે મારી વાત ઇચ્છા હોય ત્યાં સુધી આપ છૂપી રાખશો . ' 
` છૂપી રાખવા જેવી હશે તો હું જરૂર છૂપી રાખીશ . ' 
` વચનો શરતી હોતાં નથી . ક્ષત્રિય તરીકે વીર બનીને અને 
જૈન તરીકે દયાળુ બનીને પણ તમારે આફતમાં આવેલી સ્ત્રીની 
માગણી સ્વીકારવી જ રહી . ' 
` કહો , હું તમારી વાત છૂપી રાખીશ . અંગત પાપપુણ્યનો 
પ્રશ્ન છે ? કે કોઈ રાજઘટના લઈ આવ્યા છો ? ' 
` રાજઘટના . અંગત પાપ હોત તો હું કટારીને શરણે જાત . 
આજ તો ચીતોડની ગાદીના સાચા વારસને લઈ હું અહીં આવી છું . 
એને રાખનાર કોઈ મળતું નથી . તમારે ખોળે એને મૂકી દઉં . . . ! ' 
અવિનાશ સરખો સ્થિરહૃદયી પુરુષ આ સાંભળીને ચમકી ઊઠ્યો . 
એણે ચમકથી સહજ મુક્્ત થઈ પૂછ્યું : 
` બાઈ ! તને ભ્રમણા તો નથી થઈ ને ? ' 
` ના જી , સાચામાં સાચું - નકરું સત્ય , હું તમને કહું છું . ' 
` ગાદી વારસ તો બંને ગયા . વિક્રમ અને . . . ' 
` ઉદય નહિ - વિક્રમ . ' 
` હું નજરોનજર જોઈ આવ્યો . ' 
` શું ? ' 
પાન નં 32 
` વિક્રમ અને ઉદય બંનેના અગ્નિદાહ . ' 
` ઉદય તો એ રહ્યો મારી પાસે . ' 
` ત્યારે બાળરાજપુત્રને વનવીરે માર્યો કહ્યો એ શું ? ' 
` વનવીરે ઉદયને નહિ પણ બીજા બાળકને માર્યો છે . ' 
` બીજો બાળક ? કોનો ? ' 
` મારો . ' 
અવિનાશ વધારે ચમક અનુભવી . એણે પૂછ્યું : ` તારું નામ ? ' 
` પન્ના . ' 
` ઉદયની ધાત્રી ? ' 
` હા જી . ' 
` તારો બાળક કેમ મરે ? ' 
` વિક્રમાજીતનો વધ જાણતાં બરોબર મેં ઉદયસિંહને સંતાડી 
ચીતોડ બહાર મોકલી દીધો , અને . . . . . ' 
` અને . . . . ? ' પન્નાએ અધૂરા રાખેલા વાક્યને પૂરું કરાવવા 
ઇચ્છતા અવિનાશે પન્નાને આગળ વાત કહેવા પ્રેરી . 
` અને વનવીર ઉદયને શોધતા આવ્યા ત્યારે ઉદયને બદલે 
મારા પુત્રને બતાવ્યો . વનવીરે એની છાતીમાં તલવાર ભોંકી . મારા 
પુત્રનું મૃત્યુ જોઈને હું આવી છું . ' પન્નાનો અવાજ જરા થરથર્યો . 
અવિનાશ ઘડીભર પન્નાના મુખ સામે જોઈ રહ્યો . રાજપુત્રને 
સ્થાને પોતાના પુત્રને કતલ થવા મૂકી દેનાર આ વીર યુવતીના મુખ 
ઉપર અસત્યનો આછો ઓળો પણ દેખાયો નહિ . 
` પન્ના ! ખરેખર , અમે કોઈએ ન કર્યું એ તેં કર્યું ! ' 
અવિનાશે કહ્યું . 
` પણ હવે મારાથી નહિ થાય તે આપે કરવાનું છે . ' 
` જો ને , પન્ના ! તું કહે એટલી રકમ તને આપું જેથી 
ઉદયસિંહને લઈને તું મેવાડની બહાર જઈ સુખથી રહી ઉદયને 
જિવાડી શકે . ' 
પાન નં 33 
` મેવાડની હદ બહાર હું એને લઈ જાઉં ? ' 
` તે સિવાય બીજો કયો માર્ગ ? વનવીરને સહજ શંકા આવે 
છે કે એ સામંતોને આફતના ડુંગરોમાં દાટી દે છે . ' 
` સામંતોને સત્ય જોઈએ કે સલામતી ? ' 
` સત્યને સાચવવા માટે પણ સલામતી તો જોઈએ ને ? ' 
` મને લાગ્યું કે કોમલમેરના દુર્ગમાં એક નાનકડું બાળક અને 
એક નાનકડું સત્ય સલામત સચવાશે . ' 
` વનવીર સાથે મારે આમ તો અણબનાવ શરૂ થઈ ગયો છે . 
એને શંકા સરખી પણ આવી તો . . . . ' 
` તો શું કરશે ? ' 
` જોયું નહિ એણે બંને ગાદીવારસોને ઝબે કર્યા તે ? ' 
` બે નહિ , એક . હજી ભૂલ કરો છો ' અને ઝબે કરવા દેનાર 
સામંતો માટે પણ શું કહેવું ? ' 
` કલ્પનામાં પણ ધાર્યું ન હતું કે વનવીરને ગાદી આપતાં તે 
સંગના પુત્રોને મારશે . ' 
` મહારાણા સંગનો એક જીવતો પુત્ર ગાદીએ બેસે એવી 
કલ્પના હવે કરો . ' 
` મને રાજકાજમાં રસ રહ્યો નથી . કાવાદાવા , ઝઘડા અને 
નિરર્થક ઘમસાણો મને આકર્ષતા નથી . મારે શાંતિથી મારો ધર્મ 
પાળવો છે . ' 
` જો ધર્મ પાળવો હોય તો , બેટા ! ઉદયસિંહને પાસે રાખ . ' 
અવિનાશની બેઠક પાછળ આવેલા બારણામાંથી એક મધ્યવયી સન્ના - 
રીએ આગળ આવી કહ્યું . 
પન્ના અને અવિનાશ બંને ચમક્યાં . વાત તદ્દન છૂપી રાખ 
વાની હતી . બારણા પાછળથી અવિનાશનાં માતુશ્રી પન્ના અને 
અવિનાશનો સંવાદ સાંભળી રહ્યાં હતાં . તેમને લાગ્યું કે ધર્મ અને 
શાંતિને બહાને પુત્ર કાયર બનતો હતો . એની કાયરતા 
પાન નં 34 
અટકાવવા તેમણે કહ્યું . 
` મા ! તમે અહીં ક્યાંથી ? ' અવિનાશે પૂછ્યું . 
` એમ જ માન કે મને ઈશ્વરે મોકલી . ' માતાએ કહ્યું 
ઉદયને સંતાડવાનું સ્થળ શોધતાં રૂપા અને પન્નાને બે સ્થળેથી 
મળેલી નિરાશા વધારે ઘેરી ન બને એ અર્થે ચીતોડથી મોડા છૂટેલા 
રત્નસિંહે પાછળથી આવી તેમને સાથ આપ્યો અને કોમલમેરના 
આશાશાહ પાસે જવાનું સૂચન પણ કર્૟ું . અવિનાશ - આશાશાહ 
અને રત્નસિંહ એક વખતના સમોવડિયા યુદ્ધમિત્રો હતા ; પરંતુ 
યુદ્ધકાર્ય તરફ - રાજપ્રપંચ તરફ અવિનાશને વધતી જતી ઘૃણાનો 
વિચાર કરી રત્નસિંહે એક પાસ અવિનાશ પાસે પન્નાને મોકલી 
અને બીજી પાસ અવિનાશની માતાને આગ્રહ કરી બેની વાતો 
સાંભળવા મોકલ્યાં . અવિનાશ માતાનું વચન કદી ઉથાપતો નહિ 
એની રત્નસિંહને ખબર હતી . જોકે માતાને કશું કહેવું પડે એમ 
અવિનાશે જીવનભર થવા દીધેલું નહિ . 
` જોખમ બહુ છે , મા ! ' 
` દીકરા ! જિંદગી એટલે જ જોખમ . ' 
` મારે શાંતિથી જીવવું છે . ' 
` તો શાંતિથી મરાશે નહિ . અશાંત મૃત્યુમાં આત્મા અવગતે 
જશે એ ભૂલીશ નહિ . ' 
` જોતજોતામાં વાત જાહેર થશે . નહિ હું સુખી થાઉં , નહિ 
ઉદય સુખી રહે . ' 
` હું ઉદયને મારી પાસે રાખીશ . અને તને ભય લાગતો હશે 
તો હું કોમલમેરથી બહાર ચાલી જઈશ , પછી કાંઈ ? ' માતાએ 
આંખમાં કોઈ સતીની ચમક લાવી કહ્યું . 
અવિનાશ વિચારમાં પડ્યો . માતાની સામે આટલો વાદ એણે 
કદી કર્યો ન હતો . જંજાળમાંથી ખસવા અવિનાશ મથતો હતો 
ત્યારે જંજાળ વધારે ગૂંચવણભરી બનીને સામે આવી ઊભી ; પરંતુ 
પાન નં 35 
એ જંજાળના ભ૟થી ઱ક્ષણ માગવા આવેલા મહારાણાના પુત્રને 
રક્ષણ ન આપવું એ કાયરતા એના ધર્મને , એની શાંતિને અને 
એના વિરાગને શોભાવે એવી તો ન જ હતી . મુખથી એ પન્ના 
સાથે દલીલ કર્યે જતો હતો ખરો ; પરંતુ એનું હૃદય એની જ 
દલીલોને માનતું ન હતું . તેમાં તેની માતાએ આજ્ઞા આપી . માતાની 
આજ્ઞા થતાં સત્યની આડે આવતી વ્યવહારકુશળતા દૂર ખસી 
ગઈ અને અવિનાશે પૂછયું : 
` ક્યાં છે ઉદયસિંહ ? લેઈ આવ , પન્ના ! ' 
` એમ ન લાવું . આપ એને છૂપો રાખો , છૂપો રાખી રાજ્યને 
પાત્ર બને એવું શિક્ષણ આપો , પ્રસંગ આવતાં એને મહારાણાની 
ગાદીએ સ્થાપન કરો અને આ બધી બાબતનું આપ પણ લો , એટલે 
હું ઉદયને અબઘડી તમારી પાસે મૂકી દઉં . ' 
` હું પ્રતિજ્ઞા લઉં છું કે તારા કહેવા પ્રમાણે જ કરીશ . 
મારાં માતા મારાં જામીન . ' 
` જામીનની જરૂર હવે હોય ખરી ? ' પન્નાએ અત્યંત સંતુષ્ટ 
બની કહ્યું . અત્યારે આટલે દિવસે એના માથા ઉપર રહેલો ભાર 
ઓછો થતો હતો અને તેના હૃદયને સંતાપનાર ચિતા બુઝાતી હતી . 
મેવાડમાં એક પુરુષ એવો નીકળ્યો જ કે જેણે રાણા સંગના પુત્રને 
આશ્રય આપવાની હિંમત કરી ! 
` હવે તો ઉદયસિંહને લાવીશ ને ? ' અવિનાશે પૂછ્યું . 
` બહાર રૂપા નાયક પાસે એ ઊભો છે . ' પન્નાએ કહ્યું . 
અવિનાશે માણસ મોકલી બંનેને બોલાવ્યા . બેને બદલે ત્રણ 
જણ આવ્યા . એક રત્નસિંહ , બીજો રૂપો નાયક અને ત્રીજો 
ઉદયસિંહ . 
છ વર્ષના કુમળા ઉદયસિંહ તરફ અવિનાશ અને તેની માતા 
ઘડીભ઱ જોઈ રહ્યાં . 
` પન્ના ! મને મૂકીને ક્યાં જતી રહી હતી ? ' ઉદયસિંહે 
પાન નં 36 
દોડી પન્નાની પાસે ભરાઈ જઈ કહ્યું . 
પન્નાએ ઉદયને માથે હાથ ફેરવ્યો અને કહ્યું , ` ક્યાંયે નહિ , 
ઉદય ! આપણે આજથી અહીં જ રહેવાનું છે . ' 
` કેમ ! ચીતોડ નહિ જવાય ? ' 
` જવાશે . પણ જરા વાર લાગશે . ત્યાં સુધી તારે અહીં 
રહેવાનું . ' 
` અને તું ક્યાં રહીશ ? ' 
` હું પણ તારી જોડે . ' 
` અને જગદેવ ? ' 
જગદેવ પન્નાનો નાનકડો પુત્ર ઉદય અને જગદેવ બંને ભેગા 
રમતા અને સૂતા ! જાગૃત થયા પછી ઉદય ઘડી ઘડી જગદેવને યાદ 
કર્યા જ કરતો હતો . જગદેવની સગી માતાએ ઉદયનો જીવ બચા - 
વવા એ જ જગદેવને પોતાની નજર આગળ મરતો નિહાળ્યો હતો . 
પન્નાની આંખમાંથી અશ્રુધારા વહી રહી , મનને કઠણ કરી 
અત્યાર સુધી પન્નાએ સાચવી રાખેલી દઢતા પીગળી ગઈ , અને 
પન્નાએ પોતાની ઊર્મિને મોકળો માર્ગ આપ્યો . ઉદય જ્યારે જ્યારે 
રસ્તામાં જગદેવની ખબર પૂછતો ત્યારે ત્યારે પન્ના અને રૂપો નાયક 
એને ઉડાઉ જવાબો આપી ઉદયની વાતચીતને બીજો ઝોક આપતાં . 
અત્યારે ઉદયે પાછો જગદેવ સંભાર્યો . એ હવે ક્યાંથી આવવાનો ? 
સહુની આંખ ભીની થઈ . ઉદયને પોતાની કષ્ટભરી વૈભવહીન 
છૂપી મુસાફરીમાં એટલું તો સમજાયું જ હતું કે એ સહુ પોતાને 
કોઈ અજ્ઞાત આફતથી ઉગારવા ભ્રમણ કર્યા કરે છે . એ આફતમાં 
ખૂન , દેશવટો અને પર્યટન પણ હતાં , એની ઝાંખી સમજ પણ 
ઉદયને પડી હતી . સંગના પુત્રોને વનવીરે માર્યાની વાત પણ ઉદયના 
ધ્યાનમાં આછી આછી આવતી હતી ; પરંતુ પોતે જીવતો હોવાથી 
એ વાત એની માનસિક ગૂંચવણ વધારતી હતી . જગદેવ સાથે ન 
હતો એ અસહ્ય પરિસ્થિતિ તેના હૃદયને કદી કદી ધડકાવી મૂકતી 
પાન નં 37 
હતી . જગદેવના સમાચાર પૂછતાં પન્નાની આંખમાં આવેલા અશ્રુએ 
ઉદયને વધારે વ્યાકુળ બનાવ્યો . 
અવિનાશની માતાએ ઉદયને પોતાની પાસે લીધો . પન્નાથી 
જાણે પોતાને છૂટો પાડવા સહુ મથતાં ન હોય એમ લાગતાં ઉદય 
પન્નાની સોડમાં વધારે લપાયો . 
વ્યાકુળતાની ઘડી વીતી ગઈ . ઉદય માટે સુંદર કપડાં આવ્યાં . 
એણે અવિનાશની હવેલીમાં રમવા માડ્યું ; પરંતુ રમતે રમતે એની 
નજર પન્ના તરફ જ રહેતી . રખે ને પન્ના અદૃશ્ય થાય એ ભ૟ 
એને સતત રહ્યા કરતો હતો . પન્ના , ઉદય અને અવિનાશની માતા 
અંતઃપુરમાં ગયાં , અને રત્નસિંહે અવિનાશને કહ્યું : ` ઉદયસિંહને 
મેં રાજતિલક કર્૟ું છે એ ભૂલવાનું નથી . ' 
` તારા મિત્ર તરીકે તો ખરું જ ; પણ વધારામાં એ સાચો 
ગાદીવારસ છે એ કારણે પણ તારું કરેલું તિલક હું નહિ ભૂલું . 
પ્રશ્ન માત્ર થોડાં વર્ષો સુધી ઉદયને કેમ છૂપો રાખવો એ જ છે . ' 
` જાણકાર આપણે પાંચ - સાત જણ જ છીએ . ' 
` સિંહરાવ અને યશકર્ણ ખબર આપી દેશે તો ? ' 
` એમનું ગામ ભાંગવાનો મેં ભય આપ્યો છે . અને વનવીર 
એમની વાત સાચી માનશે નહિ . સાચી માને તો એ બંને ભારે 
ગુનામાં આવી જાય . ' 
` હું બેત્રણ વર્ષ જાત્રાએ નીકળી જાઉં તો ? ' 
` અવિનાશ ! આવો ક્યાંથી થતો જાય છે ? રૂપો નાયક 
ઉદયની પાસે છે . જરૂર પડે એ કાળી રાત્રે ગમે તેવા ચોકી પહેરામાંથી 
એને ભીલવાસમાં લઈ આવશે . ' રત્નસિંહે કહ્યું . 
અવિનાશે વચન આપ્યું હતું : એણે જીવ સાટે એ પાળવાનું 
હતું ; પરંતુ એની અસ્વસ્થતા હજી ઘટી ન હતી . એનાથી કહી 
દેવાયું : ` તો પછી તેં એને ભીલવાસમાં કેમ ન રાખ્યો ? ' 
` એને મેવાડનો રાણો બનાવવો છે માટે . ભીલવાસમાં રાણાને 
પાન નં 38 
યોગ્ય સંસ્કાર પડે ખરા ? ભીલવાસમાં તો નછૂટકે આશ્ર૟ લેવાનો 
અને જો તેં પન્નાને ના કહી હોત તો હું અહીંથી ઉદયને મારે 
ત્યાં જ લઈ જાત . ' 
અવિનાશે સ્થિરતા જાળવી . રત્નસિંહ સરખો આખા મેવાડની 
ભીલકોમનો અગ્રણી તેની બાજુમાં હતો . પૈસા પણ તેની પાસે 
એટલા હતા કે જરૂર પડ્યે એ એક સારું લશ્કર ઊભું કરી શકે . અને 
ખરેખર , વનવીરે દર્શાવેલી ક્રૂરતા એને મહારાણાપદ માટે શું અપાત્ર 
નહોતી બનાવતી ? ચીતોડના પ્રતિષ્ઠાનું રક્ષણ કરવા માટે વનવીરને 
ગાદી સોંપી હતી ; વનવીરની જાતને એ માન હતું ; એના વંશનો 
ગાદીહક્ક ઉપજાવવા માટે એ માન એને આપ્યું ન હતું . વિક્રમા - 
જીતને મારી - ઉદયને માર્યો છે એમ માની વનવીર મેવાડના રક્ષણને 
બદલે પોતાનો એને પોતાના જ પરિવારનો હક્ક અને હિતસંબંધ દઢ 
કરતો હતો . 
ઉદયસિંહ અવિનાશના ભત્રીજા તરીકે કોમલમેરમાં રહ્યો અને 
ઓળખાયો . મેવાડમાં નહિ જેવાં માણસો જાણતાં હતાં કે સંગનો 
પુત્ર ઉદયસિંહ જીવંત છે . રૂપો નાયક અને પન્ના પણ ઉદય સાથે 
રહ્યાં . રત્નસિંહ વારંવાર કોમલમેર આવી ઉદયના સમાચાર મેળવતો . 
મેવાડના ઇતિહાસનું એક પુષ્ઠ ગુપ્ત રહ્યું - - થોડાં વર્ષ માટે . 
સાત વર્ષ સુધી આશાશાહે ઉદયને , પન્નાને અને રૂપાને છૂપાં 
રાખ્યાં . પથ્થરિયા ક્યારામાં એક પુષ્પ ખીલતું હતું . 
એક કેમ ? અનેક . 
( શબ્દ = 4073 ) 
0 પુષ્પ , રંગ , 
સુવાસ 
પાન નં 197 
ભાગ - 2 
` રાણાજી ! શાની સૈન્ય - તૈયારી ચાલે છે ? ' એક મહારાણીના 
આવાસમાં ઉદયની સ્થિતિ હતી ત્યારે મહારાણીએ ઉદયને પૂછ્યું . 
` રાણીજી ! સૈન્યની તૈયારીની તમને ખબર પડી ; કારણની ખબર 
તમને પડ્યા વગર રહે ? ' ઉદયે કહ્યું . 
રાણીએ કાંઈ જવાબ ન આપ્યો . ઉદય સામેથી રાણીએ આંખ 
ખસેડી લીધી . 
` મારો જવાબ ન ગમ્યો ? ' ઉદયે પૂછ્યું . 
મહારાણી ફિક્કું ફિક્કું હસી . 
` કે સૈન્ય તૈયારીનું કારણ ન ગમ્યું ? ' ઉદયે બીજો પ્રશ્ન પૂછ્યો . 
` આપ જે કહો , આપ જે કરો , એ બધું અમને ગમે જ . ' 
સતી રાણીએ જવાબ આપ્યો . 
` સાચું કહો છો ? ' 
` ગમે ન ગમે , એવો પ્રશ્ન જ અમે ઊભો થવા ન દઈએ . ' 
` કેમ એમ ? ' 
` મેવાડના મહારાણાને જીવન અર્પણ કર્યા પછી મહારાણાની 
ઇચ્છા એ જ અમારી ઇચ્છા બની રહે છે . ' 
` અને મહારાણાની ભૂલ થતી હોય તો ? ' ઉદયે પૂછ્યું . 
` તો જરૂર અમે કહીએ ; પરંતુ અંતિમ ઇચ્છા તો પાર પડે 
મહારાણાની . ' 
પાન નં 180 
` સપત્ની ફાવશે ? ' 
` ફાવે જ ને ! આર્૟ સ્ત્રીએ ક્યારે વાંધો લીધો છે ? ' 
મહારાણી સુંદર હતી , સમજણી હતી . રજપૂત યુવતીને શોભે 
એવી એની આંખમાં કડકાશ પણ હતી . ત્યારે શા માટે એ ઉદયના 
વધારાના લગ્નનો વિરોધ કરતી ન હતી ? 
નંદિની જડે તો નંદિની સાથેના વ્યવહારનો વિરોધ પણ આ 
સરળ સન્નારી ભાગ્યે જ કરે ! નહિ ? 
બીજી મહારાણીને આવાસ પધારવાનો મહારાણાને પ્રસંગ આવ્યો . 
` આવતી કાલ ક્યાં પધારશો ? ' 
` રાણીજી ! તમે જ શોધી કાઢો ને કે હું ક્યાં જવાનો છું ? ' 
રાણીએ ફિક્કું સ્મિત કર્યું . સ્મિતમાં અજાણપણું ન હતું . 
` ખેરવા જાગીર ઉપર જશો ને ? ' રાણીએ પૂછ્યું . ઝાલારાણાને 
જોધપુરના મહારાણા માલદેવે ખેરવાની જાગીર આપી હતી . 
` મેવાડના મહારાણાની એમાં પ્રતિષ્ઠા ન રહે . કાં તો કન્યા 
એની સામે આવે અગર મહારાણો કન્યાનું હરણ કરી લાવે . ' 
` આ તો કન્યા જ બિચારી કહેણ મોકલે છે . ' 
` રાણીજી ! એ કહેણ મેં સ્વીકાર્યું એ તમને ગમ્યું ? ' 
` શરણે આવે એ કન્યાનો સ્વીકાર કરવો જ રહ્યો , રાણાજી ! ' 
` રાણીજી ! મેં તો એમ પૂછ્યું કે એ સ્વીકાર તમને ગમ્યો કે નહિ ? ' 
` ગમવાનો ન ગમવાનો પ્રશ્ન જ નથી , રાણાજી ! મેવાડના 
રાજકુટુંબમાંથી કુળદેવી સતત ભોગ માગે જ છે . કુટુંબવૃદ્ધિમાં 
મેવાડની મહારાણી કેમ વચ્ચે આવે ? ઝાલાવંશ પણ ક્ષત્રિય વંશ 
જ છે ને ? ' 
એક રાણી પતિવ્રતા એટલા માટે કે એણે પતિના જીવન 
સાથે પોતાનું જીવન જોડી દીધું - પતિ જે કરે તે માન્ય ! 
બીજી રાણી પતિવ્રતા એટલા માટે કે મેવાડ ખાતર મરનાર 
પાન નં 181 
સુપ્રજા તેનો પતિ ઉપજાવે ! 
સ્ત્રીઓનાં માનસની કેટલી વિચિત્રતા ! એક માનસ કહે છે : 
` પતિની ઇચ્છા છે ? ભલે પતિ બીજી પત્ની પરણે ! ' 
બીજું સ્ત્રીમાનસ કહે છે : 
` દેશને માટે મરનાર રાજકુટુંબ જોઈએ . ભલે પતિ બીજી 
પત્ની પરણે ! ' 
સ્ત્રીની અંગત ઇચ્છાને કશું સ્થાન જ આ જીવનમાં નહિ ? 
પરંતુ નંદિની કદાચ મળી આવે તો . . . આ બીજાં મહારાણીનો 
મત બહુ અનુકૂળ ન પણ રહે ! સપત્ની પણ ક્ષત્રિયાણી જોઈએ ! 
નંદિની ક્ષત્રિય ક્યાંથી હોય ? એ તો એક માલણની દીકરી ! 
પણ એ હશે ક્યાં ? મેવાડના ગાદીમાલિકને એની બાળસખી 
જડતી નથી ! બધી શોધ નિષ્ફળ જા૟ છે ! 
ઉદયની તો આખી રાત્રી નંદિનીના વિચારમાં જ પસાર થઈ 
ગઈ . સ્ત્રીના સ્વભાવની વિચિત્રતા પણ ઉદ૟ની નિદૃાનો ભંગ કરી 
રહી હતી . પ્રભાત પહેલાં તો ઉદયને ચીતોડ બહાર જવાનું હતું . 
પ્રભાતની નોબત ગગડી , નંદિનીનાં આછાં , અસ્પષ્ટ સ્વપ્ન ઊભાં કરી 
રહેલો ઉદય જાગ્રત થયો અને શસ્ત્ર સજી તે બહાર આવ્યો . નાનકડું 
ઘોડેસવાર સૈન્ય તેની રાહ જોતું તૈયાર જ હતું . મોખરે ઉદયનો ઘોડો 
હણહણી રહ્યો હતો . સફાઈથી ઉદય ઘોડા ઉપર બેઠો ; મોટું સૈન્ય 
પણ સાંજ પહેલાં ચીતોડથી નીકળી પોતાની પાછળ આવે એવી 
સૂચના એણે સરદારને આપી અને તેણે ઘોડાને એડી અડાડી . ઘોડાને 
જાણે વીજળી અડી . ઉદય અને એનું નાનકડું સૈન્ય અત્યંત ઝડપથી 
ચીતોડગઢને શિખરેથી નીચે ઊતરવા લાગ્યું . દરવાજા ખુલ્લા થઈ ગયા 
હતા . પોળે પોળે શસ્ત્રસજ્જ પોળિયાઓ ઉદયને સલામી આપતા હતા . 
ડંકા પણ બુરજે બુરજે રણકી રહ્યા હતા . 
એક ઝરૂખામાંથી પન્ના આ નાનકડા સૈન્યને નિહાળી રહી 
હતી . 
પાન નં 182 
બીજા ઝરૂખામાંથી મહારાણી આ દૃશ્યને નિહાળી રહ્યાં હતાં . 
ત્રીજા ઝરૂખામાંથી મહારાણા સાથે રાતવાસો રહેલાં બીજાં 
મહારાણી પણ આ દૃશ્યને ઝાંખી રહ્યાં હતાં . 
ત્રણેની આંખોને આ નાનકડા સૈન્યનું દૃશ્ય ખેંચી રહ્યું હતું . 
ઘોડા અને સૈનિકો ક્ષણે ક્ષણે નાના બનતા જતા હતા . ગઢ ઊતરી 
રહેતાં બરોબર તો માનવસૈન્ય વેંતિયું લાગવા માંડ્યું . સૂર્યોદય હજી 
થયો ન હતો , એટલે અરુણનું આછું અજવાળું દૃશ્યને એક જીવંત 
ચિત્ર બનાવી રહ્યું હતું . તળેટીની વસ્તી બહાર સૈન્ય જોતજોતામાં 
ચાલ્યું ગયું અને થોડી વારે મુઠ્ઠીમાં સમાઈ જાય એવડું નાનકડું 
લાગતું સૈન્ય ડુંગરમાળામાં સમાઈ ગયું . કદી કદી ઘૂસર ઊડતી 
આકાશમાં દેખાતી હતી ; ધૂસરસેર દેખાતી બંધ થઈ તો ય એ ત્રણે 
સ્ત્રીઓ ઝરૂખામાં ઊભી જ રહી હતી . 
` આવા એક મહાસૈન્યને મોખરે રહી સહુને દોરતો ઉદય 
દિલ્હીના દરવાજા ભાંગી ન નાખે ? ' પન્નાને વિચાર આવ્યો . તૈમુરની 
દિલ્લીલૂંટ હજી દંતકથામાં પ્રવેશતી જીવંત હતી . ઉદય કેમ એ દિલ્લી 
ઉપર ન પહોંચે ? અલ્લાઉદ્દીને કરેલા ચીતોડના અપમાનનો બદલો 
ઉદય કેમ ન લે ? ઉદય કેવો દીપતો હતો ઘોડા ઉપર ! કેટકેટલી 
રાજકુંવરીઓ પોતાને ઉદય ઉપર ન્યોછાવર ન કરે ? 
મહારાણીની આંખમાં ઉદયનો આખો દેહ વસી ગયો ! ઝૂલતી 
તલવાર ! હાથમાં ભાલો ! સાફા ઉપરનું ફૂમતું ! કેટલી વાર સુધી ઉદય 
આખા સૈન્યથી અલગ પડતો દેખાઈ આવતો હતો ! એકાદ વાર તો 
ઉદયે પોતાની ઝરૂખા તરફ દૃષ્ટિ પણ કરી હતી ! કેવો કુમળો સ્વભાવ ! 
શસ્ત્રકઠણાશ નીચે કેટલી રસિકતા રહેલી હતી ? ઝાલારાણાની કન્યા 
મોહિત થાય જ ને ? 
બીજાં મહારાણીએ ક્ષિતિજમાં સંતાયેલાં સૂર્યનાં કિરણો ઉદયને 
વધાવી લેતાં નિહાળ્યાં . સૂર્યવંશી ઉદયને સૂર્ય જ વધાવે ને ! બે , 
ત્રણ , પાંચ , દસ કિરણો લંબાવતો સૂર્ય જોતજોતમાં આખી પૃથ્વી 
પાન નં 183 
અને આખા અવકાશને ભરી દેશે ! બાલસૂર્ય સરખો ચમકતો ઉદય 
વર્ષમાં , બે વર્ષમાં , પાંચ વર્ષમાં , દસ વર્ષમાં પોતાના પ્રકાશથી સમગ્ર 
હિંદને ભરી દેશે ! સંતતિપરિવારની વિકસતી કિરણાવલિ . . . . . ભલે એ 
ઝાલારાણીની કન્યા પરણી લાવે ! 
સૂર્યોદય થયો ! સૈન્ય અદૃશ્ય થ૟ું . પન્ના ઝરૂખો છોડી ઓર - 
ડામાં ગઈ . બંને મહારાણીઓને તો હજી ક્ષિતિજમાં જોયા જ કરવું 
હતું ; પરંતુ સૂર્યોદયે તેમને તેમ કરતાં વાર્યા . ઝરૂખામાંથી જતાં 
જતાં બંને મહારાણીઓની દૃષ્ટિ એક થઈ . બંનેની દૃષ્ટિને ઉદય ગમતો 
હતો ; પરંતુ એક મહારાણીને બીજી મહારાણીની દૃષ્ટિ ગમી કે નહિ 
તે કોઈથી કળાય એમ ન હતું . બંનેએ મળેલી નજર ફેરવી લીધી 
અને પોતપોતાના આવાસમાં બંને રાણીઓ અદૃશ્ય થઈ ગઈ . 
પરંતુ ચીતોડગઢની રાણીઓની દૃષ્ટિએ અદૃશ્ય થયેલું સૈન્ય 
ખેરવાથી નીકળેલી લગ્નોત્સુક ઝાલા યુવતીને મન અદૃશ્ય થયું ન 
હતું . ઊંચીનીચી ડુંગરમાળ આંખને ભલે રોધતી હોય ; એના હૃદયની 
આંખને ઘન પર્વતો કે જડ અવકાશ રોધી શકતા ન હતા . આગળ 
અને આગળ ધસતા ઉદયના સૈન્યને તે જાણે નિહાળ્યા જ કરતી 
હતી . સૈન્યને મોખરે ઉદય જ હોય ! ઉદયના રૂપની એણે ક્યારની યે 
કલ્પના કરી લીધી હતી . ઘડીમાં તે ગાઉના ગાઉ કાપી નાખતો 
દેખાયો . સૈનિકો થાકતા હોય પણ ઉદય કદી થાકે જ નહિ ! અરે , 
એણે ઉતાવળ આવવા માટે ભોજન પણ ઘોડા ઉપર જ લીધું હશે . . . . ! 
કદાચ ભોજન તો શું , પણ ટીપું પાણી પણ એણે ન પીધું હોય ! 
ઝાલી કન્યાએ ક્યાં પાણી પણ લીધું હતું ? એ પણ એક નાનકડા 
સૈન્ય સાથે પોતાના મનમાન્યા પ્રીતમને મળવા આગળ અને આગળ 
વધતી હતી . 
કદાચ માલદેવને ખબર પડી હોય , અને તે એને પકડવા તેની 
પાછળ ઝડપથી આવતો હોય તો ? આવે તો ય શું ? દેહ તો પોતાની 
જ મિલકત ! એને ધારીએ ત્યારે ફેંકી દેવાય . માલદેવ ભલે ને આવે ! 
પાન નં 184 
છતાં ઝડપથી આગળ વધી રહેલા ઝાલા રાણાની કન્યા સ્વરૂપરાણી 
સંકેત પ્રમાણે આજે સૂર્યાસ્ત પહેલાં ઉદયને મળવાની આશા રાખી 
રહી હતી ; એ આશા એના પ્રવાસને શ્રમરહિત બનાવી દેતી હતી . 
બપોર થયાં . સ્વરૂપરાણીને એના સંરક્ષકોએ નીચે ઊતરી આરામ 
લેવા વિનંતી કરી . આખો બપોર સૈન્યટુકડી આગળ ને આગળ 
વધી રહી ; ત્રીજો પહોર થવા આવ્યો , છતાં સ્વરૂપાએ થોભવાની 
જરા ય ઇન્તેજારી દર્શાવી નહિ . ઉદય સાથે સ્વરૂપાને લગ્ન કરવું 
હતું ; આખા સૈન્યને નહિ . સ્વરૂપાને જેટલી તીવ્ર ઉત્કંઠા આગળ 
વધવાની હોય એટલી સૈન્યને ન હોય ! 
નહિ , નહિ ! એ ભાડૂતી ભાવ , પોતાના હક્ક અને પોતાની 
સગવડનો ભાવ તે સમયની પ્રણાલિકાને માન્ય ન હતો . માલિકની 
મરજી આગળ બીજા બધા ભાવ ગૌણ બની જતા . માલિક માટે 
મરવું એ લહાવો સહુને વહાલો હતો . સ્વરૂપાના જેટલી જ આગ્રહ - 
ભરેલી ચીવટથી સૈન્ય પણ આગળ ધપવા માંડ્યું હતું . સ્વરૂપાની 
સાથે પચાસ - સાઠ સૈનિકો હતા . 
ત્રીજો પહોર થયો . સામે દેખાતા ડુંગરમાંથી જાણે ધૂલીસેર 
જાગતી હોય એમ સ્વરૂપદેવીને લાગ્યું . ઉત્સાહપૂર્વક , વેગપૂર્વક આગળ 
વધતી કન્યાનું સ્ત્રીહૃદય જાગ્રત થયું . એ પાસથી ઉદય સિવાય 
બીજું કોઈ આવે એમ હતું જ નહિ . એના મુખ ઉપર રતાશ 
પ્રગટી નીકળી ; એના દેહે રોમાંચ અનુભવ્યો . સ્વરૂપરાણીની ગતિ 
ધીમી પડી ગઈ . એક ઊંચી ટેકરી ઉપર વૃક્ષઘટા હતી . વૃક્ષઘટામાં 
એક નાનકડું શિવમંદિર હતું . દૂર દૂર જોધપુર રાજ્યની વટાવેલી 
સરહદ દેખાતી હતી . હવે તો તે મેવાડનું ચમક ચમક થતા ધવલ 
પથ્થરોની ઓથે આવી ચૂકી હતી . મેવાડનું એક ગામ પણ બાજુએ 
દેખાતું હતું ; એક નાનકડું સરોવર પણ ડુંગરની સોડમાં ઝૂલી 
રહ્યું હતું . 
` અહીં જ ઠેરી જઈએ . ' રાજકન્યાની આજ્ઞા થઈ . 
પાન નં 185 
સહુ ત્યાં જ થંભ્યાં . ઘોડાના પગ વાગતા સંભળાતા હતા ; 
પાસે અને પાસે આવતા હતા . દૂરથી એક ગર્જના પણ સંભળાઈ : 
` હિંદવા સૂરજકી જય ! ' 
અને સામે શિખ઱ ઉપર એક ઘોડેસવાર આવી ઊભો રહ્યો . 
તેની પાછળ તુરત બીજા ઘોડેસવારો આવી શિખ઱ ઉપર ઊભા . 
` એ જ ઉદય ! ' સ્વરૂપનું હૃદય બોલી ઊઠ્યું . 
સ્વરૂપના પક્ષ તરફથી પણ જયનાદનો પડઘો પડ્યો . 
` હિંદવા સૂરજકી જય ! ' 
સવારો ઘોડા ઉપરથી ઊતરી પડ્યા અને ઘોડાને થાબડવા 
લાગ્યા . ઘોડા થાકી ગયા હતા ; સૈનિકોના મુખ ઉપર પણ તાપ 
અને ધૂળની અસર સારા પ્રમાણમાં દેખાતી હતી . ઉદયે એક ઘોડે - 
સવારને નીચે આવેલી ઘટા તરફ રવાના કર્યો , અને સૈનિકો સહ તે 
તલાવ તરફ વળ્યો . 
મેવાડને કુદરતે કેટકેટલાં સરોવરસાધન આપ્યાં છે ! વિશાળ , 
સાગર સરખાં સરોવરો એમાંથી રચી પ્રજાને એની પાળે પાળે વસાવી 
હોય તો પાણીની નિર્મળતા જીવનમાં ન પ્રગટી નીકળે ? 
ઉદયના મનમાં વિચાર આવ્યો . એનું હૃદય સરિતા , સરોવર , 
બાગબગીચા , વૃક્ષકુંજ , હરિયાળાં ઉપવનનાં સ્વપ્ન ઊભાં કરતું હતું . 
ચીતોડની કેટલી યે ટેકરીઓ ઉપર લીલોતરી વવરાવી હતી . 
પ્રથમ સહુએ ઘોડાને પાણી પાયાં . પાણી પી તૃપ્ત થયેલા 
ઘોડાઓને સહુએ છૂટા ચરવા મૂક્યા , અને ઉદય તથા એના સૈનિકોએ 
પોતાનાં હાથમુખ સરોવરમાં સ્વચ્છ કર્યાં . ઝાલા રાણાની ટુકડી 
તરફ મોકલેલો સવાર પાછો આવ્યો અને તેણે કહ્યું : 
` પિતા જીતસિંહ નથી ; સ્વરૂપદેવી છે . લગ્નની તૈયારી થઈ 
ચૂકી છે . ' 
શિવપાર્વતી સમક્ષ , વૃક્ષોએ સહજ બાંધેલા મંડપ નીચે ઉદય 
અને સ્વરૂપદેવીનાં લગ્ન ગોરજ મુહૂર્તે થઈ ગયાં . વીરલગ્નો કરાવનાર 
* 
﻿
unknown
03-08-17
Gujarati
+ 
પાન નં 186 
પુરોહિતો પણ વીર જ હતા . સૈનિકોનાં શસ્ત્ર - અસ્ત્ર ધારણ કરેલી બંને 
ટુકડીઓમાં સૈનિકોની બરોબરી કરે એવા બબ્બે ત્રણત્રણ બ્રાહ્મણ 
પણ હતા , જેમની જિહૂવાએ સરસ્વતી , હાથમાં શોભતી શકિત 
જેટલી જ ચમક સહ શોભતી હતી . 
` આજની રાત અહીં થોભી જઈએ . ' ઉદયે આજ્ઞા આપી . 
પાસેના ગામમાં ખબર પડી કે મેવાડના મહારાણા સીમમાં 
પધાર્યા છે અને તેમનાં લગ્ન પણ અહીં થઈ ચૂક્યાં છે . ઉત્સાહભર્યા 
ગામલોકો પણ ત્યાં આવી ચડ્યા . આખા ગામ સાથે સૈનિકોએ 
તેમ જ મહારાણાએ પણ ભોજન લીધું . ગ્રામસ્ત્રીઓએ પણ આવી 
મંગળ ગીતો ગાઈ શૂન્ય લાગતી વૃક્ષકુંજને ગીત અને ઢોલકથી 
ગજવી ; દાંડિયારાસ રમાયા અને મેવાડપતિએ પોતાના ગરીબ મનાતા 
ગ્રામીણોની સાથે દાંડિયા લઈ રાસમાં ભાગ લીધો . 
સ્વરૂપદેવીને લાગ્યું કે તેણે કરેલી ઉદયની કલ્પના સાચી પડી 
છે . ઇચ્છાવર વરવામાં તેણે ભૂલ કરી ન હતી . એના સાથમાં બે 
સખીઓ જ હતી - જે શસ્ત્ર પણ સજી જાણતી હતી . ગ્રામસ્ત્રીઓ 
આ રૂપાળી રાજવધૂને નિહાળી તેનાં ઓવારણાં લઈ રાચતી હતી . 
મધરાત વીતતાં સહુ આરામ લેવા વેરાતાં સૂતાં . 
ચન્દ્ર ઊગી ચૂક્યો હતો . ઘોડાના જીનનું ઉશીકું કરી સૂતેલા 
ઉદયને નિદ્રા ન આવી . એકલાએ ઊઠી આમતેમ ટહેલવા માંડ્યું - 
અલબત્ત ઉદયનો અંગરક્ષક જાગૃત જ હતો , અને ઉદયની સાથે જ 
એણે પગ મૂકવા માંડ્યાં . 
` તું સૂઈ રહે , રણમલ ! ' ઉદયે કહ્યું . 
` જી . ' કહી રણમલ ત્યાં જ થોભ્યો ; પરંતુ એ સૂતો નહિ 
જ . અંગરક્ષકથી આંખ મીંચાય જ નહિ ; જેની રક્ષા કરવાની હોય 
તેને જડાઈને જ આંખે ફરવું રહ્યું . ઉદય સરોવરનાં શાંત પાણીને 
ચન્દ્રથી ચમકતાં નિહાળી રહ્યો . ચન્દ્ર છે એ સત્ય ; પણ એ ન મળે 
આકાશમાં કે ન મળે પાતાળમાં - પાણીના પ્રતિબિંબમાં ! આકાશમાં 
પાન નં 187 
ઊડીને ચન્દ્રને અડકાય નહિ ; પાણીમાં આંગળી અરાડતામાં ઊર્મિઓ 
ચન્દ્રને આકૃતિહીન હિલોળા બનાવી દે ! 
ચન્દ્ર જેવી જ અપ્રાપ્ય નંદિની ! ગલોલ એના બેઢામાં મારી 
ત્યારે એ કેવી પ્રજળી ઊઠી હતી ! સ્ત્રી જ્વાલારૂપ હોય તો ય ગમે ! 
અને નંદિની ખરેખર જ્વાલાનો જ અવતાર હતી ! આજ રાત્રે જ 
જેનો હાથ ગ્રહ્યો એ સ્વરૂપદેવી પણ ખરેખર રૂપરૂપનો અંબાર જ 
હતી . ઉદયે એના રૂપનું વર્ણન સાંભળ્યું હતું - અને માલદેવની રૂપ - 
પરખ માટે ઉદયને માન ઉત્પન્ન થયું . પરંતુ આવી આદર્શ ક્ષત્રિયા - 
ણીઓનું પતિત્વ મળવા છતાં નંદિની ભુલાતી કેમ ન હતી ? નંદિની 
તો તેને ભૂલી ગઈ નહિ હોય ? 
ઉદય પાળ પર બેઠો . પાળ બાંધેલી ન હતી . એણે નિશ્ચય 
કર્યો કે આ સરોવરને આરસની પાળ બાંધવી ! આજના પ્રસંગને 
એ રીતે જીવંત બનાવી ગામને પાણીની કાયમ સગવડ કરી આપવી . 
કોણ જાણે કેમ ઉદયને પાણી , પાણીના પુંજ , પાણીનાં વહેણ , પાણી - 
ના ધોધ અને પાણીના ફુવારા બહુ ગમતા . 
સરોવરમાં તેણે પગ બોળ્યો . આઠ - દસ લહરી સરોવરમાં ચીત - 
રાઈ રહી . કેટલે સુધી આ લહરીઓ ગઈ હશે ? તેણે લહરીની 
જોડે જોડે પોતાની દ્રષ્ટિને જવા દીધી . લહરી ક્યાં અટકી ? દૂર , 
દૂર . . . . એક સહેજ સ્પર્શ કેટલે પહોંચી ગયો ? આખી દુનિયાને 
કોણ સ્પર્શી શકે ? સૂર્ય કે ચંદ્ર . 
ઉદયે પગ લેઈ લીધો . થોડી વાર શાંતિથી એ પાણીમાં સ્થિર 
બનતા ચંદ્રને નિહાળી રહ્યો . પવનની આછી આછી લહરી ઊર્મિઓ 
રચતી હતી ; પરંતુ એક વિશાળ ઊર્મિ આવીને તેની પાસે કેમ 
વિલાઈ ગઈ ? કોઈ તળાવમાં પડ્યું શું ? દૂર ત્રણ પરીઓ આવી 
તળાવકિનારે રમતી હતી . પરીઓ સંતાઈને જોવાય . દિવ્ય સત્ત્વોને 
ખુલ્લી આંખે જોવાં હોય તો આંખ સિવાયનો આખો દેહ સંતાડી 
દેવો પડે ! ઉદય પાળના અનુકૂળ ભાગમાં સંતાઈ ગયો . સૌંદર્ય 
પાન નં 188 
નિહાળવામાં પાપ શાનું ? 
ન હોય એ પરીઓ ! એ ત્રણે માનવયુવતીદેહ હતા . સ્વરૂપ 
અને એની સખીઓ ? એ જ ! સ્નાન માટે આવી હતી , ખરું ? 
પ્રભાત થવા આવ્યું હશે ? ચંદ્ર ચમકતો હતો . તારા પણ આંખ - 
મિચકારા કરી રહ્યા હતા . માનવીની વધારે પાસે આવી શકાય . 
સ્ત્રીસ્નાનનાં ચિત્રો ચીતરતાં ચિત્રકારો કદી થાક્યા જ નથી . ઉદય 
એ જીવંત ચિત્ર જોવું કેમ જતું કરે ? 
સંતાતો તે આગળ આવ્યો . સ્વરૂપ અને તેની સખીઓ પાણીમાં 
ઊતરી હતી અને પાણીને ઉછાળી રહી હતી . પાણી એટલે જ તોફાન ! 
એક સખીએ સ્વરૂપ ઉપર પાણી છાટ્યું : સ્વરૂપે તેને સામી છાલક 
મારી ; ત્રીજી સખી એમાં સામેલ થઈ ગઈ , અને અરસપરસ એટલું 
પાણી ઉછાળવા માંડ્યું કે તેમની આંખો તેમને બંધ કરવી પડી . 
તેમને રમતમાં અને રમતમાં આંખો બંધ કરી પાણી ઉછાળવામાં 
ખબર પણ ન પડી કે પાળ ઉપર આવી ઊભેલા ઉદયને પણ એ 
પાણી છાંટી દેતું હતું ! 
એક સખીએ આંખ લૂછતાં બીજી પાસ મુખ ફેરવી પાળ ઉપર 
ઊભેલા એક પુરુષને નિહાળ્યો . સ્ત્રીસહજ સંકોચ તેને થયો ; સાથે 
સાથે આમ કોઈ પુરુષ આવી ઊભો રહે એ જોઈ તેને સહેજ ક્રોધ 
પણ ચઢ્યો . 
` જુઓ ને બહેન ! કોણ ઊભું છે અહીં ? પુરુષોએ અહીં 
આવતાં શરમાવું જોઈએ . ' સખીએ કહ્યું . 
` હું શરમાઉં જ છું ! માટે તો આંખો બીજી પાસ લેઈ લીધી 
છે . ' ઉદયે કહ્યું . 
સ્વરૂપને માલદેવનો ભ૟ સતત લાગ્યા જ કરતો હતો . પુરુષનું 
નામ સાંભળતાં તેને કંપ સહ માલદેવનું જ સ્મરણ થયું ; પરંતુ 
બીજી જ ક્ષણે તેણે ઉદયના કંઠને ઓળખ્યો . અને ઉદયના દેહને 
પણ ઝડપથી ઓળખ્યો . સખીઓ ભીનાં વસ્ત્ર સહ બહાર નીકળી 
પાન નં 189 
દૂર મૂકેલાં કોરાં વસ્ત્ર લેઈ વૃક્ષઘટા તરફ ઝડપથી ચાલી ગઈ . આખી 
સૃષ્ટિમાં ચંદ્ર અન જળ બે જ પરસ્પરને હસતાં હતાં . ઉદય અને 
સ્વરૂપ એકબીજાથી મુખ ફેરવી ઊભાં હતાં ત્યાં જ ઊભાં રહ્યાં : 
સ્વરૂપ પાણીમાં અને ઉદય પાળ ઉપર ! ચંદ્ર અને જળ હસે જ 
ને ? થોડી વાર ત્યાં સુધી કોઈ ખસ્યું જ નહિ - અલબત્ત , સ્થળ 
વિશાળ હતું એટલે આડી આંખે એકબીજાને ન દેખે એમ તો 
હતું જ નહિ . 
માનવી અબોલ પણ ક્યાં સુધી રહે ! - વાણી સરખું વિચાર 
અને ભાવનું વાહન મળ્યા પછી ? 
` રાણીજી ! કહેશો નહિ , બોલશો નહિ ત્યાં સુધી હું આમ 
ને આમ ઊભો જ રહીશ . કોરાં વસ્ત્ર તમારી પાસે જ છે . ' 
ઉદય દસેક ક્ષણ રહીને બોલ્યો . 
સ્વરૂપરાણીએ પાછળ જોયું . ઉદય પીઠ ફેરવી ઊભો હતો 
તેમ જ ઊભો રહ્યો . સ્વરૂપને ભયંકર મૂંઝવણ થઈ , છતાં બીજો 
ઇલાજ ન હતો . ઉદય ખસે એમ લાગ્યું નહિ ; અને ભીનાં વસ્ત્ર 
અનંતકાળ સુધી કાંઈ પહેરી રખાય નહિ . બહુ જ સંકોચ સહ 
અત્યંત ઝડપથી એણે એક કોરું વસ્ત્ર ભીનાં આંતરવસ્ત્રો ઉપર નાખી 
દીધું . ઉદયે તે જોયું અને સ્વરૂપની સામે આવી ઊભો રહ્યો . 
` સ્વરૂપ ! સમાચાર મળે છે કે માલદેવ આપણી બહુ જ નજીક 
આવી પહોંચ્યો છે ' ઉદયે કહ્યું . 
` ભલે આવે ; મને હવે ભ૟ નથી . સિસોદિયા કુળની રાણી 
છું . ' સ્વરૂપે જવાબ આપ્યો . 
` તને સ્વરૂપ ! . . . . ખબર તો હશે જ કે તું મારી ત્રીજી રાણી છે ? ' 
` હા . ' 
` એ સ્થિતિ ગમશે ? ' 
` એ પ્રશ્ન હોત તો હું જાતે વર કેમ શોધી લેત ? ' 
` બબ્બે પત્નીઓનો પતિ તને શું સુખ આપશે ? ' 
પાન નં 190 
` હસ્તમેળાપ પહેલાં કેમ ન પૂછ્યું ? ' 
` તારા લગ્નમાં મારી બંને પત્નીઓની સંમતિ હતી . જરા 
મોડું . . . પણ તને પૂછી જોઉં કે . . . . હું પતિ તરીકે નિષ્ફળ નીવડીશ 
. . . તો . . . . ' 
` હવે " તો " નો પ્રશ્ન જ નથી . અગ્નિ સમક્ષ આપણે એક - 
બીજાંનો હાથ ઝાલ્યો - પ્રત્યક્ષ . . . જે સિસોદિયાવંશ ભાગ્યે જ કરે . . . 
એ લહાવો મારે બસ છે . ' 
` સ્વરૂપ ! તું સહેજ થરથરે છે . પૂરાં વસ્ત્ર પણ બદલ્યાં નથી ! 
અને આપણે આ ક્ષણે જ અહીંથી ચાલ્યા જવું પડશે . ' 
` હું તૈયાર જ છું . આપ કહો ત્યાં ચાલું . ' 
` શું તૈયાર છે ? જો ને ! આ મુખ ઉપર તો હજી પાણીનાં 
ટપકાં ઊતરી આવે છે . . . . ' કહી પોતાના હાથ વડે સ્વરૂપના કપાળ 
ઉપર મોડનાં મોતી સરખાં ચારપાંચ ટીપાં ઉદયે લૂછી નાખ્યાં . 
સ્વરૂપરાણીને હવે સાચો કંપ થયો . ભીનાં વસ્ત્રો અને શીતળ લહરી 
કેટલો કંપ ઉપજાવે છે ! સ્વરૂપથી બોલાયું નહિ . તેની આંખ જમીન 
ઉપર ઢળી પડી . ચંદ્રે એક નાની રૂપેરી વાદળી મુખ ઉપર ખેંચી 
લીધી . દૂરથી એક માણસ તેમના તરફ આવતો દેખાયો . 
` જો , મને બીજું તેડું આવ્યું ; હું જાઉં છું . તું પાછળ 
જલદી આવ . આપણે બંને ઘોડા ઉપર કોમલમેર ચાલ્યાં જઈએ . 
સૈન્ય પછીથી આવશે . ' - - કહી સ્વરૂપના ગાલ ઉપર ફરીથી ઊતરતા 
એક વારિબિંદુને ખસેડી ઉદય ત્યાંથી ચાલ્યો ગયો . થોડી ક્ષણ સુધી 
સ્વરૂપના પગ પૃથ્વી ઉપર ચોંટી રહ્યા . ઉદય અને તેને બોલાવવા 
આવતો સૈનિક બંને વૃક્ષઘટામાં અદૃશ્ય થયા એમ તેણે નિહાળ્યું 
ત્યારે સ્વરૂપદેવી સહેજ હાલી શકી 
( શબ્દ = 4256 ) 
પાન નં 458 
ભાગ - છઠ્ઠો 
અને ચીતોડમાં તો હવે અનાજ ખૂટી ગયું હતું . પંદર દિવસ 
અર્ધભૂખ્યા લડતા સૈનિકો માટે હવે એક દિવસ ચાલે એટલો પણ 
ખોરાક ન હતો . જયમલે સરદારો અને સૈનિકોને બોલાવ્યા અને 
તેમની સલાહ લીધી . 
` બહાદુરો ! ગઢમાં ખોરાક નથી ; એટલે અંદર મૃત્યુ અવશ્ય 
છે . બહાર દુશ્મનોની તોપતલવાર ઝૂઝે છે ; બહાર પણ મૃત્યુ અવશ્ય 
છે . કયું મૃત્યુ પસંદ કરવું છે ? ' 
` આપ કહો ! મેવાડને શોભે એવું મૃત્યુ જ અમે પસંદ 
પાન નં 459 
કરીશું . ' 
હવે આપણા જીવતાં કિલ્લો દુશ્મનને સોંપાય નહિ જ . વિષ્ટિને 
બહાને આપણે સાંઈદાસને મોકલ્યા હતા . એ જોઈ આવી કહે છે 
કે રાણાજીએ મોકલેલી સહાય આપણને પહોંચી નથી અને પહોંચશે 
પણ નહિ . કેસરિયાં સિવાય મને હવે બીજો માર્ગ દેખાતો નથી . ' 
` જય એકલિંગજી ! એ ધન્ય મોત અમને કબૂલ છે ! ' કહી 
સહુએ સંમતિસૂચક ગર્જના કરી . 
સૈનિકસભામાં બીડાં વહેંચાયાં ! એકેએક સૈનિક બીડું ઊંચકી 
મુખમાં મૂક્યું અને મોતને આહ્્વાન આપ્યું . ચીતોડમાં અદમ્ય 
ઉત્સાહ ફેલાઈ રહ્યો . જયમલે જાહેર કર્યું કે સવાર થતાં જ દરવાજા 
ખોલી નાખવા અને મસ્તક હાથમાં લઈ દુશ્મનો ઉપર તૂટી પડવું ! 
પરંતુ કેસરિયાં એટલે ? પુરુષો જ સંહારને ભેટે એમ નહિ ; 
રજપૂત રમણીઓ અને કન્યકાઓ પણ સંહારને ભેટે ! પરાજય 
સાથેની અપકીર્તિ અને સંભવિત ભ્રષ્ટતા પુરુષો કરતાં સ્ત્રીઓને 
વધારે સાલે ! ક્ષત્રિયની માતા - ભાવિ માતા પણ - એવા પુત્રને જન્મ 
આપવા માગતી જ નથી કે જેને મૃત્યુ ભય પમાડે ! માતા જ 
મૃત્યુથી ડરે તો પુત્ર કેમ કરી મૃત્યુનો સામનો કરે ? ક્ષત્રિયાણી 
એટલે જ મોતને હસતું નારીતત્ત્વ ! 
અને વિજયનશો પીધેલો સૈનિક એટલે ? સંસ્કારની છાંટ પણ 
વીસરી જતો પશુ ! નારીદેહ સતત માગતો વરુ ! અગ્નિ સમીપ , 
સૂર્ય સમીપ , બ્રાહ્મણ અને દેવપિતૃ સમીપ પતિને સોંપેલો દેહ અન્ય 
પુરુષનો સ્પર્શ પણ પામે તો તે ભ્રષ્ટ બની જાય ! નારીદેહ એટલે 
ફાવે તે પુરુષને હાથ ફેંકવાનું , ક્ષણે ક્ષણે પુરુષની લાલસાને સંતોષ - 
વાનું રમકડું નથી જ . પુરુષના સમોવડી જ એ સંસ્કારની તેજ - 
ધારા છે જે મનગમતો પુરુષ પસંદ કરે છે - મનગમતી , મુક્્ત માન - 
ભરી જીવનચર્યા પસંદ કરે છે અને કુદરતદીધું - ઈશ્વરદીધું માતૃત્વ 
સાર્થક કરવા મનગમતાં પુત્રપુત્રીને જન્મ આપે છે ! નારી એટલે 
( શબ્દ = 248 ) 
* 
﻿
unknown
03-08-17
Gujarati
+ 
SWATI PAREKH . 
360		સૌંદર્ય મીમાંસા 
0		આધુનિક ઢબે સૌંદર્ય જાળવણી 
3પાન નં 10 
0		1 . ફેસીયલ 
ફેસીયલ શા માટે ? : મગજ અને વિચારોનું પ્રતિબિંબ ચહેરા 
પર પડે છે . જેને બહુ ચિંતા કે ટેન્શન રહેતું હોય તેનાં મોં પર 
હોય તેનાથી વધુ ઉંમર દેખાય છે . ફેસીયલથી વધારે ઉઁમર દેખાતી 
નથી . ઉપરાંત રક્્તપરિભ્રમણ વધે છે . પરિણામે સુંદરતા , રંગ વગેરે 
પણ ખીલે છે . ફેસીયલથી ચહેરાના સ્નાયુઓ પણ મજબૂત બને છે . 
ચહેરા પર પડતી કરચલીઓ તેમજ ચરબી જામેલી હોય તે ફેસીયલથી 
દૂર થાય છે . ટૂંકમાં , ફેસીયલથી ચહેરાને પૂરતી કસરત મળે 
છે , પરિણામે વ્યક્્તિ વધુ સુંદર દેખાય છે . ય 
ફેસીયલ વારંવાર બ્યૂટિપાર્લરમાં જઈને કરાવવું દરેકને પોષાતું 
નથી . ઘરમાં જે જો તે કરવાની પદ્ધતિ જાણી લઈએ તો આપણે 
સમય તથા પૈસા વેડફતા અટકાવી શકીએ . 
રીત : પ્રથમ તમારા વાળ ઊંચા બાંધી દો . પછી રૂ વડે ક્લી - 
નસિંગ મિલ્ક ચહેરા , ગરદન પર લગાડી બીજા રૂ વડે તે લૂંછી નાખો . 
તેથી ચહેરા પરનો મેલ અને ચીકાશ નીકળી જશે . બજારુ ક્લીનસિંગ 
3પાન નં 11 
મિલ્કની જગ્યાએ જો કુદરતી ક્લીનસિંગ મિલક વાપરવું હોય તો 
દૂધમાં લીંબુ નિચોવી તે રૂ વડે લગાડો , અથવા ચણાના લોટથી કે 
સ્નાન - ડસ્ટ પાઉડરથી મોં ધોઈ નાંખો તો પણ ચાલે . ત્યાર બાદ 
કોલ્ડક્રીમ વડે મસાજ કરો . કોલ્ડક્રીમ ન લેવું હોય તો કુંકુમાદિ 
તેલ કે બદામના તેલ વડે મસાજ કરવું . મસાજ નીચેની પદ્ધતિ 
પ્રમાણે કરવું . 
મસાજ : 
રીત : પ્રથમ ગરદન તથા 
ગળા પર તેલ કે ક્રીમ લગાડી 
નીચેથથી ઉપરની તરફ આંગળીઓ 
વડે 5 મિનિટ મસાજ કરવું . 
ત્યાર બાદ દાઢીથી ગાસલની તરફ 
નીચેથી ઉપર હાથ લઈ જવો . 
દાઢી પર રાઉન્ડમાં અંગૂઠા દ્વારા 
મસાજ કરવું . બંને ગાલ પર 
પણ રાઉંન્ડમાં મસીજ કરો . 
( જુઓ આકૃતિ 1 ને 2 ) ત્યાર 
બાદ નાકના આકારની દિશામાં જ 
3પાન નં 12 
નીચેથી ઉપર તરફ આંગળીઓ લઈ જાવ . બંને હોઠની કુદરતી દિશામાં 
જ મસાજ કરો . ત્યાર બાદ આંખ નીચે બીજી આંગળી વડે મસાજ 
કરો તથા આંખના પોપચા પર ત્રીજી આંગળી વડે હળવા હાથે મસાજ 
કરો . છેલ્લે કપાળ પર વચ્ચેથી આંગળી લઈ કાન તરફ બંને હાથની 
આંગળીઓ વડે ભાર દઈને મસાજ 
કરો . ( જુઓ આકૃતિ 3 ) આમ આ 
મસાજ 10 થી 15 મિનિટ સુધી 
કરવું . મસાજ પૂરો થયા બાદ 
આંગળીઓ વડે ગરદન તથા મોંને 
હળવે હાથે થપથપાવવું . 
મસાજ પૂરો થઈ ગયા બાદ 
સ્ટીમિંગ કરવું . તે માટે વાસણમાં 
ગરમ પાણી ઉકાળવું . આદુનિક 
ફેસીયલમાં તો ફક્્ત પાણીની જ વરાળ આપવામાં આવે છે . પરંતુ 
તે પાણીમાં લીંબુ , ગ્લિસરીન , મજીઠ , જો ખીલ હોય તો લીમડાની 
છાલ વગેરે નાખી વરાળ લેવામાં આવે તો સુંદર પરિણામ મળે છે . 
આ વરાળવાળા વાસણ પર મોં મૂકી ઉપરથી જાડો ટુવાલ ઓઢી લેવો . 
જેથી વરાળ બહાર ન નીકળી જતાં મોં પર તથા ગરદન પર બાફ 
લેવો . આતી ચામડીનાં બંધ છિદ્રો ખૂલે છે અને તેમાંથી કચરો બહાર 
નીકળી જાય છે તથા રક્્તપરિભ્રમણ વધે છે . ઉપરાંત તેના પછી 
લગાડવામાં આવતાં માસ્કનાં ઔષધો પોર્સ દ્વારા અંદર પહોંચી શકે 
છે . વરાળ લીધા પછી રૂ વડે મોં લૂંછી લેવું . બ્લેક હેડ્્ઝને દબાવીને 
કાઢી નાખવા . ત્યાર બાદ માસ્ક લગાડવો . 
માસ્ક ( ફેસ પેક ) જુદી જુદી ચામડીના પ્રકાર પ્રમાણે લગાડવામાં 
આવે છે . 
3પાન નં 13 
ડ્રાયસ્કીન માટે : ( 1 ) ત્રણ 
ચમચી જવનો લોટ , બે ચમચી 
મધ અને બે ચમચી ગરમ દૂધ 
આ બધું મિક્્સ કરી મોઢા પર 
લગાડવું . ( 2 ) કેળાની છાલ લઈ 
તેને સારી રીતે ધોઈ નાખી અડઘા 
કપ દૂધ સાથે મિક્ષ્ચરમાં બરાબર 
એકરસ કરી દેવું અને જરૂર પડે 
ત્યારે છૂટથી ઉપયોગ કરવો . આ 
મિશ્રણને ફ્રીજમાં પણ સાચવી 
શકાય છે . શક્ય હોય ત્યાં સુધી તાજું બનાવવું . ( 3 ) વર્ણક્લેપ દૂધ 
સાથે લગાડવું . 
઒ઈલી સ્કીન માટે : ( 1 ) ઒ઈલી સ્કીન ( તેલવાળી ચામડી ) - 
વાળાએ મુલતાની માટી તેમાં સુખડના તેલના 4 - 5 ટીપાં નાખવા 
તથા તેમાં ગુલાબજળ ઉમેરી તે લગાડવું . ( 2 ) છાશને 7 - 8 કલાક 
સુધી રાખી મૂકો , પરિણામે ઉપર પાણી તરી આવશે . આ નીતર્યું 
પાણી ચોખ્ખી બાટલીમાં ભરી લેવું અને મોઢું ધોવા તથા લગાવવા 
માટે ઉપયોગમાં લેવું . ( 3 ) વર્મક્લેપમાં મધ + લીંબુ મિક્સ કરી 
લગાડવું . આનાથી ચામડીનો રંગ ગોરો બને છે . 
નોર્મલ સ્કીન માટે : ( 1 ) નોર્મલ સ્કીનવાળાએ જવનો 
લોટ , મલાઈ , હળદર તથા ચંદન દૂધમાં મિક્સ કરી લગાડવું . આ 
ફેસપેક આખા ચહેરા તથા ગરદન પર લગાડી 15 મિનિટ સૂઈ રહેવું . 
ત્યાર બાદ જ્યારે ચામડી તણાવા લાગે ત્યારે હૂંફાળા પાણીથી રૂ વડે 
ચહેરો ધોઈ નાખવો . ત્યાર બાદ ચહેરા પર બરફ ઘસવો . ( 2 ) દસથી 
બાર બિયાં વગરની લીલી દ્રાક્ષ લો . તેમાં અડઘો કપ દૂધ ઉમેરો અને 
મિક્ષ્ચરમાં એકરસ કરી નાખો , નિયમિત આ મિશ્રણ વાપરો . આ 
મિશ્રણ પણ ફ્રીઝમાં સાચવી શકાય છે . ( 3 ) આવી ત્વચા માટે 
વર્ણક્લેપ દૂધ કે ગુલાબજળ સાથે લગાડવવાથી ત્વચા ગોરી બને છે . 
3પાન નં 14 
0	2 . મેનીક્યોર - પેડીક્યોર : 
મેનીક્યોર એઠલે કે હાથની સંભઆલ તથા પેડીક્યોર એટલે કે 
પગની સંભાળ . 
મેનીક્યોર : અઠવાડિયામાં એક વખત મેનીક્યોર કરવું જોઈએ . 
પ્રખમ નખ પરથી નેઈલ રીમુવર વડે 
નેઈલપ૊લિશ કાઢવી . ત્યાર બાદ નખ 
કાપી નેઈલફાઈલ વડે જરા ઘસવા , 
જેથી તે ખરબચડા ન રહે . જે લાંબા 
નખ રાખતું હોય તેણે નખને શેઈપમાં 
કાપી અંદરથી સાફ કરવા . ત્યાર બાદ 
ઓલીવ ઒ઈલથી હાથ ઉપર મસાજ 
કરવું . નખ ઉપર ગોળાકાર સ્થિતિમાં 
મસાજ કરવું . ત્યાર બાદ આંગળાને કસરત આપવી . એક એક આંગળીને 
પકડી ગોળ ગોળ ફેરવવી . કાંડું ગોળ ગોળ ફેરવવું . આકો હાથ દબાવવો . 
ત્યાર બાદ સાબુના હૂંફાળા પાણીમાં નખ 5 મિનિટ બોળી રાખવા , 
તે પછી નખ પર ક્યુટ્કલ સોફટનર લગાડી નખ પર આવી ગયેલ 
ચામડીની આવરણને ક્યુટિકલપુશર વડે દબાવવી . નખની આજુબાજુથી 
નેઈલબ્રશ વડે કચરો કાઢવો . આંગળીઓને પછી લીંબુના પાણીમાં 15 
મિનિટ બોળી રાખવી . ત્યાર બાદ હાથ લૂંછી નખ પર નેઈલપ૊લિશ 
કરવી . નેઈલપ૊લિશ કરતી વખતે પ્રથમ 
એકદમ પાતળું પડ નીચેથી ઉપર તરફ 
લગાડવું . સુકાયા બાદ બીજું પડ લગાડવું . 
પેડીક્યોર : મેનીક્યોરની જેમ જ 
પેડીક્યોર કરવું . પરંતુ તેમાં તળિયામાં 
ચાર્મિસક્રીમથી મસાજ કરવું તથા પાણીમાં 
પગ બોળ્યા પછી પ્યુમીકસ્ટોનથી એડી 
ઘસવી . જેથી વધારાની ચામડી નીકળી જાય . 
3પાન નં 15 
0મેનીક્યોર - પેડીક્યોર માટેનાં સાધનો : 
( 1 ) નેઈલપ૊લિશ રીમૂવર 	( 7 ) બે વાસણો 
( 2 ) નેઈલકટર		( 8 ) સાબુ તથા 1 લીંબુ 
( 3 ) નેઈલફાઈલ		( 9 ) ક્યુટિકલ સોફટનર 
( 4 ) ઓલીવ ઒ઈલ		( 10 ) ક્યુટિકરપુશર 
( 5 ) ચાર્મિસક્રીમ		( 11 ) નેઈલબ્રશ 
( 6 ) પ્યુમીકસ્ટોન 	( 12 ) નેઈલપોલિશ 	( 13 ) રૂ 
0	 3 . બ્લીચિંગ તથા વેકિંસગ : 
બ્લીચિંગ કેમ કરશો ? : બ્લીચિંગથી વાળ સોનેરી થઈ જાય 
છે . જેને મોં પર વાળ વધુ હોય તેને બ્લીચિંગ કરી શકાય , જેથીી 
સોનેરી થઈ ગયેલ વાળ જલદી દેખાતા નથી . 
રીત : પ્રથમ માથાના વાળ બરાબર બાંધી દેવા . પછી બે 
ચમચી બ્લીચિંગ પાઉડર લેવો . તેમાં 1।। ચમચો હાઈડ્રોજન પેરોક્્સાઈડ 
ઉમેરવું . જો બ્લીચિંગ પહેલી વાર કરતા હો તો 4 થી 5 ટીપાં એમોનિયા 
ઉમેરવું . આ પેક બ્રશ વડે આખા મોં પર લગાડી દેવો . લગાડતી 
વખતે હોઠ તથા આંખની આજુબાજુ ન 
લાગે તેનું ધ્યાન રાખવું . જો પહેલી વાર 
બ્લીચ કરતા હો તો પ્રથમ કાન નીચે 
થોડું લગાડી ટેસ્ટ કરી લેવો . જો લાલ 
રેશીઝ ન પડે અને બળ નહિ તો જ 
મોં પર લગાડવું . 
પહેલાં એકદમ પાતળો પેક લગા - 
ડવો . તે સુકાયા પછી બીજો પેક લગાડવો . 
તે સુકાયા પછી રૂ પાણીમાં બોળી 
ચહેરો સાફ કરી લેવો . છેલ્લે મોં પર 
કોલ્ડક્રીમ લગાડવું . 
3પાન નં 16 
વેક્સિંગ : હાથ તથા 
પગના અણગમતા વાળ દૂર 
કરવા માટે વેક્સિંગ કરાય 
છે . કેટલાક લોકો બગલમાં 
પણ વેક્સિંગ કરે છે . 
રીત : બુઠ્ઠી છરી વડે 
વેક્સ લઈ આખા હાથ કે 
પગ પર પાથરી દેવો . તેના 
પર તુરત જ કપડાંની પટ્ટી 
લગાડી પટ્ટી પર 2 મિનિટ 
હાથ ફેરવવો , જેથી તે ચોંટે . 
ત્યાર બાદ વાળની ઊંધી 
દિશામાંથી પટ્ટીનો ખૂણો 
પકડી એકદમ ઝટકા સાથે 
પટ્ટી ખેંચવી . બધા જ વાળ પટ્ટી પર ચોંટીને ઊખડી જશે . જ્યાં 
જ્યાં વાળ હોય ત્યાં ત્યાંથી આ રીતે કાઢી લેવા . પછી તેના પર 
તુરત જ પાઉડર લગાડી દેવો . બગલમાં હંમેશાં કોલ્ટવેક્સ જ વાપરવો . 
વેક્સ બનાવવાની રીત : 
1 કપ ખાંડમાં 1 કપ લીંબુનો રસ નાખી ગરમ કરવું . તે 
હલાવતાં જવું . ઘટ્ટ થાય ત્યારે ઉતારી લેવું . કોલ્ડવેક્સ બનાવવું 
હોય તો વેક્સ ઠંડું પડે ત્યારે તેમાં એક ચમચી ગ્લિસરીન ઉમેરવું . 
સુગંધી માટે ચંદનનો પાઉડર અથવા તેલ ઉમેરી શકાય છે . 
એક વાસણમાં પાણી લઈ થઈ ગયેલા વેક્સનું 1 ટીપું નાખવું . 
3પાન નં 17 
જો તે ફેલાય કકે ઓગળી જાય તો તે કાચો ગણાય , અથવા હાથ પર 
વેક્સ લગાડીને ઉપર કપડું લગાડવું . જો વેક્સથી કપડાંની બીડજી બાજુ 
ભીંજાઈ જાય તો વેક્સ કાચો ગણાય છે . 
0	 4 . મેકઅપ : 
મેકઅપ માટેનાં સાધનો : 
( 1 ) ક્લીન્સિંગ મિલ્ક 	( 5 ) મસ્કરા 	( 9 ) લીપગ્લોવ 
( 2 ) સ્કીનટોનિક અને ફ્રેશનર		( 6 ) આઈશેડો		( 10 ) લીપસ્ટિક 
( 3 ) ફાઉન્ડેશન 	( 7 ) બિન્દી		( 11 ) ઱ૂઝ 
( 4 ) પાઉડર		( 8 ) આઈબ્રોપેન્સિલ 
પહેલા હેરસ્ટાઈલ કરવી . પછી ચહેરા . ગરદન તથા ડોક પર 
ક્લિન્સિંગ મિલ્ક રૂ વડે લગાડી ચામડી સાફ કરવી . આનાથી છિદ્રો 
ખૂલી જઈ અંદરથી કચરો રૂ વડે સાફ થઈ જાય છે . તેના પછી સ્કીન - 
ટોનિક અને ફ્રેશનર લગાડવું . જેથી ખૂલી ગયેલાં છિદ્રોને ટોનિક મળે . 
ત્યાર બાદ ફાઉન્ડેશન લગાડવું . તેને ભીના સ્પેજ વડે મોં , કાન , ગળું 
તથા પીઠ પર ફેલાવવું . ફાઉન્ડેશન હંમેશાં પોતાની ચામડીના કલરને 
મેચ થતો જ લેવો . તેના પર પાઉડર લગાડવો . ફાઉન્ડેશન કરતાં એક 
Stape ડાર્કશેડ પાઉડરનો લેવો . આમ , આ ચહેરાના મેકઅપ પછી 
આંખનો મેકઅપ કરવો . તેમાં પ્રથમ આવે મસ્કરા . પ્રથમ બ્રાઉન મસ્કરા , 
પછી તેના પર કાળો મસ્કરા લગાડવો , જેથી આઈલેશીશ જાડી લાગે . 
મસ્કરા માટે વાળની દિશાએ નીચેથી ઉપર તરફ આંખની પાંપણ પર 
બ્રશ કરવું . તે જ રીતે નીચેની પાંપણના વાળ પર કરવું . આ પછી 
આઈશેડો કરવું . જનરલી ક૊ફી કલરનો આઈશેડો વધુ સારો લાગે છે , 
નહિ તો જે કલરની સાડી હોય તે કલરનો પણ લગાડી શકાય . આ 
માટે બ્રશ નાક તરફથી બહારની તરફ પાંપણ પર સળંગ લઈ જવો . 
છેક વાળની કિનારીથી તેના ખાડા સુધી કરવું . પછી આંખની પાંપણ 
પર વાળની જરા ઉપર આઈલાઈનર કરવી . પછી બિંદી કરવી . ત્યાર બાદ 
લીપસ્ટિક કરવી . પ્રથમ જે કલરની લીપસ્ટિક હોય તે કલરનું લીપગ્લોવ 
3પાન નં 18 
લગાડવું . તેના પર લીપસ્ટીકને આઆઉટલાઈન આફવી . ત્યાર બાદ તેની 
વચ્ચે લીપસ્ટિક ભરવી . છેલ્લે બ્લશોન કરવું . કપાળ પર , ગાલ પર , 
નાક , દાઢી તથા કાન પર આછા હાથે રૂઝ લગાડવું . ગાલના ઉપરના 
ભાગ પર જરા વધુ લગાડવું . 
રૂઝ બ્રશમાં લઈ ગાલથી કપાળ ( કાન તરફથી દિશાએ ) હળવા 
હાથે એકદમ ઝડપથી લગાડવું , જેથી એકસરખું લાગે . 
નવવધૂ ( બ્રાઈડલ - દુલ્હન ) નો મેકઅપ : બ્રાઈડલ મેકઅપમાં 
આગળ બતાવ્યા પ્રમાણે મેકઅપ કરવો . પછી બ્રાઈડને કપાળ પર બિંદી 
કરી તેની પર જરી લગાડવી અતવા તો વચ્ચે બે દાણા ચોખાના 
ચોંટાડવા . મોટી બિંદી કરી નીચે નાની બિંદી કરવી . ત્યાર બાદ ટીકા 
કરવા . ટીકા જનરલી સફેદ અને લાલ અઅતવા તો સફેદ અને મ઱ુન 
કલરના કરવા . અંબોડાના એકદમ પાતળા સોયાથી પ્રથમ લાલ બિંદી 
ઝીણી ઝીણી પાસે પાસે આઈબ્રોની દિશામાં જ આઈબ્રોશી જરાક 
ઉપર કરવી . પછી બે લાલ ટીકાની વચ્ચે પરતું તેની ઉપરની લાઈનમાં 
સફેદ ટીકા લાઈનમાં તે જ ક્રમથી ટીકા કરવા . ટીકા બધા એકસરખા 
જ આવે તેનું ધ્યાન રાખવું . 
નવવધૂને રીસેપ્શન વખતે ટીકા કાઢી નાખવા . તે માટે ટીકા 
કાઢી ફાઉન્ડેશ઩થી ફરી ફાનિલિંગ કરી પાઉડર લગાડી ચાંદલો કરવો . 
નવવધૂને મોટે ભાગે એકદમ લાલ લીપસ્ટિક લગાડવી અથવા 
લાલ તથા મ઱ુન મિક્સ કરીને પણ લગાડી શકાય . 
પેન - કેક મેકઅપ : આ કરતી વખતે ફાઉન્ડેશન લગાડવું નહિ , 
પરંતુ પેન - કેક જ લગાડવું . જે કલરનો શેડ આનો લીધો હોય તે 
જ કલરનો પાઉડર લગાડવો . પેન - કેક સીધો લાગતો નથી તેથી 
સ્પંજ ભીનો કરીને ઘસીને લગાડવું . આ મેકઅપ વરસાદની ઋતુમાં 
વધુ સારો રહે છે , કારણ તે જલદી નીકળી જતો નથી . ગરમીની 
ઋતુમાં પણ પરસેવો વગેરે થવાને કારણે સામાન્ય રીતે આ મેકઅપ 
લાંબો સમય રહી શકે છે . 
જેની ડ્રાયસ્કીન હોય તેણે ક્રીમી ટાઈપના ઱ૂઝ , આઈશેડો વગેરે 
વાપરવાં તથા લીક્વીડ આઈલાઈનર વાપરવી . 
3પાન નં 19 
જેને ચામડી પર ખૂબ ખીલ થતા હોય તેણે ફેસક્રીમ , સ્કીનફૂડ 
વગેરે ન વાપરવું . તેણે મેડિકેટેડ એન્ટીસેપ્ટિક ફાઉન્ડેશન વાપરવું . 
ફેસપાઉડર પણ કોઈ મેડિકેટેડ લેવો . 
જો આંખ નીચે કાળાં કૂંડાળાં હોય તો આંખની નીચે ફાઉન્ડેશન 
તથા પાઉડર એકદમ આછો લગાડો તથા ચહેરા પર જરાક ઘેરો , જેથી 
કૂંડાળાં દેખાતાં ઓછાં થશે . 
0 લીપસ્ટિક : 0આખા ચહેરાના મેકઅપમાં હોઠનો મેકઅપ - 
લીપસ્ટિક એ સૌથા અગત્યની વસ્તુ છે . તેનાથી જ સંપૂર્ણ ચહેરાના 
મેકઅપનો , વેશભૂષા વગેરેનો ઉઠાવ આવે છે . જો તે બરાબર ન હો૟ 
તો આખો મેકઅપ ફિક્કો લાગે . લીપસ્ટિકથી ચહેરો સરસ દેખાય 
છે . ચહેરાની સુંદરતા અને આકર્ષણ વધે છે . એથી વિશેષ તો લિપસ્ટિક 
વડે હોઠના આકારો પણ બદલી શકાય છે . 
લીપસ્ટિક લગાડવી તે પણ એક કળા છે . કલાત્મક રીતે લગાડેલી 
લીપસ્ટિક કંઈ ઓર જ સૌંદર્ય બક્ષે છે . હવે જોઈએ લગાડવાની રીત . 
3પાન નં 20 
તો પ્રથમ હોઠ ક્લીનસિંગ મિલ્કથી ઱ૂ વડે સાફ કરો . પછી 
તેના ઉપર ફાઉન્ડેશન લગાડી સુકાવા દો . પછી બ્રશ વડે લીપસ્ટિક 
લગાડવી . પ્રથમ મોં ખોલો , પરંતુ હોઠ ખેંચવા નહિ . હાથની કોણી 
ટેબલ પર ટેકવો , જેથી હાથ સ્થિર રહે . હવે હોઠ પર પહેલાં જે 
રંગની લીપસ્ટિક હોય તે રંગનું લીપગ્લોવ લગાડો . પછી બ્રશ વડે 
ઉપરના તથા નીચેના હોઠની આઉટલાઈન કરો . તેની વચ્ચે બ્રશ વડે 
જ પહેલા લાઈટશેડની લીપસ્ટિક ભરો . તેની ઉપર ટિશ્યુપેપર દબાવો . 
જેથી વધારાની લીપસ્ટિક નીકળી જશે . પછી તેના પર ડાર્કશેડ ભરી 
ટિશ્યુપેપર દબાવો . તે પછી તેને ચળકાટ બતાવવા વેસેલાઈન લગાડો . 
જો હોઠ કાયમ સૂકા રહેતા હોય તો લીપસ્ટિક લગાડો . આમ તો ક્રીમી 
લીપસ્ટિક જ લગાડવું વધુ સા઱ું છે , જેથી હોઠ ભીના અને ભેજવાળા 
દેખાશે તથા તેમાંના વેક્સને કારણે ચળકાય અને સુંવાળપ લાગશે . 
લીપસ્ટિકનો મોટો આધાર છે રંગની પસંદગી . લીપસ્ટિકના 
રંગો ત્વચા અને વસ્ત્રોને અનુરૂપ પસંદ કરવા . દિવસે લાલ કે ગુલાબી 
લીપસ્ટિક અનૂકુળ છે . ખૂબ પ્રકાશમાં કે રાત્રે લાઈટમાં જતાં હો તો 
ઘેરા રંગો વધુ સારા લાગે . તેમાં મ઱ુન , પીચબ્રાઉન , ઓરેન્જ વગેરે 
રંગો પણ સારા લાગે . ગોળ ચહેરાવાળાઓએ ઘેરી લીપસ્ટિક ન લગાડવી . 
તેનાથી ચહેરો નીરસ અને ફિક્કો લાગશે . જો ગાલ નાના હોય કે 
ગાલ પર નસો દેખાતી હોય તે ખીલના ડાઘ , ફેકલ્સ વગેરે હોય તો 
ઝાંખા રંગની લીપસ્ટિક ન લગાડવી . આથી ડાઘ કે બ્લેમિશીશ વધુ 
દેખાશે . જો દાંતનો રગ પીળો હોય કે જદાંત ગંદા હોય તો પણ 
લાઈટશેડ પસંદ ન કરવા . 
રંગોની પસંદગીની સાથે સાથે જો હોઠનો આકાર ઠીક ન હોય 
કે ચહેરાનો આકાર બરાબર ન હોવાને કારણે જો લીપસ્ટિક શોભતી 
ન હોય તો તે આકાર પણ અમુક યુક્્તિ વડે બદલી શકાય છે . 
3પાન નં 21 
0	આટલું અચૂક ધ્યાનમાં લેશો : 
( 1 ) જો ચહેરો ખૂબ નાનો તે પાતળો હોય અને હોઠ મોટા 
લાગતા હોય તો હોઠના અંદરના ભાગમાં નવી લાઈન દોરી તેમાં 
લીપસ્ટિક ભરાવી . 
( 2 ) મોં ખૂબ મોટું હોય અને તે પ્રમાણે હોઠ પાતળા લાગત 
હોય તો હોઠની મૂળ લાઈનની બહાર નવી આઉટલાઈન આપી તેમાં 
લીપસ્ટિક ભરવી . 
( 3 ) ઉપલો હોઠ જો મોટો અને નીચેનો હોઠ પાતળો હોય તો 
ઉપલા હોઠ પર અંદરની તરફ લાઈન લઈ નીચલા હોઠ જેટલી જ 
પહોળાઈમાં લીપસ્ટિક ભરવી . પરંતુ આ બધી યુક્્તિ રાતના સમયે 
જ સારી લાગે . આમ કલાત્મક રીતે લીપસ્ટિક લગાડવી . 
3પાન નં 172 
30		હેર શેમ્પુ : 
આજકાલ લોકોના વાળ બગાડવા માટે અને સફેદ બનાવવા માટે 
આ સૌથી વધુ જવાબદાર છે . અત્યારે વાળ ધોવા માટે એટલી જાત - 
જાતના રંગબેરંગી , સુગંધિત શેમ્પુ નીકળ્યા છે અને તેના રૂપરંગની 
વધારે આકર્ષક અને લોભામણી તેની જાહેરાતોને કારણે વધારે લોકો 
તે વાપરતા થઈ ગયા છે અને તેના પરિણામ - સ્વરૂપ વધારેમાં વધારે 
લોકો અત્યારે સફેદ વાળ , ખોડો , વાળ ખરવા વગેરે અનેક વાળની 
તકલીફો વહોરી રહ્યા છે . 
મારા આટલાં વર્ષોના ચિકિત્સકીય અનુભવ પ્રમાણે દિવસે - દિવસે 
સૌથી વધુ ને વધુ લોકો વાળની તકલીફોયુક્્ત બને છે . વાળ ખરવા કે 
ખોડો હોવો તે તો એક સામાન્ય ફરિયાદ થઈ પડી છે . ઉપરાંત સફેદ 
વાળની તકલીફ પણ ખૂબ સામાન્ય બની ગઈ છે . અરે 3 વર્ષનાં 
બાળકોના પણ સફેદ વાળની તકલીફ માટે મારી પાસે કેસ આવેલ 
3પાન નં 173 
છે . પહેલાનાં લોકો તો 35 કે 40 વર્ષના ઉંમરમાં પણ જો કોઈને 
સપેદ વાળ થાય તો આશ્ચર્યથી જોતાં અને 20 - 25 વર્ષની ઉંમરના 
માટે ઘોર કળિયુગ આવી ગયો છે તેમ કહેતાં , તો અત્યારના 10 - 12 
વર્ષનાં બાળકોના સફેદ વાળ જોઈને તો શું કહેવું ? પરંતુ આ બધું 
જાતજાતના શેમ્પુ - સાબુ , તડકામાં ફ઱વું , હોટોલોનું ભોજન , તીખા 
તમતમતા અને તળેલા આહારનો ઉપયોગ અને કોરા વાળ રાખવાની 
ફેશનને આભારી છે . 
શેમ્પુ અને સાબુમાંના કહેવાતા લીંબુ , ઈંડાં , અરીઠા , શિકાકાઈ 
વગેરે તત્ત્વોના ગુણોને તેની બનાવટમાં વપરાતાં કેમિકલ્સ નષ્ટ કરી 
દે છે તેથી વાળમાંના મેલેનીન નામનાં તત્ત્વો પાકી જાય છે , જેથી 	વાળ સફેદ થવા લાગે છે . જે એક વાર શરૂ થયા બાદ ખૂબ ઝડપથી 
વધતા જઈ ધીમે ધીમે બધા જ વાળને કે તેના અમુક ભાગને બિલકુલ 
સફેદ બવનાવી દે છે . પરિણામે વાળને કુદરતી પોષણ ન મળતાં તે 
મૂળમાંથી છૂટા પડી જઈ ખરવા લાગે છે . તે જ રીતે તે જગ્યાની ચામડી 
કોરી પડી જવાને કારણે ખોડો પણ થાય છે . આ આધુનિક જાત - 
જાતના શેમ્પુ અને સાબુ વાળને ફાયદા કરતાં લાંબા ગાળે ખૂબ જ 
નુકસાનકર્તા છે . 
3પાન નં 176 
010 . મસ્કરા : 
મસ્કરાનો ઉપયોગ વધારે કરવાથી ધીમે ધીમે કુદરતી પાંપણો 
પણ ખરી જાય છે . તે જગ્યાએ ફોલ્લીઓ થાય છે . જે Trecoma 
નામનો રોગ છે . 
3પાન નં 177 
013 . લીપસ્ટિક : 
આનો હંમેશાં ઉપયોગ કરવાથી હોઠ કાળા પડી જાય છે તે તો 
આપણે જાણીએ જ છીએ . પરંતુ તેને લીધે હોઠ પાકી જાય , ચીરા 
પડે ; પ઱ુ નીકળે તથા હોઠ એકદમ કાળા પડી જાય કે હોઠ પર જાણે 
કોઢ થયો હોય તેવા સફેદ બની જાય છે . 
3પાન નં 176 
09 . ઈલેક્ટ્રોલેસીસ : 
આ મેથડમાં ઱ુંવાટી બાળી નાખવામાં આવે છે ; પરંતુ તેના પછી 
પણ ચામડી લાલ થઈ ધીમે ધીમે કાળી પડી જાય છે , આના પછી 
ઈન્ફેક્શન થવાની શક્યતા વધુ રહે છે ; પરિણામે ત્વચાનાં છિદ્રોમાં 
પાક થાય , ફોલ્લી થાય , ખંજવાળ આવે , બળતરા વગેરે થાય છે . 
3પાન નં 178 
આમ , કુદરતી સૌંદર્યપ્રસાધનો , આયુર્વેદિક પદ્ધતિ દ્વારા ટ્રીટ - 
મેન્ટ તથા ખાવાપીવાની રહેણીકરણીની સાચી રીતનું જો યોગ્ય જ્ઞાન 
હોય તો જીવનમાં સુંદરતા , શાંતિ , સદાચાર , સુખ અને ધનવૈભવ 
બધું જ મળે છે . 
* 
﻿
unknown
03-08-17
Gujarati
+ 
SWATI PAREKH . 
0FILE NAME - IH00S006 . GCO 
360નાનો ઉદ્યોગ સ્થાપો 
3પાન નં 47 
કુટિર ઉદ્યોગનું આ પ્રકાશન ગુજરાતની મધ્યમવર્ગની ઉદ્યોગપ્રિય જનતા 
સમક્ષ પ્રગટ કરતા હું અત્યંત આનંદ અનુભવું છું . અસહ્ય મોંઘવારી અને 
બેકારીથી પીડાયેલ સમાજને આ પ્રકાશનમાંથી કંઈક પ્રેરણા , પ્રોત્સાહન કે માર્ગ - 
દર્શન મળશે તો મારી મહેનત સાર્થક થઈ માનીશ . 
માનવી ચંદ્રની ભૂમિ પર પહોંચી ગયો છે . વિજ્ઞાને એટલી બધી પ્રગતિ 
કરી છે કે જેનું વર્ણ઩ શબ્દોમાં કરી શકાય નહિ , ત્યારે હું હજી ગ્રામોદ્યોગ 
કુટિર ઉદ્યોગોની વાત કરી રહ્યો છું . યુગપુ઱ૂષ ગાંધીજીએ સમાજ રચનાનો પાયો 
બદલવા ગ્રામોદ્યોગોને આદેશ આપેલ હતો . ગાંધી વિચાર સરણીમાં વર્ણધર્મ 
વાલીપણું અને વિકેન્દ્રીકરણને પ્રાધાન્ય આપવામાં આવેલ છે . 
` કુટિર ઉદ્યોગ ' પ્રકાશન લખતી વખતે ગાંધીજીને યાદ ન કરું તો હું 
કૃતઘ્ની ગણાઉ . ગ્રામોદ્યોગના વિકાસ માટેનો ગાંધીજીનો ફાળો ભારત કદાપી ભૂલી - 
શકે તેમ નથી . તેમના રચનાત્મક કાર્યક્રમ જેવા કે અસ્પૃશ્યતા નિવારણ , બુનિ - 
યાદી કેળવણી , ગ્રામ્ય સમાજવાદ , સ્ત્રી જાગૃતિ રાષ્ટ્રભાષાનો પ્રચાર , માતૃભાષાનો 
પ્રચાર , આર્થિક અસમાનતા , ખાદી અને ગ્રામોદ્યોગ , કોમી એકતા . પ્રૌઢશિક્ષણ . 
ઈત્યાદિમાં ગ્રામોદ્યોગ વિષે તેમનાં મંતવ્યો અને કાર્ય નોંધપાત્ર છે . તેઓની ગ્રામ - 
સ્વરાજ્યની કલ્પનામાં માનવીની મહત્તા , શ્રમની મહત્તા , સમાનતા , ટ્રસ્ટીશીપ , 
વિકેન્દ્રીકરણ સ્વદેશી , સ્વયંનિર્ભરતા , સહકાર , સત્યાગ્રહ અને સર્વધર્મ સમાનતા 
રહેલ છે . ગ્રામોદ્યોગના હિમાયતી ગાંધીજી કદાપી યંત્રોના વિરોધી ન હતાં . યંત્રનું 
સ્થાન છે જ , પરંતુ યંત્ર માણસના માથા પર ચઢી ન બેસે તે જોવું જોઈએ . 
ગાંધીજી તકલી ચલાવતા હતા . પરંતુ સુતરના ઉત્પાદનવૃદ્ધિ માટેના સુધારા 
ઈનામ જાહેર કર્યું હતું . પરિણામે અંબર ચરખો આજે અસ્તિત્વમાં આવ્યો છે . 
ગાંધીજીના ગ્રામોદ્યોગ વિષેના મંતવ્ય અત્રે ટાંકુ તો અસ્થાને નહિ ગણાય . 
` હું માનવ જાતના કોઈ એક વિભાગ માટે નહિ , પણ બધા જ માટે શ્રમ 
અને સમય બચાવવા ઈચ્છું છું . હું ધનનું કેન્દ્રીકરણ મુઠ્ઠીભરના હાથમાં નહિ 
પણ બધા માટે ઈચ્છું છું . આજે તો યંત્રોની મદદ લઈને થોડાક માણસો લાખો 
લોકોનું શોષણ કરે છે . યંત્રોનો ઉપયોગ કરવા પાછળ તેઓની ભાવના માનવના 
શ્રમને બચાવી તેનું કલ્યાણ સાધવાની નહિ પણ લોભની છે . અને આ બાબત સામે 
મારો વિરોધ છે . હું યંત્રોને દૂર કરવા નથી માગતો , પણ તેની મર્યાદા આંકવા 
માગું છું . ' 
3પાન નં 48 
ગ્રામોદ્યોગ અને કુટિર ઉદ્યોગ વિષે ઘણું લખી શકાય તેમ છે . ભારતમાં 
ચાર પાંચવર્ષિય યોજનાને અંતે બેકારી કેટલી છે ? લાખો શિક્ષીત બેકારોની 
યાદી એમ્પલોયમેન્ટ એક્ષચેન્જના ચોપડે છે . જ્યારે ઘણાની યાદી નોંધાયેલી નથી . 
દશ કરોડથી વધુ લોકો અર્ધ બેકાર છે . જ્યારે ખેત મજૂરોને વર્ષના ચાર મહિના 
જ કામ મળે છે . દર વર્ષે 35 - 40 લાખ પુખ્ત માણસોને રોજી આપવાનો 
પ્રશ્ન ઉભો થાય છે . કારણ કે દર વર્ષે 75 લાખ થી 80 લાખનો વસ્તી વધારો 
થાય છે . અબજો ઱ૂપિયાની મૂડી રોકાણનો ઉદ્યોગ શરૂ તો થાય , પરંતુ તેમાં 
મૂડીરોકાણ સામે એટલી રોજગારી મળી નથી . ગૃહઉદ્યોગો અને કુટિર ઉદ્યોગો 
દ્વારા જ , ગામડાઓને પુનર્જીવન આપી શકાશે . ભારત દેશમાં દર ચોસઠ માઈલે 
350 માણસો વધે છે . જ્યારે અમેરિકામાં દસ ટોર માઈલે 25 અને રશિયામાં 
350 માણસો વધે છે . ભારતમાં માનવબળ વિશેષ છે . તેનો સંપૂર્ણ ઉપયોગ કર - 
વાની જ઱ૂરત છે . માનવશક્્તિનો વધુમાં વધુ ઉપયોગ કરવા માટે કુટિર ઉદ્યોગો અને 
લઘુ ઉદ્યોગો ઘણો મહત્ત્વનો ફાળો આપે છે . દુનિયામાં વસ્તુના ઉત્પાદનનો પ્રશ્ન 
નથી , પરંતુ તેની વહેંચણીનો પ્રશ્ન છે . જીવનધોરણ ઊંચું લાવવા માટે કુટિર - 
ઉદ્યોગો અપનાવવા અતિ જ઱ૂરી છે . તોજ સમાજવાદની સમાજ રચના લાવી 
શકાશે . કુટિર ઉદ્યોગો લઘુઉદ્યોગોમાં સંપત્તિ અને સાધનોની વધુ માણસોમાં 
વહેંચણી થાય છે . ` બહુ જન હિતાય ' ધ્યેયવાળી આર્થિક પદ્ધતિ જ સમાજને 
ઉંચે લાવી શકાશે . દર વર્ષે નવા બેકારોને રોજી આપવા માટે કરોડો ઱ુપિયાનું 
મૂડી રોકાણ આપણી પાસે નથી . ઓછી મૂડીના રોકાણમાં વધુ માણસોને રોજ - 
ગારી આપવા કુટિર ઉદ્યોગો - લઘુઉદ્યોગો અપનાવવા રહેશે . 
3પાન નં 53 
0દંતમંજન તથા ટુથપેસ્ટ 
દાંતનું મહત્ત્વ : આપણએ ખોરાક ખાઈએ છીએ ચેને લોહીમાં ભળી શકે 
તેવા રૂપમાં ફેરવા માટે દાંત , જીભ અને લાળગ્રએથી મહત્ત્વનો ભાગ ભજવે છે . 
દાંતના ત્રણ પ્રકાર હોય છે . ટુકડા કરનાર રાક્ષસી કે ચીરવાના અને દાઢો 
( દળવાના ) દાંતના ત્રણ ભાગ પડે છે . ટોચ , ડોક અને મૂળ . દાંતનો ભાગ 
ડેન્ટાઈનથી બનેલ હોય છે . એની ટોચ ઉપર એનેમલ નામના મજબૂત પદાર્થનો 
થર હોય છે . ય સિમેન્ટ જેવો ઘટ્ટ પદાર્થ દાંતના અંદરનો ભાગ પોચો ( પોલો ) 
હોય છે . તેનો માવો કહેવાય છે . તેની અંદર લોહીની નળીઓ અને જ્ઞાનતંતુઓ 
આવેલા હોય છે . દાંત વડે આપણે ખોરાકના ટુકડા કરી , ચાવીને ઝીણો ભૂકો 
કરીએ છીએ . કુલ બત્રીસ દાંત હોય છે . દાંત નાનપણમાં આવે છે તેને દુધીયા 
દાંત કહે છે દુધીયા દાંત પડી ગયા બાદ કાયમી દાંત આવે છે . આ દાંત વધારે 
મજબૂત હોય છે . 
દાંતની સંભાળ શા માટે રાખવાની ? દાંત બરાબર સાફ ન રાખીએ તો 
ખોરાકના કણ દાંતની અંદર ભરાઈ રહે છે . અને સડવા લાગે છે . તેથી દાંત 
દુઃખે છે દાંત સડે તો પરું થાય છે . આ પરુ પેટમાં જાય તો રોગ ઉત્પન્ન થાય 
છે . રોગ ઉત્પન્ન ન થાય તે માટે દાંતને સાફ રાખવાની જ઱ૂર છે . દાંત વગરના 
માણસનું ચેકઠા વગરનું મોઢું જુઓ તો કેવું દેખાય છે ? દાંત દેખાવ માટે 
તથા બોલવા માટે પણ સહાયભૂત થાય છે . 
દાંતના ઈનેમલને આકર્ષક કરવા દાતણ મીઠું દંતમંજન ટૂથપેસ્ટ તથા 
કોગળા ( માઉથ વોશ ) વાપરવામાં આવે છે . સુધરેલા અને સમજુ લોકો દાંતોની 
વધુને વધુ સંભાળ લેવા લાગ્યા છે . 
બિનાકા , કોલગેટ કોલીનોઝ કીષ્ટલ , ઈપ્કો , વાંદરા છાપ કાળો પાવડર , 
બિટકો ઈત્યાદી અનેક ટુથ પાવડર અને ટુથપેસ્ટની વપરાશ દિનપ્રતિદિન વધતી 
રહેલ છે . અને હજુ વધતી રહેશે . પશ્ચિમના અનુકરણથી ટુથપેસ્ટનો વપરાશ વધી 
3પાન નં 54 
રહેલ છે . જ્યારે આયુર્વેદીક ઔષધો અને વનસ્પતિનો વપરાશ દાંતને સ્વચ્છ 
અને નિરોગી રાખવા વર્ષોથી આવ્યો છે . 
દંતમંજન તથા ટુથપેસ્ટમાં વપરાતો કાચો માલ : 
( 1 ) પોલીશીંગ એજન્ટ તરીકે ટ્રાયકેલશ્યમ ફોસ્ફેટ કેલશ્યમ કાર્બોનેટ , 
કોલોડિયલ કલે , મેગ્નેશ્યમ કાર્બોનેટ , પ્રેસીપીટેટ ચોક , ચોક , સામાન્ય રીતે વપરાય 
છે . સોડિયમ પરબોરેટ અતવા સોડાબાય કાર્બ રોગ દૂર કરવા માટે ટૂથપાવડરમાં 
વપરાય છે . અકલકરા અખરોટની છાલ પણ પોલીશીંગ માટે વાપરવામાં આવે છે . 
( 2 ) રોગ નિવારક વસ્તુઓ અને સુગંધીત પદાર્થો : લવિંગનું 
તેલ , મેન્થોલ , ફટકડી , ટેનિક એસીડ , થાયમોલ અજમાનું સત્વ એસિડ કપૂર 
એલચીનું તેલ , પીપરમેન્ટનું સત્વ , વિટર ગ્રીન ઓઈલ , જિરેન્યમ ઓઈલ 
ઈત્યાદિ વપરાય છે . 
( 3 ) સ્વાદ માટે : સ્વાદિષ્ટ બનાવવા માટે સેકરીન ગ્યુલોઝ , ખાંડ 
ગ્લીસરીનઈત્યાદિ વપરાય છે . ખાંડ કરતાં સેકરીન 500 ગણી મીઠાશ ધરાવે છે . તેથી 
બહુ જ અલ્પ પ્રમાણમાં ઉમેરવામાં આવે છે . 
શિક્ષિત વ્યક્્તિઓ દાંતને ગંધ વગરના અને ચમકીલા બનાવવા માટે 
ટૂથપેસ્ટ તથા ટૂથબ્રશનો ઉપયોગ કરે છે ગામડાઓમાં દાતણનો પ્રચાર ઠીક ઠીક 
છે . દાતણ ગામડામાં મળવા મુશ્કેલ છે . ત્યાં હવે દંતમંજનનો પગપસારો 
સહેલાઈથી થઈ શકે તેમ છે . ભારતમાં પ્રત્યેક વ્યક્્તિ વર્ષમાં બે ત્રણ ટૂથપેસ્ટ 
ટ્યૂબ વાપરે અથવા એક બે દંતમંજનના પાવડરની ડબી વાપરે તો કેટલી માંગ 
છે , તે અંદાઝ સહેલાઈથી આવી શકે . 
મેન્થોલ , થાયમોલ , પીપરમેન્ટ સ્વાદની સાથે ઠંડક પેદા કરે છે . જ્યારે 
ટૂથપેસ્ટમાં ગ્લીસરીન ન્યૂત્રલ સાબુ રગડો બનાવવામાં સહાયભૂત બને છે હાઈડ્રોજન 
પેરોક્સાઈડ સોડિયમ બેન્ઝેએટ , કાર્બોલિક એસિડ , સોડિયમ બાયકાર્બોનેટ દાંતના 
જંતુઓ દૂર કરવા મર્યાદિત પ્રમાણમાં ઉમેરવામાં આવે છે . ટૂથપેસ્ટમાં સલ્ફોને - 
ટેડ ઓલિવ ઓઈલ , ખનિજ તેલ ઈત્યાદિ ચીકણાશ ઉત્પન્ન કરવા વપરાય છે . 
તૈયાર માલ બગડી ન જાય તે માટે બેન્ઝોઈક એસિડ , સેવલોન ઈત્યાદિ બહુ જ 
થોડી માત્રામાં ઉમેરી શકાય છે . 
દંતમંજન અને ટૂથપેસ્ટ માટે જુદા જુદા પદાર્થો નિયમત પ્રમાણમાં વાપરી 
યોગ્ય ફોર્મ્યુલા તૈયાર કરવાની રહે છે . કયા કયા પદાર્થો કયા કામમાં આવે છે . 
કેટલી કિંમત છે અને નિયમીત મળી રહેશે કે કેમ તે જાણ્યા બાદ ઉત્પાદન માટેની 
આખરી ફોર્મ્યુલા બનાવવી જોઈએ . 
3પાન નં 55 
દંતમંજન : આયુર્વેદિક દંતમંજનો બનાવવા ઝાઝી મૂડીના રોકાણની 
જ઱ૂરત રહેતી નથી . લોઢાના દસ્તા , ખરલ , ખાંડણી , યાંત્રિક ખરલ ભેળવવાનું 
મિશ્રક હલાવવા ઈત્યાદિ સાધનો દંતમંજન બનાવવા વપરાય છે . ઘણું ખ઱ું કાર્ય 
હાથથી જ થાય છે . શીશીઓ , ડબ્બા , લેબલ , ખોખા , સૂચના પત્રો , હેન્ડબીલ 
ઈત્યાદિની પણ જ઱ૂરત રહેવાની . આયુર્વેદિક દંતમંજનમાં વનસ્પતિ , ઝાડની છાલ 
ફળ , ઈત્યાદિનો ભૂકો કરવામાં આવે છે . વસ્તુઓ ભેગી કરવા માટે યાંત્રિક 
મિશ્રકનો ઉપયોગ કરી શકાય છે . યાંત્રિક ખરલનો ઉપયોગ બારીક પદાર્થોને એક 
રસ કરવા વપરાય છે . ટૂથ પાવડરમાં બહુ જ બારીક પદાર્થો વાપરવા . કણીવળા 
પદાર્થો દાંતના પેઢાને નુકશાન કરે છે . કાચો માલ જાણીતા રસાયણો ખનિજ 
તથા કરીયાણાના વેપારીને ત્યાંથી એક ધારી ગુણવત્તાવાળો ખરીદવો લોઢાના 
ખરલને બદલે ચીનાઈ માટીની ખરલ વપરાય છે . 
0અખાદ્ય તેલ 
ખાદ્ય તેલની માંગ દિનપ્રતિદિન વધતી જાય છે . ત્યારે ખાદ્યતેલનો વપરાશ 
સાબુ જેવા ઉદ્યોગોમાં થાય છે . આ તેલોને બદલે ખાવાને માટે ઉપયોગી ન હોય 
તેવા અખાદ્ય તેલો જેવા કે કરંજ , લીમડા , મહુડા , એરંડા , ઈત્યાદીમાથી તેલ 
કાઢી સાબુ ઉદ્યોગમાં વપરાષ કરી ખાદ્ય તેલ બચાવી શકાય તેમ છે . 
સન ફ્લાવર , કપાસીયાનું તેલ , મહુડાનું તેલ , ડાંગરની કુશકીનું તેલ , લીમડાનું તેલ 
બનાવવા માટે વિપુલ અવકાશ છે . અખાદ્ય તેલનો ઉપયોગ પેઈન્ટ - વાર્નિશ તથા સાબુ 
ઉદ્યોગમાં સારા પ્રમાણમાં થાય છે . જ઱ૂરી માર્ગ દર્શન માટે ગૃહ ઉદ્યોગ વિકાસ 
કેન્દ્રનો સંપર્ક સાધવો . 
0	 અગરબત્તી 
વિશ્વમાં ભારતના અગરબત્તી ઉદ્યોગનું અગ્રસ્થાન છે . ભારતની અગરબત્તી 
85 દેશોમાં નિકાસ થાય છે . અમેરિકા , યુથોપિયા , કેન્યા , મલાયા , સિલોન 
આરબદેશોમાં ઱ૂ . એક કરોડ જેટલી કિંમતની અગરબત્તીની નિકાસ થાય છે . 
છ - સાત કરોડની અગરબત્તી ભારતમાં બનાવાય છે . ભારત અગરબત્તીની બનાવટમાં 
તેમ જ નિકાસમાં મોખરે હતું પરંતુ હવે જાપાન , પાકિસ્તાન , અમેરિકા , મોરીશ્યય , 
ઘાના , નેપાળ જેવા દેશોએ અગરબત્તીનું ઉત્પાદન શ઱ુ કરેલ છે . જ઱ૂરી રસાયણ 
3પાન નં 56 
અન્ય દેશોને સહેલાઈથી મળતા હોઈ આંતર રાષ્ટ્રીય બદારની ભારતની મોનોપોલિ 
તૂટતી જાય છે . ભારતે પોતાનું સ્થાન જાળવી રાખવું હોય તો ગુણવત્તા જાળવવાની 
રહેશે . ભારત સરકારે અગરબત્તી માટે જ઱ૂરી રસાયણ , જીલેટીન પેપર , બટર પેપર 
ક્રાફ્ટ પેપર ઈત્યાદિ જ઱ૂરી વસ્તુઓ સહેલાઈથી મળે તે માટે પ્રબંધ કરવાનો રહેશે . 
ગુજરાતમાં અગરબત્તીનું ઉત્પાદન 50 લાખ જેટલું થાય છે . એમ . એમ . 
ખંભાતવાળા નવી પ્રોડક્ટર આરતી પરફ્યુમર્સ , પરેશ અગરબત્તી , અનારબેગ 
બેંગ્લોરવાલા , સુખડીયા ઈન્ડસ્ટ્રીઝ ઈત્યાદિ વીસેક ઉદ્યોગો અમદાવાદમાં અગરબત્તીનું 
ઉત્પાદન કરે છે . બીલી મોરા , વડોદરા , રાજકોટ , જામનગર ઈત્યાદિ સ્થળે પણ 
અગરબત્તીનું ઉત્પાદન થઈ રહ્યું છે . 
3પાન નં 57 
કાચો માલ : વિશાળ ભારત દેશમાં અનેક વિધ ઔષધી , વૃક્ષો , છોડ 
અને વેલમાંથી સુપ્રાપ્ય છે . સુખડ , અગર નગર , સુગંધી વાળો કપુર કાચલી , 
મરવો , નાગર મોથ , લોબાન , ગુગળ , ગુંદ , રાજન , મેંદા લાકડી , ઈત્યાદિ વનસ્પતિ 
જન્ય પદાર્થો ગાઁધીની દૂકાનેથી સહેલાઈથી મળી શકે તેમ છે . સસ્તી કિંમતના 
સુવાસિત દ્રવ્યો પરફ્યુમરીના ઉત્પાદકો પાસેથી મેળવી શકાય છે . સુગંધીત દ્રવ્યોના 
નજીકના વિતરકોનો પણ સંપર્ક સાધવો . 
( 1 ) આર . ડાભી એન્ડ કુ . ધરમેન્દ્ર રોડ રાજકોટ . 
( 2 ) આર . વી . ડોડીયા એન્ડ કું . પરાબજાર રાજકોટ . 
( 3 ) એસ . એસ . કેલકર એન્ડ કુ . 36 મંગળદાસ રોડ , મુંબઈ . 
( 4 ) ન્યૂ ઈન્ડિયા એરોમેટીક્સ દેવકરણ મેન્શન , 55 - 47 શામળદાસ ગાંધી 
માર્ગ , મુંબઈ - 2 
( 5 ) રમેશ પરફ્યુમરી વર્કસ પ્રા . લિ . રતલામ ( મધ્યપ્રદેશ ) 
( 6 ) મોર્ડન કેમીકલ વર્કસ ( ઈન્ડીયા ) લિ . પ્લોટ - 6 સાકી વિહાર રોડ 
પો . બો . 8920 મુંબઈ - 72 
( 7 ) એ . રસીદ એન્ડ કુ . બેંક રોડ , માંડવી , વડોદરા . 
પ્રવાહી પેરાફીન દવા બજાર અને રસાયણના વેપારીઓ પાસેથી મળશે . 
પૂંઠાના જોઈએ તેવા ખોખા જાતે બનાવશો અતવા બનાવરાવી લેશો . અગરબત્તીનું 
3પાન નં 58 
અગરબત્તીનું નામ લેબલ નજીકના પ્રેસમાં છપાવશો . વેચાણવૃદ્ધિ માટે જાહેરાત 
અગત્યનો ભાગ ભજવે છે . ઈનામી યોજના દ્વારા વેચાણ વધારી શકાય 
પરંતુ તે માટે સમગ્ર ગુજરાતમાં વિતરણની વ્યવસ્થા કરવી સલાહકારક છે . 
સાધનો : આ ગૃહઉદ્યોગમાં જ઱ૂરી સાધનોમાં તપેલા , તવેથા , સાણસી 
સગડી , થાળી , વાટકા ઈત્યાદી રાંધવાના સાધનો જ જોઈશે . તે સહેલાઈથી મળી 
રહેશે . 
રીત : અગરબત્તી માટે વાપરવામાં આવતું મિશ્રણ બારીક દળી તેનો ભૂકો 
ચાળીને તૈયાર રાખવો . ગુંદર અને પાણી સાથે મિશ્ર વાંસની સળી ઉપર વણીને 
તૈયાર કરવામાં આવે છે . મીશ્રણ બરાબર ચોંટે તે માટે રાજન , શીલારસ વપરાય 
છે . રગડા જેવું બનાવી સળીઓ બોળીને પણ અગરબત્તી બનાવાય છે . આ રીતે 
ઉત્પાદન વધારી શકાશે . મેંદા લાકડીમાં ચિકાસ હોય છે જેથી જો તે ફોરમ્યાલામાં 
વપરાતી હોય તો બાઈન્ડરની જ઱ૂરત રહેશે નહિ . 
અગરબત્તીઓ બનાવી તેના પર સુખડ , કેવડા , જસ્મીન ગુલાબ , ખસ , હીના 
રાતરાણી , મોગરા , એલચી , ઈત્યદિના એસન્સ વાપરી જોઈએ તેવી વાસ આપી 
શકાય છે . આ સુગંધિત દ્રવ્યો ઉડી ન જાય તે માટે કુમારીન , બેન્ઝીન , બેન્ઝો - 
એઠ , એબટગ્રીસ , એન્ડોલ , સ્ટાયરેક્સ , ગમ , રેઝીન , ડાઈથાઈલ ગ્લાયકોલ ઈત્યાદિ 
થેલેય , ઈત્યાદિ પદાર્થો સુગંધી જાળવી રાખવા માટે મર્યાદિત પ્રમાણમાં ઉમેરી 
શકાય છે . સુગંધીત પદાર્થો વધુ સારી રીતે ટકી શકે તે માટે પ્રવાહી પેરાફીન 
સાથે ભેળવી અગરબત્તી પર ચઢાવાય છે . અથવા અગરબત્તીના મસાલામાં જ 
વણવા પહેલાં વાપરી શકાય છે . 
બજાર : અગરબત્તીનું વેચાણ સામાન્ય રીતે તોલાના વજનના હિસાબે 
થાય છે . અગરબત્તીના પેકેટ લંબચોરસ , લંબગોળ હોય છે . ( 100 ગ્રામ ) 
એક ( 35 ગ્રામ ) દોઢ , ત્રણ ( 70 ગ્રામ ) છે . ( 140 ગ્રામ ) બાર તોલાના 
પેકીંગ બજારમાં સામાન્ય રીતે વેચાય છે . ડઝન પેકેટનો ભાવ જથ્થાબંધ 
વેચવામાં વપરાય છે . 
* 
﻿
unknown
03-08-17
Gujarati
+ 
3Mah0s006 . gns 
3મેડિકલ ભૌતિકશાસ્ત્ર સ્વાતિ પારેખ 
3પાન નં 160 
3પ્રકરણ - 10 
3વાણી , શ્રવણ અને પરાશ્રવ્ય ધ્વનિ 
0 SPEECH HEARING AND ULTRASONIC SOUND 
10 . 1 કંઠ ( Larynx ) : 
વર્ણન : કંઠ ( સ્વરપેટી ) ની યાંત્રિક રચના મહત્ત્વપૂર્ણ છે પરંતુ સર્વત્ર 
એવી ભ્રમભરેલી માન્યતા પ્રચલિત છે કે ` કંઠ એ વાણીની ઈન્દ્રિય છે . ' 
હકીકકતમાં આ સાચું નથી . પ્રાણીજગતનાં મોટા ભાગનાં પ્રાણીઓ કંઠ વિના 
અવાજ કાઢી શકે છે ! માનવી પણ ધ્વનિ પેદા કર્યા વિના નીચે સાદે વાતચીત 
કરી શકે છે આ ઉપરથી કહી શકે શકાય કે , વાણી ( Speech ) કંઠ સિવાયના 
ભાગોમાંથઈ પેદા થાય છે . 
જીવનના વિકાસક્રમમં મુજબ શ઱ૂઆતમાં સમગ્ર પ્રાણીજીવન પાણીમાં 
અસ્તિત્વ ધરાવતું હતું . માછલીઓને હવા લેવા માટે ફેફસાંની જરૂર નથી કેમ કે 
તે તેમના ગિલ મારફત પાણીમાંથી જ ઓક્સીજન મેળવી લે છે . જળશયમાં 
પાણી ઓસરી જાય ત્યારે કાદવમાં રહી જતી માછલીઓને હવામાંથી ઓક્સીજન 
લેવો પડે છે . તેથી આવી માછલીઓમાંધીમેધીમે ફેફસાંનો વિકાસ થયો કાદવમાંથી 
હવા ખેંચવા જતાં જો કાદવ પણ તેની શ્વસનનલિકામાંભરાઈ જાય તો તે 
ગુંગળાઈને મૃત્યુ પામે . તેથી માછલીની જીવનદોરી લંબાવવા માટે કુદરતે તેના 
વિકસતાં ફેફસાના પ્રવેશદ્વાર પર ખાસ પ્રકારના વાલ્વની રચના કરી કે જેથી 
તે કાદવ સિવાયની શુદ્ધ હવા લઈ શકે . આ વાલ્વને કંઠ ( સ્વરપેટી ) કહેવમાં 
થયો . તેમાંનું આખરી કાર્ય સ્વર પેદા કરવામાં મદદરૂપ થવાનું છે . કંઠના નવ 
કાર્યો મુજબનાં છે . 
( 1 ) શ્વસન ( 2 ) પરિસંચારી ( 3 ) સ્થાયીકર ( 4 ) સંરક્ષી ( 5 ) 
નિગરણાત્મક ( ગળી જવાની પ્રક્રિયા ) ( 6 ) ખાંસી ( 7 ) કફ વિમોચક 
( 8 ) ધ્વનિ ઉચ્ચરણ ( 9 ) ભાવાત્મક . 
3પાન નં 161 
રચના : 
આકૃતિ ( 64 ) તથા આકૃતિ ( 40 ) માં કંઠ ( સ્વરપેટી ) તથા તેના ભાગો 
દર્શાવેલ છે . તેમાં મુખઅયત્વે બે સ્વરજ્જૂ હોય છે . નામ પ્રમાણે તેનો આકાર દોરડા 
જેવો હોતો નથી . ખરી રીતે તો , તે બે ઉપાસ્થિયુક઼્ત અંતરપટ ( cartilaginous 
membranes ) છે . જ્યારે તણાયેલ સ્થિતિમાં હોય છે ત્યારે તે તેમને બે સમાંતર 
ધાર વચ્ચે એક સ્લિટ બનાવે છે , અને સાથે સાથે કંઠનો મથાળાનો ( ઉપરનો ) 
ભાગ પણ બનાવે છે . જ્યરે શાંત શ્વાસોચ્છ્્વાસની ક્રિયા ચાલતી હોય ત્યારે તે 
નિશ્રાંત ( Relaxed ) અવસ્થામાં હોય છે અને હવાની આવ - જા માટે અંડાકાર 
માર્ગ બનાવે છે . 
કાર્ય : 
કંઠનું કાર્ય ધ્વનિની ઉત્પત્તિ કરવાનું છે . આ બાબતનું એક સર્વ - 
સામાન્ય ભ્રાંતિભરેલી ધારણા છે કે , " જે રીતે વાયોલિનમાં તારના ખેંચાણથી ધ્વનિની 
ઉત્પત્તિ થાય છેતે જ રીતે કંઠમાં પણ સ્વરરજ્જુના ખેંચાણથી ધ્વનિની ઉત્પત્તિ 
થાય છે . " ખરી રીતે તેમ થતું નથી . કંઠમંનો ધ્વનિ કંઠદ્વારાની ખૂલવાની તથા 
બંધ થઈ જવાની પ્રક્રિયાને કારણે થાય છે . આ ક્રિયા સ્વરરજ્જુની ધારોને વધુ 
કઠોર બનાવે છે . જ્યારે ફેફસાંમાંથી નીકળતો વાયુ આવા કઠર સ્વરરજ્જુ વચ્ચેથી 
ઉપરની દિશામાં ધકેલાય છે . ત્યારે તે આંદોલિત થય છે અને વાયુસ્તંભનું નાના 
નાના ટુકડાઓ ( Puffs ) માં વિભાજન થઈ જાય છે . આ ટુકડાનાં આંદોલનની 
3પાન નં 162 
આવૃત્તિને અનુરૂપ સ્વર નીકળે છે . સ્વરરજ્જુની ધારના કઠોરીભવનની માત્રા વડે 
સ્વરની આવૃત્તિનું નિયંત્રણ થાય છે . સ્વરરજ્જુની ધાર જેમ વધુ દૃઢ બને તેમ સ્વર 
વધુ ઊંચો નીકળે છે . કઠોરીભવનના પ્રક્રિયાથી સ્વરરજ્જુની ધમની 
પ્રત્યાસ્થતા બદલાય છે . વાયોલિના તારને જ્યારે ખેંચવામાં આવે 
છે ત્યારે તેની પ્રત્યાસ્થા પર કશી આસર થતી નથી . તેથી એમ કહી 
શકાય કે " વાયોલિનના તારની માફક આંદોલિત થઈને સ્વરરજ્જુ 
ધ્વનિ પેદા કરતા નથી . " સ્વરરજ્જુ પરના તાણમાં મર્યાદિત પ્રમાણમાં જ 
ફેરફાર કરી શકાય છે તેથી દરેક વ્યક઼્તિ અમુક મર્યાદામાં જ ધ્વનિ પેદા કરી 
શકે છે . 
સામાન્ય રીતે માનવીના કંઠમાં વાણીનો શબ્દો પેદા થતા નથઈ . કંઠ તો 
વાયુસ્તંભને આંદોલિત કરીને ધ્વનિ પેદા કરી શકે છે . વાયુનો આ આંદોલિત 
સ્તંભ વાણીની ઈન્દ્રિયોમાં જોડાણવાળા શબ્દોનું રૂપ ધારણ કરે છે . ગ્રસની 
( ફેરિંગ્સ ) , જીભ તાળવું , હોઠ દાંત વગેરેને વાણીની ઈન્દ્રિયો કહી શકાય કેમ કે 
તેમના વડે જ વાણી શક્ય બને છે . 
આ ઉપરાંત પણ કંઠ બીજાં મહત્તનાં કાર્યોમાંથી ઉપયોગી છે . આ કાર્યો નીચે 
મુજબ છે . 
( 1 ) જ્યારે માણસ ખોરાકનો કોળિયો ગળે છે ત્યારે , કંઠ એક વાલ્વ 
તરીકેની કામગીરી બજાવીને કોળિયાને શ્વસનનળીમાં જતો અટકાવે છે . જો 
ખોરાક કોળિયો શ્વસનમાર્ગમાં પેસી જાય તો હવાનો માર્ગ રોકાઈ જાય અને 
માનવી ગુંગળાઈને મૃત્યુ પામે . તેથી કંઠ , સંરક્ષણ કરવાનું કાર્ય કરે છે તેમ 
કહી શકાય . 
( 2 ) શરીરમાં કાર્બન ડાયોક્સાઈડનું નિયમન તેમજ પરિસંચારી અને 
અને ઎સિડ - બેઝનું સંતુલન , કંઠના વાલ્વની નિયંત્રક યાંત્રિક રચના પર આધાર રાખે છે . 
( 3 ) ભારે વજન ઉચકવા માટે છાતીને સ્થિર રાખવા કંઠનો વાલ્વ બંધ 
કરવો જરૂરી છે . અને આવા સંજોગોમાં તે આપમેળે જ બંધ થઈ જાય છે . 
( 4 ) ઊંડો શ્વાસ લીધા બાદ જો કંઠ મજબૂત રીતે બંધ થઈ જાય તો , 
છતીમાંની હવાનું દબાણ ખૂબ વધારી શકાય છે અને પછી તો કંઠનો વાલ્વ 
ઝડપથી ખોલી દેવામાં આવે , તો છાતીમાંથી બહાર નીકળતા વાયુના ઘસારાથી 
એવી તો ઝપટ લાગે છે કે , માર્ગમાં ભરાઈ ગયેલ વસ્તુ કે સ્ત્રાવ ( ગળફો ) બહાર 
ફેંકાઈ જાય છે . 
3પાન નં 163 
10 . 2 . 3 કાન ( શ્રવણેન્દ્રિય ) ( Ear , an Organ of Hearing ) : 
કાનની રચના તથા કાર્ય યર્થાથ રીતે સમજવા માટે તેનું જુદા જુદા ત્રણ 
ભાગોમાં વર્ણન કરવામાં આવે છે . ( 1 ) બાહ્યકર્ણ ( 2 ) મંધ્યકર્ણ ( 3 ) અંતઃકર્ણ 
( 1 ) બાહ્યકર્ણ : બહારથી દેખી શખાય તેટલા કાનનો ભાગને બાહ્યકર્ણ 
કહેવામાં આવે છે . તેમાં કર્ણપાલિ તથા શ્રવણનલિકાનો સમાવેશ કરી શકાય . 
કર્ણપાલિ ( Pinna ) : માનવીના વિકાસની પ્રાથમિક અવસ્થામાં કર્ણપાલિ 
લાંબી અને હલાવી શકાય તેવી હતી અને હજી પણ જે પેશીઓ વડે તેનું હલનચલન 
થઈ શકતું હતું તેના શેષ ભાગો માનવીના બાહ્યકર્ણ પર જોઈ શકાય છે . એટલું જ 
નહિ પણ કેટલાક માણસો તેની કર્ણપાલિને થોડીક હલાવી પણ શકે છે . કેટલાંક 
પ્રાણીઓની માફક શરૂઆતમાં માનવીના કાનનો ઉપલો ભાગ અણીવાળો હતો , 
પરંતુ વિકાસક્રમમાં આ અણી જતી રહી અને તેને બદલે કર્ણપાલિના ઉપલી ધાર 
લાક્ષણિક વળાંકવાળી બની ગયેલ છે . પહેલાં જે સ્થાને અણી હતી તે સ્થાને 
કેટલીકવાર વાનરન કાનની અણી જેવો ભાગ ઊપસેલો જણાય છે . આ અંગેનું 
વર્ણન સૌ પ્રથમ ડાર્વિડને કર્યું હતું તેથી તે ` ડાર્વિન બિન્દુ ' તરીકે ઓળખાય 
છે . આ બધી વિગત આકૃતિ ( 65 ) માં દર્શાવેલ છે . 
શ્રવણનલિકા ( Auditory Canal ) : કર્ણપાલિથી તરફ જતા 
માર્ગને શ્રવણનલિકા કહે છે . તે લગભગ 2 . 6 સેમી લાંબી સહેજ વળેલી અને 
મધ્યભાગ કરતાં બં઩્ને છેડાના ભાગ પર મોટી હોય છે . આ નલિકામાં લગભગ 
2000 મીણ ગ્રંથિઓ હોય છે . તેમાંથી મીણ જેવો ચીકણો પદાર્ત ઝર્યા કરે છે . 
3પાન નં 164 
વિશેષમાં આ નલિકાનો પ્રવેશદ્વાર પર ઝીણા અનેક વાળ ઊગેલા હોય છે . 
આ ચીકણા પદાર્થ તથા વાળને લીધે ધૂળ , જીવજંતુ વગેરે બાહ્યકર્ણમાં જ ચોંટી 
જાય છે અને અંદર જઈ શકતાં નથી . આમ છતાં મીણ જેવા ચીકણા પદાર્થનું 
મુખ્ય કાર્ય તો શ્રવણનલિકાની દીવાલ તથા કર્ણપટહને ચીકણું રાખવાનું છે . શ્રવણ 
નલિકાને છેડે બે ઉપકલા ( એપિથીલિયમ ) નાં પડળો વચ્ચે આવેલું સંયોજી ઉત્કોનું 
જે મજબૂત પડ છે તેને જ કર્ણપટહ કહેવામાં આવે છે . તેનો આકાર શંકુ જેવો 
હોય છે . તે ખૂબ દૃઢ હોય છે તેથી જ્યારે તેના પર એક સેંકન્ડના 10 સાઈકલના 
દરથી બદલાતું 9800 ડાઈન / ( સેંમી ) જેટલું દબાણ લાગે ત્યારે 0 . 2 
મિમીથી 0 . 4 મિમી જેટલું જ ખસે છે . આ કર્ણપટહનું ક્ષેત્રફળ લગભગ 
0 . 9 ( સેમી ) જેટલું હોય છે . 
( 2 ) મધ્યકર્ણ : કર્ણપટહ તથા લંબગોળ અને ગોળ બારી વચ્ચેના 
ભાગને મધ્યકર્ણ કહેવામાં આવે છે . તે લમણામાંના હાડકામાંનું અનિયમિત 
આકારનું હવાથી ભરેલું પોલાણ છે . આ હવાની આવજા મધ્યકર્ણથી ગળા 
સુધી આવતી એક નલિકા દ્વારા થાય છે . તે આશરે દોઢ ઈંચ જેટલી લાંબી 
હોય છે અને યૂસ્ટેશિયન નલિકા સીધા સંપર્કમાં રહી શકે છે , તેથી કર્ણપટહની 
બ઩્ને બાજુ વાતાવરણના દબાણનું મૂલ્ય સરખું રહે છે . કોઈવાર શરદીને લીધે કે 
બીજા કારણસર જ્યારે આ નલિકામાં સોજો આવે છે ત્યારે મધ્યકર્ણમાંની હવાની 
અવાજ બંધ પડે છે અને મધ્યકર્ણમાં જો હવાનું દબાણ વધી જાય તો કાનમાં 
પીડા થાય છે અને સાંભળવામાં મુશ્કેલી પડે છે . આપીડામાંથી તાત્કાલિક રાહત 
મેળવવા માટે ખોરાકનો કોળિયો કે કોઈ બીજી કોઈ ખાદ્ય વસ્તુ ગળવાની ક્રિયા મદદરૂપ 
થાય છે . કોળિયો ગળાવની ક્રિયા યૂસ્ટેશિયનમાં નલિકા ખૂલે છે અને તેથી મધ્ય - 
કર્ણમાં રોકઈ ગયેલી રહેલી હવા મોઢા મારફતે વાતાવરણની હવાના સંપર્કમાં આવે 
છે . આથી કર્ણપટહની બ઩્ને બાજુહવાનું દાબણ સરખું થઈ જાય છે . 
મધ્યકર્ણમાં નાનાં નાનાં ત્રણ અસ્થિની સાંકળ હોય છે . તેમના આકાર 
પરથી તેમનું નામ એરણ ( anvil , incus ) , હથોડી ( hammer , malleus ) 
તથા પેંગડું ( stirrup , stapes ) પાડવામાં આવ્યું છે . આકૃતિ ( 66 ) મુજબ 
હથોડીનો ભાગ કર્ણપટહની અંદરની બાજુએથી જોડાયેલ છે . એરણ તથા 
પેંગડાનાં અસ્થિ એકબીજા સાથે જોડાયેલાં છે . પેંગડાનો નીચલો ભાગ અંતઃ 
3પાન નં 165 
કર્ણની લંબગોળ બારી સાથે જોડાયેલ છે . આ રીતે 
અસ્થિસાંકળનો એક ભાગ કર્ણપટહ સાથે અને બીજો 
ભાગ અંતઃકર્ણની લંબગોળ બારી સાથે જોડાયેલ છે . 
આ સાકળ એક ઉચ્ચાલનની ગરજ સારે છે અને 
કર્ણપટહ પર અથડાતાં મોજાંની શક઼્તિમાં લગભગ 
આઠથી દસ ઘણો વધારો કરે છે . આ શક઼્તિશાળી 
મોજાં લંબગોળ બારી મારફતે અંતઃકર્ણમાં પ્રવેશે છે . 
માનવીના કંકાલતંત્રના બદાં હાડકાંમમાં કાનનાં આ હાડકાં નાનામાં નાના છે . 
જ્યારે કોઈ તોપનો ગોળો છૂટે , બોમ્બવર્ષા થાય કે પ્રચંડ મેઘગર્જના 
થાય ત્યારે ધ્વનિના તરંગો અસામાન્ય પ્રબળતાવાળા હોય છે . આ તરંગો કર્ણ - 
પટહમાં તૂટી જાય એટલું મોટું દબાણ કરી શકે છે . આવા સંજોગોમાં જો મોં 
ખોલી નાંખવામાં આવે તો કર્ણપટહને તૂટતું બચાવી શકાય છે . કેમ કે મોઢું ખોલવાથી 
વાયુનું દબાણ થાય છે . કર્ણપટહની બંને બાજુએ સરખું દબાણ થઈ જવાથી 
તેને નુકસાન થતું નથી . આ કારણસર જ્યારે સેનિકો ગોળીબાર કરે છે ત્યારે તેઓ 
તેમનું મો ખુલ્લું રાખે છે . 
( 3 ) અંતઃકર્ણ : અંતઃકર્ણનો જે ભાગ શ્રવણ સાથે સંબંધ ધરાવે છે તેને 
કર્ણાવર્ત ( ક૊કેલિયા ) કહેવામાં આવે છે . તેની રચના તથા કાર્ય ઘણાં ગૂંચવણભરેલાં 
છે અને હજી સુધી તે પૂરી રીતે સમજી શકાયાં નથી . , તેની રચના શંકુ આકારના 
ગૂંચળા જેવી છે . પાયાના ભાગમાં આ ગૂંચળાના વ્યાસ લગભગ 9 . 0 મિની અને 
ઊંચાઈ લગભગ 3 . 0 મિમી હોય છે . જો આ ગૂંચળાને ઉકેલવામાં આવે તો તેની 
કુલ લંબાઈ લગભગ 35 મિમી થાય છે . આનલિકાને ત્રણ ભાગોમાં ( ઉપ - 
નલિકાઓમાં ) વહેંચી શકાય છે . 
( 1 ) ઘ્રાણ અધઃકુલ્યા ( The Scale Vestibuli ) 
( 2 ) કર્ણાવત મધ્ય અધઃકુલ્યા ( The Scala Media ) 
( 3 ) કર્ણાવત અધઃકુલ્યા ( The Scala Tympani ) 
કર્ણાવર્તvr Dhs &amp; e ( ટોચ ) પર , અધઃકુલ્યા અને કર્ણાવત અધઃકુલ્યા એક 
નાના છિદ્ર વડે જોડાયેલા છે . આ છિદ્રને હેલીકોટ્રીમા કહે છે . તેને કારણે આ બ઩્ને 
3પાન નં 166 
અધઃકિલ્યા વચ્ચે લાગતું ધ્વનિનું દબાણ ધીમે ધીમે સમાન થાય છે . આ નલિકાઓમાં 
ભરેલા પ્રવાહીનું 37 C તાપમાને ઘનત્વ 1 . 034 ગ્રામ / ( ઘન સેમી ) તથા શ્યાનતા 
0 . 0197 પ્વાઝ હોય છે . 
મધ્યભાગનો ઉપલી તથા પાછલી બાજુએ ત્રણ અર્ધવર્તુળાકાર પોલી નળીઓ 
છે તેને કર્ણવલયો કહેવામાં આવે છે . તે ત્રણેય નળીઓ એકબીજાને લંબ હોય 
છે . આ નળીઓના પાંચ મુખ મધ્યભાગમાં ઉઘડે છે . તેમના મુખની અંદર 
મગજમાંથી નીકળતા શ્રવણ મજ્જતંતુઓની શાખાઓ આવેલી છે અને તેની 
મારફતે મગજમાં શ્રવણસંવેદનો પહોંચે છે . 
કાર્ય : 
કર્ણેન્દ્રિય મુખઅયત્વે બે કાર્યો કરે છે : 
( 1 ) ધ્વનિનાં મોજાંથી શ્રવણસંવેદનો પેદા કરવાનું , 
( 2 ) શરીરના સ્થાન તથા હલનચલન અંગેના સંવેદનો પેદા કરવાનું 
( 1 ) વાયુના કણોના આંદોલનોથી ધ્વનિ પેદા થાય છે અને ધ્વનિના મોજાં 
શ્રવણનલિકામાંથી પસાર થઈને કર્ણપટહને આંદોલિત કરે છે . આ આંદોલનો મધ્ય - 
કર્ણમાં રહેલી શ્રવણઅસ્થિ સાંકળ દ્વારા અંતઃકર્ણ સુધી પહોંચે છે . શ્રવણઅસ્થિ 
સાંકળથી ધ્વનિનાં મોજાંની શક઼્તિમાં આઠથી દસ ગણો વધારો થાય છે . આ તરંગો 
ક૊ર્ટના અંગ સુધી જાય છે . ક૊ર્ટના અંગમાં થતાં આંદોલનો કર્ણાવર્ત ચેતાઓના 
છેડાઓને ઉત્તેજિત કરે છે અને શ્રવણ ચેતાઓ દ્વારા મગજમાં પહોંચે છે . પ્રમસ્તિષ્ક 
વલ્કુર ( Cerebral cortex ) માં આ મોજાંની પરખ થાય છે અને તેનાથી શ્રવણ - 
સંવેદનો પેદા થાય છે જુદી જુદી આવૃત્તિવાળા ધ્વનિનના તરંગોનું અહીંયા કેવી 
રીતે પૃથક્કરણ થાય છે તે હજી સુધઈજાણી શકાયું નથી . તેથી આ ક્ષેત્રે આધુનિક 
શોધખોળનો વિષય બને છે . 
( 2 ) પ્રઘાણતંત્ર ( Vestibular apparatus ) , શરીરના સ્થાન તથા હલન - 
ચલન નક્કી કરવા માટેના સંવેદનો પેદા કરવામાં મહત્ત્વનાં ભાગ ભજવે છે . કર્ણ - 
વલયોના પ્રવાહીમાં ઝીણાં ઝીણાં વાળ જેવાં ઊભાં તંતુઓ આવેલાં છે . આ 
તંતુઓના ઉપરના છેડે નાની નાની ગોળીયો ( granules ) જેવું હોય છે . જ્યારે 
માણસ હાલે કે ચાલે ત્યારે ગોળીઓ આઘીપાછી થાય છે અને તેની નીચેના 
તંતુઓને ઉત્તેજીત કરે છે . આને કારણે પ્રમસ્તિષ્ક વલ્કુરમાં શરીરના સ્થાન 
અંગેના સંવેદનો જાગે છે . આ સંવેદનોની સાથે જ માથાના તથા શરીરના 
બીજા ભાગોમાં આવેલી પેશીઓના સંકોચનના એવી રીતે ફેરફારો થયા કરે છે કે 
જેથી શરીર સમતુલિત અવસ્થામાં રહે . જે પ્રાણીઓનું પ્રઘાણુતંત્ર નષ્ટ કરવામાં 
3પાન નં 167 
આવે છે તે તેમના શરીરના સમતુલા જાળવી શકતાં નથી અને દરેક હલનચલનમાં 
લથડિયાં ખાઈને કદાચ નીચે પડી જાય છે . 
જો કોઈ માણસના પ્રમાણતંત્રને નુકસાન થાય તચો તોના હલનચલનમાં ગરબડ 
થઈ જાય છે . કેટલાકને ગતિ અસ્વસ્થતા પણ લાગુ પડે છે . ગતિ અસ્વસ્થતાથી 
પીડાતા માણસો જ્યારે નૌકામાં , મોટર કે હવાઈ જહાજમાં મુસાફરી કરે છે 
ત્યારે તેમને ચક્ક્ર ચડે છે કે ઉલ્ટી થાય છે . મોટે ભાગે પ્રઘાણતંત્ર વધુ પ્રમાણમાં 
ઉત્તેજીત થાય ત્યારે જ ગતિ અસ્વસ્થતાનો અનુભવ થાય છે . 
10 . 3 શ્રવણસહાયની જરૂરિયાત 
બાહ્યકર્ણ તથા મધ્યકર્ણ મારફતે ધ્વનિનાં મોજાં અંતઃકર્ણમાં પહોંચે છે . 
શ઱ૂઆતના બ઩્઩ે ભાગ અથવા બેમાંથી એક ભાગમાં કોઈ ખોડખાંપણ હોય તો 
ધ્વનિનાં મોજાંનું બરાબર વહન ( ચાલન ) થતું નથી તેથઈ પ્રમાણમાં ઓછું 
સંભળાય છે . આ પ્રકારનું બહેરાશને ` ચાલનવિરોધી બધિરતા ' કહેવામાં આવે છે . 
જો બાહ્યકર્ણ તથા મધ્યકર્ણ બ઩્ને સારા હોય અને અંતઃખર્ણમાંની કોઈક ખામીને 
કારણે ધ્વનિનાં મોજાં પારખવાની શક઼્તિ ઘટી જાય તો તેને લીધે અનુભવાતી 
બહેરાશને સંવેદી - તંત્રિકા બધિરતા કહેવામાં આવે છે . 
જુદી જુદી જાતની બધિરતાનું જો કાયમી નિવારણ થઈ શકે તેમ ન હોય 
તો ઘણીવાર કૃત્રિમ સાધનની મદદથી તેનું નિવારણ કરી શકાય છે . આવાં સાધનોને 
ક્ષવણસહય કહેવામાં આવે છે . સંવેદી - તંત્રિકા બધિરતાને દૂર કરવાનું કામ 
ઘણું જ મુશ્કેલ છે તેથી તેની ચર્ચા અહીંયા કરી નથી . ચાલનવિરોધઈ બધિરતા દૂર 
કરવા માટે કૃત્રિમ સાધનોનો ઉપયોગ કરી શકાય છે . હવાનાં કકંપનોથી બાહ્યકર્ણમાં 
ધ્વનિનાં આંદોલનો દાખલ થાય છે . આ ધ્વનિ સાંભળવામાં મદદરૂપ થતાં સાધનોને 
વાયુચાલન ઉપકરણો કહેવામાં આવે છે . મધ્યકર્ણમાંથી થતો ધ્વનિનો સંચાર , 
અસ્થિસાંકળ દ્વારા થાય છે . આ અસ્થિસાંકળમાં ધ્વનિનો સંચાર કરવામાં મદદરૂપ 
થાય તેવાં સાધનોને અસ્થિચાલન ઉપકરણ કહેવામાં આવે છે . 
10 . 4 શ્રવણસહાય - સિદ્ધાંત અને કાર્ય 
કોઈ પણ શ્રવણસહાય યંત્રનાં મુખ્યત્વે ત્રણ અંગો છે : 
( 1 ) માઈક્રોફોન , 
( 2 ) પ્રવર્ધક , 
( 3 ) રિસીવર , 
( 1 ) માઈક્રોફોનનું કાર્ય ધ્વનિના તરંગોનું વિદ્યુતતરંગોમાં રૂપાંતર 
કરવાનું છે . આ રૂપાંતર પ્રક્રિયામાં ધ્વનિના તરંગોની બધી જ લાક્ષણિકતાઓ 
3પાન નં 168 
જળવાઈ રહે જોઈએ . ખાસ કરીને ત્રણ પ્રકારના માઈક્રોફોનનો ઉપયોગ થાય 
છે : ( a ) કાર્બન માઈક્રોફોન ( b ) ક્રિસ્ટલ માઈક્રોફોન ( c ) ચલિત ગૂંચળાવાળું 
માઈક્રો઱ોન . 
( 2 ) પ્રવર્ધકનું મુખઅય કાર્ય રૂપાંતર પામેલા વિદ્યુતતરંગોને તેમના અસલ 
સ્વરૂપમાં ફેરફાર કર્યા વિના વધુ શક઼્તિશાળી બનાવવાનું છે . વ્યક઼્તિગત શ્રવણ 
સહ્ય ઉપકરણમાં હવે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ થાય છે . ટ્રાન્ઝિસ્ટરની કાર્યદક્ષતા , 
નાના કદના વાલ્વ ( electronic tube ) કરતાં વધુ સારી હોય છે . રેડિયોમાં , 
જાહેર ભાષણો માટે તથા સમૂહ માટેનાં શ્રવણસહાય ઉપકરણોમાં મોટા વાલ્વ 
( electronic tube ) નો ઉપયોગ થાય છે . 
( 3 ) રિસીવરનું મુખ્ય કાર્ય , શક઼્તિશાળી બનેલાં વિદ્યુતતરંગોને ગ્રહણ 
કરીને તેમનું ફરી઱ી ધ્વનિના અસલ સ્વરૂપના તરંગોમાં રૂપાંતર કરવાનું છે . તે 
બે પ્રકારના હોય છે : ( a ) વાયુ - રિસીવર ( b ) અસ્થિ - રિસીવર . 
રેડિયોના સ્પીકરનો પડદો હવામાં તરંગો પેદા કરે છે તેથી આપણે ધ્વનિ 
સાંભળી શકીએએ છીએ . એ જ રીતે ટેલિફોનમાં પણ પડદાની ધ્રુજારીથી હવામાં 
તરંગો પેદા થાય છે . આ બ઩્ન઩ે વાયુ રિસીવર કહી શકાય તેમના ત્રણ પ્રકાર 
છે : ( a ) ચુંબકીય રિસીવર ( b ) ક્રિસ્ટલ રિસીવર અને ( c ) ગૂંચળાવાળા 
રિસીવર . 
વાયુચાલન રિસીવરની ધ્રુજારી કરતાં અસ્થિચાલન રિસીવરની ધ્રુજારી 
ઓછી હોય છે : પરંતુ તે એટલી પ્રબળ હોય છે કે તેનાથી આખી ખોપરી 
ધ્રુજી ઊઠે છે . આવાં રિસીવરોમાં ઉત્પ઩્ન થતાં તરંગોનાં આંદોલનોની કંપસંખ્યા 
ઓછી હોય છે અને તેથી માત્ર ઊંચી કંપસંખ્યના બહેરાશ ધરાવતા દર્દીઓને 
તે ઉપયોગી થતું નથી . કાનના મધ્યભાગની બહેરાશવાળા તેમજ જેમના કાનમાં 
સતત પ઱ું રહેતું હોય તેવા દર્દીઓ માટે અસ્થિચાલન રિસીવર ઘણાં ઉપયોગી છે . 
10 . 5 શ્રવણસહાય યંત્રો : 
( a ) વ્યક઼્તિગત શ્રવણસહાય યંત્ર : 
આ સાધનમાં માઈક્રોફોન અને પ્રવર્ધક એક નની સરખી ડબીમાં ગોઠવેલાં 
હોય છે . તેના આઉટ - પુટમાંથી એક દોરી વડે રિસીવર જોડેલું હોય છે . 
રિસીવર સાથે પ્લાસ્ટિકનું કવર બેસાડેલ હોય છે અને તે કાનમાં પહેરવાનું 
હોય છે . કાનની સાઈઝ મુજબ જુદા જુદા આકારના કવર બનાવવામાં આવે છે . 
આ સાધનો રોજિંદો વાતચીત સાંભળવા માટે બનાવેલ હોવાથી તેના વડે 750થી 
4000 H આવૃત્તિવાળા અવાજો સારી રીતે સાંભળી શકાય છે . વ૊લ્ટની 
3પાન નં 169 
બેટરીથી તે ચાલે છે . શ઱ૂઆતાનાં સાધનો બધી જ આવૃત્તિવાળા ધ્વનિમાં એક 
સરખી પ્રબળતાનો ઉમેરો કરતાં હતાં તેથી જ્યારે જ્યારે પ્રબળ ધ્વનિ આવે 
ત્યારે ત્યારે તે સાંભળવાનું કષ્ટદાયક થતું હતું . હવે તેમાં સુધારાવધારા કરીને 
જુદી જુદી આવૃત્તિ તથા પ્રબળવાળા ધ્વનિનું વર્ધન જુદા જુદા પ્રમાણમાં થાય 
તેવું મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે . આ જાતના મોડેલથી વાણી કુદરતી હોય 
તેવું લાગે છે . 
* 
﻿
unknown
03-08-17
Gujarati
+ 
પાન નં 58 
તો એનાથી પણ ઊંચાં વધે છે . આટલાં ઊંચાં ઝાડનાં પાંદડાં ત્યારે કેટલાં મોટા હશે ? બહુ મોટાં . બારબાર 
તેરતેર ફૂટ લાંબા હોય છે ! 
ખજૂરીમાંથી તાડી પણ બને છે . આ તાડી પીવાથી માણસનાં શરીર ને મન બગડે છે . 
ખજૂરનું મૂળ વતન ઇરાનના અખાતની આજુબાજુનો પ્રદેશ હોય તેમ માનવામાં આવે છે . ઉજ્જડ 
વેરાન પ્રદેશમાં પણ ખજૂરી ઊગે ને એ પ્રદેશમાં વસતા લોકોને ખોરાક આપે . જો એવા ઉજ્જડ પ્રદેશોમાં 
ખજૂરી ન ઊગતી હોત તો ત્યાંના વતનીઓ શું ખાત ? 
પાન નં 59 
કૅલિફોર્નિયામાં પણ ખજૂરનાં ઝાડ પુષ્કળ છે . સૌથી પહેલાં સ્પેનના પાદરીઓએ સ્પેનથી ખજૂરીના 
ઠળિયા લઇ જઇ ત્યાં રોપ્યા હતા . ખજૂર ઉગાડવાની રીત કંઇક અંશે સફરજન ઉગાડવાની રીતને મળતી 
આવે છે . 
ખજૂરના ઠળિયા ઘણા જ સખત આવે છે . તેના પર કોતરકામ કરી મણકા બનાવવામાં આવે છે ને 
પછી તેની માળા બનાવી કૅથલિક દેશોમાં વેચવા મોકલાય છે . કૅથલિક લોકો આ માળાને પવિત્ર માને છે . 
ખજૂરી આ ઉપરાંત પણ ઘણી રીતે ઉપયોગી વનસ્પતિ છે . 
પાઠ 14 
પાન નં 62 
લેખક - મીન પિયાસી 
7કાબર 
8કાબર 
આવો , આવો કાબરબહેન ! 
બોલો મીઠાં કલબલ વેણ . 
હેં ! કાબર મીઠું બોલે છે ? તમે કહેશો : ` અરે ભાઇ ! તોબા કાબરોથી ! કલબલાટ કરીને એ તો 
માથું પકવી નાખે છે . ' તમારી વાત સાચી છે અને છતાંય કાબર મીઠું બોલી જાણે છે , એ વાત ધ્યાનમાં 
લેવા જેવી છે . આપણી કાબર મેનાના કુળની છે . મીઠું બોલનારાં પંખીઓમાં મેના એક છે અને તેથી મેનાની 
પેઠે એ જાતજાતનાં પંખીઓની બોલીઓનું અનુકરણ કરી જાણે છે . 
પાન નં 63 
આ કાબરબહેન આખા ભારતમાં રહે છે હોં ! કાગડા અને ચકલીની પેઠે એણે પણ આખો દેશ સર 
કર્યો છે ! અને વિજેતાનો ઠસ્સો જોયો ? છાતી કાઢીને ડોકું ડોલાવતી એ ચાલે છે ત્યારે તો જાણે મુંબઇનાં 
શેઠાણી ચોપાટી પર ફરવા નીક઴્યાં ! કાગડો ચાલે છે ખરો , પણ એ પરાણે ચાલતો હોય એવી એની ચાલ 
છે અને ચકીબાઇને તો ચાલતાં જ વળી ક્યાં આવડે છે ? એ તો કૂદુકકૂદુક કરતાં ઠેકતાં જાય છે . 
એમનામાં કાબરબાઇનાં ઠાવકાઇ અને રુઆબ જરા પણ જોવા ન મળે . 
અને કાબરબહેનનું ભોજન ? એ બધું જ ખાય છે ! શાક , ભાત અને રોટલી ખાય ; 
જીવડાં - જીવાતને પણ એ ખાય , અને કાનખજૂરાં , તમરાં અને તીડને એ તો દીઠાં ન મૂકે . અળસિયા કે 
પાંખોવા઴ી ઊધઇને એનો માંસાહાર કહીએ તો વડપીંપરના ટેટા એનો શાકાહાર છે . પણ આ બધુંયે ખાવામાં 
ક્યારેય કશી ઉતાવ઴ નહિ , કશી ધમાલ નહિ . બધો ભોજનવિધિ નિરાંતે શાંતિથી પતે . 
કાબર મોટે ભાગે જોડીમાં જ રહે છે . નર - કાબર અને માદા - કાબર બન્ને સાથે ફરે . જમીન પરથી 
અનાજ , જીવાત વગેરે વીણી ખાય . વાતો કરતાં જાય ને ક્ષુધાદેવીને ભોગ ધરાવતાં જાય . પેટ ભરાઈ જાય 
એટલે ભોજન પછીનું ગીત ગવાય . કજિયાળી કાબર ત્યારે મધના ઘૂંટડા ભરતી લાગે . સંગીત - નાયક 
નર - કાબરના હાવભાવ જોવા જેવા હોય છે . એના ગીતમાં ન મળે તાલ કે ન મળે સૂરની મિલાવટ , પણ 
ઠાઠ જુઓ તો લાગે કે જાણે ઉસ્તાદ તાનસેન ગાવા બેઠા છે ! કીકી . . . કીકી , ચુક . . . ચુક ટીકુ . . . . ટીકુ 
કોક કોક અને એવા તો અનેક અવાજ કાઢે . ગાતી વખતે નર - કાબર મસ્ત બની જાય . શરીર ફુલાવે , 
માથું હલાવે , પીંછાં ઊભા કરી માથાની ચોટલીને સિસોળિયાની પેઠે ઊંચી - નીચી કરે અને આનંદ વ્યકત કરે . 
પણ એ બંન્નેના રાજયમાં કોઈ ઘૂસી આવે તો ભારે લડાઈ જામે . અને બન્ને પોતાની જગાનું 
બહાદુરીપૂર્વક રક્ષણ કરે . ઘણી વાર નર - કાબર ટોળે વળી કાગારોળ કરતી અને દુશ્મનોનો સંયુકત રીતે 
સામનો કરતી જોવા મળે છે . આવું બને ત્યારે માનવું કે નજદીકમાં કયાંક સાપ , નોળિયો , બિલ્લી કે 
પાન નં 64 
બાજ જેવા ઇંડાં અને પક્ષીને ખાઇ જનાર કોઇ શત્રુએ દેખા દીધી હશે . એવા શત્રુને જોતાવેંત જ નર - કાબર 
જાણે પોતાની બોલીમાં જાહેર ચેતવણીના સૂર કાઢે છે કે પંખીઓ , સાવચેત ! જોખમ ફરકતું જણાય છે . 
કાબર રૂપાળી છે એમ કહું તો ખોટું નહિ માનો ને ? કાબરનાં ડોક અને માથું તેલ નાખી ઓળેલાં 
હોય તેવાં ચમકે છે . કાબરની છાતીનો ઉપલો ભાગ કા઴ો છે , જ્યારે બાકીનો ભાગ - પીઠ અને પડખાં ભૂરાશ 
પડતાં જાંબલી રંગનાં છે . આ રંગ કેવો છે એ કહેવું મુશ્કેલ છે . તડકામાં એ રંગ ગુલાબી ઝાંયમાં સહેજ 
વાદળી રંગ ભળ્યા જેવો લાગે છે . એનો આ રંગ માથા તરફ ઘેરો છે અને પૂંછડી તરફ આછો થતો જાય 
છે . 
કાબરનો પેડુ અને પૂંછડીની નીચેનો ભાવ સાવ ધોળો છે . પાંખો અને પૂંછડી ઘેરા રંગનાં અને કાળાશ 
પડતાં છે . પૂંછડીને છેડે સફેદ કિનાર છે , પણ એમાંનાં વચ્ચેનાં બે પીછાંને છેડે સફેદ રંગ નથી . આ સફેદ 
રંગ કાબરની પાંખને કિનારે પણ છે . કાબર ઊડે છે ત્યારે એ કિનાર મજાના સફેદ પહોળા પટામાં પલટાઇ 
જાય છે , અને ત્યારે પૂંછડીનો પંખો એની શોભામાં ઓર વધારો કરે છે . 
અને એની ચાંચ ? એની ચાંચ પીળી છે એટલું જ નહિ , પણ ઠેઠ આંખ સુધી પીળી ચામડીથી 
સંકળાયેલી છે . ચાંચની એ પીળાશની શોભામાં અભિવૃદ્ધિ કરે છે કાબરના પીળા પગ . રૂપેરંગે આવી રૂપાળી 
કાબર કજિયાળી છે એટલે લોકો એના તરફ ધ્યાન આપીને જોતા નથી , પણ લોકોની એ ઉદાસીન વૃત્તિની 
કાબરને જરાયે પડી નથી . એ મસ્ત પંખી છે અને લડવાનું ન થાય ત્યાં સુધી મસ્ત રહે છે . વિનોદી 
અવસ્થામાં એ જાતજાતનાં પંખીઓની બોલી બોલે છે . આપણને લાગે કે સાચે જ એ પંખી આવ્યું છે . ઊઠીને 
જોવાં જઇએ ત્યારે માલૂમ પડે કે આપણે છેતરાયા ! આપણે જેણે જોવા ગયા હોય તે પંખીને બદલે 
કાબરનાં જ દર્શન થાય ! નિરાંતે બેસીને એ છેતરામણીના સૂર કાઢતી હોય છે . એની એ વખતની મસ્તી 
ઓર પ્રકારની હોય છે . 
કાબર ઊડે છે ત્યારે બહુ મીઠો ` કવ્વુક ' અવાજ કરે છે . ઘણા માને છે કે એ એની પાંખોનો 
અવાજ છે , પણ એમ નથી ; કાબરના અનેક મીઠા બોલ પૈકીનો એ એક વિશિષ્ટ અવાજ છે . 
પાન નં 65 
સામાન્ય રીતે કાબર રાતવાસો ઝાડ પર કરતી હોય છે . સૂર્યાસ્ત પહેલાં સૂવા જતી વખતે એ 
ભારે શોરબકોર કરી મૂકે છે . ભેગા કાગડા અને પોપટ પણ હોય છે . કલાકેક ઘોઁઘાટ ચાલે છે અને પછી 
લશ્કરી શિસ્તની શાંતિ પથરાઈ જાય છે . 
જેઠથી શ્રાવણ સુધીમાં ઘાસ , ચીંથરાં , ડાળખાં , કાગળ અને એવું બધું ભેગું કરી કાબર મા઴ો બાંધે 
છે . એનો મા઴ો ઝાડની બખોલમાં કે ઘરની દિવાલના બાકોરામાં હોય છે . એનો માળો એવી હૂંફાળી જગ્યાએ 
હોય છે કે ઈંડાં એની મેળે જ સેવાતાં જાય . કાબર ચારથી પાંચ જેટલાં સુંદર આસમાની રંગનાં ઇંડાં મૂકે 
છે . 
ઘણી વાર કાબર એના એ જ માળાનો વરસોવરસ ઉપયોગ કરે છે . કાબર ઘ઱આંગણાંનું એક અનોખું 
પંખી છે . 
પાઠ 15 
પાન નં 67 
લેખક - શાંતિભાઇ આચાર્૟ 
7ડાંગદરબાર 
8ડાંગદરબાર 
અમારી શાળાએ ગુજરાતના હવા ખાવાના એખ માત્ર સ્થળ - સાપુતારાનો પ્રવાસ ગોઠવ્યો હતો . 
સાપુતારાનો પ્રવાસ પૂરો કરીને અમારી ખાસ બસ જિલ્લાના મુખ્ય મથક આહવા તરફ પાછી આવી રહી 
હતી , ત્યારે સ્થાનિક વસ્તીનાં અનેક ઝોલાં એક પછી એક આહવા તરફ જતાં જણાતાં હતાં . બસ આહવા 
આવી પહોંચી ત્યા તો દૂરથી એક વિશાળ મેદાનમાં મોટો મેળો ભરાયો હોય એવું જણાયું . અમારી સાથેના 
શિક્ષકને અમે આ મેળો જોવા માટે થોડી વાર બસ થોભાવવાની વિનંતી કરી . શિક્ષકે બસ થોભાવી કે તરત 
અમે મેળો જોવા ઊતરી પડયાં . ચારે બાજુ સ્ત્રી - પુરુષોનાં ઝોલાં આનંદ માણી રહ્યાં હતાં . બાળકો 
નાચતાં - કૂદતાં ધમાચકડી મચાવી રહ્યાં હતાં . હાટડીઓ મંડાઇ ગઇ હતી . વેપારીઓ પોતાનો માલ વેચવામાં 
મશગૂલ હતા . કેટલાક ચગડોળવાળાઓ ` ચાલો , પચાસ પૈસામાં હવાઇ મુસાફરી ! ' જેવાં વાક્યો દોહરાવીને 
લોકોને આકર્ષી રહ્યા હતા . 
મેળો જોઇને અમે અમારે ઉતારે આવ્યાં . રાત્રે વાળું - પાણી કરીને અમે સૌ ભેગા થયાં . અમારા શિક્ષકે 
અમને ડાંગ જિલ્લાના લોકજીવનની કેટલીક સરસ વાતો કહી : 
" તમે સહુ જાણો છો તેમ આ જિલ્લાનું નામ ડાંગ છે . આપણા ગુજરાત રાજ્યના કુલ ઓગણીસ 
જિલ્લાઓમાંનો એ એક છે . ગુજરાતી ભાષામાં ડાંગ એટલે મોટી લાકડી , તેવો ડાંગનો એક અર્થ છે તે તમે 
પાન નં 68 
જાણતાં હશો . પરંતુ એનો એક બીજો અર્થ ` જંગલથી ભરપૂર ડુંગરાળ પ્રદેશ ' એવો પણ થાય છે તેની 
તમને ખબર નહિ હોય . આપણે સાપુતારાથી આહવા સુધી આવ્યાં એમાં કેટલા બધા ડુંગરાઓમાંથી પસાર 
થયાં ! વળી , જંગલનું તો પૂછવું જ શું ? આપણી બસ કેવા ગાઢ જંગલમાંથી પસાર થઇ હતી ! " 
" આપણે જે ડુંગરાઓમાંથી પસાર થયાં હતાં તે સહ્યાદ્રિની ગિરિમાળા હતી . આ ગિરિમાળા આ જિલ્લાને 
ક્યાંકક્યાંક ઊંચકી લઇને તો વળી ક્યાંક નીચે ગબડાવી દઇને જાણે રમાડી રહી છે ! આમાં ગિરિમાલાને સાથ 
આપે છે જંગલ . ભારતભરમાં વલસાડી સાગ તરીકે પ્રસિદ્ધ એવાં સાગવૃક્ષોનાં વનોથી ભર્યુંભર્૟ું લાગતું આ 
જંગલ જિલ્લાને સંતાકૂકડી રમાડયાં કરે છે ! " 
પાન નં 69 
" ચોમાસા દરમિયાન પોંતાની ગિરા , પૂર્ણા , અંબિકા અને ખાપરી નદીઓનાં પૂરમાં નાહતો , ગુજરાત અને 
મહારાષ્ટ્રની સરહદે આવેલો આ જિલ્લો ભારે રળિયામણો લાગે છે ! " 
" આ જિલ્લા વિશે આજથી માત્ર ત્રીસ - ચાળીસ વર્ષ પહેલાં આપણે ભાગ્યે જ કશું જાણતા હતા . 
દેશમાં આઝાદી આવ્યા પછી પ્રજાના વિકાસ માટેની વિવિધ યોજનાઓ અમલમાં આવી . આના પરિણામે 
આધુનિક યુગથી વર્ષો સુધી અજાણ રહેલી અહિની આદિવાસી પ્રજાનો બહારની દુનિયાને સંપર્ક થયો , અને 
તમે સહુ પણ આપણાં આ આદિવાસી ભાઇ - બહેનોને જોઇ શક્યાં . 
" આ જિલ્લામાં વસણારી પ્રજા ડાંગી તરીકે ઓળખાય છે . મુખ્યત્વે એઓ આદિવાસી છે . એમની 
અહીં વસતી જાતિઓમાં કુનબી , ભીલ , વારલી અને ગામીતની મોટી વસ્તી છે ; જ્યારે ધાડિયા , વિટોલિયા , 
કાથોડિયા , ચૌધરી , દૂબળા અને નાયકડા જાતિઓની જૂજ વસ્તી છે . ખેતી અને જંગલની પેદાશને આધારે આ 
જાતિઓ પોતાનું ગુજરાન ચલાવે છે . " 
" આઝાદી પહેલાં સૌરાષ્ટ્રની જેમ આ પ્રદેશમાં પણ અનેક રાજવીઓની આણ પ્રવર્તતી હતી . બીજા 
રાજાઓ કરતાં અહીંના રાજાને ઓળખી કાઢવાનું ખૂબ જ મુશ્કેલ . રાજા હોય તેણે કીમતી પોશાક પહેરેલો 
હોય , સોનાના અને હીરાના અલંકારો પહેરેલા હોય , માથે કીમતી સાફો હોય એવી આપણા મનમાં રાજાની 
આકૃતિ છે . પરંતુ અહીંના રાજાના પોશાકમાં માથે સફેદ ( પહેલાં રંગીન પણ પહેરાતો ) ફેંટો , નીચે લંગોટી 
અથવા ટૂંકી પોતડી , શરીરે બાંડિયું અને ક્યારેક એના પર કાળું જાકીટ આટલું રહેતું . આવા પોશાકવા઴ા 
માણસને બિનઆદિવાસીઓ રાજા તરીકે કેવી રીતે ઓળખી શકે ? પોશાકના આવા ભેદને કારણે ઘણા 
બિનઆદિવાસી ભાઇઓને રાજાઓનો માર પડયો હોવાનું કહેવાય છે . આવા પોશાક વાળો માણસ રાજા હોઇ 
શકે તેવો ખ્યાલ નહિ આવવાથી , અજાણ્યા માણસો રાજા બેઠો હોય ત્યાંથી નમસ્કાર કર્યા વિના પસાર થઇ 
જતા . રાજાને આ અપમાન લાગી જતું અને પરિણામે ઘણાને રાજાનો માર પડતો ! " 
પાન નં 70 
" રાજાઓ મુખ્યત્વે ભીલ જાતિના હતા . ડાંગની તેમજ આજુબાજુના પ્રદેશની વસ્તીને એઓ ભારે 
રંજાડતા . લૂંટફાટ તથા મારફાડ માટે એઓ ખૂબ જાણીતા હતા . " 
" આ રાજાઓને પોતપોતાનાં જંગલો હતાં . આ જંગલોનાં સાગનાં લાકડાં માટે , ખાસ કરીને અત્યારના 
વલસાડ જિલ્લાના વેપારીઓ આ પ્રદેશમાં આવતા થયા . શરૂઆતમાં વેપારીઓ રાજવીઓને ભેટસોગાદો આપીને 
તેના બદલામાં જોઇએ તેટલાં ઇમારતી લાકડાં ગાડાં ભરીને લઇ જતા . પછીથી આ લાકડું વહાણો બનાવવામાં 
પણ ખૂબ ઉપયોગી જણાતાં વેપારીઓ વધારે આકર્ષાયા . એમ કહેવાય છે કે રાજવીઓએ પણ પછીથી 
ગાડાદીઠ એક રૂપિયો કર લેવાનું નક્કી કર્યું હતું . ધીમેધીમે આ લાકડું એટલું બધું પ્રસિદ્ધ થયું કે જેથી 
જંગલોનો ઇજારો બ્રિટિશરોએ લઇ લીધો . આ રીતે અહીં બ્રિટિશરોનો પગપેસારો થયો ! " 
" બ્રિટિશરો અહીંના રાજવીઓને ઇજારાના બદલામાં અમુકઅમુક રકમ ચૂકવતા . આ રાજવીઓના જંગલના 
જે હકો હતા તેના બદલામાં એમને નિયત રકમ બ્રિટિશરો વર્ષે એક મેળાવડો ભરીને ચૂકવતા . તમે આજે જે 
મેળો જોયો તે મૂળ તો આ મેળાવડાનું વિકસેલું સ્વરૂપ છે . આ મેળાવડાને ` ડાંગદરબાર ' એવું નામ 
આપવામાં આવ્યું હતું . " 
" શરૂઆતમાં જ્યારે ડાંગદરબાર જુદાંજુદાં સ્થળે ભરવામાં આવતો હતો ત્યારે દરબારમાં જનાર 
સહુને સીધું આપવાની પ્રથા ચાલુ રહી હતી . વખત જતા રાજાઓના દરબારની સાથોસાથ , કારભારીઓ , 
પટેલો , જગલ્યાઓ ( સાદ પાડીને ખબર આપનારાઓ ) વગેરેને સરપાવ આપવાનો દરબાર પણ શરૂ 
થયેલો . સરકારના જંગલખાતાને મદદરૂપ થવા બદલ આ લોકોને સોના - રૂપાનાં કડાં , બંદૂકો વગેરે જેવી 
ચીજો આપવામાં આવતી હતી . " 
" અંગ્રેજ સરકાર આ દેશમાંથી વિદાય થઇ અને આપણાં દેશમાં આપણું રાજ્ય સ્થપાયું તે પછીથી 
ધીરેધીરે પ્રજાના વિકાસનું દૃષ્ટિબિંદુ આ પ્રસંગ સાથે સાંકળી દેવામાં આવ્યું . પરિણામે ડાંગદરબારને 
લોકજાગૃતિના વેળા જેવું આજનું સ્વરૂપ મળ્યું . " 
" હવે દર વર્ષે આહવામાં આ લોકમેળો યોજાય છે . સરકારનાં ખેતીવાડી , વિકાસ , પશુઉછેર , 
આરોગ્ય , માહિતી વગેરેને લગતાં ખાતાં તથા જિલ્લાની શાળાઓ પણ આમાં રસ લે છે . " 
" ડાંગનો એકમ થયા બાદ રાજવીઓને મળતી વાર્ષિક સાલિયાણાની રકમ આ દરબારમાં એઓને 
આપવામાં આવે છે . આની સાથોસાથ પટેલ , કારભારી , જાગલ્યાઓ વગેરેને થાળી , લોટા , પવાલાં , બાલદી , 
ફાનસ , ધાબળા , હળ વગેરે જેવી જીવન - જરૂરિયાતની વસ્તુઓની ભેટસોગાદો અપાય છે . 
" આ પ્રસંગને હવે લોકમેળાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે . આ દિવસો દરમિયાન આખા જિલ્લામાંથી 
અનેક આદિવાસી ભાઈબહેનો આહવામાં આવીને મેળાની મોજ માણે છે . બે ત્રણ દિવસ સુધી રાખવામાં આવતા 
સરકારનાં તેમજ વિવિધ સંસ્થાઓનાં માહિતીખંડો તથા પ્રદર્શનોમાંથી અનેક પ્રકારની માહિતી મેળવીને ઉત્તમ 
નાગરિક બનવા માટેનું ભાથું એઓ લઈ જાય છે . આ ઉપરાંત , તમે સૌએ જોયાં તેવાં અનેક પ્રકારનાં 
હાટોમાંથી અનેક વસ્તુઓ ખરીદી જઈ , બે ત્રણ દિવસ આનંદપ્રમોદ કરી , વિખરાઈ જાય છે . 
આમ , આ મેળો ડાંગી પ્રજા માટે મેળો જ નથી , બહુમૂલી પરંપરા પણ છે . " 
શિક્ષકે અહીં વાત પૂરી કરી ત્યારે ઓરડો તાળીઓના ગડગડાટથી ગાજી ઊઠયો . 
" 
પાઠ 17 
પાન નં 84 
લેખક - રમણલાલ સોની 
7દેશભકત જગડુશા 
8દેશભકત જગડુશા 
સ્થળ : પાટણ 
પાટણના રાજા વિશળદેવનો દરબાર 
[ રાજા વિશળદેવ દરબાર ભરીને બેટા છે , પણ સૌનાં મોં ઉદાસ છે . આખાયે દરબારમાં જાણે 
નિરાશાની ઘેરી છાયા ફરી વળેલી છે . રાજાની સામે રાજજોષી ટીપણું પહોળું કરીને બેઠા છે . તે આંગળીના 
વેઢા પર આંકડા માંડે છે . ] 
રાજા : તે જોષીજી , આ વર્ષેય વરસાદ નથી શું ? 
જોષી : મહારાજ , મને થાય છે કે કાળવાણી ઉચ્ચારતાં મારી જીભ કપાઈ કેમ નથી જતી ? 
રાજા : સમજી ગયો ! હું સમજી ગયો ! જોષી , હવે બોલવાની જરૂર નથી . 
[ એટલામાં બહારથી ઘણા લોકોનો પોકાર સંભળાય છે : " અમને ખાવાનું આપો ! અમને 
જિવાડો ! અમે મરી જઇએ છીએ ! " ] 
રાજા : મારી રાંકડી રૈયત ભૂખે મરે છે ! હવે તો એક આશા જગડુશાની રહી છે . પ્રધાનજી એમને 
તેડી લાવવા કચ્છ ગયા છે . આજકાલમાં આવી જવા જોઇએ . 
દરવાન : [ પ્રવેશી , રાજાને પ્રણાBમ કરી ] મહારાજ ! કચ્છના શાહ સોદાગર શેઠ જગડુશા પધાર્યા છે . 
પ્રધાનજી પણ સાથે છે . 
રાજા : [ એકદમ ઉત્સાહમાં આવી ] એકદમ , એકદમ એમને અંદર લઇ આવ ! 
પાન નં 85 
દરવાન : [ નમ્રતાથી ] મહારાજ , પ્રધાનજીએ કહેવડાવ્યું છે કે શેઠ જગડુશા શાહ સોદાગર છે . તેમનો 
સત્કાર કરવા આપ પોતે - 
રાજા : સમજ્યો , સમજ્યો ! એમના સત્કાર માટે મારે જ સામા જવું જોઇએ . પ્રધાનજીની વાત સાચી છે ! 
[ રાજા ગાદી પરથી ઉભો થઇ જાય છે . આખી કચેરી ઊભી થઇ જાય છે . પછી રાજા જગડુશાનો 
સત્કાર કરવા પ્રવેશદ્વાર ભણી જાય છે . સામેથી પ્રધાન જગડુશાને લઇ આવે છે . જગડુશાને જોઇ 
રાજા ઝડપથી પગલાં ભરી એની સામે જાય છે , તેવી જ રીતે જગડુશા પણ ઝડપ કરે છે . બન્ને 
એકબીજાને વહાલથી ભેટે છે . પછી રાજા જગડુશાનો હાથ પકડી રાજગાદી તરફ દોરી જાય છે , અને 
પોતાની જોડે જ ગાદી પર તેમને બેસાડે છે . બન્નેના બેઠા પછી પ્રધાન અને દરબારીઓ 
પોતપોતાનાં આસન પર બેસે છે . ] 
જગડુશા : મહારાજ , ઓચિંતાનો કેમ યાદ કર્યો મને ? 
રાજા : સુખદુ : ખની વાતો કરવા , શેઠજી ! ગુજરાતમાં આજે ત્રણ વરસથી કારમો દુકાળ ચાલે છે ! 
પાન નં 86 
જગડુશા : એકલા ગુજરાતની કાં વાત કરો ? આખા હિંદુસ્થાનમાં આજે દુકાળ છે . સિંધ , મેવાડ માળવા , 
કાશી અને ઠેઠ કંદહાર લગી આજે લોકો ભૂખે મરે છે અને પાનખરમાં પાંદડાં ખરે તેમ ખરે છે . 
વખત એવો બારીક છે કે ભલભલાની લાજ જવાનો વખત છે . સાત ખોટના દીકરાના મોંમાંથી બાપ 
બટકું રોટલો કાઢી ખાય છે . મૂઠી ધાન સારૂ માબાપ છોકરાને વેચે છે ! શી ખબર શું થવા 
બેઠું છે ? 
રાજા : રામજી રાખશે તે રહેશે ! પણ આવે વખતે રૈયતને ટકાવી રાખવાનો રાજ્યનો ધર્મ છે . 
જગડુશા : આપ સરખા પ્રજાવત્સલ્ય રાજાના મોંમાં આવા જ શબ્દો શોભે . મને એ સાંભળી બહુ આનંદ થાય 
છે . મેં તો સાંભળ્યું છે કે આપે આપના ધાનના કોઠાર અને ધનના ભંડાર ગરીબોને માટે ખુલ્લા 
મૂકી દીધા છે ! 
રાજા : મૂકી દીધા હતા ; હવે તો એય ખાલી થઈ ગયા . હવે મારા ધનના ભંડાર અને અન્નના કોઠાર ખાલી~ 
ખમ થઈ પડયા છે અને રૈયતના પેટનો ખાડો તો હજી ઊણો ને ઊણો જ છે . ધાર્યું ' તું કે ઓણ 
સાલ વરસાદ આવશે ને સૌ સારાં વાનાં થશે , પણ વરસાદ આવ્યો નહિ . અધૂરામાં પૂરું તીડ 
પડયાં ! લોકો ત્રાહિત્રાહિ પોકારે છે ! 
[ એટલામાં બહારથી પોકાર આવે છે : " અમે મરી જઈએ છીએ , અમને જિવાડો , અમને જિવાડો , 
અમને અનાજ આપો ! " ] 
જગડુશા : [ બહારનો પોકાર સાંભળી ] ભૂખ્યાં ગળાંમાંથી પૂરો અવાજ પણ નીકળતો નથી ! 
રાજા : વસ્તીનું દુઃખ એ મારું દુઃખ છે , પણ નિવારણનો કોઈ રસ્તો મને દેખાયો નહિ , ત્યારે હું 
મૂંઝાયો . એવે વખતે તમે યાદ આવ્યા ! 
જગડુશા : [ નવાઈ પામી ] હું યાદ આવ્યો ? કેવી રીતે ? 
રાજા : મારા સાંભળવામાં આવ્યું છે કે પાટણમાં જગડુશાની માલિકીની કેટલીક અનાજની વખારો છે ! 
પાન નં 87 
જગડુશા : જગડુશાની માલિકીની કોઈ અનાજની વખારો ? મહારાજ , આપની કંઈક ભૂલ થાય છે . મારી 
માલિકીની કોઈ અનાજની વખાર મેં પાટણમાં કે કોઈ શહેરમાં આજે રાખી જ નથી . 
રાજા : તો અમે સાંભળ્યું એ શું ? 
જગડુશા : કંઈક સમજફેર થઈ હશે , મહારાજ ! કારણ કે વખારો મારી ખરી ને ? 
રાજા : [ નવાઈ પામી ] વખારો આપની છે અને છતાં એ આપની માલિકીની નથી , એમ આપનું 
કહેવું છે ? 
જગડુશા : વાત એમ છે કે વખારો મારી છે એ વિશે કંઈ શંકા નથી ! 
રાજા		: અને એ વખરોમાનું અનાજ ? 
જગડુશા : એ અનાજ મારું નથી . 
રાજા : [ હતાશ બની જઈ ] એ અનાજ તમારું નથી ? તો શું તમે એ કોઈને દઈ દીધું છે ? 
કોને દીધું ? કયારે દીધું ? હું તમને એના મોં માગ્યા દામ આપત ! 
જગડુશા : એ અનાજ મારું નથી , એ નિશ્ચિત છે . મેં કોને દીધું અને કયારે દીધું એ જાણવું હોય તો 
એમ કરો ને , એ વખારો ખોલાવી એની તપાસ કરાવો ને ? 
રાજા : એમ કેવી રીતે ખબર પડશે ? 
જગડુશા : એમ જ ખબર પડશે . દરેકેદરેકે વખારની અંદર ભીંતપત્ર પર તાંબાપતરામાં લેખ લખાવીને 
જડાવેલો છે . તેમાં એ અનાજના માલિકનાં નામઠામ બધું લખેલું છે ! 
રાજા : ઠીક છે , ઠીક છે , ! હું એ માલિકની પાસે જઇશ . મારી રાંકડી પ્રજાની ખાતર એને કરગરીશ 
ને કહીશ કે સુકાળ થયે તને એકેએક દાણા સાટે મોતી ગણીને આપીશ . પણ આજે મારી પર 
આટલી દયા કર ! 
જગડુશા : જે રાજાના દિલમાં રૈયતનાં સુખદુઃખનો આવો ખ્યાલ છે તેને અનાજ જરૂર મળી રહેશે . 
રાજા : મળી રહેશે ? કોટવાલજી , જાઓ વખારો ઉઘાડો અને લેખ અહીં લઈ આવો ! 
પાન નં 88 
કોટવાલ : જેવી આજ્ઞા , મહારાજ ! [ જવાનું કરે છે ] 
જગડુશા : મહારાજ ! આપે આટલી તકલીફ લેવાની કંઈ જ જરૂર નથી ! હમણાં જ મારા માણસ લેખ 
લઈને અહીં આવશે . મેં કયારનાયે તેમને ત્યાં મોકલી દીધા છે . 
[ એટલામાં હાથમાં તાંબાપતરું લઈને એક માણસ સભમાં દાખલ થાય છે . બધા તેની સામે 
જોઈ રહે છે . પહેલાં એ રાજાને અને પછી જગડુશાને પગે લાગે છે અને પતરું જગડુશાના 
હાથમાં મૂકે છે . જગડુશા એ પતરું રાજાના હાથમાં મૂકે છે . ] 
રાજા : આ જ એ લેખ ? 
જગડુશા : હા , મહારાજ ! પંડિતજી પાસે એ વંચાવો . 
રાજા : પંડિતજી , લો આ લેખ વાંચો . 
[ પંડિતજી ઊભા થઈને આગળ આવે છે , ઉઘાડા ડિલ પર ઉપરણો અને માથે પંડિતશાહી 
પાઘડી શોભે છે . રાજાની સામે આવી પ્રણામ કરી પતરું હાથમાં લે છે . ] 
પંડિત : [ પતરું વાચે છે ] મહારાજ , સાંભળો . આમાં લખ્યું છે કે આ વખાર જગડુશાની છે , પણ 
વખારમાંનું બધું અનાજ એનાં ભૂખે મરતાં ગરીબ ભાઈભાંડુઓનું છે . દેશની ભૂખે મરતી વસ્તી 
આ અનાજની માલિક છે . એના એક દાણા પર પણ જગડુશાનો હક નથી ! 
[ આખી સભા આ સાંભળી ઘડીભર સ્તબ્ધ બની જાય છે . પછી કળ વળતાં બધા 
` વાહવાહ ' પોકારે છે . ' ] 
રાજા : વાહ , જગડુશા વાહ ! [ ઊભો થઈ જઈ જગડુશાને ભેટી પડે છે . ] તમે તો કહેતા હતા કે 
અનાજ તમારું નથી ? 
જગડુશા : તો મારું કયાં છે ? એ તો ગરીબોનું છે . આ અનાજમાંથી એક દાણોય લેવાનો મને હક 
નથી ! 
[ એટલામાં બીજો માણસ હાથમાં પતરું લઈને આવી પહોંચે છે . તે રાજાને તથા જગડુશાને 
પગે લાગી લેખ જગડુશાના હાથમાં મૂકે છે . જગડુશા તે રાજાને સોંપે છે . રાજા પંડિતને આપે 
છે . ] 
પંડિત : [ બીજો લેખ વાંચે છે ] મહારાજ , સાંભળો , હવે હું બીજું વખારનો લેખ વાંચું છું . આમાં 
લખ્યું છે : આ વખાર 
પાન નં 89 
જગડુશાની છે . પણ વખારમાંનું બધું અનાજ એનાં ભૂખે મરતાં ગરીબ ભાઈભાંડુઓનું છે . 
દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે . એના એક દાણા પર પણ જગડુશાનો 
હક નથી ! 
[ આખી સભા ` વાહવાહ ' પોકારે છે . રાજા ફરી જગડુશાને ભેટી પડે છે . એવામાં ત્રીજો 
માણસ સભામાં પ્રવેશે છે . તેના હાથમાં પણ તાંબાપતરું છે . પહેલાંની પેઠે તે પતરું 
પણ જગડુશાના અને રાજાના હાથમાં થઈને પંડિતના હાથમાં આવે છે . ] 
પંડિત : હવે ત્રીજી વખારનો લેખ સાંભળો : આ વખાર જગડુશાની છે પણ એના પર પણ જગડુશાનો 
હક નથી ! દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે . 
રાજા : વાહવાહ ! વાહવાહ ! 
[ આખી સભા આનંદનો જયઘોષ કરે છે . ] 
રાજા : જગડુશા , આવી તમારી કેટલી વખારો છે ગામમાં ? 
જગડુશા : ચાલીસેક હશે , મહારાજ ! 
રાજા : ચાલીસ વખારો ? ત્યારે તો મારી પ્રજા જીવી ગઈ અને હુંયે જીવી ગયો ! જયાં લગી 
ગુજરાતમાં તમારા જેવા ઉદાર શ્રેષ્ઠીઓ છે , જગડુશા ! ત્યાં લગી ગુજરાતના રાજયને કોઈ 
આંચ આવવાની નથી ! 
[ ત્યાં તો એક સાથે અનેક માણસો હાથમાં તાંબાપતરા લઈ સભામાં પ્રવેશે છે . અને એમને 
જોઈ આખી સભા આનંદના આવેશમાં આવી ઊભી થઈ જયનાદ પોકારે છે . ] 
આખી સભા : ગુજરાતનો રાજા ઘણું જીવો ! ગુજરાતનો શાહ સોદાગર ઘણું જીવો ! ગુજરાતનું રાજય 
અમર રહો ! 
( પડદો ) 
પાન નં 91 
પાઠ - 18 
લેખક - યશવંત મેહતા 
7પહેલા ગુજરાતી વનસ્પતિવિજ્ઞાની 
8પહેલા ગુજરાતી વનસ્પતિવિજ્ઞાની 
ઇ . સ . 1884 ની એક સવારે પોરબંદરના રાજમહેલમાં દીવાનસાહેબની સમક્ષ પાંત્રીસેકની વયનો 
એક જુવાન અદબથી બેઠો છે . ખાસ્સો પ્રભાવશાળી ! દીવાનસાહેબ એ જુવાનને કહે છે : " જુઓ , તમારા 
કામથી અને તમારા જ્ઞાનથી અહીં સહુ રાજી છે . કામ તો તમે એક મહિનાથી કરો છો . પણ આટલાં ટુંકા 
ગાળામાં બધાંનાં મન તમે જીતી લીધાં છે . કહો , શો પગાર લેશો ? " 
જુવાનને અચરજ થયું . શેનો પગાર અને શી વાત ! જુવાન કહે : " હું કાંઇ પગાર માટે અહીં આવ્યો 
નથી . હું તો આવ્યું છું અહીંની વનસ્પતિ જોવા , જાણવા અને સમજવા . " 
દીવાનસાહેબને પણ નવાઇ લાગી . ઘણુંખરું તો અહીં જે આવે છે તે પૈસા માટે જ આવે છે . : હું 
પગાર માટે આવ્યો નથી . આ કોઇ નોખી માટીનો માનવી જણાય છે . અરે ભાઇ , વનસ્પતિ જ જોવી હોય , 
પાન નં 92 
જાણવી હોય અને સમજવી હોય તો પોરબંદર રાજ્યનો વગડો વિશાળ છે . ફર્યા કરો , જોયા કરો , બાપલા ! 
દીવાનસાહેબ કહે : " વનસ્પતિ તો જામે ઠીક , તમતમારે જોયા કરો . પણ અહીં તમે જે કામ કરો છો , તેનો 
બદલો તો રાજ્યે આપવો જોઇએ ને ? સાવ મફતમાં કાંઇ તમારી પાસે કામ કરાવાય ? રાજ્યનું ખરાબ 
દેખાય . " 
" દીવાનસાહેબ , આમાં લાભ તો મને છે . આ બરડો ડુંગર જાતજાતની ને ભાતભાતની વનસ્પતિનો 
ભંડાર છે . એમાં ભમવું અને એ વનસ્પતિ સાથે સ્નેહનો સંબંધ બાંધવો . એમાથી જે આનંદ મ઴ે છે એવો 
આનંદ બીજે ક્યાંથી મળે ? " પેલા જુવાને સરળતાથી કહ્યું . 
દીવાનસાહેબ કહે : " એટલે તો અમે તમને અમારા જંગલખાતાના ઉપરી નીમ્યા છે . બર્ડવુડસાહેબે 
માસિક રૂપિયા બસોના પગારની ભલામણ કરી છે . તમને એટલો પગાર ચાલશે ? જુવાન જરા મલક્યો . 
કહે : " હું રહ્યો એકલો જણ . બે રૂપિયામાં ગુજારો થઇ જાય . ઝાઝા પગારને હું શું કરું ? " 
દીવાનસાહેબનો વિસ્મય વધતો જતો હતો . જબરો નિઃસ્પૃહ જણ છે ! પણ વનસ્પતિ માટે એને પાકી 
લગન છે , એટલું નક્કી . હા - ના , હા - ના કરતાં માંડમાંડ સમજાવીને રૂપિયા સોનો પગાર ઠરાવ્યો . 
( 2 ) 
આ જુવાન તે જયક્રૃષ્્ણ ઇન્દ્રજી ઠાકર . ગુજરાતના એ પહેલા વનસ્પતિશાસ્ત્રી . ઇ . સ . 1849માં 
એમનો જન્મ . એમના પિતાજીનું નામ ઇન્દ્રજી ઠાકર . ગિરનારા બ્રાહ્મણ લખપત એમનું વતન . ગામના 
દરવાજાની કૂંચીઓ એમને ત્યાં રહેતી . તેથી એ ` કૂંચીવાળા ' કહેવાતા . અધરાત - મધરાત દરવાજો 
ઉઘાડવાનો થાય તો ઇન્દ્રજી ઠાકરના પાંચેય દીકરાઓ વચ્ચે ` હું જાઉં , હું જાઉં ' એવી હરીફાઇ 
થતી . ગામના દરવાજાની ચાવીઓ એમના ઘેર રહેતી , પણ પછી તો વનસ્પતિવિદ્યાની ચાવીઓ 
પણ એમને મળી ગઇ . 
લખપતમાં માવજી પંડયાની નિશાળમાં એ લખતાં શિખ્યા , વાંચતાં શીખ્યા અને ગણતાંય શીખ્યા . પછી 
એ નોકરી માટે સિંધ ગયા . મોટા ભાઇએ એમને ત્યાંથી બોલાવી લીધા . મુંબઇમાં ચાર ધોરણ ભણીને એ ઊઠી 
ગયા . મથુરા ગયા . ચોપડીઓ વેચવાની દુકાન શરૂ કરી . ચોપડીઓ 
પાન નં 93 
વેચી ને વાંચી . અહીં તેમને પંડિતોને સત્સંગ થયો . મુંબઇના પંડિત જ્યેષ્ઠારામ સાથે એમને અહીં સ્નેહસંબંધ 
બંધાયો . મથુરાએ એમને ચુસ્ત વૈષ્ણવ બનાવ્યા . અહીંનું જીવન એમને ગમી ગયું હતું , પણ હવાપાણી માફક 
ન આવ્યાં . ભાઇઓના આગ્રહથી એ વળી પાછા મુંબઈ આવ્યા . 
મુંબઇમાં પંડિત ભગવાનલાલ ઇન્દ્રજી નામે એક બહુ મોટા વિદ્વાન . પંડિત જ્યેષ્ઠારામે જયકૃષ્ણભાઇનો 
પરિચય એમની સાથે કરાવ્યો . પંડિત ભગવાનલાલને વૈદક અને વનસ્પતિનું સારું જ્ઞાન . બન્ને વચ્ચે 
ગુરુ - શિષ્ય જેવો ભાવ બંધાયો . પંડિત ભગવાનલાલના સંસર્ગે જયકૃષ્ણભાઇને વનસ્પતિની લહે લાગી . મુંબઇની 
ગ્રાન્ડ મેડિકલ કૉલેજના વનસ્પતિશાસ્ત્રના નિષ્ણાત ડૉ . સખારામનો એમને પરિચય થયો . વનસ્પતિવિદ્યાના 
એમના જ્ઞાનના કારણે હવે જયકૃષ્ણભાઇને કેટલાક સુપ્રસિદ્ધ યુરોપીય વિદ્વાનોનો પરિચય પણ થયો . એમાં 
મુંબઇની હાઇકોર્ટના ન્યાયાધીશ બર્ડવુડસાહેબ પણ ખરા . આ બર્ડવુડસાહેબે જ જયકૃષ્ણભાઇને જ પોરબંદરમાં 
નોકરી આપી . 
( 3 ) 
પોરબંદર રાજ્યના જંગલખાતાના ઉપરી અધિકારી તરીકે એમની નિમણૂક થઇ . તે પછી 
જયકૃષ્ણભાઇએ બરડાનો ડુંગર , બરડાનાં જંગલો , બરડાના રબારીઓ સહુની સાથે ઘરોબો બાંધી દીધો . 
ઝાડ - પાન , જાળાં - ઝાંખરાં , વેલા - તરણાં બધાનાં નામ શોધી કાઢયાં , નોંધ્યાં . તેમનું વર્ણન , તેમના 
ગુણધર્મ એમણે શોધવા માંડયા . વનસ્પતિ એમની સાથે વાતે વળગતી . 
એકવાર એવું બન્યું કે પોરબંદરમાં એક જૈન સાધુ આવેલા . તેમણે પાંજરાપોળના શેઠ શ્રી જેચંદભાઇને 
જડીબુટટીનો એક કકડો આપ્યો ને કહ્યું : " શેઠ , આ કકડો ગમે તેવી ગાંઠ પર ઘસીને ચોપડવાથી એ ગાંઠ 
ફૂટી જાય છે ને દરદીને આરામ થઇ જાય છે . " સાધુ તો ચલતા ભલા ! બે તો ગયા . પછી પોરબંદરમાં 
એક વાર પ્લેગ ફાટી નિકળ્યો . પ્લેગની ગાંઠ પર પેલી જડીબુટટીનો પ્રયોગ કરવાથી ધાર્યા પ્રમાણે એની 
અસર થઇ . આ બાબતની જાણ રાજ્યના મુખ્ય ડૉક્ટર સર કૃષ્ણદેવને થઇ . ઘસાઇઘસાઇને એ કકડો હવે 
માંડ એકાદ સેન્ટિમિટર જેટલો રહ્યો હશે . એ કકડો કઇ વનસ્પતિનો છે એની સમજ ડૉક્ટરસાહેબને તો ન 
પડી . એમણે જેચંદશેઠને 
પાન નં 94 
કહ્યું : " આ કકડો જયકૃષ્ણભાઇને બતાવો . એ એને અચૂક પારખી કાઢશે . " 
એ કકડો એમ કરતાં જયકૃષ્ણભાઇ પાસે આવ્યો . એમણે એ કકડાનાં વાસ , સ્વાદ અને દેખાવની 
પરીક્ષા કરી . એના ઉપર મૂક્યો ઊભો છેદ . પછી સૂક્ષ્મદર્શક વડે એનું નિરીક્ષણ કર્યું . પછી કહે : " અરે , 
આ તો ધોડાકુન નામની વનસ્પતિનું મૂળ છે . " 
જયકૃષ્ણભાઇએ ઘોડાકુનના મૂળનો એક મોટો કકડો મંગાવ્યો ને શેઠને મોકલ્યો . શેઠે એ કકડો 
ડૉક્ટરસાહેબને આપ્યો . પ્લેગના દરદીઓની સારવારમાં એનો ઉપયોગ થયો . આશરે ચાલીસ જેટલા દરદીઓને 
મોતના મુખમાંથી ઉગારી લેવાયા . 
અચરજ તો સૌને એ થયું કે સાવ સુકાઇ ગયેલો , ઘસાઇ ગયેલો , નાનો અમથો જડીબુટટીનો ટુકડો 
જોઇને એ કઇ વનસ્પતિ છે એ જયકૃષ્ણભાઇએ કહી દીધું ! આ કાંઇ નાનીસૂની વાત છે ? વળી આ 
જ્ઞાનનો ઉપયોગ પણ લોકોની સેવા માટે , એ વળી સૌથી મોટી વાત ! 
એમણે એમનું ` વનસ્પતિશાસ્ત્ર ' પુસ્તક ગુજરાતી ભાષામાં લખ્યું . એ જો એમણે અંગ્રેજી ભાષામાં 
લખ્યું હોત તો પરદેશોમાં પણ એમને પાર ખ્યાતિ મળી હોત . પરંતુ એ કહેતા : " સુંદર મૌલિક ગ્રંથ 
માતૃભાષા ગુજરાતીમાં લખાય એના જેવું બીજું રૂડું શું ? હું તો ગુજરાતી ભાષામાં જ પુસ્તક લખીશ . " 
જીવનનાં છેલ્લાં વર્ષો એમણે કચ્છમાં ગાળ્યાં . કચ્છના મહારાવશ્રી સર ખેંગારજી વનસ્પતિશાસ્ત્રના 
અચ્છા જાણકાર હતા . એમની પ્રેરણાથી એમણે ` કચ્છની જડીબુટટી ' નામનો ગ્રંથ રચ્યો હતો . કચ્છની સૂકી 
ધરતીને હરિયાળી કરવાના મનોરથ જયકૃષ્ણભાઇને હતા . એમણે ઠેકાણેઠેકાણે વૃક્ષો વવડાવ્યાં . વૃક્ષોને 
ઊછરતાં . જોઇને જયકૃષ્ણભાઇની છાતી ગજગજ ફૂલતી ! એમને અપરંપાર આનંદ થતો . મહાત્મા ગાંધી 
જ્યારે કચ્છ ગયેલા ત્યારે એમના હાથે જયકૃષ્ણભાઇએ વૃક્ષારોપણ કરાવ્યું હતું . પછી ત્યાં બીજાં વૃક્ષો 
વાવીને એ સ્થળને રળિયામણું બનાવેલું . 
કચ્છના શહેર ભુજમાં એમનું અવસાન ઇ . સ . 1929ના ડિસેમ્બરની ત્રીજી તારીખે થયું હતું . એમનું 
નિષ્ઠાવાન જીવન અનેકને પ્રેરણા આપે એવું છે . 
પાઠ 20 
પાન નં 98 
લેખક - કાકાસાહેબ કાલેલકર 
7શ્રીનગર - કાશ્મીર 
8શ્રીનગર - કાશ્મીર 
ઇટાલીનું વેનિસ શહેર કંઇ મેં જોયું નથી . કઇ રીતે કહું કે કાશ્મીરમાં આવેલું શ્રીનગર એ 
હિંદુસ્તાનનું વેનિસ છે ! શ્રીનગરમાં રસ્તાઓ પાણીના છે . જેમ બીજાં શહેરોમાં ગાડીમાં બેસી એક 
મહોલ્લામાંથી બીજા મહોલ્લામાં જવાય છે તેમ અહીં હોડીમાં બેસીને જવાય છે . આપણે ત્યાં બેચાર ગાડીઓ 
સામટી રસ્તા ઉપર જતી હોય તો કેટલો અવાજ થાય છે ! જાણે મગજ પીંજાતું હોય ! શ્રીનગરમાં એવું 
કંઇ ન મ઴ે . લાંબીલાંબી અને સાંકડી હોડીઓ કશો અવાજ કર્યા વિના તીરની પેઠે ચાલી જાય છે . નદીનાં 
પામી પણ કેવાં ધીમાં ! ઉપરથી નીચે જતાં હોડીને જેટલી વાર લાગે છે , લગભગ તેટલી જ વાર નીચેથી 
ઉપર જતાં થાય . નદી વહે છે સર્પાકારમાં . એની બન્ને બાજુએ લાંબીલાંબી નહેરો ખોદેલી છે . નદી અને 
નહેરોને બન્ને કાંઠે મકાનો ઊભાં છે . તેથી આ જલમય રસ્તાની સગવડ મ઴ી છે . 
શ્રીનગર - કાશ્મીરની રાજધાની છે . હિમાલયના ઉત્તુંગ પહાડોની વચ્ચે પક્ષીના મા઴ા જેવો ત્રીસચાળીસ 
માઇલનો સપાટ પ્રદેશ છે તેમાં આ શહેર આવેલું છે . વિતસ્થા નદી ( હાલ જેને જેલમ કહે છે તે ) છે તો 
બહુ સૌમ્ય અને ધીમી , પણ જ્યારે વરસાદથી અથવા પહાડ ઉપરનો બરફ ઓગળવાથી રેલ આવે ત્યારે તો 
શ્રીનગરનાં ઘરોમાં પણ પામી ભરાઇ જાય 
પાન નં 99 
છે . અનેક વાર ઘરો પડી પણ જાય છે . નદી ઉપર પૂલ બાંધેલા છે . ત્યાં તેમને ` કદલ ' કહે છે . 
શ્રીનગર જવાના મુખ્ય બે રસ્તા છે : એક રાવલપિંડી થઇને અને બીજો જમ્મુ થઇને . રાવલપિંડીનો 
રસ્તો જેલમ નદીને કાંઠેકાંઠે ઉપલાણે જાય છે . આ રસ્તે ટાંગો અને મોટરો જઇ શકે છે . જમ્મુનો રસ્તો 
પહાડી હોઇ પગરસ્તો છે . એ રસ્તે ઘોડા જઇ શકે . આપણા ઘોડા નહિ પણ કાશ્મીર તરફના ટટટુઓ . 
રાવલપિંડીનો રસ્તો અનેક ઠેકાણે ટેકરીઓ તોડીને તૈયાર કરેલો હોવાથી ચોમાસામાં જોખમભરેલો થાય છે . 
ટેકરીઓ મોટા ગોળગોળ પથરાઓ અને માટીની બનેલી છે . વરસાદ પડે એટલે માટી પોચી થઇ જાય છે અને 
મોટા પથરાઓ ઉપરથી ગબડતા રસ્તા પર આવીને પડે છે . ગાફેલ મુસાફર અથવા ગાડી , ઉપરથી પડતા 
પથરાના વરસાદ નીચે દટાઇ જવાનો ઘણો ભય રહે છે . 
પણ આ બધું બારામુલ્લા ( વરાહમૂલમ્ ) સુધી જ . ત્યાર પછી એકદમ કાશ્મીરનો રમણીય પ્રદેશ 
શરૂ થાય છે . બારામુલ્લાથી રસ્તો એવો તો સપાટ અને સીધો છે કે આંધળો પણ વગરખટકે સીધો ચાલ્યો 
જાય . એમાં વળી બન્ને બાજુએ બે - બે હાથને છેટે સફેતાનાં સીદાં અને ઊંચાંઊંચાં ઝાડ . કવિઓએ 
નંદનવનની કલ્પના કાશ્મીર પરથી જ કરી હશે . જમ્મુનો 
પાન નં 100 
રસ્તો જહાંગીર બાદશાહે વધારે રૂઢ કર્યો હતો . આ રસ્તો પીરપુંજાળ પહાડ ઓ઴ંગીને આપણને એકદમ 
પૃથ્વી પરના સ્વર્ગ તરફ લઇ જાય છે . એક ઊંચાઊંચા અને વનસ્પતિથી ઢંકાયેલા લીલાછમ પહાડના 
પગથિયાં પાસે આપણે આવી પહોંચીએ કે તરત જ એક અષ્ટકોણ તળાવ નજરે પડે છે . અંદરનું પાણી 
જાણે નીલમણિનો અમૃતરસ ! જોતાંવેત થાય છે કે અહીં ગ઴ીનાં રંગેલાં કપડાં કોઇએ ધોઇ કાઢયાં હશે . 
પણ એટલું સ્વચ્છ , મીઠું અને ઠંડું પામી બીજે ક્યાં મ઴ે ? તળાવ જહાંગીર બાદશાહે બંધાવેલું છે . 
આ તળાવમાં જ જેલમ નદીનું મૂળ છે . તળાવમાંથી સુંદર બાંધેલી નહેર ચાલે છે , જેની અંદર 
અસંખ્ય માછલાં વિચરે છે . આ ભાગમાં માછલાં પકડવાની મનાઇ ના હોત તો ક્યારનીએ આ શોભા 
નષ્ટ થઇ ગઇ હોત . આ સ્થાનને ` વેરીનાગ ' કહે છે . આગ઴ જતાં ખનબલ કરીને એક સ્થાન આવે છે . 
ત્યાંથી જેલમ નદી હોડીઓ ચલાવવા જેટલી મોટી થાય છે . જેલમને સીધું ચાલવાનું સૂઝતું જ નથી . 
એક ઠેકાણે તો બે અઢી માઇલ આગળ વધતાં વાં લઇલઇને એણે ચૌદ માઇલનો વિસ્તાર કરી નાખ્યો છે . 
શ્રીનગર પાસે બે સુંદર ટેકરીઓ છે . એક બહુ ઊંચી છે . બીજી ઊંચી નથી , પણ ખૂબ પહોળી છે . 
ઊંચી ટેકરીને ` શંકરાચાર્યની ટેકરી ' કહે છે . મુસલમાનો તેને ` તખ્ત - ઇ - સુલેમાન ' કહે છે . ત્યાંથી ચારે 
તરફ દૂર સુધીનો દેખાવ અત્યંત ચિત્તાકર્ષક છે . એના ઉપર લગભગ 2200 વર્ષ જૂનું મહાદેવનું મંદિર 
છે . સંભવ છે કે હિન્દુસ્થાનમાં આ જ સૌથી જૂનું મંદિર છે . પહોળી ટેકરીને ` હરિપર્વત ' કહે છે . અકબર 
બાદશાહે એના ઉપર કિલ્લો બાંધ્યો છે . આ ટેકરી પર માતાજીનું સ્થાનક છે . જહાંગીરની બેગમ નૂરજહાં 
હરિપર્વત ઉપર રહેવા આવતી ત્યારે બદામના ઝાડ તળે બેસતી . નૂરજહાં આવે તે પહેલાં ગરમીથી 
બદામનાં ફૂલ ખરી ન પડે એટલા માટે કાશ્મીરનો સૂબો ઝાડની આસપાસ બરફ પથરાવતો . નૂરજહાં આવે 
કે બરફ કાઢી નાખવામાં આવતો અને પડુંપડું થઇ રહેલાં ફૂલોની એકદમ વૃષ્ટિ થતી . એક બેગમને એક 
રોજને માટે ખુશ કરવા ખાતર હજારો મજૂરોને બરફમાં કામ કરવું પડતું ! 
શ્રીનગરના આસપાસ શાલીમાર બાગ , નિશાત બાગ વગેરે રમણીય બગીચાઓ છે . તેમની અંદર ઊડતા 
ફુવારા , આસપાસનાં ઝાડ અને નાક 
પાન નં 101 
તથા ગાલ ઉપર બટકાં ભરતો પવન એ બધાંનો આનંદ એવો તો 
ઉન્માદકારી હોય છે કે એ સ્થાન છોડીને જવાનું મન જ થતું નથી . પણ શ્રીનગરની મુખ્ય શોભા તો 
ત્યાંનો ચિનારબાગ . ચિનાર એ વૃક્ષોનો રાજા છે . વડના જેવું એનું મોટું થડ હોય છે . એનો વિસ્તાર વડ અને 
પીપળા કરતાં મોટો હોય છે અને પાંદડાં એરંડાનાં પાંદડાં જેવાં મોટાં અને કરકરિયાવાળાં હોય છે . પણ 
પાંદડાનો રંગ એરંડાનાં પાંદડાં જેવો ફીકો નહિ પણ ઘેરો લીલો હોય છે . એક ઝાડ એક તંબૂ કે ધર્મશાળાનું 
કામ સારે . 
શ્રીનગરની આસપાસનાં ખેતરોમાં ઠેકઠેકાણે ઊંટની ડોક જેવા લાંબાલાંબા વાંસ દેખાય છે . આના વતી 
ત્યાંના છીછરા કૂવાનું પાણી ખેતરોને પવાય છે . ગુજરાતમાં પણ કેટલેક ઠેકાણે આ રચના દેખાય છે . 
વિજાપુર પાસે આવા કૂવાઓ મેં જોયા છે . 
શ્રીનગર જવું હોય તો અષાડ - શ્રાવણમાં જવું જોઇએ . અષાડ મહિનામાં ત્યાંની વનશ્રીઓ વસન્ત 
પુરબહારમાં હોય છે . ગુચ્છાદાર ફૂલોની અંદર કોકકોક ઠેકાણે લીલાંલીલાં પાંદડાં જોઇને ખૂબ આનંદ થાય 
છે . અને સાથેસાથે જમીનની સમૃદ્ધિનો પણ ખ્યાલ આવે છે . શ્રાવણ પૂરો થયો કે સફરજન , પેર , ચીકુ , 
ગૌરીફળ , અખરોટ વગેરે જાતજાતનાં ફળોની ઉજાણી સૃષ્ટિમાતા આપણને આપે છે . નાસપાતીનો તો ત્યાં કોઇ 
ભાવ પણ પૂછતું નથી . સુવાસિત ભાત અને કડમની ભાજીનો સાદો આહાર પણ ત્યાં મિષ્ટ લાગે છે . 
રસોઇમાં આમલી કે કોકમનાં બદલે ખાટી દ્રાક્ષ અને દાડમ ( અનાર ) વપરાય છે . લોકો લગભગ બધાં જ 
માંસાહારી છે . કાશ્મીરમાં ન્યાતો તો બે જ : બ્રાહ્મણ અને મુસલમાન . બ્રાહ્મણને પંડિત કહે છે . જે 
મુસલમાન નથી તે પંડિત . ખાસ શ્રીનગરમાં ઐંસી ટકા કરતાં વધારે વસ્તી મુસલમાનોની છે . શ્રીનગરમાં 
જૂની કારીગરી ખૂબ છે . અખરોટના લાકડાની જાતજાતની વસ્તુઓ બનાવવામાં આવે છે અને તેમાં 
હાથીદાંતની વેલપત્તી જડવામાં આવે છે . કાશ્મીરી શાલો પ્રખ્યાત છે જ . શાલના છેડા ઉપર કોઇ ભાત 
પ્રથમથી આંક્યા વગર ત્યાંના મુસલમાન કારીગરો બેઠાંબેઠાં સુંદર કોર અને છેડા ઉપરનાં પાન તૈયાર કરે 
છે . અહીંની મીનાકારી પણ ખૂબ વખણાય છે . કાશ્મીરનો વેપાર મધ્યએશિયા સાથે હંમેશાં ચાલતો આવ્યો છે . 
પાન નં 102 
કાશ્મીરની હવા બહુ જ ઠંડી હોય છે એ કહેવાની જરૂર નથી . આની સામે ત્યાંના લોકોએ બહુ 
રમૂજી ઇલાજો યોજ્યા છે . પટટુના લાંબાલાંબા ડગલા પહેરે છે , એટલું જ નહિ પણ ડગલાની બાંય હાથની 
આંગળીયોં કરતા પણ વેંત બે વેત લાંબી રાખે છે . નિશાળે જતો છોકરો એક બે ચોપડી હાથમાં લે તો પણ 
તે બાંયની અંદર ઢંકાઈ જાય છોકરાંઓને કાંઈ ખાવું હોય તો પણ બનતાં સુધી બાંયમાંથી હાથ 
બહાર કાઢતા નથી . ખાવાની વસ્તુ બાંયના કપડા વતી પકડીને જ પતાવી દે છે . મુસાફરો એક 
નેતરની ટોપલીમાં નાનકડી સગડી રાખી તે ગળામાં બાંધી લે છે , અને તેના ઉપર હાથ શેકે છે . 
નાકને પણ તેનાથી હૂંફ મ઴ે છે . 
શ્રાવણપૂર્ણિમાએ અમરનાથની યાત્રા થાય છે . જ્યાં માનવવસ્તી નથી એવા પ્રદેશ વચ્ચે થઇને ચાર 
દિવસની મુસાફરી કરી યાત્રીઓ અમરનાથની ગુફામાં પહોંચે છે . ગુફામાં એક ખૂણામાંથી પાણી ટપકે છે અને 
તે ઠરીને બરફ થઇ જાય તેનું જ કુદરતી શિવલિંગ બને છે . કુદરતના જ નિયમ પ્રમાણે બનતો આ 
અદ્્ભુત બનાવ જોવા હજારો યાત્રીઓ ભેગા થાય છે . 
આપણે કાશ્મીર જઇએ તો ત્યાં ભાડે ઘર રાખી રહેવાની જરૂર નથી . મોટીમોટી હોડીઓ પર લાકડાની 
ત્રણ - ચાર ઓરડીઓ બાંધેલી હોય છે . તેમાં રહેવાની સગવડ સારી હોય છે . રસોડું , સૂવાની 
ઓરડી , દીવાનખાનું અને ઉપરની અગાસી , અને અગાસી ઉપર ચારપાંચ ખુરશીઓ , એવી સુંદર સગવડ આ 
નૌકાગૃહમાં હોય છે . અને લાભ એ કે ગમે ત્યારે , ગમે ત્યાં ઘર લઇ જવાય છે . આજે શ્રીનગરમાં તો કાલે 
અનંતપુર પાસે . એક દિવસ બીજબ્યારામાં તો બીજે દિવસે ખનબલ . હોડી ખેંચનાર માંજીઓ આપણો વાંધો 
ન હોય તો રાંધીને પણ ખવડાવે છે . 
યુરોપિયન લોકો શ્રીનગરમાં ઓછા રહે છે . પણ શ્રીનગરથી થોડે દૂર ગુલમર્ગ કરીને એક પહાડ છે 
તેના ઉપર તેમણે એક યુરોપિયન શહેર જ વસાવ્યું છે . 
કાશ્મીરમાં રેલવે નથી . તેથી ઘી , દૂધ , ચોખા , ફળ બધું સસ્તું મળે છે . અને હવા સારી હોવાથી 
તંદુરસ્તી પણ બહુ સારી રહે છે . દુનિયાના જેટલા મુસાફરો કાશ્મીરમાં આવ્યા છે તેઓ બધા કહે છે કે , 
કાશ્મીર એ સાચે જ પૃથ્વી ઉપરનું સ્વર્ગ છે . 
પાઠ 22 
પાન નં 114 
લેખક - મગનભાઇ દેસાઇ 
7હેલન કેલર 
8હેલન કેલર 
ઉત્તર અમેરિકાનાં સંયુક્ત રાજ્યોમાં આલ્બામા નામે એક રાજ્ય છે . તેના ટસ્કુમ્બિયા નામે ગામમાં ઇ . 
સ . 1880 માં હેલન કેલર નામે એક બાળાનો જન્મ થયો . એ દોઢેક વર્ષની થઇ ત્યારે એ઩ે જીવલેણ તાવ 
આવ્યો . તેમાંથી એ બચી તો ગઇ , પણ તેને કા઱ણે આંધળી , બહેરી અને મૂંગી થઇ ગઇ . 
આંખ , કાન અને વાણીની શક્તિ વિનાના માનવીનું જીવન કેવું દુ : ખમય થાય ! આપણાં દેશમાં જન્માંધ 
તથા જન્મથી મૂંગાબહેરા માણસોની દશા કેવી દયામણી હોય છે ! પણ હેલનનાં માતાપિતા શ્રીમંત તેમજ 
સંસ્કારી હતાં . તેમણે આવી સ્થિતિમાંયે કેળવણી આપવા માટે અપાર પરિશ્રમ લીધો અને છૂટે હાથ પૈસો 
ખર્ચ્યો તેને પરિણામે હેલને સ્પર્શેન્દ્રિયની મદદથી દેખતાં , સાંભળતાં અને બોલતાં બાળકોના જેવી જ કેળવણી 
લીધી અને તે હાવર્ડ યુનિવર્સિટીની બી . એ . થઇ . જે જ્ઞાન આપણે આંખ કે 
પાન નં 115 
કાનથી જ મેળવી શકીએ છીએ તેને તે સ્પર્શથી મેળવવા શક્તિમાન થઇ . ઘોડા પર બેસવું , તરવું વગેરે 
પણ તે શીખી . વળી , તે વિદ્વાન લેખક અને કવિ પણ બની . અને મોટપણે તે તેના જેવાં અપંગને અર્થે 
સેવાનાં કામોમાં જ પરોવાયેલી રહી હતી . 
એણે પોતાનું આત્મચરિત્ર લખ્યું છે . તે નાનામોટાં બધાંને બોધક અને રસમય લાગે એવું છે . એમાંથી 
થોડી રસિક વાતો હવે વાંચીએ : 
( 1 ) 
" મારી માંદગી પછી તરતના થોડા માસમાં શું બન્યું એ વિશે કાંઇ યાદ આવી શકતું નથી . આટલી જ 
ખબર છે કે હું મારી બાના ખો઴ામાં બેસતી અથવા ઘરકામ કરતી . તે આમતેમ ફરતી હોય તો તેનાં કપડાંને 
વળગી રહેતી . મારા હાથ દરેક ચીજને સ્પર્શી જોતા અને હરેક જાતના હલનચલન પર ધ્યાન રાખતા . આ 
રીતે હું ઘણી ચીજોને ઓળખતાં શીખી હતી . એમાંથી પછી મેં સામા જોડે વાતચીત કરવા સારું , ખોટીખરી 
સૂઝી એવી નિશાનીઓ કરવા માંડી . માથું હલાવી ના કે હા સૂચવતી . ખેંચવાની ક્રિયા બતાવી ` આવો ' અને 
ધકેલવાની ક્રિયા કરી ` જાઓ ' એમ સમજાવતી . રોટી જોઇતી હોય તો તે કાપવાની અને તેને માખણ 
લગાડવાની ક્રિયાની નિશાની કરતી . ` આઇસક્રિમ બનાવ ' એમ બાને કહેવું હોય તો સંચો ફેરવવાની ક્રિયા 
બતાવીને , ઠંડક સૂચવવા ધ્રૂજતી . 
" ઉપરાંત , મારી માતાએ પણ મને ઘણું શીખવ્યું હતું . એને ક્યારે શું જોઇએ છે તે હું 
હંમેશ સમજી જતી અને માળ પર કે બીજે ક્યાં કહે ત્યાં દોડી જઇને તે લઇ આવતી . " 
" પાંચ વર્ષની થઇ ત્યારે ધોબીખાનેથી કપડાં આવે તે વાળી ગોઠવીને મૂકતાં મને આવડતું , અને 
એમાંથી મારાં કપડાં હું ઓળખી લેતી . મારી બા અને કોઇ કપડાં બદલે તે પરથી હું જાણી જતી કે તે 
બહાર જાય છે . એટલે મને સાથે લઇ જવા અચૂક એમને હું આજીજી કરતી . " 
" બીજા લોકોથી હું જુદી જાતનું બાળક છું , એ ભાન પ્રથમ મને ક્યાંરે થયું , એ યાદ નથી . પણ મને 
મારા ગુરુજી મળ્યા તે પહેલાં એ મેં જાણેલું . એટલે મારા ધ્યાનમાં આવ્યું હતું કે કાંઇ કહેવું કરવું હોય 
ત્યારે , 
પાન નં 116 
મારી જેમ મારી બા કે મારા મિત્રો નિશાનીઓ નહોતા કરતા , પરંતુ મોઢું વાપરતા . કેટલીક વાર તેઓ વાત 
કરતા ત્યારે બે જણ વચ્ચે ઊભી રહી હું એમના હોઠને અડકતી . પણ મને કશી સમજ ન પડે તેથી હું 
ચિડાતી . હુંય હોઠ હલાવતી ને આવેશમાં આવીને જોશભેર નિશાનીઓ કરતી . પણ તેનું કશું પરિણામ ન 
આવે , તેથી એટલી તો ગુસ્સે થતી કે થાકી જાઉં ત્યાં સુધી લાતો ઉછાળતી અને ચીસો પાડતી . 
" મારા પિતાની પહેલામાં પહેલી મારી યાદગીરી આ પ્રકારની છે : તેમની બાજુએ પડેલાં છાપાનાં 
ઢગલા વચ્ચે થઇને હું તેમની પાસે જતી ને હાથથી જોતી કે તે એકલા મોં સામે કાગળનો કટકો રાખીને 
બેઠા છે . એમ બેઠાબેઠા એ શું કરતા હશે એ જાણવા હું બહુ મગજમારી કરતી . તેમની પેઠે બેસી મોં સામે 
હું કાગળ રાખતી . એમનાં ચશ્માં પણ પહેરતી , એમ માનીને કે તેવી રીતે કર્યાથી આ કોયડો ઊકલશે , પરંતુ 
કેટલાંય વર્ષો સુધી એ ગુપ્ત કોયડાનો ભેદ હું પામી શકી નહોતી . મારા પિતા એક છાપાના તંત્રી હતા . " 
" આ અરસામાં , કૂંચીનો શો ઉપયોગ થાય એ મેં ખોળી કાઢયું હતું . એક દહાડો સવારે મારી બા 
કોઠારમાં હતી ને મેં બહારથી તાળું મારી દીધું . નોકરચાકરો ઘરથી દૂરના ભાગમાં હતા એટલે કોઠારમાં ત્રણ 
કલાક પુરાઇ રહેવું પડયું . અંદર રહી , મારી બા બારણું તો ઠોક્યાં જ કરતી હતી , ત્યારે ડેલીનાં પગથિયાં 
પર બેઠીબેઠી હું એ કોઠારનો ધબકાર અનુભવતી આનંદથી હસતી હતી . મારા આ બહુ ભારે તોફાનથી મારાં 
માબાપને થઇ ગયું કે હવે મને બનતી ત્વરાએ ભણાવવી જોઇએ . " 
( 2 ) 
" બાળપણમાંથી કિશોરાવસ્થામાં આવતાં , મારાં માતાપિતાની મૂઁઝવણ સવિશેષ વધી . સામા માણસને કાંઇ પણ 
જણાવવાનું મન મને વધારે ને વધારે થવા લાગતું . પરંતુ જે થોડીક નિશાનીઓ મને આવડતી હતી , તેનાથી 
કામ ચાલતું નહિ . તેથી હું ખૂબ ગુસ્સે થઇ જતી ને પરિણામે એવી તો રડતી કે શરીરશ્રમથી જ હું લોથ 
થઇને પડી જતી . આવા ક્રોધના આવેશના પ્રસંગો દિવસેદિવસે વધતા જતા હતા અને કોઇ વાર તો 
કલાકેકલાકે પણ બનતા . " 
પાન નં 117 
" અમે કોઇ મોટા શહેરમાં તો રહેતાં ન હતાં . એટલે આંધળા કે બહેરાંની શાળા પાસે તો હતી નહિ . 
અને દૂર પડેલા ગામડાગામમાં કોઇ શિક્ષક આવે કે કેમ એય સવાલ હતો . છતાં મારાં વહાલાં માતાપિતાએ 
નિરાશ થયા વગર શિક્ષક મેળવવા પ્રયત્ન આદર્યો અને મારે સદ્્ભાગ્યે તે ફળ્યો . મને મારાં જીનવદાતા 
શિક્ષિકા , એની મેન્સફિલ્ડ સલિવન મળી ગયાં . મારે મન તે દિવસ મારી આખી જિંદગીમાં વધારેમાં વધારે 
મહત્ત્વનો છે , કેમ કે એ મને જો ન મળ્યાં હોત તો મારું શું થાત , એ હું કલ્પી પણ શકતી નથી . આજ હું 
જે કાંઇ થઇ કે કરી શકી છું , એ એમને જ આભારી છે . એ મને મળ્યાં ત્યારે મને સાતમું વર્ષ પૂરું 
થવામાં ત્રણ માસ બાકી હતા . " 
" આવીને બીજે જ દિવસે એમણે મારું શિક્ષણ શરૂ કર્યું . તે મને એમના ઓરડામાં લઇ ગયાં ને 
તેમણે મારા હાથમાં એક ઢીંગલી આપી . હું એની સાથે થોડો વખત રમી . પછી કુમારી સલિવને ધીમેથી મારા 
હાથમાં ` ઢીં ગ લી ' એમ અક્ષરો લખ્યા . આમ , આંગળીઓથી રમવામાં મને મજા પડી અને હું 
એનું અનુકરણ કરવાનો પ્રયત્ન કરવા લાગી . એમ કરતાંકરતાં મને એ અક્ષરો લખતાં આવડી ગયું , ત્યારે 
મારાં આનંદ અને અભિમાનનો પાર ન રહ્યો . નીચે મા પાસે દોડી જઇને મેં મારો હાથ ઊંચો કર્યો અને 
` ઢીંગલી ' શબ્દ લખ્યો . કેટલાક દિવસોમાં હું બીજા ઘણા શબ્દો એવી જ રીતે લખતાં શીખી . પણ , એ 
બધું , વાંદરું જેમ વગરસમજ્યે માત્ર અનુકરણ કરે છે , તે જ રીતે . વસ્તુનું નામ એ છે ને હું તે લખું 
છું , એવું કશું ભાન મને નહોતું . તેવું ભાન કેવી રીતે આવ્યું તે હવે કહું . " 
" એક દહાડો હું મારી ઢીંગલી જોડે રમતી હતી . કુ . સલિવને બીજીએક ઢીંગલી લઇને મારા ખોળામાં 
મૂકી , ` ઢીં ગ લી ' એમ લખ્યું . આમ લખીને એમનો ઇરાદો મને એવું સમજાવવાનો હતો કે 
` ઢીંગલી ' 
પાન નં 118 
શબ્દ બેઉ ઢીંગલીને લાગુ પડે છે . આને સારુ એમણે કેટલીયે માથાકૂટ કરી પણ તેમાં તે ન ફાવ્યાં ને હુંયે 
કંટાળી ને ચિડાઇને મેં મારી ઢીંગલી ભોંય પર પછાડી . તે ભાંગી ગઇ તેથી મને આનંદ થયો , કેમ કે મને 
ઢીંગલી પર વહાલ તો નહોતું જ . " 
" પછી કુ . સલિવને મને ટોપી આપી . એ પરથી હું સમજી કે હવે અમારે બહાર સૂર્૟પ્રકાશમાં ફરવા 
જવાનું છે . અને તેના આનંદથી હું નાચવા લાગી ! " 
" ફરતાંફરતાં અમે બેઉ જણ અમારા ઘ઱ની પાણીની ટાંકી તરફ ગયાં . કોક પાણી કાઢતું હતું . મારાં 
ગુરુજીએ પાણીની ધારા નીચે મારો એક હાથ લઇને ધર્૟ો . પાણી તેના ઉપર પડીને નીચે વહી જતું હતું . 
તે વખતે મારા બીજા હાથ પર તેમણે પાણી શબ્દની જોડણી લખી . શરૂઆતમાં તે ધીમેધીમે લખતાં 
હતાં , પછી તેમણે ઝપાટામાં લખવા માંડયું . હું એકાગ્ર બની એમની આંગળીઓ પર ધ્યાન રાખી સ્તબ્ધ ઊભી 
હતી . ઓચિંતું કશુંક ભૂલી ગઇ હોઉં ને યાદ આવતું હોય એમ મને લાગ્યું . તેથી કરીને આનંદનો અનુભવ 
થયો . અને તે વખતે મને ખબર પડી કે ` પા ણી ' લખે છે . તેનો અર્થ મારા હાથ પરથી વહેતો ઠંડો 
ચમત્કારી પદાર્થ છે . અ઩ુભવની જોડે ઓળખાયેલા એ શબ્દે મારા જીવનમાં નવો પ્રકાશ , અનેરી આશા અને 
જુદો જ આનંદ આણ્યાં . " 
" પછી તો ત્યાં ઘેર પાછા જતાં રસ્તામાં જેનેજેને અડકું તે દરેક ચીજ મને અર્થવાળી લાગતી . દરેક 
પદાર્થ કેવળ વસ્તુ નથી , પણ તેને ખાસ નામ હોય છે એમ હું સમજી ઘેર ગઇ ત્યારે મને પેલી ફેંકી 
દીધેલી ઢીંગલી સાંભરી ને હું તરત ત્યાં દોડી . ભાંગેલા ટુકડા એકઠા કરી ગોઠવી દઇ પાછી ઢીંગલી બનાવવા 
લાગી , પણ તે વ્યર્થ હતું . ત્યારે મને , મેં શું કર્યું હતું , એનું ભાન થયું ને મારી આંખ આંસુથી ભરાઇ 
આવી . જિંદગીમાં પહેલી વાર મેં શોક ને પસ્તાવો અનુભવ્યાં તે આ જ . " 
" તે દિવસે હું ઘણા નવા શબ્દો શીખી . તે બધામાં આ શબ્દો શીખી હતી તે મને બરોબર યાદ 
છે : ` માતા , પિતા , બહેન , શિક્ષિકા ' . તે ચમત્કારી દિવસે જીવનમાં પહેલી વાર મને થયું કે નવો દિવસ 
હવે ક્યારે આવે ? " 
ભાષા - અભિવ્યક્તિ 3 
પાઠ 26 
પાન નં 144 
7દાંડીકૂચ 
8દાંડીકૂચ 
છગનકાકા અમારા ફળિયામાં રહે . આમ તો ઉંમર પંચાશી વર્ષની પણ જુસ્સો જુવાનના જેવો . ટટાર 
બેસે . ઝડપથી ચાલે . પૂરા નિયમિત . ઊઠે વહેલી સવારે ચાર વાગ્યે . પ્રાર્થના - કાંતણ નિયમિત કરે . જમે 
પણ નિયમિત . કામ કરવાનું - સૂવાનું બધું જ નિયમિત . કશા કામમાં આળસ નહિ , કશા કામમાં વેઠ નહિ . 
જે કામ હાથમાં લે તે બરોબર ચીવટથી કરે . એમના જીવનમાં નરી સાદાઇ . ખાવાનું સાદું , કપડાં પહેરે 
તેય ખાદીનાં , સાદાં . સચ્ચાઇના ભારે તરફદાર . ગાંધીજીના પરમ પ્રશંસક . ડગલે ને પગલે ગાંધીજીની વાત 
એમના હોઠે આવી ચડે ! 
એક વાર અમે કેટલાક છોકરાઓ ઓટલા પર બેસી અલકમલકની વાતો કરતા હતા ત્યાં 
છગનકાકા આવ્યા . અમે સૌએ એમને પ્રેમથી આવકાર આપ્યો : " આવો કાકા ! કંઇ કામ છે અમારું ? " 
અમને સૌને છગનકાકા માટે ભારે સ્નેહ . એમનો પડયો બોલ ઝીલી લઇએ . તેઓ હસતાંહસતાં પ્રેમથી અમારા 
ખભે હાથ મૂકતાં કહે : " કામ તો શું હોય ? આ તો આજે બારમી માર્ચ છે , તે મને થયું કે તમને એની 
વાત કરું . " 
" બારમી માર્ચની વાત ? " 
" આપણે આપણા દેશની આઝાદી માટે અંગ્રેજ સરકાર સામે જે લડત કરેલી તેમાં આ બારમી માર્ચના 
દિવસનું બહુ મહત્ત્વ હતું . " 
પાન નં 145 
" શું કહો છો ! " 
" ત્યારે ! આ બારમી માર્ચે જ , સને 1930માં ગાંધીજીએ દાંડીકૂચ કરેલી . " 
" દાંડીકૂચ ? એ વળી શું ? લશ્કરી કૂચની વાત તો અમે સાંભળી છે , પણ આ દાંડીકૂચ શું ? " 
" તમે ગુજરાતનો નકશો ખોલીને જુઓ . દક્ષિણ ગુજરાતમાં નવસારીથી આગ઴ દરિયાકાંઠે દાંડી નામે 
ગામ છે . ગાંધીજી ત્યાં કૂચ લઇ ગયેલા ! " 
" છગનકાકા , અમને જરા આ કૂચની વાત માંડીને કરો ને ! અમને તો ગાંધીજીની એકેએક વાત તમારે 
કરવી . " 
" તો બેસો , સાંભળો . એ બહાને ગાંધીજીની વાતો થશે . " 
છગનકાકાએ ખોંખારો ખાધો , પાણી મંગાવીને પીધું અને પછી પગ પર પગ ચડાવી એમણે તો શરૂ કરી 
ગાંધીજીની દાંડીકૂચની વાત . કહે : 
" આપણે સૌ 15મી ઑગસ્ટ 1947ના દિવસે આઝાદ તો થયા , પણ તે પહેલાં આપણા પર અંગ્રેજો 
રાજ્ય કરતા હતા . તેઓ રાજકર્તા ; તેથી જાતભાતની રીતે આપણને દબાવતા હતા . તેઓ આપણા ભોગે 
પોતાનાં ગજવાં ભરતા હતા . આપણા પર તેઓ જાતભાતના કાયદા ને કર લાદતા હતા . એમાંય જ્યારે તેમણે 
લોકો પર મીઠાનો કર નાખ્યો ત્યારે હાહાકાર થઇ 
પાન નં 146 
ગયો . ગાંધીજી ખૂબ અકળાઇ ગયા . મીઠું તો સૌ કોઇ વાપરે ને ! તવગર પણ વાપરે ને ગરીબ પણ વાપરે . 
મીઠા પર કર પડે એટલે મીઠું મોંઘું થાય અને ગરીબોને જ તેથી વેઠવાનું થાય . મીઠા વગર ગરીબનેય કંઇ 
ઓછું ચાલે ? ગાંધીજીએ અંગ્રેજ સરકારને કહ્યું કે મીઠા પરનો કર ઉઠાવી લો . પણ અંગ્રેજ સરકાર એમ 
માને ? ગાંધીજીની વિનંતી તેમણે કાને ન ધરી . હવે શું કરવું ? એમની પાસે તો હવે એક જ ઉપાય બચ્યો 
હતો . જાણો છો કયો ? " 
" સત્યાગ્રહનો . " અમારામાંથી એકે તુરત જ કહ્યું . 
" બરોબર ! ગાંધીજી તો સત્યના પૂજારી . બધી વાતમાં સત્યને જ વળગીને ચાલે . એમણે અંગ્રેજ 
સરકારને સંભળાવી દીધું , તમારો મીઠાનો કર ખોટો છે . તે રદ કરવો જ પડશે ; નહિતર ગરીબોને ખાતર 
હું તમારા આ કરનો વિનયપૂર્વક છડેચોક વિરોધ કરીશ . હું કર ભર્યા વિના જ મીઠું પકવીશ ને સૌને 
વહેંચીશ . તમારે મને જે કરવું હોય તે કરજો . " 
" અંગ્રેજ સરકારને મનમાં કદાચ એવો ભાવ હશે કે આ એકસઠ વરસનો ડોસલો કરી કરીને 
શું કરવાનો છે ? એમને કદાચ ગાંધીજીની શક્તિનો ત્યારે પૂરો અંદાજ નહિ હોય . ગાંધીજીએ તો 
સત્યાગ્રહની વાત મનમાં નક્કી કરી એટલે મંડયા તેનો કાર્યક્રમ નક્કી કરવા . તેમણે પોતાની સાથે 
બરોબર ચાલી શકે રહી શકે એવા સૈનિકોને પસંદ કર્યા - - કુંભાર જેમ ટકોરા મારીમારીને માટલાં 
પસંદ કરે ને તેમ . આશ્રમમાંથી નીકળતી વખતે 78 હતા ; પછી એમાં બીજા બે સત્યાગ્રહીઓ ઉમેરતાં 
80 થયા . આ ઐંશીમાં મોટામાં મોટી ઉંમરની વ્યક્તિની ઉમર તમે કેટલી ધારો છો ? ખબર છે ? 
માત્ર પિસ્તાળીસ અને નાનામાં નાની ઉંમરની વ્યક્તિની ઊંમર તો સોળ જ વરસની હતી ! ઐંશીમાંથી 
ચોસઠ જણ તો સોળથી ત્રીસની ઉંમરવાળા હતા . આમ , ગાંધીજીએ પોતાની સાથે મીઠાનો કાયદો તોડવા 
માટે જે સત્યાગ્રહીઓ પસંદ કર્યા તે મોટા ભાગના નવલોહિયા જુવાનો હતા . આ સૌ જુવાનોના સેનાની 
હતા સાઠી વટાવી ચૂકેલા આપણા મહાત્મા ગાંધીજી . આ સત્યાગ્રહીઓએ ગાંધીજીના આદેશ પ્રમાણે 
વર્તવાનું હતું . સાદું ભોજન અને કઠોર જીવન . જાતે દુ : ખ વેઠવાનું , પંડે ત્યાગ કરવાનો , પણ 
કોઇનુંયે લેશ માત્ર ખરાબ નહિ કરવાનું . અંગ્રેજ સરકાર 
પાન નં 147 
સામે લડવાનું , પણ અંગ્રેજ માણસ મ઴ે તો તેના પ્રત્યે તો પ્રેમ જ રાખવાનો . જરૂર પડયે જાતે મરવાની 
તૈયારી રાખવાની પણ કોઇનેય મારવાના નહિ . સૌનું થાય તેટલું ભલું કરવાની જ નેમ રાખવાની . સરકાર 
એમને પકડીને જેલમાં પૂરે તે જેલનેય મહેલ માનીને રહેવાનું . આવી તૈયારીવાળા ઐંશી સત્યાગ્રહીઓ પસંદ 
કરી , તેમને લઇ ચાલતાંચાલતાં ઠેઠ દાંડી જવાનો કાર્યક્રમ ગાંધીજીએ તૈયાર કર્યો . તેમણે બારમી માર્ચે સવારે 
અમદાવાદમાંના સાબરમતીના તટે આવેલા પોતાના સત્યાગ્રહ આશ્રમમાંથી કૂચ કાઢવાનું નક્કી કર્યું . સૌ 
સૈનિકો પોતપોતાની પૂરી તૈયારી સાથે આગલી રાતથી જ આવી ગયા હતા . સવારે નિયમસર પ્રાર્થના ભજન 
થયાં . પંડિત નારાયણ મોરેશ્વર ખરે ખૂબ સરસ રીતે ભજનો ગાતા . તેઓ સંગીતકાર હતા અને ગાંધીજી 
પ્રત્યે ખૂબ પ્રેમ અને શ્રદ્ધા ધરાવનારા હતા . તેમણે આ કૂચ નીકળવાની હતી તે પ્રસંગને ધ્યાનમાં લઇને 
શૂર સંગ્રામ કો દેખે ભાગૈ નહીં 
દેખ ભાગૈ સોઇ શૂર નાહીં 
અને 
હરિનો મારગ છે શૂરાનો 
નહિ કાયરનું કામ જો ને ! 
જેવાં પ્રસંગોચિત સુંદર પદો રજૂ કર્યાં . દાંડીકૂચ કરનાર સત્યાગ્રહીઓ તો પૂરા સો પણ ન હતા , પણ એ 
આખી કૂચ ને જોવા આવનારાઓ . . . એને વધાવી લેનારાઓ તો સેંકડો - હજારોના હિસાબે ત્યાં આશ્રમની 
ભૂમિ પર એકઠા થયા હતા . તેમાં હિન્દુઓ હતા અને મુસલમાનો હતા , પારસીઓ હતા અને શીખો હતા , 
વેપારીઓ હતા અને શેઠિયાઓ હતા તો નોકરીયાતો હતા ને મજૂરો પણ હતા . એમાં બાળકોથી માંડી વૃદ્ધો 
સુધીનાં સૌ સ્ત્રીઓ તેમજ પુરૂષો જમા થયાં હતાં . અભણ ને ભણેલા સૌ ત્યાં આવેલાં . સૌ ઉત્સાહ અને 
નિર્ભયતાથી ` ગાંધીજીની જય ' અને ` વંદે માતરમ્ ' ના પોકારો કરતા હતા . સૌનાં હૈયામાં દેશ માટેનો પ્રેમ 
ઉછળતો હતો . 
" બરાબર છ ને વીસે ગાંધીજીએ દાંડીકૂચ માટે બબ્બેની હારમાં સરઘસ આકારે ઊભેલા સત્યાગ્રહી 
સાથીઓની ટુકડીનું મોખરાનું સ્થાન સંભાળ્યું . કસ્તૂરબાએ ગાંધીજીના લલાટમાં કુમકુમનો ચાંલ્લો કર્યો , 
તેમને 
પાન નં 148 
સૂતરનો હાર પહેરાવ્યો ને હાથમાં લાકડી આપી . ગાંધીજીએ પોતાના બે ખભે બે થેલીઓ ભરાવી , આ ટુકડીને 
દોરતાં ઝડપથી ચાલવા માંડયું . ગાંધીજીની પાછળ શ્વેત દાઢીવા઴ા અબ્બાસસાહેબ ચાલતા હતા અને 
ગાંધીજીની એક બાજુ તેમના મંત્રી પ્યારેલાલ અને બીજી બાજુ તંબૂરા સાથે પંડિત ખરેજી ચાલતા હતા . 
ગાંધીજીએ આ કૂચ નીકળતાં પૂર્વે પ્રતિજ્ઞા કરી : " હું કાગડાને મોતે મરીશ , હું કૂતરાને મોતે મરીશ , પણ 
સ્વરાજ્ય લીધા વિના આ આશ્રમમાં પગ મૂકવાનો નથી . ' તેમની આ પ્રતિજ્ઞાની લોકો પર ખૂબ અસર થઈ . 
ગાંધીજી પગપાળા જે - જે પ્રદેશમાંથી પસાર થયા ત્યાં ત્યાં હવામાં જાણે વીજળી ફરી વળી ! માર્ગમાં ગામોગામ 
તેમની સભાઓ થતી , પ્રાર્થનાઓ અને વ્યાખ્યાનો થતાં . વ્યાખ્યાનોમાં ગાંધીજી માત્ર અંગ્રેજ સરકારનો વિરોધ 
કરવાની જ વાતો કરતા નહોતા , લોકોને તેઓ દારુતાડી જેવાં વ્યસનો છોડી દેવાનું , આભડછેટ દુર કરવાનું , 
જુદાજુદા ધર્મના લોકો સાથે સુમેળથી રહેવાનું પણ કહેતા . તેઓ સાદી રીતે જીવવા અને પોતે પેદા કરેલી 
હોય એવી ચીજવસ્તુઓ વાપરવાની સૌને હિમાયત કરતા હતા . તેઓ સ્ત્રીઓને ભણાવવાની , સ્વચ્છતા અને 
આરોગ્ય જાળવવવાની પણ લોકોને શીખ આપતા હતા . ટૂંકમાં , પોતાનો અને સૌનો સાચી દિશામાં વિકાસ થાય 
એ રીતે સજગતાથી અને સચ્ચાઈથી વર્તવા - જીવવા સૌને સલાહશિખામણ આપતા હતા . ગાંધીજીની આ 
સલાહ - શિખામણ પોથીમાંનાં રીંગણાં જેવી નહોતી . પહેલાં એ સૌનું જાતે પાલન કરતા હતા અને પછી જ તે 
અંગેની સૌને વાત કરતા હતા . તેથી જ ગાંધીજીની અનેક વાતો લોકોના અંતર સુધી પહોંચતી હતી . એ 
વાતોએ લોકોમાં ઘણી જાગૃતિ આણી , લોકોનું સાચું ઘડતર પણ કર્યું , લોકોમાં સત્યાગ્રહ માટેની પવિત્ર હવા 
સરજી . 
" ગાધીજી અમદાવાદથી નીકળી બારેજા , નડિયાદ , આણંદ , નાપાડ , બોરસદ , રાસ , કંકાપુરા વગેરે 
સ્થળોએથી પસાર થઇ , મહીસાગર વટાવી કારેલીમાં રહ્યા . ત્યાંથી તેઓ જંબુસર , ભરૂચ , ભટગામ , 
દલાડ આદિ સ્થળોએ થઈને સુરત પહોંચ્યા . ત્યાંથી તેઓ ડીંડોલી , ધામણ તથા નવસારી થઇને 
પૂર્ણા નદી ઓળંગી વેજલપોર અને ત્યાંથી કરાડી પહોંચ્યા . ત્યાં ગાંધીજીને તેડવા માટે ગામલોકો મશાલો સાથે 
સામે આવ્યા હતા . બાળકો - બહેનો વગેરે સૌ હોંશભેર ગાતાં હતાં : 
પાન નં 149 
" આવે છે રે આવે છે , સ્વરાજ - સવારી આવે છે , 
જયનાદ ગગનમાં ગાજે છે , સ્વરાજ - સવારી આવે છે . " 
અમે તુરત આ ગીત સાથે તાલી પાડીને તાલ મિલાવવા માંડયો . તેથી છગનકાકા ઓર રંગમાં આવી 
ગયા . તેમણે તુરત બીજું ગીત ઉપાડયું : 
` મારા બાપુનો સંઘ , મારા બાપુનો સંઘ 
ચાલ્યો સ્વરાજ ઘેર લાવવા . ' 
" કરાડીના લોકોએ ગાંધીજીનું ઉમ઴કાભેર સ્વાગત કર્યું . ત્યાંથી પાંચમી એપ્રિલે દાંડી તરફ પ્રયાણ કર્યું . 
ગાંધીજીએ દાંડીને જ પોતાનું હરદ્વાર માન્યું . આમ , અમદાવાદથી ઉપડેલી તેમની કૂચ 241 માઇલનો રસ્તો 
પગપાળા કાપી , 24 દિવસ પછી પાંચમી એપ્રિલના સવારે આઠ વાગ્યે દાંડી પહોંચી . ત્યાં સિરાજુદ્દીન 
વાસી શેઠ અને બીજા ગામ આગેવાનોએ ગાંધીજીને ઉમળકાથી આવકાર્યા . પાંચસોથીએ ઓછી વસ્તીવાળા 
દાંડી ગામમાં ત્યારે દસથી બાર હજાર લોકો જમા થયા હતા . નવસારીથી દાંડી સુધીનો આખો રસ્તો 
ધોળી ટોપીઓના મહાસાગર શો બની ગયો હતો . ગાંધીજીની ટુકડીના આગમનને નિમિત્તે રસ્તામાં ઠેરઠેર 
પાણીનો છંટકાવ થયો હતો , પાણીની પરબો મંડાઇ હતી અને સ્થળેસ્થ઴ે ધજાપતાકાઓ બાંધવામાં 
આવી હતી . ગાંધીજીએ ત્યાં એકઠા થયેલા સૌ લોકોને દાંડીકૂચ પાછ઴ની પોતાની ભાવના શી છે 
તેની સરળ રીતે સમજ આપી . તેમણે દાંડીકૂચના કાર્યક્રમને શાંતિ અને સ્વાતંત્ર્ય માટેના 
ધર્મયુદ્ધ તરીકે ઓળખાવ્યો . તેમણે લોકોને દાંડીકૂચ આગળ અટકી ન જતાં દેશની આઝાદી અને 
આબાદી માટે આગળ વધવાની શીખ આપી . આપણી રહેણી - કરણી , આપણી બોલચાલ સર્વ કાંઈ 
એવાં હોવાં જોઇએ જેથી આપણને તો ખરો જ , આપણી આસપાસના સૌને લાભ થાય . આપણું 
દરેક પગલું દેશને ઉપયોગી પુરવાર થવું જોઇએ . ગાંધીજીએ આ મતલબની કંઇ કેટલીયે વાતો આ કૂચ 
દરમિયાન વળીવળીને લોકોને કરી . આમ , દાંડીકૂચે અંગ્રેજોએ મીઠાનો કર નાખવાનો જે જુલમી કાયદો કરેલો 
એને તોડવાનું જ નહિ , પણ અંગ્રેજોને તેમજ આપણને સૌને સુખશાંતિ આપે તેવા માનવતાના કાયદાનું પાલન 
કરવાનુંયે સુંદર માર્ગદર્શન પૂરું પાડયું . 
પાન નં 150 
" ગાંધીજાએ છઠઠી એપ્રિલ , 1930ના રોજ સવારે સાડાત્રણ વાગ્યે ઊઠીને મીઠાના કાયદાનો સવિનય 
ભંગ કરવાની એમની કૂચની જે છેવટની નેમ હતી તે પાર પાડવા તૈયારી કરી . સવારની પ્રાર્થનાથી પરવારી 
ગાંધીજીએ બરાબર છ વાગ્યે પોતાના સાથીઓ સાથે સમુદ્રસ્નાન કર્યું . એ પછી બરોબર સાડા છ વાગે 
પોતાના પગ આગ઴ માટીમાં સફેદીથી ચળકચળક થતું મીઠું ચપટીમાં લઇ મીઠાના કરનો જે કાયદો 
હતો તે તોડયો . લોકોએ ત્યારે બુલંદ અવાજે આકાશને ગજવતો પોકાર કર્યો : 
` નમક કા કાયદા તોડ દિયા ! ' 
ગાંધીજીએ તે વખતે ધરતી પરથી મીઠાની ચપટી લેતાં ત્યાં ઊભેલા સૌને ગંભીરતાથી કહ્યું : 
` બ્રિટીશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં હું આથી લૂણો લગાડું છું . ' 
" તમે સૌ જાણો છો કે એ પછી ગાંધીજીની સત્યાગ્રહની શક્તિએ એવી તો લોકજાગૃતિ આણી , એવી તો 
લોકશક્તિ જગાડી કે પછી અંગ્રેજ લોકો આપણા પર ઝાઝો રાજ્ય કરી ન શક્યા . તેઓ આપણા હાથમાં 
આપણા દેશની લગામ આપી વિદાય થયા . આમ , આપણને આપણી વહાલી આઝાદી મ઴ીને જ રહી . " 
" તે કાકા , તમે આ દાંડીકૂચમાં નહિ જોડાયેલા ? " 
" અમે સીધા એમાં નહોતા પણ અમારા જેવા સેંકડો લોકોએ ગાંધીજીની હાકલને માન આપી ઘેરઘેર 
મીઠું પકાવી સરકારને કર નહિ ભરીને તેના જુલમી કાયદાને તોડેલો . " છગનકાકાએ ગૌરવભેર જણાવ્યું . 
" ત્યારે તો ગાંધીજી ને તમે સૌ મીઠું ચોરનારા મીઠાચોર ગણાઓ . " 
અમારી મંડળીમાંના એકે મીઠી ટકોર કરતાં કહ્યું . 
" ખરુંખરું . એક ગોકુળમાં હતા કૃષ્ણ . . . મોહન જે માખણચોર કહેવાતા હતા . આ આપણા બીજા 
મોહનદાસ જે ` મીઠાચોર ' કહેવાયા . " 
પાન નં 151 
કાકાએ સસ્મિત અમારી વાતને ટેકો આપતા કહ્યું : " પણ એવા મીઠાચોર થવું અઘરું ખરું . " અમારા બીજા 
એક સાથીએ પોતાનો અભિપ્રાય રજૂ કર્યો . છગનકાકા કહે , " હાસ્તો ભાઇ , જે સારું હોય છે તે અઘરું જ 
લાગતું હોય છે . પણ એ જો કરીએ ને તો ખરેખર સૌનું ભલું થઇ જાય . " 
છગનકાકાએ પોતાના ટાલિયા માથા પરની ધોળી ટોપી સરખી કરતાં પાછું કહ્યું : " અરે ચાલો , ચાલો . હું 
હવે જાઉં . તમારી કાકી કહેશે આ નરસિંહ મહેતો ઘી લેવા ગયો તે ગયો ; અધવચ્ચે ક્યાંક ભજનમાં જ માળો 
જામી પડયો . " 
કાકા પછી યુવાનના જેવી સ્ફૂર્તિથી ઊઠીને ચાલવા માંડયા ને સૌએ ઉત્સાહથી ` છગનકાકાની જય ! ' 
` દાંડીદિનની જય ! ' પોકારી . છગનકાકા કહે : " મારી જય પોકારવાથી કાંઇ દહાડો નહિ વળે . ભાઈ આ ગાંધી 
ડોસાની વાતને જય થાય એવું કંઈ કરો તો દહાડો વળે . ચાલો , રામ રામ . " " રામ રામ , કાકા , 
રામ રામ ! " અમે સૌએ કાકાને પ્રેમપૂર્વક વિદાય આપી ને પછી દાંડીકૂચની વાતો વાગોળતાં વિખેરાયા . 

30ફાઈલનું નામ - TXT0G006 . GNS 
30પુસ્તકનું નામ - વિજ્ઞાન ધોરણ - 6 
30લેખક - 
30આવૃત્તિ - જુલાઈ 1990 
30પ્રકાશક - ગુજરાત રાજ્ય શાળા 
03પાઠ્યપુસ્તક મંડળ 
30મળવાનું ઠેકાણું - ડી . ઓ . ઈ . 
30વિભાગ - Natural , Physics , And 
30Prafessional Science 
30ઉપવિભાગ - Text - Book 
30કિંમત - રૂપિયા 5 . 00 
30શબ્દ = 
360વિજ્ઞાન ધોરણ - 6 
3પાઠ - 2 
333પાન નં 8 
30 તત્ત્વ , મિશ્રણ અને સંયોજન 
આપણી આસપાસના પદાર્થો અનેક પ્રકારના હોય એમ લાગે છે આટલા 
બધા પ્રકારો કેવી રીતે બને છે ? બધી વસ્તુઓ અને પદાર્થો શેના બનેલા છે ? 
આ પ્રશ્નોના જવાબ મેળવવા નીચેની બાબતોનો આપણે વિચાર કરીએ . 
( 1 ) અંગ્રેજી ભાષામાં 26 મૂળાક્ષરો છે . આ મૂળાક્ષરોને જુદીજુદી રીતે 
જોડવાથી ઘણા શબ્દો બને છે . 
( 2 ) 0 થી 9 સુધીના અંકોના ઉપયોગથી અગણિત સંખ્યાઓ બને છે . 
30	તત્ત્વ 
આવી જ રીતે બધી વસ્તુઓ અને પદાર્થો થોડા પાયાના એકમના બનેલા 
છે . પૃથ્વી પર કુદરતી રીતે મળી આવતા આવા 92 એકમો છે . આ પાયાના 
એકમોને તત્ત્વો કહે છે . વિજ્ઞાનીઓએ થોડાં વધુ તત્ત્વો પણ શોધ્યાં છે . અત્યારે 100 
કરતાં વધુ તત્ત્વોની જાણ થઈ છે . જેવી રીતે ઈંટ એ મકાનનો પાયાનો એકમ છે 
તેવી રીતે તત્ત્વો એ પદાર્થના પાયાના એકમ છે . 
હાઈડ્રોજન , હિલિયમ , કાર્બન , નાઈટ્રોજન , ઓકિસજન , સોડિઅમ , 
મ૆ગ્નેશિયમ , ઎લ્યુમિનિયમ , સિલિકોન , ફ૊સ્ફરસ , સલ્ફર , ઝિંક , બ્રોમિન , ચાંદી , 
કલાઈ , આયોડિન , સોનું અને પારો એ કેટલાંક પ્રચલિત તત્ત્વો છે . 
થોડાંક તત્ત્વો કુદરતમાં મુક્્ત અવસ્થામાં મળી આવે છે . ઒ક્સિજન , 
નાઈટ્રોજન અને સોનું આવાં તત્ત્વો છે . આપણી આસપાસના મોટા ભાગના 
પદાર્થો બે કે વધારે તત્ત્વોના બનેલા છે . પાણી એ હાઈડ્રોજન અને ઒ક્સિજન એ 
બે તત્ત્વોનું બનેલું છે . 
ખાંડમાં કાર્બન , હાઈડ્રોજન અને ઒ક્સિજન તત્ત્વો આવેલાં છે . ખાવાનું 
મીઠું એ સોડિયમ અને ક્લોરિન તત્ત્વોનું બનેલું છે . 
દરેક તત્ત્વને પોતાના ખાસ ગુણધર્મો હોય છે . આ ગુણધર્મોને કારણે 
આપણે તત્ત્વને ઓળખી શકીએ છીએ . ઓરડાના તાપમાને ( 25 સે ) કેટલાંક તત્ત્વો 
ઘ઩ , પ્રવાહી કે વાયુરૂપ હોય છે . 
તત્ત્વોનું વર્ગીકરણ મુખ્યત્ત્વે ધાતુ તત્ત્વો અને અધાતુ તત્ત્વોમાં કરવામાં 
આવે છે . દા . ત . , લોખંડ , તાંબું અને સોનું એ ધાતુ તત્ત્વો છે . જ્યારે કાર્બન , ગંધક , 
હાઈડ્રોજન અને ઒ક્સિજન એ અધાતુ તત્ત્વો છે . 
3પાન નં 9 
ધાતુઓ એ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક છે . એટલે કે તેઓ ઉષ્મા અને 
વિદ્યુતને તેમનામાંથી પસાર થવા દે છે . ધાતુઓ ચકચકિત હોય છે . તેઓ મુખ્યત્ત્વે 
ઘન સ્વરૂપમાં હોય છે . પારો એક જ ધાતુ એવી છે કે , જે પ્રવાહી સ્વરૂપમાં છે . 
અધાતુ તત્ત્વો ઘન , પ્રવાહી કે વાયુ સ્વરૂપમાં હોય છે . 
30પ્રવૃત્તિ 
કેટલીક સામાન્ય વપરાશની ધાતુઓની યાદી બનાવો . તે દરેકના બે - બે 
ઉપયોગ જાણો . 
30મિશ્રણ 
આપણી આસપાસની દુનિયામાં હવા , જમીન , ખડકો , દરિયાનું પાણી , દૂધ , 
પુષ્પો , ફળો જેવા અનેક જાતના પદાર્થો આવેલા છે . આ બધા પદાર્થોમાં એક કરતાં 
વધુ ઘટકો આવેલા છે . તે બધાં મિશ્રણો છે . 
બે કે વધુ પદાર્થો ને એવી રીતે ભેળવવામાં આવે કે તેઓ પોતાના મૂળ 
ગુણધર્મો ગુમાવે નહિ ત્યારે એના ભેળને મિશ્રણ કહે છે . 
એક કાગળ પર લોખંડ અને ગંધકના ભૂકાને ભેગા કરો . તમે આ ભેળનું 
કાળજીપૂર્વક અવલોકન કરો . તમે લોખંડ અને ગંધક અલગઅલગ જોઈ શકશો . 
ગજિયો ચુંબક તેની પાસે લાવો . તમને શું માલૂમ પડે છે ? આ ઉપરથી તમે કહી 
શકશો કે મિશ્રણમાં તેનાં ઘટકો ગંધક અને લોખંડ પોતાના ગુણધર્મો જાળવી રાખે 
છે . તેમને સહેલાઈથી અલગ પાડી શકાય છે . આ મિશ્રણમાં ગંધક અને લોખંડનું 
પ્રમાણ નિશ્ચિત નહોતું . 
ચાલો , આપણે બીજાં મિશ્રણોનો અભ્યાસ કરીએ . 
ઉનાળામાં આપણે કેટલીક વાર શરબત પીએ છીએ . આ શરબત શું છે ? તે 
રંગ , પાણી અને ખાંડનું મિશ્રણ જ છે . 
કેટલીક વાર મિશ્રણમાં રહેલા પદાર્થો સહેલાઈથી જોઈ શકાય છે . દા . ત . , 
ઘઉંના ઢગલામાં તમે જવના દાણા , કાંકરા અને ફોતરાં જોઈ શકો છો . પરંતુ દૂધ , 
દરિયાનું પાણી જેવાં ઘણાં મિશ્રણો એક જ દ્રવ્યનાં બનેલાં હોય એમ લાગે છે . 
ખરેખર તો તેઓ અનેક દ્રવ્યોનાં બનેલાં છે . 
દરિયાનું પાણી પાણી અને તેમાં ઓગળેલા અનેક ક્ષારોનું મિશ્રણ છે . 
રાંધવા માટે વપરાતું મીઠું દરિયાના પાણીમાંથી મેળવાય છે . રાજસ્થાનના સાંભર 
જેવા સરોવરના પાણીમાં પણ મીઠું રહેલું છે . 
3પાન નં 10 
જમીન એ રેતી , માટી , વિવિધ ક્ષારો , વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોનું 
મિશ્રણ છે . 
આપણી આસપાસની હવા એ ઒ક્સિજન , નાઈટ્રોજન , કાર્બન 
ડાય૊ક્સાઈડ , પાણીની બાષ્પ જેવા વાયુઓ અને ધૂળના રજકણોનું મિશ્રણ છે . 
વનસ્પતિ અને પ્રાણીઓમાં મળી આવતા મોટા ભાગના પદાર્થો મિશ્રણ 
હોય છે . દૂધ એ મિશ્રણ છે . આપણે દૂધને ગરમ કરી ઠંડું પડવા દઈએ ત્યારે આપણે 
તેના પર મલાઈ તરતી જોઈ શકીએ છીએ . 
શેરડીનો રસ એ ખાંડ , પાણી અને બીજાં ઘણાં દ્રવ્યોનું મિશ્રણ છે . શેરડીના 
રસમાંથી બનતો ગોળ પણ મિશ્રણ છે . 
ઉપરનાં ઉદાહરણોથી તમને સમજાશે કે મિશ્રણ એ બે કે વધુ પદાર્થોનું 
બનેલું હોય છે . મિશ્રણમાં રહેલા પદાર્થો તેમના ગુણધર્મો જાળવી રાખે છે . 
30સંયોજન 
કાગળ પર એક ચમચી ગંધકનો ભૂકો મૂકો . તે કેવો દેખાય છે ? ગંધક 
પીળા રંગનો છે . 
બીજા કાગળ પર અડઘી ચમચી લોખંડનો ભૂકો લો . તે ભૂખરા રંગનો છે . 
લોખંડના ભૂકા પાસે ચુંબક લાવો . તમને શું માલૂમ પડે છે ? લોખંડનો ભૂકો 
ચુંબક તરફ આકર્ષાય છે અને તેને ચોંટી જાય છે . 
એક જુદા કાગળ પર લોખંડ અને ગંધકના ભૂકાને ભેગા કરો . આ ભેળનું 
કાળજીપૂર્વક અવલોકન કરો . તમે લોખંડ અને ગંધકને અલગઅલગ જોઈ શકો 
છો ? ચુંબકને તેની પાસે લાવો . તમને શું માલૂમ પડે છે ? 
તેમનું મિશ્રણ કરવા છતાં લોખંડ અને ગંધકના ગુણધર્મોમાં ફેરફાર થતો 
નથી . લોખંડ અને ગંધકના આ મિશ્રણ ને એક ( ચિનાઈ માટીની ) બાષ્પ વાટકીમાં 
લો . ( આવી વાટકી ન મળે તો લોખંડના પતરાનો ટુકડો લો . ) સ્પિરિટ લેમ્પ પર 
વાટકી લાલચોળ થાય ત્યાં સુધી ગરમ કરો . વાટકીને જ્યોતથી દૂર લઈ જાઓ અને 
તેને ઠંડી પડવા દો . વાટકીમાં પદાર્થને વાટકીમાંથી કાઢી એક કાગળ પર મૂકો . 
તમે હવે ભૂખરો લોખંડનો ભૂકો અને પીળો ગંધકનો પાઉડર અલગ જોઈ 
શકો છો ? તમે ચુંબકની મદદથી લોખંડને છૂટું પાડી શકો છો ? તમારાં 
અવલોકનો કોષ્ટક 2 . 1 માં જણાવો . 
3પાન નં 11 
30 કોષ્ટક 2 . 1 
2 
| | | | | | 
| 2 પદાર્થ | દેખાવ | ચુંબકની તેના પર અસર | 2 
| | | | 
| 1 . લોખંડનો ભૂકો | | | 
| 2 . ગંધક | | | 
| 3 . લોખંડ અને ગંધકનું મિશ્રણ | | | 
| 4 . લોખંડ અને ગંધકમાંથી | | | 
| બનેલું સંયોજન | | | 
2 | | | | 
તમને માલૂમ પડશે કે જે નવો પદાર્થ બને છે તેને લોખંડ કે ગંધકના 
ગુણધર્મો નથી . તે કાળા રંગનો છે . તમે ચુંબકની મદદથી તેમાંથી લોખંડ છૂટું પાડી 
શકતા નથી . અહીંયા લોખંડ અને ગંધક સંયોજાઈને એક નવો પદાર્થ બન્યો 
છે . આ નવો પદાર્થ આયર્ન ( લોખંડ ) સલ્ફાઈડ છે . તે એક સંયોજન છે . આ 
પ્રક્રિયાને નીચે મુજબ લખી શકાય : 
લોખંડ + ગંધક ( શલ્ફર ) આયર્ન સલ્ફાઈડ 
( તત્ત્વ ) ( તત્ત્વ ) ( સંયોજન ) 
આમ , સંયોજનના ગુણધર્મો તે જે તત્ત્વોમાંથી બનેલાં હોય છે તેના કરતા 
તદ્દન જુદા હોય છે . 
બે કે વધારે તત્ત્વો રાસાયણિક રીતે સંયોજાવાથી બનતા પદાર્થને સંયોજન 
કહે છે . 
વાળ , ચામડું , ઊન , લાકડું , સ્નાયુઓ વગેરે કાર્બન , હાઈડ્રોજન , 
઒ક્સિજન અને નાઈટ્રોજન જેવાં તત્ત્વોનાં અનેક સંયોજનોનાં બનેલાં છે . પેટ્રોલ , 
કેરોસીન અને મીણબત્તીનું મીણ એ કાર્બન અને હાઈડ્રોજનનાં સંયોજનનાં બનેલાં 
છે . સિલિકોન અને ઒ક્સિજન એ આપણી પૃથ્વી પર વિપુલ પ્રમાણમાં મળી આવતાં 
તત્ત્વો છે . ઘણા માનવનિર્મિત અને કુદરતી પદાર્થો આ તત્ત્વોનાં સંયોજનોના 
બનેલા છે . રેતી , ઈટો , કાચ , કોંક્રિટ , માટી અને ગ્ર૆નાઈટ આવા પદાર્થો છે . 
કોષ્ટક 2 . 2 માં પ્રચલિત સંયોજનો આપેલાં છે . તેમની સામે તેઓ જે 
તત્ત્વોમાંથી બનેલાં છે તે જણાવેલ છે . તે દરેકનો ઓછામાં ઓછો એક ઉપયોગ 
જાણો . 
3પાન નં 12 
30		કોષ્ટક 2 . 2 
સંયોજન તત્ત્વો ઉપયોગ 
1 . યૂરિયા નાઈટ્રોજન , કાર્બન , હાઈડ્રોજન , ઒ક્સિજન 
2 . ધોવાનો સોડો 	સોડિયમ , કાર્બન , ઒ક્સિજન 
3 . કેરોસીન 	કાર્બન , હાઈડ્રોજન 
4 . ક્વિનાઈન 	કાર્બન , ઒ક્સિજન , નાઈટ્રોજન , હાઈડ્રોજન 
5 . ખાંડ 	કાર્બન , હાઈડ્રોજન , ઒ક્સિજન 
અણુઓ અને પરમાણુઓ 
તમે તત્ત્વો અને સંયોજનો વિશે શીખી ગયાં છો . બધાં જ તત્ત્વો અને 
સંયોજનો ખૂબ નાના કણોનાં બનેલાં છે . આપણે આ નાના કણોનો ખ્યાલ મેળવવા 
પ્રયત્ન કરીશું . 
પ્રવાહી છાંટવાનો પંપ ( સ્પ્રેયર ) લો . તેના વડે પ્રકાશની હાજરીમાં 
કેરોસીન છાંટો . કેરોસીનના અત્યંત નાના કણોને કારણે બનેલું ધુમ્મસ જોઈ 
શકશો . 
ચ૊કનો ટુકડો લો અને તેનો ખૂબ ઝીણો ભૂકો બનાવો . તમને તેના નાના 
કણો દેખાય છે ? 
કેરોસીન અને ચ૊કના નાના કણો તેમના ગુણધર્મો જાળવી રાખે છે . એનો 
અર્થ એ થયો કે કેરોસીન , એ કેરોસીનના નાના કણોનું બનેલું છે . તે જ પ્રમાણે ચ૊ક 
પણ ચ૊કના નાના કણોનો બનેલો છે . આમ કહી શકાય કે કોઈ પણ સંયોજન તેના 
જ જેવા નાના કણોનું બનેલું છે . આ નાના કણોને તમે જોઈ શકો છે . પરંતુ કોઈ 
રીતે તમે આ નાના કણોનું વધુ ને વધુ વિભાજન કરતા જાઓ તો આખરે તમને આ 
સંયોજનોનો અત્યંત નાનામાં નાનો કણ મળે . આ નાનામાં નાનો કણ જોઈ શકાતો 
નથી . તેને સંયોજનનો અણુ કહે છે . 
પાણી એ રોજિંદા વપરાશનું સંયોજન છે . પાણીના મુખ્ય ઘટકોને છૂટા 
પાડવાનું શક્ય છે . પાણીમાંથી વીજપ્રવાહ પસાર કરવાથી તેમાંના હાઈડ્રોજન અને 
઒ક્સિજન છૂટા પડે છે . આ બંનેના ગુણધર્મો પાણીના ગુણધર્મો કરતાં તદ્દન જુદા 
છે . 
3પાન નં 13 
હાઈડ્રોજન વાયુ હાઈડ્રોજનના 
અણુઓનો બનેલો છે . ઒ક્સિજન વાયુ 
઒ક્સિજનના અણુઓનો બનેલો છે . 
હાઈડ્રોજનના અણુનું બે કણોમાં 
વિભાજન થાય છે . આ દરેક કણને 
હાઈડ્રોજનનો પરમાણુ કહેવાય છે . આ 
પરમાણુઓ સ્વતંત્ર અસ્તિત્ત્વ ધરાવતા 
નથી . ઒ક્સિજનનો અણુ પણ 
઒ક્સિજનના બે પરમાણુઓનો બનેલો 
છે . 
એક જ જાતના પરમાણુઓમાંથી 
બનેલા અણુને તત્ત્વનો અણુ કહે છે . 
દા . ત . , હાઈડ્રોજનના બે પરમાણુઓ 
સંયોજાઈને હાયડ્રોજનનો એક અણુ 
બનાવે છે . જે અણુમાં બે અથવા વધારે જાતના પરમાણુઓ આવેલા હોય છે તેને 
સંયોજનનો અણુ કહે છે . ક્લોરિનનો એક પરમાણુ હાઈડ્રોજના એક પરમાણુ સાથે 
સંયોજાઈને હાઈડ્રોજન ક્લોરાઈડ ( મીઠાનો તેજાબ ) નામના સંયોજનનો 
અણુ બનાવે છે . 
દરેક તત્ત્વ એક જ જાતના પરમાણુઓનું બનેલું હોય છે . દરેક તત્ત્વના 
પરમાણુ એકસરખા અને એકરૂપ હોય છે . દા . ત . , તાંબાના બધા પરમાણુઓ 
એકસરખા અને એકરૂપ હોય છે . ઎લ્યુમિનિયમના બધા જ પરમાણુ એકસરખા અને 
એકરૂપ હોય છે . પરંતુ તાંબાના પરમાણુઓ ઎લ્યુમિનિયમના પરમાણુઓ 
કરતાં જુદા પ્રકારના હોય છે . તેવી જ રીતે એક જ સંયોજનના કે તત્ત્વના અણુઓ 
એકસરખા અને એકરૂપ હોય છે . દા . ત . , ખાંડના બધા જ અણુઓ એકસરખા અને 
એકરૂપ હોય છે . પાણીના બધા જ અણુઓ એકસરખા અને એકરૂપ હોય છે . પરંતુ 
ખાંડના અણુઓ કરતાં પાણીના અણુઓ જુદા પ્રકારના હોય છે . 
આ પરમાણુઓ અને અણુઓ એટલા સૂક્ષ્મ હોય છે કે શક્્તિશાળી 
સૂક્ષ્મદર્શક યંત્રે વડે પણ તેમને જોઈ શકાતા નથી . પરંતુ જ્યારે આ અણુઓ અને 
પરમાણુઓનો મોટી સંખ્યામાં સમૂહ બને છે ત્યારે તેને જોઈ શકાય છે . ટાંકણીના 
માથા જેટલા દળમાં કરોડો અણુ કે પરમાણુઓ હોય છે . 
3પાન નં 14 
ઘન , પ્રવાહી અને વાયુ 
તમે શીખી ગયાં છો કે પદાર્થ ઘન , પ્રવાહી અને વાયુ સ્વરૂપમાં અસ્તિત્ત્વ 
ધરાવે છે . દા . ત . , પાણી ઘન ( બરફ ) પ્રવાહી ( પાણી ) અને વાયુ ( બાષ્પ ) 
સ્વરૂપમાં અસ્તિત્ત્વ ધરાવે છે . આ દરેક સ્વરૂપમાં અણુઓ તો એના જ રહે છે . તો 
પદાર્થના સ્વરૂપમાં ફેરફારો શાને કારણે હશે ? ઘન , પ્રવાહી અને વાયુ સ્વરૂપોમાં 
અણુઓની જુદાજુદા પ્રકારની ગોઠવણીને કા઱ણે આમ થાય છે . 
ઘન સ્વરૂપમાં અણુઓ ખૂબ પાસેપાસે આવેલા છે . તેમનાં સ્થાન લગભગ 
અચળ હોય છે . આથી જ ઘન પદાર્થો પોતાનો આકાર જાળવી રાખે છે . તેમનું કદ 
બદલાતું નથી . દા . ત . , ઈંટ , ચ૊કનો ટુકડો કે કોઈ વાસણ પોતાની જાતે પોતાનો 
આકાર બદલી શકતાં નથી . 
પ્રવાહીમાં ઘનની માફક અણુઓ ખૂબ પાસેપાસે આવેલા હોતા નથી . આથી 
પ્રવાહીઓ પોતાનો આકાર બદલી શકે છે . 
એક પ્યાલો લઈ તેને પાણીથી ભરો . તેમાં પાણીની સપાટી નોંધો . પ્યાલાનું 
પાણી વારાફ઱તી જુદાજુદા આકારનાં પાત્રોમાં રેડો . પાત્રમાં પ્રવાહીના 
આકારનું નિરીક્ષણ કરો . તમને માલૂમ પડશે કે , પાણીને જે પાત્રમાં રેડવામાં આવે છે 
તેનો આકાર તે ધારણ કરે છે . 
હવે પાણીને ફરી પાછું પ્યાલામાં રેડી દો . પાણીના કદમાં કોઈ ફેરફાર 
થાય છે ? 
3પાન નં 15 
આમ , તમને સમજાશે કે પ્રવાહીઓ પોતાના આકાર બદલે છે , પરંતુ તેમનું 
કદ એનું એ જ રહે છે . 
ઘન અને પ્રવાહીઓની સરખામણીમાં વાયુઓમાં અણુઓ એકબીજાથી 
વધારે દૂર હોય છે . તેઓ છૂટથી હરીફરી શકે છે . આથી વાયુઓને નિશ્ચિત આકાર 
કે નિશ્ચિત કદ હોતું નથી . જે પાત્રમાં તેમને રાખવામાં આવે છે તેનું કદ તેઓ 
ધારણ કરે છે . 
30પ્રવૃત્તિ 
જુદાજુદા આકાર અને કદના બે ફુગ્ગા લો . એક ફુગ્ગામાં રબરની ટ્યૂબનો 
એક નાનો ટુકડો ખોસો . ફૂંક મારીને આ ફુગ્ગાને ફુગાવો . ફુગ્ગાની અંદરની હવા 
બહાર નીકળી ન જાય તે માટે રબરની ટ્યૂબને ચાંપ વડે બંધ કરી દો . હવે ટ્યૂબના 
બીજે છેડે બીજા ફુગ્ગાને બાંધો અને ચાંપને ખોલો . તમને શું માલૂમ પડે છે ? 
તમને માલૂમ પડશે કે ફુગાવેલા ફુગ્ગામાંથી હવા બીજા ફુગ્ગામાં જાય છે અને તેને 
ફુલાવે છે . ફુગ્ગાના આકાર પ્રમાણે હવાનો આકાર બદલાય છે . હવાનું કદ પણ 
બદલાય છે . 
તમે અનુભવ્યું હશે કે જ્યારે લાકડાં કે છાણાં બળે છે ત્યારે ઘરની બહાર 
હો તોપણ તેની ગંધ તમે પારખી શકો છો . જ્યારે તમે અગરબત્તી સળગાવો છો 
ત્યારે ઓરડાના બીજે ખૂણે પણ તેની સુગંધ પારખી શકો છો . આ બતાવે છે કે 
વાયુના અણુઓ ગતિમાં હોય છે . 
3પાન નં 73 
3પાઠ - 9 
3660	 વનસ્પતિનાં વિવિધ અંગો અને તેમનાં કાર્યો 
તમારી આસપાસ મળતી વનસ્પતિનું બરોબર અવલોકન કરો . જમીનની 
ઉપરના ભાગમાં ક્યાં અંગો દેખાય છે ? તમે જાણો છો કે વનસ્પતિને મૂળ , પ્રકાંડ , 
પર્ણ , ફૂલ અને ફળ જેવાં અંગો હોય છે . 
ચાલો , આપણે આ બધાં અંગો કેવાંકેવાં કાર્યો કરે છે તે તપાસીએ . 
વનસ્પતિનાં મુખ્ય બે તંત્ર હોય છે : મૂળતંત્ર અને પ્રરોહતંત્ર . મૂળતંત્ર જમીનની 
અંદર વૃદ્ધિ પામે છે અને પ્રરોહતંત્ર જમીનની બહાર વૃદ્ધિ પામે છે . 
( 1 ) મૂળતંત્ર : કેટલાંક મૂળતંત્રમાં સોટીમૂળ તરીકે ઓળખાતું એક મુખ્ય 
મૂળ હોય છે . એ જમીનમાં સીઘું અને ઊંડું વધે છે . તેમાંથી શાખાઓ આસપાસ 
પથરાય છે . વટાણા , લીમડો , આંબો વગેરેનાં મૂળ તેના દૃષ્ટાંત છે . કેટલીક 
વનસ્પતિમાં આવા મુખ્ય મૂળ જેવું કાંઈ હોતું નથી . તેમાં ઘણાં બધાં પાતળા રેસાઓ 
જેવાં મૂળ હોય છે . આવાં મૂળતંત્ર તંતુ મૂળતંત્ર કહેવાય છે . તેઓ જમીનમાં ઉપલા 
થરમાં વિસ્તૃત પથરાઈ છોડને આધાર આપે છે . ઘઉં , મકાઈ , ઘાસ તથા બાજરીમાં 
આવાં મૂળતંત્ર હોય છે . આમ , વનસ્પતિમાં મુખ્ય બે પ્રકારનાં મૂળતંત્રો હોય છે : 
સોટીમૂળતંત્ર અને તંતુમૂળતંત્ર . 
0	 મૂળનાં કાર્યો 
મૂળ સામાન્ય રીતે જમીનમાં વિકાસ પામતાં હોઈ , તેઓ વનસ્પતિને 
જમીનમાં સ્થાપન કરવામાં ઉપયોગી છે . તેઓ જમીનમાંથી પાણી અને પાણીમાં 
ઓગળેલા ક્ષાર શોષે છે , જે વનસ્પતિની વૃદ્ધિ માટે જરૂરી છે . 
3પાન નં 74 
વનસ્પતિનાં વિવિધ અંગો ઘણી વાર બીજા સ્વરૂપમાં રૂપાંતર પામી 
વધારાનાં કાર્યો પણ કરે છે . 
0	 કેટલાંક મૂળ ખોરાકનો સંગ્રહ કરે છે 
શક્કરિયાનાં અને બીટનાં મૂળ તપાસો . તેઓ સામાન્ય મૂળ કરતાં કઈ 
બાબતમાં જુદાં છે ? તમે જોશો કે આ મૂળ સામાન્ય મૂળ કરતાં ઘણાં વધારે જાડાં 
છે . વનસ્પતિએ તેમાં ખોરાક એકઠો કર્યો હોવાથી આમ થાય છે . જ્યારે જરૂર પડે 
ત્યારે આ ખોરાક વનસ્પતિ વાપરે છે . આપણે પણ આવાં મૂળનો ખોરાક તરીકે 
ઉપયોગ કરીએ છીએ . આપણે ખાતાં હોઈએ એવાં બીજાં કોઈ મૂળના દાખલા તમે 
આપી શકશો ? 
0	 મૂળ વધારાનો આધાર પણ આપે છે 
તમારી આસપાસ કોઈ વડનું વૃક્ષ 
હોય તો જુઓ . વડની મોટી શાખાઓ 
પરથી લટકતી , લાંબી દોરડા જેવી 
વડવાઈઓ દેખાય છે ? આમાંની કેટલીક 
તો જમીન સુધી વઘી , જમીનમાં દાખલ 
થતી પણ જણાય છે . કેટલીક વડવાઈઓ 
થડના જેવી જાડી પણ થાય છે . તમને 
ખબર છે કે આ વડવાઈઓ પણ મૂળ છે ? 
તેઓ મોટી દળદાર શાખાઓનું વજન 
ખમી તેમને તૂટી પડતાં અટકાવે છે . 
મકાઈમાં પણ આવાં વધારાનો આધાર 
આપતાં મૂળ હોય છે . 
0 ( 2 ) પ્રરોહ તંત્ર : 0 પ્રરોહ તંત્ર 
જમીનની બહાર હોય છે . તેમાં એક 
મુખ્ય પ્રકાંડ , તેમાંથી નીકળતી શાખાઓ 
અને તેમના પર આવેલાં પર્ણો પણ હોય છે . 
પ્રકાંડ પર ગાંઠ અને આંતર ગાંઠ હોય છે . 
જ્યાંથી પાન ઉત્પન્ન થાય છે તે ભાગ - 
ગાંઠ અને એની પાસપાસેની બે ગાંઠ 
વચ્ચેનો વિસ્તાર આંતરગાંઠ છે . 
3પાન નં 75 
30પ્રકાંડ 
પ્રકાંડ એ મૂળ અને પર્ણોને સાંકળતી રચના છે . વૃક્ષમાં પ્રકાંડ સૌથી 
મજબૂત ભાગ હોય છે અને તે થડ તરીકે ઓળખાય છે . મોટા ભાગનાં થડ છાલ 
વડે ઢંકાયેલાં હોય છે . છાલ અંદરના ભાગનું રક્ષણ કરે છે . મોટા ભાગની 
વનસ્પતિમાં પ્રકાંડ વનસ્પતિને ટટ્ટાર ઊભી રહેવામાં મદદ કરે છે . કેટલીક 
વનસ્પતિનાં પ્રકાંડ નબળાં હોય છે . તેવી વનસ્પતિ ટટ્ટાર ઊભી રહી શકતી નથી . 
આ સાથેની આકૃતિ જુઓ . આવા પ્રકાંડવાળી બીજી વનસ્પતિઓનાં નામ 
આપો . 
પ્રકાંડ મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ક્ષારોનું ઉપરની દિશામાં પર્ણો તરફ 
વહન કરે છે . નીચેના વિસ્તારોમાં સંગ્રાહેલા ખોરાકનું પણ તે ઉપર તરફ વહન 
કરે છે . પ્રકાંડ પર્ણોને પણ એવી રીતે ગોઠવે છે કે જેથી તેમને સૌથી સારી રીતે 
સૂર્યપ્રકાશ મળી રહે . 
30પ્રવૃત્તિ 
બારમાસી કે તનમનિયા જેવો એક નાનો છોડ લો . એક વાસણમાં પાણી 
ભરો અને તેમાં લાલ શાહીનાં થોડાં ટીપાં નાખો . પછી છોડનો કાપેલો છેડો 
પાણીમાં ડૂબે તેમ વાસણમાં મૂકો . એકાદ દિવસ રાહ જુઓ . લાલ રંગનું પાણી કયા 
ભગામાં આવેલું જણાય છે ? પાણી ત્યાં સુધી કેવી રીતે આવ્યું હશે ? 
પાન નં 76 
0પ્રકાંડમાં રૂપાંતર 
બટાકા અને આદું તપાસો . તમને લાગે છે કે આ મૂળ છે . હકીકતમાં આ મૂળ 
નથી . પણ પ્રકાંડ છે . તેમનામાં પણ ગાંઠ , આંતરગાંઠ હોય છે . આ બધા ભાગ 
જમીનની અંદર હોય છે . અને તે ખોરાકનો સંગ્રહ કરે છે . 
ફાફડાથોર જુઓ . તમને કોઈ પાન 
દેખાય છે ? ફાફડાથોરના દળાદાર પ્રકાંડમાં 
કાયમ પાણી સંઘરેલું રહે છે . ઉનાળાના સૂકા 
સમય દરમિયાન તે કામ આવે છે જે કામ 
સામાન્ય રીતે પાન કરતાં હોય છે , એ બધાં જ 
કામ અહીં લીલું પ્રકાંડ કરે છે . પણ તેના પર્ણનું 
રૂપાંતર કાંટામાં થયેલું હોય છે તેથી 
બાષ્પોત્સર્જન ઘટી જાય છે . 
કોળું કે દૂધીનું પ્રકાંડ તપાસો . પ્રકાંડમાંથી નીકળતી પાતળી દોરી જેવી 
ગૂંચળું વળેલી રચનાઓ દેખાય છે ? આ વનસ્પતિને શું કામ આવતી હશે ? આ 
રચનાઓ પ્રકાંડસૂત્ર કહેવાય છે . તે વનસ્પતિ પાન વગરની છે . તેનું પ્રકાંડ નબળું 
છે અને તે વજન ખમી શકતું નથી . આ સૂત્રો આસપાસના આધાર પર વીંટળાઈ 
વનસ્પતિને આરોહણ કરવામાં મદદ કરે છે . 
તમે જોયું કે કેટલીક વનસ્પતિનાં મૂળ અને પ્રકાંડ રૂપાંતર પામી કેટલાંક 
ખાસ કામ કરે છે . તેઓ ખોરાકનો સંગ્રહ કરવો , વધારાનો આધાર આપવો , 
ખોરાક બનાવવો અને આરોહણ જેવાં કાર્યો કરે છે . 
0 ( 3 ) પર્ણ : 0સામાન્ય રીતે ચપટાં અને લીલાં હોય છે . લીમડાનું 
પર્ણ જુઓ . તેને આંબાના પર્ણ સાથે સરખાવો . તેને યુકેલિપ્ટસ્્નાં તેમજ તમારા 
વિસ્તારમાં મળતી બીજી વનસ્પતિનાં પર્ણ સાથે પણ સરખાવી જુઓ . ક્ષુપ અને 
છોડનાં પર્ણ વૃક્ષોનાં પર્ણ સાથે સરખાવો . 
પર્ણ વનસ્પતિનું એક અંગ છે . આકૃતિમાં પર્ણના વિવિધ ભાગ જુઓ . પર્ણ 
વનસ્પતિનો ખોરાક બનાવે છે . પર્ણ લીલા રંગનાં કેમ હોય છે તે તમે જાણો છો ? 
તેમનામાં હરિતદ્રવ્ય ( ક્લોરોફિલ ) નામનું લીલા રંગનું દ્રવ્ય રહેલું હોવાથી તે લીલાં 
હોય છે . ખોરાક બનાવવા માટે લીલાં પર્ણોને સૂર્યપ્રકાશ , પાણી તથા કાર્બન 
પાન નં 77 
ડાય૊ક્સાઈડ વાયુની જરૂર રહે છે . સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવવાની આ 
ક્રિયાને પ્રકાશ - સંશ્લેષણ કહેવાય છે . 
0પર્ણમાં રૂપાંતર 
પર્ણ પણ કાંટા કે સૂત્રમાં ફેરવાઈ શકે છે . તે કાંટામાં ફેરવાય ત્યારે 
બાષ્પોત્સર્જન ઘટાડે છે અન રક્ષણ પૂરું પાડે છે . દા . ત . , ફાફડાથોર . અહીંયા પ્રકાંડ 
લીલું હોવાથી પ્રકાશ - સંશ્લેષણની ક્રિયા કરે છે , જ્યારે તે સૂત્રમાં ફેરવાય ત્યારે 
વનસ્પતિને આરોહણમાં મદદરૂપ થાય છે . દા . ત . , વટાણાનો છોડ . પર્ણો 
ખોરાકનો સંગ્રહ કરી દળદાર બને છે . 
0 ( 4 ) પુષ્પ અને ફળ : 0પુષ્પો 
જાતજાતના કદનાં , આકારનાં અને રંગનાં 
હોય છે . પરંતુ બધાં પુષ્પોની રચનાનું 
પાયાનું માળખું સમાન છે . આ સાથેની 
આકૃતિમાં તે બતાવ્યું છે . 
કોઈ વનસ્પતિનું એક પુષ્પ 
મેળવો . તેમાં સૌથી બહારના અને 
નીચેના ભાગે લીલાં પાંદડાં જેવી 
રચનાઓ છે . સૌથી બહારની આ રચના 
વજ્ર કહેવાય છે . તેની અંદરના ભાગનમાં 
આવેલી રંગીન પાંદડીઓ કાળજીપૂર્વક 
જુઓ . આ પાંદડીઓને દલ કહે છે . હવે 
પુષ્પનો મધ્ય ભાગ જોઈ શકાય છે . 
તેને પુષ્પાસન કહે છે . અહીં 
પાન નં 78 
તમને કેટલીક દાંડી જેવી રચનાઓ જોવા મળશે . તેમના માથે ગોળ , લંબગોળ કે 
લાંબા ટપકા જેવા ભાગ છે . આ પુંકેસર છે . તેમના માથા પરનો ભાગ પરાગાશય 
છે . તેમાં રજકણ જેવી પરાગરજ આવેલી છે . આ પુંકેસર પુષ્પનું નર પ્રજનન અંગ 
છે . પુષ્પના છેક અંદરના અને મધ્ય ભાગે તમને ચંબુ જેવા આકારનું અંગ જોવા 
મળશે . તે સ્ત્રીકેસર કહેવાય છે . સ્ત્રીકેસર પુષ્પનું માદા પ્રજનન અંગ છે . તેનો 
પાયાનો પહોળો ઉપસેલો ભાગ અંડાશય કે બીજાશય કહેવાય છે . તેના પોલાણમાં 
ઈંડા જેવી રચનાઓ હોય છે . તે બીજાંડ કે અંડક કહેવાય છે . આ અંડક બીજમાં 
ફેરવાય છે અને બીજાશય ફળમાં ફેરવાય છે . 
પરાગરજ પરાગાશયમાંથી છૂટી 
પડી સ્ત્રીકેસરની ટોચ પર વહી જવાની 
ક્રિયાને પરાગનયન છે . પરાગરજ અને 
અંડક વડે પ્રજનન થાય છે . 
0 ( 5 ) બીજ : 0વટાણા , ચણા , 
મગ વગેરે બીજ છે . બીજમાં એક ખૂબ 
નાની વનસ્પતિ અને તેના માટેનો 
ખોરાક હોય છે . તમને એવાં ફળ યાદ 
આવે છે કે જેમાં બીજ હોય ? જુદાંજુદાં 
ફળમાં બીજની સંખ્યા જુદીજુદી હોય છે . 
બીજની મદદથી વનસ્પતિ પોતાના જેવી નવી વનસ્પતિ ઉત્પન્ન કરે છે . 
પાન નં 111 
પ્રકરણ - 14 
3કુદરતમાં સંતુલન 
આપણી આસપાસ હવા , પાણી , જમીન , સજીવ તથા નિર્જીવ રહેલાં છે . આ 
બધાં આપણાં જીવન પર વિવિધ રીતે અસર પહોંચાડે છે . સજીવ હોય કે નિર્જીવ 
બધાં જ ઘટકો પરસ્પર સંબંધિત છે . માણસ અનાજ પકવે છે . આ અનાજ 
આપણે ખાઈએ છીએ . તે અનાજ , પક્ષીઓ , ઉંદરો વગેરે પણ ખાય છે . બધા જ 
સજીવો પાણી પીવા માટે વાપરે છે . પાણી બધાં સજીવોના જીવનનો આધાર છે . 
માણસ બીજાં સજીવ અને નિર્જીવ ઘટકો પર કેટલો આધાર રાખે છે ? 
પ્રાણીઓ કેવી રીતે વનસ્પતિ પર અવલંબિત છે ? વનસ્પતિ પણ પાણી પર કેટલો 
આધાર રાખે છે ? આ પરસ્પરનાં અવલંબનોની સમતુલા કુદરતમાં કેવી રીતે 
જળવાય છે ? 
0આંતર અવલંબન 
આપણે આપણી રોજબરોજની જિંદગીમાં વનસ્પતિ તથા પ્રાણીઓમાંથી 
મળતી ઘણી ચીજો પર આધાર રાખીએ છીએ . 
નીચે આપેલી યાદીમાંથી કયા પદાર્થો વનસ્પતિમાંથી અને કયા 
પ્રાણીમાંથી મળે છે તે જાણો . 
રબર કાગળ ઈંડા રૂ 
રેશમ છાણાં કોલસો માખણ 
તેજાના દિવેલ કોડલિવર તેલ 
કાથી દૂધ ખાંડ 
ઘણી વનસ્પતિ આપણને પોષક ખોરાક પૂરો પાડે છે . ઘણાં પ્રાણીઓ 
આપણને મુસાફરીમાં , જમીન ખેડવામાં અને બીજા કામમાં ઉપયોગી છે . 
વનસ્પતિમાંથી આપણને ઘણાં ઔષધો પણ મળે છે . 
0વનસ્પતિ અને પ્રાણીનો ખોરાક 
વનસ્પતિ તેમજ પ્રાણીને જીવન ટકાવવા અને વૃદ્ધિ પામવા ખોરાક 
જરૂરી છે . વનસ્પતિ તો પોતાનો ખોરાક જાતે બનાવી લે છે . પ્રાણીઓને જીવન 
ટકાવવા તેમજ વૃદ્ધિ પામવા વનસ્પતિ અથવાં બીજાં પ્રાણીઓનો ખોરાક તરીકે 
ઉપયોગ કરવો પડે છે . કેટલાંક પ્રાણીઓ ફક્્ત વનસ્પતિ ખાય છે . તેમને તૃણાહારી 
પાન નં 112 
પાન નં 112 
પ્રાણીઓ કહે છે . તેઓ ઘાસ , પાન , ફળ કે બીજ વગેરે ખાય છે . કેટલાંક પ્રાણીઓ 
ફક્્ત બીજાં પ્રાણીઓને ખાય છે . તેમને માંસાહારી પ્રાણીઓ કહે છે . કેટલાંક 
પ્રાણીઓ વનસ્પતિ અને પ્રાણી એમ બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે . તેમને 
મિશ્રાહારી પ્રાણીઓ કહે છે . 
ફક્્ત વનસ્પતિ , ફક્્ત પ્રાણી અને એ બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરતાં 
પ્રાણીઓની યાદી બનાવો . તેમને તૃણાહારી , માંસાહારી અને મિશ્રાહારી એમ ત્રણ 
જૂથમાં વહેંચો . 
0પ્રાણીનો અન્ય બાબતો માટે વનસ્પતિ પર આધાર 
પ્રાણીઓ વનસ્પતિ પર ખોરાક માટે તો આધાર રાખે જ છે . ઉપરાંત 
કેટલાંક પોતાના રહેઠાણ માટે વનસ્પતિ પર આધાર રાખે છે . કેટલાંક પ્રાણીઓ 
વનસ્પતિના થડમાં દર કરીને રહે છે . પક્ષીઓ વનસ્પતિના વિવિધ ભાગોનો 
ઉપયોગ કરીને પોતાના માળા બાંધે છે . કરોળિયા અને કીટકો પણ વનસ્પતિનાં 
પર્ણો પર પર નિવાસ કરે છે . વાંદરાં વૃક્ષો પર વસે છે . કીડી , મંકોડા , ભમરા 
તીતીઘોડા , પતંગિયાં , આગિય , ફૂંદા . તમરાં અને એવાં ઘણાં કીટકો વૃક્ષો પર 
વસે છે . 
માણસ પણ વનસ્પતિની નીપજો વાપરી ઘ઱ બનાવે છે . ઘરનું રાચરચીલું 
બનાવવામાં પણ વનસ્પતિના લાકડાનો ઉપયોગ થાય છે . માણસના 
રોજબરોજના ઉપયોગમાં પણ વનસ્પતિની ઘણી નીપજો કામમાં આવે છે . 
વૃક્ષો છાંયડો પૂરો પાડે છે અને તડકામાં રક્ષણ આપે છે . વનસ્પતિ સુશોભન 
માટે પણ વપરાય છે . માણસને વનસ્પતિ તેમજ પ્રાણી બંનેની જરૂર હોય છે . 
તમે ગઈ કાલે શું શું ખાધું હતું તેની યાદી કરો . તમે પહેરવા ઓઢવામાં જે 
વસ્તુઓ વાપરતાં હો તેની યાદી કરો . તમારા વર્ગમાં વપરાતી ચીજવસ્તુઓની 
નોંધ કરો . આ બધી યાદીને નીચે આપેલા કોષ્ટક મુજબ વહેંચો 
પાન નં 113 
0વનસ્પતિનો પ્રાણી પર આધાર 
વનસ્પતિ પણ પ્રાણીઓ પર ઘણી રીતે આધાર રાખે છે ; જેમકે , બીજનો 
ફેલાવો , પરાગનયન . 
પ્રાણીઓ મૃત્યુ પામે ત્યારે તેમનાં મૃતદેહોમાંના પોષક ઘટકો જમીનમાં ભળે 
છે . આ દ્રવ્યો વનસ્પતિને પોતાના ઉપયોગ માટે મળી રહે છે . 
આપણે જોયું કે વનસ્પતિ અને પ્રાણીઓ ઘણી બાબતોમાં એકબીજા પર 
આધાર રાખે છે . પરંતુ સૂર્યપ્રકાશ , જમીન , હવા અને પાણી વિના વનસ્પતિનું તથા 
પ્રાણીનું જીવન સંભવી શકે નહિ . 
સૂર્યપ્રકાશ , જમીન , હવા અને પાણી વિના વનસ્પતિ પોતાનો ખોરાક તૈયાર 
કરી શકે નહિ . જો વનસ્પતિ ખોરાક તૈયાર ન કરી શકે અને વૃદ્ધિ ન પામી શકે 
તો તેના પર આધાર રાખતાં તૃણાહારી પ્રાણીઓ ખોરાકના અભાવે ટકી ન શકે . 
તૃણાહારી પ્રાણીઓ ન હોય તો માંસાહારી પ્રાણીઓ પણ જીવી ન શકે . 
બધાં સજીવોને જીવન ટકાવવા અને કાર્યો કરવા શક્્તિની જરૂર હોય છે . 
આ શક્્તિ ખોરાકમાંથી મળે છે . પૃથ્વી પર શક્્તિનો મુખ્ય સ્ત્રોત કયો છે ? પૃથ્વી પર 
શક્્તિનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે . વનસ્પતિ સૂર્યની શક્્તિ કેવી રીતે મે઴વે છે ? મોટા 
પાન નં 114 
ભાગની વનસ્પતિનાં પાન લીલાં હોય છે . તેમનામાં લીલા રંગનું રંજકદ્રવ્ય 
( ક્લોરોફિલ ) આવેલું છે . આ ક્લોરોફિલ વનસ્પતિને પ્રકાશની શક્્તિ શોષવામાં 
મદદરૂપ થાય છે . આમ શોષાયેલી શક્્તિ હવે ખોરાક તૈ૟ાર કરવામાં વપરાય છે . 
ખોરાકમાં આ શક્્તિ સંગ્રહાય છે . પ્રાણીઓ જ્યારે આ વનસ્પતિ ખાય છે ત્યારે 
તેમને આ શક્્તિ મળે છે . આ શક્્તિ વડે પ્રાણીઓ જીવન જીવે છે , વૃદ્ધિ પામે છે 
અને તંદુરસ્તી જાળવે છે . 
0પોષણકડી 
કોણ કોને ખાય છે એ બાબત વડે પોષણકડીની રચના થાય છે . પોષણકડી 
ભક્ષ્ય અને ભક્ષકના સંબંધોથી રચાય છે . પોષણકડીમાં એક સજીવમાંથી બીજા 
સજીવમાં ખોરાક સ્વરૂપે સંચિત શક્્તિનું સ્થળાંતર થાય છે . આને શક્્તિનું વહન 
પણ કહે છે . 
કુદરતમાં આવી ઘણી પોષણકડીઓ આવેલી છે . પાણીના વસવાટમાં જોવા 
મળતી આવી એક પોષણ કડી નીચેની આકૃતિમાં દર્શાવી છે . 
જમીનના વસવાટમાં પણ પોષણકડીઓ હોય છે . નીચેની આકૃતિમાં આવું 
એક દૃષ્ટાંત આપ્યું છે : 
પાન નં 115 
તમારી આસપાસમાંની આવી એકાદ પોષણકડી તમે ઓળખી શકશો ? 
ઓળખાય તો તેનાં સજીવોનાં નામ લખી પોષણકડી દોરો . સાપ ઉંદરને ખાય છે . 
ઉંદર શું ખાય છે ? સાપ કોણ ખાય છે ? 
0પોષણકડીના અન્ય ઘટકો 
તમે કોઈ પ્રાણીને બીજા મરેલા પ્રાણીને ખાતું જોયું છે ? તમે કદાચ ગીધને 
અથવા કાગડાને મૃતદેહો ખાતાં જોયાં હોય . આવાં પ્રાણીઓ ` મૃતભોગી ' પ્રાણીઓ 
કહેવાય છે . ભમરાની જાતના કેટલાંક કીટકો પણ આવા મૃતભોગી છે . જરખ પણ 
મરેલાં પ્રાણીઓને ખાય છે . 
વનસ્પતિ તથા પ્રાણીના મૃતદેહો , ખરી પડેલાં પાન , વાસી ખોરાક ઇત્યાદિ 
થોડા દિવસમાં સડી જાય છે . 
આ સડી જવાની ઘટનાને વિઘટન કહે છે . વિઘટનની આ ક્રિયા ફૂગ 
અને બેક્ટેરિયાની મદદ વડે થાય છે . આવા સજીવો ` વિઘટક ' કહેવાય છે . 
બધાં સજીવનાં શરીર પદાર્થોના બનેલાં છે . શરીરના ઘડતર માટે જરૂરી 
પદાર્થો ખોરાકમાંથી મળે છે . સજીવ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે વિઘટનની ક્રિયા 
થાય છે . આ ક્રિયામાં સજીવના શરીરના પદાર્થો સરળ સ્વરૂપમાં ફેરવાય છે . આ 
પ્રકારે પદાર્થો પાછા ભળે છે . 
0કુદરતમાં સમતુલાની આવશ્યકતા 
આપણે જોયું કે બધાં સજીવો એકબીજા પર અવલંબિત છે . સજીવો નિર્જીવ 
વસ્તુઓ પર અવલંબિત છે . 
તમે એકાદ ખેતરનો દાખલો લો . ત્યાંની વનસ્પતિ પર કીટકો વસે છે . 
આ કીટકો વનસ્પતિનાં પાન ખાય છે . કીટકોને પક્ષી ખાય છે . વનસ્પતિને 
હવા , પાણી , અને ભૂમિની જરૂર રહે છે . આ બધાંમાંથી કોઈ પણ કડીનો અભાવ 
થાય તો જીવન મુશ્કેલ બની જાય . 
ધારો કે , બધાં જ પક્ષીઓને નાશ થઈ જાય તો કીટકોને ખાનારાં કોઈ 
પક્ષી રહે નહિ . હવે કીટકો પ્રજનન કરશે , જેથી તેમની સંખ્યા વધશે . તેમની સંખ્યા 
પરનો કાબૂ નહિ જળવાય . આ વધુ કીટકો વધુ વનસ્પતિ ખાશે અને પાકનો નાશ 
થશે . પરિણામે માણસ અને બીજાં પ્રાણીઓના ખોરાકના પૂરવઠાને વિપરીત અસર 
થશે . આમ સમગ્ર પોષણકડીના કોઈપણ ભાગમાં અવ્યવસ્થા ઊભી થાય તો સમગ્ર 
કુદરતી સમતુલા ખોરવાઈ જવાની શક્યતા ઊભી થાય છે . 
પાન નં 116 
ખરેખર કુદરતમાં શું થાય છે ? જો કીટકોની સંખ્યા વધે તો પક્ષીઓ દ્વારા 
તેમનું ભક્ષણ પણ વધે છે . આમ બધાં સજીવો એકબીજા પર આધાર રાખવા 
ઉપરાંત એકબીજાની સંખ્યાનું નિયંત્રણ પણ કરે છે . 
આ સમગ્ર પ્રક્રિયા કુદરતમાં સમતુલા જાળવે છે . આને ` કુદરતી સમતુલા ' 
કહે છે . 
0માનવ કુદરતમાં ફેરફારો પ્રેરે છે 
માણસ પોતાની જીવન જરૂરિયાતો મેળવવા માટે સતત જંગલોનો નાશ 
કરતો આવ્યો છે . બળતણનું લાકડું મેળવવા , બાંધકામ તથા ફર્નિચર બનાવવા , 
ઉદ્યોગો માટે તથા ખેતીવાડી માટે જરૂરી લાકડાં અને બીજાં દ્રવ્યો મેળવવા તે વૃક્ષો 
કાપ્યા કરે છે . જંગલોનો નાશ થતાં કેટલાય પ્રકારનાં પક્ષીઓ , કીટકો , સાપની 
જાતિઓ , વાઘ , સિંહ , હરણ ઇત્યાદિ વન્ય પ્રાણીઓનાં કુદરતી ઘ઱ છીનવાઈ જાય 
છે . વૃક્ષોને કાપી નાખવાથી જમીન પણ ઢીલી અને પોચી બની જાય છે . આવી 
જમીનનું વરસાદ અને પવનથી ઝડપી ધોવાણ થાય છે . જંગલોનો નાશથી વરસાદ 
પણ ઘટી જાય છે . આથી , ઉજ્જડ જમીનો અને રણપ્રદેશો સર્જાતા જાય છે . 
પરિણામે અનાજ , ઘાસ અને પાણીની તંગી સર્જાય છે . ખોરાક , પાણીનો અભાવ 
સર્જાવાથી પોષણકડી તૂટે છે . 
તમે અગાઉ શીખ્યાં છો કે વનસ્પતિનાં મૂળતંતુ જમીનને બાંધવામાં અને 
જકડી રાખવામાં ઘણાં મહત્ત્વનાં છે . સારા બંધારણવાળી જમીન પાણીને 
શોષવામાં અને જમીનમાં સંગ્રહ કરવામાં પણ ઘણો અગત્યનો ભાગ ભજવે છે 
આથી એ વાત સ્પષ્ટ થાય છે કે જંગલોના નાશથી કુદરતી સમતુલા અસ્થિર બને 
છે . આ અસ્થિરતા કોણ સર્જે છે ? અલબત્ત , માનવીની પ્રવૃત્તિઓ આ માટે 
જવાબદાર છે . 
તમે જાણો છો કે દેશના અનાજના ઉત્પાદનનો 10 ટકા થી 20 
ટકા ભાગ ઉંદરો ખાઈ જાય છે . ઉંદરનું એક યુગલ એક વર્ષમાં 880 ઉંદર 
ઉત્પન્ન કરી શકે છે . સાપ ઉંદરને ખાઈ જઈ પરોક્ષ રીતે આપણા પાકનું રક્ષણ 
કરે છે . 
તમને કલ્પના આવે છે કે , જો આપણે બધા સાપને મારી નાખીએ તો શું 
થાય ? 
આપણા દેશમાં આશરે 350 પ્રકારના સાપ જોવા મળે છે . તેમાંથી ફક્્ત 
ચાર પ્રકારના જમીન પર વસતા સાપ જ ઝેરી છે . એટલે કંઈ બધા સાપ આપણા 
પાન નં 117 
માટે ભયજનક નથી . તો શું સાપને જુઓ કે મારો એ વલણ યોગ્ય છે ? 
માનવીની બીજી કઈ પ્રવૃત્તિ કુદરતી સમતુલાને અસ્થિર બનાવે છે ? જેમ 
વધુને વધુ બાળકો જન્મતાં જાય છે , તેમ વસ્તી વધતી જાય છે . આ વધારાને 
પહોંચી વળવા વધુ અનાજ ઉત્પન્ન કરવું પડે . વધુ અનાજ ઉત્પન્ કરવા માટે વધુ 
જમીન જરૂરી છે . વધુ જમીન મેળવવા જંગલો કાપી જમીનને ખેડાણ તથા સિંચાઈ 
હેઠળ લાવવી પડે છે . વધુ ઉત્પાદન મેળવવા વધુ ખાતર ઉમેરવાં પડે છે . જેમ 
વસ્તી વધે છે તેમ લોકોને રહેવા માટેની વધુ ને વધુ ઘરની જરૂર પડે છે . માણસ 
જંગલો કાપી , ખુલ્લી કુદરતી જગ્યાઓ દૂર કરી , તેમની જગ્યાએ મોટાં નગરો અને 
શહેરો વસાવે છે . 
પાકના રક્ષણ માટે ખેડૂતો જંતુનાશક દવાઓનો છંટકાવ કરે છે . આ 
દવાઓ બીજાં પ્રાણીઓને પણ નુકસાન કરે છે . વિકાસ તેજ આધુનિકીકરણ 
જરૂરી છે ; પણ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ વધુ પડતો ઉપયોગ 
લાંબેગાળે તો માનવીને તેમજ બીજા સજીવોને હાનિકારક નીવડે અને કુદરતી 
સમતુલામાં અસ્થિરતા આવે છે . 
0મલિનીકરણ 
બધાં સજીવો માટે હવા , પાણી અને જમીન જરૂરી છે . દરરોજ લાખો ટન 
હાનિકારક કચરો હવા , પાણી અને જમીનમાં ઠલવાય છે . આ હાનિકારક પદાર્થો 
આપણા પર્યાવરણને મલિન કરે છે . જે ક્રિયાઓ હવા , પાણી કે જમીનને 
સજીવોના જીવન માટે હાનિકારક બનાવે તે બધી મલિનીકરણની ક્રિયા ગણાય . 
મલિનીકરણ માટે મુખ્યત્વે માણસ જવાબદાર છે . 
પાન નં 118 
તમે ઘણી પ્રવૃતિઓમાં પાણી વાપરો છો . વપરાશને અંતે પાણી નકામું બને 
છે . મોટા શહેરોમાં આવું પાણી તથા મળમૂત્ર આસપાસની નદીઓ કે તળાવમાં 
ઠાલવવામાં આવે છે . ઘણા લોકો નદી - તળાવના આ જ પાણીનો પીવામાં ઉપયોગ 
કરતાં હોય છે . ગામડાંઓમાં લોકો વાસણ કે કપડાં ધોવા નદીના પાણીનો 
ઉપયોગ કરે છે . તેઓ પોતે તેમાં નહાય છે અને ઢોરોને પણ તે પાણીમાં નવડાવે 
છે . ક્યારેક તો લોકો કાંઠાની આસપાસ જ ક્યાંક મળત્યાગ કરતા હોય છે . 
સ્વાભાવિક રીતે જ આવું પાણી મલિન થાય છે અને તેના ઉપયોગથી જાતજાતના 
રોગો પેદા થાય છે . 
ગંદા પાણી થતા કેટલાક રોગોનાં નામ આપો 
આપણે શ્વાસમાં જે હવા લઈએ છીએ તે ઘણી વાર દૂષિત હોય છે . ઘ઱ 
વપરાશમાં તથા ઉદ્યોગોમાં કોલસો , ગ૆સ , કેરોસીન વગેરે બળતણ વપરાય છે . 
બળતણ બળે છે તે દરમિયાન ધુમાડો ઉત્પન્ન થાય છે . આ ધુમાડામાં હાનિકારક 
વાયુઓ અને પદાર્થોના બારીક કણો રહેલા હોય છે . આવી હવા શ્વાસમાં લેવાથી 
ફેફસાંના રોગ થાય છે . સિગારેટ પીવાથી પણ તંદુરસ્તીને ઘણું નુકસાન થાય છે . 
ઘોંઘાટ પણ એક મલિનીકરણ છે . જો વધુ પડતો ઘોંઘાટ હોય , તો 
આપણા કાનને નુકસાન પહોંચાડે છે . તે પક્ષીજીવન તથા અન્ય પ્રાણીજીવનને પણ 
અશાંત બનાવે છે . સતત વધુ ઘોંઘાટ રહેવાથી બહેરાશ આવે છે . 
0કુદરતી સમતુલા કેવી રીતે જાળવશો ? 
કુદરતી સમતુલા જાળવવા પાણી અને જમીન જેવી કુદરતી 
બક્ષિસોની જાળવણી કરવી જોઈએ . કીટકો , પક્ષીઓ તથા બીજાં પ્રાણીઓ વિશે 
જાણકારી મેળવવી જોઈએ અને તેમનો વિનાકારણ નાશ ન કરવો જોઈએ . 
ઝાડની ડાળીઓ અને પાંદડાં વિનાકારણ તોડવાં ન જોઈએ . 
* 